Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 16 (वो आगया देखो...देखो वो आगया)

31-12-1992 , અહમદાબાદ

વર્ષનો છેલ્લો દિવસ હતો.પહેલાતો 31 ડિસેમ્બરની રાતનું આટલું બધું ન હતું આજના જેમ પરંતુ વી. આઈ.પી અને મોટા માણસો પાર્ટીઓ તેમજ ક્લબોમાં જતા.

ઘોર અંધકારમય જંગલ જેવા વિસ્તારમાં એક અંદર કારખાનું હતું. કારખાનામાં લાઈટો ખરી. બહારથી કોઈને ના લાગે કે અંદર આવું કોઈ કારખાનું હશે.

કારખાનું ખૂબ મોટું હતું. કારખાનાના પાછળના ભાગમાં ટ્રકો પડેલા હતા.

કારખાનાના પહેલા ભાગમાં જથ્થા બંધ ટામેટા પડેલા હતા સાથે સાથે ઇમ્પોર્ટેડ કંપનીની શરાબ પડેલી હતી.

અમુક કારીગરો કેરબામાં તે શરાબ ખાલી કરી ઇન્જેક્શન દ્વારા તે ટામેટામાં શરાબ ભરી રહ્યા હતા.

બીજા ભાગમાં " J BLACK " નામનું એક મોટું બોર્ડ લગાવેલું હતું.
ત્યાં સારી ગુણવત્તાવાળી શરાબ બની રહી હતી.

કારખાનાના ત્રીજા ભાગમાં ચરસ ગાંજો પડેલો હતો. કારીગરો તે ડ્રગ્સને અમુક નક્કી કરેલા ગ્રામમાં તોલી તેને મોઢાં પર લગાવવા માટેના પાવડરના પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી રહ્યા હતા.

તે ડબ્બામાં અંદર મોંઢે લગાવવાનો પાવડર પણ તે પાવડરના નીચે એક નાનકડું ઢાંકણું લગાવેલું હોય એને ખોલીએ એટલે નીચે નક્કી કરેલા ગ્રામ મુજબનો ડ્રગ્સ. બહારથી જોતા તે સામાન્ય પાવડરનો ડબ્બો જ લાગે.

જ્યારે ચોથા ભાગમાં દેશી કટ્ટા તેમજ ઇમ્પોર્ટેડ પિસ્તોલ. કારીગરો ખૂબ ઝડપથી દેશી કટ્ટા બનાવી રહ્યા હતા. ત્યાં લોખંડની પાઇપ , પાઇપને પીગાળવા માટે મોટી ભઠ્ઠી , ગોળી બનાવવા માટે અલગ લોખંડ તેમજ તેમાં બારૂદ ભરવા માટે અલગ જગ્યા.

કારખાનું જે ચલાવતો હશે તેનામાં ઘણું ડેરીંગ હશે.

કારખાનાના છેલ્લા ભાગમાં એક મોટો દરવાજો હતો. તે દરવાજા આગળ બે માણસ પિસ્તોલ લઈને ઊભા હતા. તે રૂમમાં પરમિશન વગર કોઈને એન્ટ્રી ન હતી.

**************

તે રૂમ તરફ એક યુવાન ચાલતો ચાલતો આવ્યો. તેને જોઈને તે બંને માણસોએ તેના માટે દરવાજો ખોલ્યો. જાણે તે યુવાનની ધાગ હોય.

રૂમમાં એક કાંચનું ટેબલ સામ સામે બે ખુરશી તેમજ અંદર થોડાક હથિયાર હતા.

ત્યાં અંદર એક પચાસ વર્ષનો પુરુષ બેઠો હતો. યુવકને આવતા જોઈ તે ઉભો થયો.

તે અંદર બેઠેલો પુરુષ હતો " ડિસોઝા "

ડિસોઝા : આવ... આવ...બેસ પેગ?

યુવાન : ના... બસ...આભાર... કામ ખૂબ સરસ ચાલી રહ્યું છે. હું જોઈને આવ્યો હાલ.

ડિસોઝા : અરે...તું હોય એટલે કામ સરસ જ ચાલતું હોય.

તે યુવાન આ સાંભળી ધીમી ધારે હસ્યો.

ડિસોઝા : આજે...હું ઘણો ખુશ છું.આજે કુલ દસ ટ્રક ગયા. એ પણ તારા કારણે...

યુવાન : ના...ના...એવું નથી...

ડિસોઝા : એવુજ છે... જો આજે વર્ષનો છેલ્લો દિવસ છે હું તને ભેટ આપવા માંગુ છું.

ડિસોઝાએ ડ્રોવરમાંથી ડાયમંડ ક્લબની બે ટિકિટ આપી. ડાયમંડ ક્લબ એટલે અહમદાબાદનો મોંઘામાં મોંઘો ક્લબ.

યુવાન : પણ...અહીંયા ઘણું કામ બાકી છે...હું ના જઈ શકું.

ડિસોઝા : અરે...કામ આખી જિંદગી કરવાનું છે... જીવનમાં મનોરંજન પણ જરૂરી છે. બે ટિકિટ લે અને કોઈ ગર્લ ફ્રેન્ડ હોય તો તેને લઈને જા.

ડિસોઝાએ તેને એક નોટોનું બંડલ પણ આપ્યું.

તે યુવાનનું ડિસોઝાની જીદ આગળ કશું ન ચાલ્યું.
તેણે બે ટિકિટ અને બંડલ લઈ લીધું.

ડિસોઝા : હું અહીંયાંથી કામ પતાવીને બંગલે જઈશ તું પણ ક્લબથી સીધો ઘરે આવતો રહેજે.

યુવાન : ઠીક છે!

આટલું કહીને તે યુવાન ત્યાંથી નીકળી ગયો.

******************
લગભગ રાતના નવ વાગવા આવ્યા હશે.

ડાયમંડ ક્લબ , અહમદાબાદ

ડાયમંડ ક્લબ સ્પેશિયલ મોટા તેમજ વી. આઈ. પી માણસોનો ક્લબ હતો.કોઈ સામાન્ય માણસ ત્યાં જવા માટે વિચારી પણ ન શકે.

ડાયમંડ ક્લબ વિશાળ હતો અને તે ક્લબની ઉપર જ તે જ ક્લબની હોટેલ.

મેઈન ગેટથી અંદર જતા પહેલા ગાડીઓ માટે પાર્કિંગ આવતું અને ત્યારબાદ થોડુ ચાલવાનું અને પછી ક્લબનો અંદર જવાનો દરવાજો આવતો.

મેઈન ગેટથી એક એમ્બેસેડર કાર અંદર ગઈ અને ડાબી બાજુ પાર્ક થઈ.

તેમાંથી તેજ યુવાન બહાર નીકળ્યો જેને ડિસોઝાએ ટિકિટ આપી હતી.

તે યુવાનની ઉંમર લગભગ પચીસ વર્ષ હશે. ઊંચાઈ લગભગ પાંચ ફૂટ આંઠ ઇંચ. જબરદસ્ત કસરતથી કસાયેલું શરીર , ખભા પહોળા અને પહાડ જેવા , હાથમાં એક રોલેક્સની ઘડિયાળ , બાવળા બઉ વધારે જાડા પણ નહીં અને પાતળા પણ નહીં એક જબરદસ્ત જેન્ટલ મેન યુવકનું શરીર હોય તેવું શરીર હતું.

તેના સરસ સીધા સિલ્કી વાળ આગળથી કપાળ પર આવતા હતા અને પાછળથી પણ લાંબા અને કોલર સુધી અડતા હતા. તેનું મોઢું પરફેક્ટ શેવ કરેલું, ટાઇટ ચામડી અને જબરદસ્ત જો લાઈન દેખાતી હતી સાથે સાથે તેણે એક રેટ્રો સફેદ કલરના ચોરસ નંબરના ચશ્માં પહેર્યાં હતાં.

તેણે એક સફેદ કલરનો શૂટ અને અંદર બ્લેક કલરનો શર્ટ પહેર્યો હતો.

તે ચાલતો ચાલતો આગળ વધી રહ્યો હતો. ક્લબ તેનું આગમન ગુલાબી , વાદળી , લીલા રંગની લાઈટો દ્વારા કરી રહ્યું હતુ .

તે ગેટ આગળ પહોંચ્યો ત્યાં અંદર ચાલી રહેલું ગીત બહાર સુધી સંભળાતું હતું જાણે તે ગીત તે યુવાન માટે જ ચાલી રહ્યું હતું.

" वो आगया देखो...देखो वो आगया "
" मोनिका...."

આટલું ગીત ચાલ્યું હશે અને તે યુવાન અંદર દાખલ થયો અને જમણી બાજુ એક ખૂણામાં ખાલી ટેબલ હતું ત્યાં જઈને બેઠો.

ક્લબમાં ખાસા લોકો હતા. સામે સ્ટેજ હતો જ્યાં બેન્ડ અને ગાયક હતા જ્યારે અમુક યુવતીઓ હતી જે કેબ્રે ડાંસર હતી જે લોકોનું મનોરંજન કરી રહી હતી.

"पिया तू..... अब तो आजा ...

તેણે એક વેઇટરને બોલાવ્યો અને એક પેપ્સીનો ઓર્ડર આપ્યો અને તે કેબ્રે ડાંસ કરતી યુવતીઓને જોવા લાગ્યો.

તે યુવાનમાંથી સરસ મજાની અત્તરની ખુશ્બુ આવી રહી હતી. આજુબાજુના ટેબલ પર બેઠેલી યુવતીઓ તેને જોઈ રહી હતી કારણ કે તેનું વ્યક્તિત્વ જ એવું જબરદસ્ત હતું કે ભલભલી છોકરી , યુવતીઓ તેના પ્રેમમાં પડી જાય.

વેઇટર પેપ્સી લઈને આવ્યો. તે યુવાનને ક્યારની તેના બાજુમાં બેઠેલી યુવતી જોઈ રહી હતી.

તે યુવાન થોડો પોતાના કામથી કામ રાખવાવાળો તે જલ્દીથી કોઈ છોકરીને જોતો ન હતો.

કેબ્રે ડાંસર માંથી એક ડાંસર નાચતી નાચતી તે યુવાન પાસે આવી અને પેપ્સીનો ગ્લાસ હાથમાં લઈ તે યુવાનને પીવડાવવા લાગી અને ગીત આગળ વધ્યું...

प्यासे प्यासे इन मेरे लबों के लिये
तेरे होठों ने हज़ार वादे किये
भूलने वाले कोई जिये तो कैसे जिये
अरे हाँ अरे हाँ अरे हाँ हाँ....

તે કેબ્રે ડાંસર જ્યારે તે યુવાનને પોતાના હાથથી પેપ્સી પીવડાવી રહી હતી ત્યારે આજુબાજુવાળા બધા કપલ્સ તેમજ બાકીના લોકો જોઈને હસ્યા સાથે સાથે તે યુવાન પણ હસ્યો અને તાળીઓ વગાડવા લાગ્યા...

તે ગઈ એટલે તે યુવાને એક સિગારેટનું ખોખું કાઢ્યું અને એક સિગારેટ હોંઠ વચ્ચે ફસાવી અને તે માચીસ સળગાવે એ પહેલાં બાજુવાળી યુવતી ઊભી થઈ અને તે યુવાનની સિગારેટ તેના લાઇટરથી સળગાવતા સળગાવતા ગાવા લાગી...

शोला सा मन दहके आ के बुझा जा
तन की ज्वाला ठंडी हो जाए
ऐसे गले लगा जा...

સિગારેટ સળગાવી તે યુવાન તેની આઈબ્રો ઊંચી કરી એક હળવી હસી સાથે બોલ્યો...

'થેંક યુ...'

યુવતી : લુકિંગ ડેશિંગ... જેંટલ મેન... વૉટ ઇઝ યોર નેમ?

તે યુવતીએ લાઇટર બંધ કરી તે યુવાનની જમણી બાજુમાં બેસતા પૂછ્યું.

યુવાને સિગારેટનો એક કશ લઈ..ડાબા હાથથી સિગારેટ પકડતા ધુમાડો ડાબી બાજુ કાઢી તે યુવતીની સામે મોઢું ફેરવી તેની નશીલી આંખોમાં જોઈને કહ્યું...

" ટોમી " માય નેમ ઇઝ ટોમી.

(ક્રમશ:)
- Urvil Gor