THE GUJJU AND GUNS SEASON 1 - 12 books and stories free download online pdf in Gujarati

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 12 (કોલ્ડ વોર)

વનરાજે પાંડે ને ફોન લગાવ્યો.

' હેલ્લો...પાંડે ક્યારે આવ્યો ? '

પાંડે : બસ...થોડા મહિના પહેલાં જ...

' મારા સરસપુરવાળા ઘરે આવીજા કામ છે...'

વનરાજ સરસપુર પોતાના ત્રણ માળના મકાનમાં પાંડે ની રાહ જોઈને બેઠો હતો. ત્યાં જ દરવાજાનો બેલ વાગ્યો.

વનરાજે દરવાજો ખોલ્યો અને પાંડે અંદર આવ્યો.

વનરાજ : ક્યાં રહે છે હાલ?

પાંડે : છે ... એક જગ્યા એક રૂમ રસોડું

' મારા માટે કામ કરીશ? '

પાંડે : જરૂર...હું તો ક્યારનો કામે લાગવા તૈયાર હતો.

' મારી દેશી તેમજ કંપનીની શરાબ અલગ અલગ શહેરોમાં જાય છે... ટોલ ટેક્ષ તેમજ ચેક પોસ્ટ પાર કરાવવા મેં થોડાક પોલીસવાળા ફોડી રાખ્યા છે પરંતુ હવે તેઓ મન ફાવે તેમ ભાવ લે છે...'

પાંડે : તો?

' તો ખાલી એટલું ઈચ્છું છું કે હું તને પૈસા આપીશ તું દરેક ટ્રક તારી મુજબ પાર કરાવવાના શરૂ કર. '

પાંડે : હ્મમ...સમજ્યો કેટલા શહેર છે ? કેટલા ટ્રક છે ? બધી માહિતી આપો...હું તરતજ શરૂ કરી દઉં.

વનરાજે બધી માહિતી આપી.

વનરાજ એક ખૂણામાં પડેલા ટેબલ પાસે ગયો અને એના ડ્રોવરમાંથી ત્રણ ચાર ફોટા લઈ પાંડે ને બતાવ્યા.

' આ કોણ છે પાંડે... ઓળખે છે ? '

પાંડે : આ...હા ઓળખું છું...ક્યારના છે આ ફોટા?

' એ બધું પછી પણ... આને મોકલ મારી પાસે '

પાંડે : પણ આ હજુ...ઉંમરમાં નાનો છે અને પરિવારવાળો છે...

' ખબર છે...ચિંતાના કર ખાલી મળવું છે એક વાર '

પાંડે : ઠીક છે!

પાંડે પોતાના કામે લાગી ગયો. કહ્યા પ્રમાણે તેની દાદાગીરીથી તેમજ જુગાડ કરીને વનરાજના ટ્રકો અલગ અલગ શહેરોમાં પહોંચાડવા લાગ્યો.

*******************

સાબરમતી જેલ , અહમદાબાદ

ટાઇગર અને સમર અંદર કામ આપ્યા મુજબ જમીનમાં ખોદકામ કરી રહ્યા હતા. તેમની સાથે બીજા પણ ઘણા કેદીઓ હતા.

થોડી વાર બાદ કામ પૂરું થયું. ટાઇગર અને સમર ચાલતા ચાલતા હાથ પગ ધોવા જઈ રહ્યા હતા.

ત્યાં જ ટાઇગરે વાત છેડી કે સમર કેવો વ્યક્તિ છે અને કયા ગુનામાં અંદર આવ્યો કારણ કે ટાઇગરને લાગ્યું કે હવે તે જવાબ આપી શકે તેવી પરિસ્થિતિમાં છે.

સમરે ખુલીને ઘટના કહી જે તેણે કર્યું હતું. સામે સમરે પણ ટાઇગરને તેવોજ સવાલ કર્યો.

ટાઇગર : ' હું પોલીસવાળો હતો...એક વખત એક પાર્ટીના નેતાના છોકરાને ગુનામાં જેલના સળિયા ગણાવ્યા હતા...તે નેતાએ પોતાના માણસો મોકલી મારી બહેન જે પોસ્ટ ઓફિસમાં જોબ કરતી હતી ...તેને કિડનેપ કરીને મને ધમકી આપવા લાગ્યા કે બળાત્કાર કરીને બદનામી કરીશું , જીવવાનું હરામ કરી દઈશું વગેરે વગેરે...

મેં બહેન માટે ગમે તેમ કરી તેના છોકરાને બહાર નીકાળ્યો. મારી બહેન ઘરે આવી મેં બહેનનું ટ્રાન્સફર બીજા શહેરમાં કરાવી મમ્મી અને પપ્પાને તેની સાથે મોકલી દીધા અને હું જે કરવાનો છું તેની જાણ પણ પરિવારને કરી દીધી.

બીજે દિવસે તે નેતાના બંગલામાં જઈ રિવોલ્વરથી બાપ - બેટા બંનેના માંથા ફાડી નાંખ્યા અને બસ સજા કાપવા અહીંયાં છું. '

સમર આ સાંભળી થોડો ગભરાઈ ગયો પણ તેને પણ એવુજ કર્યું હતું પોતાના પરિવાર માટે.

ટાઇગર : તારો નિશાનો સારો કહેવાય પહેલી વખતમાં ...

સમર : એ ગભરાહટમાં તુક્કેથી થઈ ગયું હતું.

બંને હસવા લાગ્યાં.

' તારે શીખવું છે હેન્ડ ફાઇટ કરતા ? દર વખતે પિસ્તોલ હાથમાં નઈ હોય...' ટાઇગરે કાળા વાદળાં જોતા સમરને પૂછ્યું.

સમરે થોડીવાર વિચાર્યું અને પછી હા પાડી...

*****************
અહમદાબાદ,
ડિસેમ્બર, 1987

કડકડતી ઠંડીમાં એક ટ્રક એક બંગલાના મેઈન ગેટ આગળ ઉભો રહ્યો. મેઈન ગેટ આગળ ત્રણ યુવાન પિસ્તોલ લઈને ઊભા હતા. તેમણે આખો ટ્રક ચેક કર્યો. ટ્રક આખો ખાલી હતો.

તે ત્રણ યુવાનોએ ટ્રકને આગળ જવા માટે પરવાનગી આપી ઈશારો કર્યો.

પછી ટ્રક ધીરે રહીને આગળ વધ્યો અને ડાબી બાજુ પાર્ક કર્યો. ટ્રકમાંથી બે યુવાન નીચે ઉતર્યા અને બંગલાના દરવાજા આગળ પહોંચ્યા.

ત્યાં બીજા બે માણસોએ તે બંને યુવાનને ચેક કર્યા કે તેમની પાસે કોઈ હથિયાર તો નથી ને.

બંને યુવાનોએ ઉનનું સ્વેટર અને મફલર પહેર્યું હતું. તેઓ બંગલામાં જઈ બૂમ પાડવા લાગ્યા.

ડિસોઝા સાહેબ... ડિસોઝા સાહેબ....!

બંગલો ખાસો મોટો હતો. સામેની એક સીડી માંથી એન્થની ડિસોઝા ઉતરીને આવી રહ્યો હતો.

ડિસોઝા : કેમની રહી ડિલિવરી?

તે બે યુવાનોમાંથી એક યુવાન બોલ્યો.

' એકદમ શાંતીથી માલ પહોંચી ગયો. '

ડિસોઝા : સરસ ...રાહુલ આમને એમના નક્કી કરેલા મુજબના પૈસા આપી દે...

આટલું કહેતા ડિસોઝા સાહેબ પાછા સીડી ચઢી ઉપર જતા રહ્યા.

રાહુલ અંદર એક રૂમમાંથી પૈસા લઈને આવ્યો અને બંને યુવાનને આપ્યા. બંને યુવાન ત્યાંથી નીકળી ગયા.

ડિસોઝા સાહેબ જે અમેરિકાથી આવ્યા હતા. તેઓ ત્યાંથી સારી ગુણવત્તાવાળી શરાબ કેવી રીતે બનાવાય તે શીખીને આવ્યા હતા.

તેમણે અહમદાબાદમાં જ જાતે સારી ગુણવત્તાવાળી શરાબ બનાવવાનું શરૂ કર્યું હતું અને એક એક ટ્રક કરી તેની ડિલિવરી કરવાનું શરૂ કર્યું હતું. હજુ આ ધંધો એમણે એક મહિના પહેલાજ શરૂ કર્યો હતો.

રાહુલ જે ડિસોઝા સાહેબનો ખાસ વિશ્વાસુ માણસ તે મોટા ભાગના પૈસાની ગણતરી રાખતો.

***************
મીઠાખળી , અહમદાબાદ ,
ફેબ્રઆરી , 1988

કારખાનાના છેલ્લા હોલમાં એક ખુરશી પર વનરાજ અને સામે પાંડે બેઠો હતો.

' પાંડે...છેલ્લા કેટલાક સમયથી આપણી શરાબ વેચાતી નથી... ટ્રકમાંથી બોટલો ભરી ભરી શરાબ પાછી આવી રહી છે અને અહીંયા લોકલમાં પણ કોઈ શરાબ લેવા તૈયાર થતું નથી... આ તો મને પેલો રમણ મળ્યો હતો તેણે કહ્યું...જે છૂટક વેચાણ કરતો હતો.

નહિતર મને તો ખબર જ ના પડત... '

વનરાજે પાંડેને ધમકાવતા કહ્યું.

પાંડે : હા.... એ હું થોડુ સંભાળવાની કોશિશ કરતો હતો.... પણ...

વનરાજ : કોઠું.... સંભાળવાનો હતો...ખબર છે તને કઈ કેમ આવું થઈ રહ્યું છે? તો કે મને એટલે રસ્તો કરીએ કંઇક એનો

પાંડે : હું...ઘણા સમયથી જોઈ રહ્યો છું આપણા વિસ્તારમાં તેમજ બીજા બે ત્રણ શહેરો જ્યાં આપણે માલ મોકલીએ છીએ...ત્યાં અમુક નવી કંપનીની શરાબ વેચાઈ રહી છે...એ પણ સારી ગુણવત્તાવાળી ઓછા પૈસામાં...

વનરાજ : કોણ વેચે છે.... આપણા અહમદાબાદમાંથી માલ જઈ રહ્યો છે?

પાંડે : હા...કોઈ ડિસોઝા કરીને છે ...

(ક્રમશ:)
- Urvil Gor


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED