"વિસ્મયપૂર્ણ મિલન "
He:રાધી કેટલી વાર જલ્દી કર નહીં તો મૂકીને ચાલ્યો જઈશ....હા પછી કહેતી નહીં...કે કીધું નહોતું...
Me:હા હા આવું છું શાંતિ રાખોને...
he:હવે એને રાખીશ તો બળતરા તને જ થશે...હું લાસ્ટ 10 મિનિટ આપું છું તૈયાર થઈને બહાર આવ નહીં તો મૂકીને ચાલ્યો જઈશ, એન્ડ ત્યાં હોટ હોટ લેડીઝ જોડે ડાન્સ પણ કરીશ....
me:શું બોલ્યા??? હેં?? એક મિનિટ સાવરણી ક્યાં ગઈ!! ઉભા રહેજો હો હું આવું તમને બતાવું ડાન્સ કેમ કરાય એ!??
he:અરે અરે દેવી શાંત શાંત નહિ કરું બસ કોઈ સામે જોઇશ પણ નહીં sorryyy માફ કરી દે...ઓહ યાર તું તો સાચે મારે મને વાગ્યું....
me:ભલે વાગ્યું એ જ લાગના છો તમે હુહ...
he:મારો હાથ પકડી પોતાના તરફ ખેંચતા એ બોલ્યા...
અરે સોરી રાધુ....હવે એવું વિચારીશ પણ નહીં બસ...જો કાન પકડીને સોરી....
me:ઇટ્સઓકે બાબુ મને ખબર છે...ચાલો જઈએ હવે...
હા ચાલ....
એમના ઓફીસ ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે,જે શહેર બહાર ફાર્મહાઉસમાં હોવાથી અને વરસાદી વાતાવરણ ના લીધે એમને જલ્દી પહોંચવાની ઉતાવળ હતી. અને મારા કારણે મોડું થયું એટલે એમને મનાવવા મેં મ્યુઝિક પ્લેયર ચાલુ કર્યું અને એમના હાથ પર હાથ રાખ્યો પણ એ માને થોડા એમ!!!માંડ મારાથી રિસવાનો ચાન્સ મળ્યો હોયને.😜😜😅😁😁😁
તેમ છતાં મેં મારા નાટક ચાલુ જ રાખ્યા અને કારના ગિયર પર હાથ રાખ્યો માથું એમના ખભા પર એમણે મારા હાથ પર હાથ રાખીને ગિયર ચેન્જ કર્યો.અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અને સાથે જ એક રોમાન્ટિક ગીત વાગી રહ્યું હતું.અને મેં સાથે જ ગાવાનું શરૂ કર્યું.
મેં જીન્ની તેરી કેર કરાં લોયલ રહા...
ની તું ઉનને તિખે તેવર...દિખાવે...
ની મુખડે ના....
નખરે તેરે...નખરે તેરે...
મુંડા દીનો દિન મુકદા હે જાવે....
તું અકડ વિચ ગલ ના કરે...ગલ ના કરે...
મેરી જાન નિકલદી જાવે....
અને એ માની ગયા મારા ભોળા દાઢીવાળા બાવાને મનાવવા માટે મારે કંઈ વધારે કરવાની જરૂર ન પડે એ એટલામાં જ ખુશ થઈ જાય😜😅😅😁😁😁
થોડા સમય પછી બ્રેક લાગવાથી મેં આંખો ખોલી તો અમે પહોંચી ગયા હતા.બહાર નીકળી અમે બધાને મળ્યા.એમના બીજા ફ્રેન્ડ અને એમની વાઈફ પણ હતાં.એમના ફ્રેન્ડ અથર્વને ગિફ્ટ આપી વિશ કર્યું.પછી બધા એ સાથે બેસી ગપ્પા માર્યા.
ચિરાગ: એલા રોહન તું આજે બહુ હેન્ડસમ લાગે છે કેમ એટલો તૈયાર થઈને આવ્યો આજે??
રોહન:કંઈ નઈ લ્યા કાલે એક છોકરી સાથે ભટકાઈ ગયોતો.....તો એ છોડી એ મને કીધું કે "તને તો હું કાલે જોઈ લઈશ આજે મારે ઉતાવળ છે "
ચિરાગ:તો??!!
રોહન:તો ભાઈ હું સવારનો તૈયાર થઈને બેઠો.હજુ નથી આવી બોલ....આપણે તો પ્રેમ થઈ ગ્યોતો ભાઈ લાગે છે અધુરો જ રહેશે...આ સાંભળી અમે બધા ખડખડાટ હસી પડ્યા.
અથર્વ:ભાઈ તારો પ્રેમ અધુરો હોય તો અધુરો જ રહેવા દેજે મારા વાલા.....અથર્વની વાતને વચ્ચેથી કાપતા અમારા સાહેબ બોલ્યા.
he:જો પૂરો થાહે ને તો કચરપોતા કરાવશે....કેહતા તેમને અથર્વને તાળી આપી.
એ જોઈ મેં એમના તરફ કડક નજર કરી તો એ ચુપ થઈ ગયા અને અમે બધા ફરી હસી પડ્યા.પણ આ બધામાં ચિરાગ ચૂપ થઈ ગયો....તો રોહન એ જોઈ બોલ્યો.
રોહન:કાં એલા કોની યાદમાં ખોવાય ગયો તું પાછો??!!...
કેમ છો મિત્રો....
આપ સહુ નો ખૂબ ખૂબ આભાર મારી પહેલી બે ધારાવાહિક રુદ્રરાધિકા અને ઇશ્ક ઇન ડિફરન્ટ વે ને આટલો પ્રેમ આપવા બદલ....
હું ફરી હાજર છું નવી ધારાવાહિક સાથે....જેમાં છે પ્રેમ થોડો ડર... થોડું હાસ્ય, થોડો વિરહ....
#સ્ટે સેફ
#સ્ટે હોમ
#સ્પ્રેડલવ
-ભૂમિ ગોહિલ