એક ચુટકી સિંદૂર કી કિંમત - 3 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 3

પ્રકરણ- ત્રીજું/૩


એ પછી...
અધૂરું અનુસંધાન વૃંદા અને મિલિન્દ બન્નેને સંબંધ સેતુની ખૂટતી કડી જેવું લાગ્યું. ખાસ કરી વૃંદાને. વૃંદાને ખુશી એ વાતની હતી કે, મકરંદ સર થકી તેના ચહીતા સંગીત રસિક મિત્રના પરિચયમાં આવવાનો અવસર મળ્યો હતો. વૃંદાનું માનવું હતું કે જેમ કોઈ અંધ અને અભણ બન્ને સરખા તેમ સંગીતથી અજાણ અને અજ્ઞાન વ્યક્તિ માનવ સહજસંબંધના પાયાના મુલ્યોથી વંચિત હોય. કોઈપણ સંગીતજ્ઞ માટે વૃંદાને સાહજિક રીતે આદર અને માન ઉપજતું.

નેક્સ્ટ ડે..
વૃંદા અને મિલિન્દ વચ્ચેના ટેલીફોનીક વાર્તાલાપ દરમિયાન નિર્ધારિત થયેલાં સમયાનુસાર બન્ને આવી પહોચ્યાં સંગીત વિદ્યાલય. મલ્ટીકલર પ્રિન્ટેડ વ્હાઈટ કોટન કુર્તીમાં વૃંદા સિમ્પલ અને સોબર લાગતી હતી. અને ડાર્ક બ્લ્યુ કલરના જીન્સ પર સ્કાય બ્લુ કલરના ની લેન્થના ખાદીના ઝબ્ભા અને જીણી દાઢીમાં મિલિન્દનો લૂક આસાનીથી નજર અંદાઝ થઇ શકે તેમ નહતો. પહેલાં અડધો કલાક મકરંદે તેમની ઓફિસમાં બન્નેને જરૂરી સૂચનાઓ આપી, કામકાજથી અવગત કરાવ્યાં.

ત્યાર બાદ વૃંદા અને મિલિન્દ આવ્યા તાલીમ કક્ષમાં. દાખલ થતાં જ વૃંદા બોલી,
‘ઇફ યુ ડોન્ટ માઈન્ડ, મિલિન્દ, સૌ પહેલાં આપણે બન્ને એકબીજાના નામ સિવાયના બેઝીક પરિચયથી અવગત થઇ જઈએ તો...આઈ થીંક કે, સાથે કામ કરવું વધુ સરળ રહેશે. તમારું શું માનવું છે ?’

વૃંદાની સામે જોઇ મિલિન્દે જવાબ આપ્યો.
‘યુ કાન્ટ બીલીવ, હું તમને આ જ વાત કહેવા જતો હતો, ત્યાં તમે રજૂઆત કરી. ધેટ્સ ગૂડ આઈડિયા. તો..તમે શુઆરંભ કરો.’


‘તમે પણ કરી શકો છો. આમ પણ મને વક્તા કરતાં શ્રોતા બનવું વધુ ગમે છે.’
વૃંદાએ જવાબ આપ્યો.

‘ઓહ્હ..તેનું કારણ તો પછી પૂછીશ પણ ફિલહાલ તો, લેડીઝ ફર્સ્ટ. એટલે તમે જ સંવાદના શ્રીગણેશ કરો એવું ઈચ્છું છું.’ મિલિન્દ બોલ્યો.

‘ના..પણ હું એવું ઈચ્છું છું કે એ લેડીઝ ફર્સ્ટની ઠાલી ઔપચારિકતા જેવી જૂની ઘરેડની પરંપરા બદલીને આપણે કંઇક નવું ન કરી શકીએ ? ઘેંટાના ટોળામાં ચાલવું જરૂરી છે ?’
બન્ને બેન્ચ પર બેસતાં વૃંદાએ પૂછ્યું.

આટલી વાતચીત પરથી મિલિન્દને લાગ્યું કે, વૃંદાના વાણી, વર્તન અને વિચારધારા સામાન્ય તો નથી જ.

‘હા, એ વાત પણ છે. આઈ એગ્રી વિથ યુ. તો સાંભળો.’
મિલિન્દ પણ વૃંદાની સાથે બેન્ચ પર બેસતાં આગળ બોલ્યો..

‘મિડલ ક્લાસ ફેમીલી માંથી બીલોંગ કરું છું.’
એ પછી મિલિન્દે ટૂંકમાં ઘરના સદસ્યો વિષે જાણકારી આપી આગળ બોલતા કહ્યું,

‘અહીં મલાડમાં જ એક સાઉથ ઇન્ડિયન પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવું છું. જેની હેડ ઓફીસ બેન્ગ્લુરૂમાં છે. અને મારું રેસીડેન્સ વિરારમાં છે. સંગીતનો સંચાર અને સમજ જીન્સમાં લઈને જ જન્મેલો. મતલબ કે મારા દાદાને સંગીતનું સારું એવું જ્ઞાન હતું. આજે જે કંઈપણ જાણું છું, એ વારસાઈમાં મળેલા ગુણો અને બાકી બક્ષિશ રૂપે મળેલાં મકરંદ સરના આશીર્વાદની મહેરબાની છે. મહદ્દઅંશે સંગીત અને એ પછી જો સમય મળે તો કયારેક મનગમતાં વાંચન પર પણ નજર દોડાવી લઉં.’
‘સંગીતની તાલીમ લેવી જોઈએ એવું તમને ક્યારથી લાગ્યું ?’
આતુરતાથી વૃંદાએ પૂછ્યું.

‘સંગીતની તાલીમ ? એ તો મારા માટે વિચારવું જ અશક્ય હતું.’
મિલિન્દે જવાબ આપ્યો.

એટલે આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું,
‘પણ, સર તો તમારા વિષે એમ કહેતાં કે તમે બે વર્ષ અહીં તાલીમ લીધી છે અને તમે તેના સૌથી શ્રેષ્ઠ શિષ્ય છો. તો એ કઈ રીતે...?

હસતાં હસતાં મિલિન્દ બોલ્યો..
‘તમારો સવાલ યોગ્ય છે, એમાં એવું થયું કે મારા બોસ અને મકરંદ સર
એકબીજાથી પરિચિત. તેમાં એક દિવસ મારા બોસે તેમની બર્થડે સેલિબ્રેશન માટે ગેટ ટુ ગેધરીંગનું આયોજન કરેલું. અને બે-ચાર સ્ટાફ મેમ્બર્સને જાણકારી હતી કે, મને ગાયકીનો શોખ ખરો એટલે અગાઉથી મારા બોસે સાજિંદાની અરેજ્મેન્ટ કરેલી. અને એ પાર્ટીમાં મકરંદ સર આવેલાં. ત્યાં જ અમારી પ્રથમ મુલાકાત અમારા બોસે કરાવેલી. એ પછી સરે મારી સાથે અડધી કલાક વાતો કરી અને ફરજીયાત ક્લાસ જોઈન કરવાનું મારી પાસે વચન લીધું અને તે પણ નિ:શુલ્ક. મને કહે કે, હું તારામાં મારા શ્રેષ્ઠ શિષ્યની છબી જોઈ રહ્યો છું. એ રીતે સર ખૂદ મારા સમય સંજોગને અનુકુળ થઈ આજે મને આ સ્ટેજ પર લાવ્યા છે.મારા માતા-પિતા પછી મારા પર સૌથી કોઈનો હક્ક હોય તો તે સરનો છે.’

આટલું બોલતાં લાગણીની ભીનાશથી મિલિન્દનો સ્વર સ્હેજ ગળગળો થઇ ગયો.
અને વૃંદાને પણ મિલિન્દના સંવાદમાં સંવેદનાના સંચારનો અણસાર આવી જતાં ચુપચાપ તન્મયતાથી સાંભળ્યા કરી.

‘હવે આપ કહો.’ મિલિન્દ બોલ્યો.

‘એ તો કહીશ જ પણ, મિલિન્દ મને તમારા જેવું બનવું છે. જેમ સર તમારા માટે ગર્વ લઇ શકે છે. તમે મને પરફેક્ટ બનવામાં હેલ્પ કરશો ? હું મહેનત કરીશ. મને સફળ નહીં પણ સંતુષ્ટ થવું છે. સંસાર માટે નહીં સ્વ માટે. સરગમની સંગત સાથે આરોહ અવરોહ કરતાં એ સ્વર અને સ્તર સુધી પહોંચવું છે કે, જ્યાં આત્મસંતોષની ચરમ સીમા હોય.’

વૃંદાએ તેના જીવનનું એકમાત્ર સ્વપ્ન આજે પહેલી વાર કોઈની જોડે શેર કર્યું હતું.
એટલા માટે કે આજે પહેલીવાર વૃંદાને કોઈ એવું મળ્યું હતું કે જેણે જિંદગીના મર્મનો કંઇક જુદા જ રાગનો આલાપ સંભળાવ્યો હતો.

વૃંદાની સ્વર પરની પકડ ઢીલી પડી જતાં મિલિન્દને એટલો અંદાજ આવી ગયો કે સ્વને સંગીત પ્રત્યે સમર્પિત કરવાના વૃંદાની ઈચ્છાના માત્રાની પ્રબળતા કેટલી તીવ્ર છે, કેટલી ઘેલછા છે ?

વૃંદાના સવાલનો ઉત્તર આપતાં મિલિન્દ બોલ્યો,

‘એક વાત સાંભળો, વૃંદા, સંગીતજ્ઞાન એ તો સંસારના સમગ્ર સાગરથી પણ ઊંડું છે. હું, સર અથવા સંગીતના મહારથી યા શાસ્ત્રીય સંગીતના માર્તંડ હજુ સુધી કોઈ સપૂર્ણ પણે સંગીતસાધનાને આત્મસાત નથી કરી શક્યું. અને આ કલા જન્મજાત છે.
શાયદ તમારા ફેમિલીમાં પણ કોઈ સંગીત રસિક હશે જ.’

‘હા, મારા મમ્મી. તે ફક્ત સાંભળે. તેમને સુરની ઊંડી સમજણ છે.’ વૃંદા બોલી.

‘અરે વાહ ! અચ્છા તો હવે તમારા વિષે કશું શેર કરશો.’ ?

‘મારા ડેડ શશાંક સંઘવી એડવોકેટ છે. અને મમ્મી વિદ્યા ફુલ ટાઈમ ગૃહિણીની ભૂમિકા ભજવે છે. હું તેમનું એક માત્ર સંતાન. સમજણની ઉંમરથી ખ્યાલ આવ્યો કે પુત્રી હોવાં છતાં કોઈપણ નિર્ણય લેવાની આઝાદી જેવું સર્વશ્રેષ્ઠ વરદાન મળ્યું છે. સ્વત્રંતતાની સીમારેખા અને વ્યાખ્યા સ્વયં જ ઘડવાની હતી. એટલે બી.એ. કમ્પ્લિટ કર્યા બાદ મલાડમાં, મારી એકમાત્ર અંગત સહેલી જોડે મંથલી વુમન ઓરીએન્ટેડ અંગ્રેજી માધ્યમના મેગેઝીનમાં સબ એડિટર તરીકે જોબ કરું છું. પણ આટલું કરવાં છતાં સુથારનું મન તો બાવળીયે જ હોય એમ.....મસ્તકમાં તો કાયમ તબલાની થાપ અને સિતારના તાર જ ઝણઝણતાં હોય છે.’
આટલું બોલીને વૃંદા હસવાં લાગી.

‘આપ ક્યાં રહો છો ? મિલિન્દે પૂછ્યું
પાંચ સેકન્ડ ચુપ રહ્યાં પછી વૃંદા બોલી..
‘હમમમ... સાચું કહું તો હજુ મને પણ ખબર નથી.’

પઝલ જેવો પ્રત્યુતર સાંભળીને આશ્ચય સાથે વિનોદ કરતાં મિલિન્દે પૂછ્યું,
‘ઓહ.. તો તો તમે હવે ઘરે કઈ રીતે જશો. ?’ પછી હસતાં હસતાં આગળ બોલ્યો,
‘સોરી, પણ હું કંઈ સમજ્યો નહીં.’

‘એમાં એવું છે કે, મારે એક નહીં પણ બે ઘર છે, એક અહીં મલાડમાં અને બીજું મલબાર હિલમાં. જ્યાં ઈચ્છા થાય ત્યાં રહું છું.’

‘અરે... મુંબઈના આવા પોશ એરિયામાં આપના બબ્બે નિવાસસ્થાન હોવા છતાં તમે એમ કેમ કહ્યું કે, હજુ મને ખબર નથી ?’ નવાઈ સાથે મિલિન્દે પૂછ્યું.

થોડીવાર ચુપ રહ્યા પછી સ્હેજ નિરાસાના ભાવ સાથે વૃંદા બોલી..

‘હમ્મ્મ્મ...એ થોડી લાંબી ચર્ચાનો વિષય છે, ફરી કયારેય વાત કરીશ... કેમ કે સરની ઇન્સટ્રકશ્ન્શ ફોલો કરવાને બદલે આપણે પરિચય શેર કરતાં કરતાં ખુબ આગળ નીકળી ગયા તો... નાઉ લેટ્સ સ્ટાર્ટ અવર ડ્યુટી.’


એ પછી બન્ને એ, ત્યાં હાજર રહેલા સૌ સ્ટુડન્ટને તેમના પરિચયથી અવગત કરાવ્યાં.
અને આશરે બે કલાક પછી મિલિન્દ અને વૃંદા મકરંદની અનુમતિ લઈને છુટા પડ્યા.

ડીનર પછી તેના બેડરૂમમાં સોફા પર વૃંદા આડી પડી, મોબાઈલમાં સંઘરેલા ફેવરીટ સિંગર્સના લીસ્ટમાંથી ઉસ્તાદ સુજાતખાનની સિતાર સાથેના જુગલબંધીની રચના..
‘તુમ્હારે શહેર કા મૌસમ બડા સુહાના હૈ....’ પ્લે કર્યા પછી આંખો મીંચી બસ ધીરે ધીરે શાંત સંગીત સરિતામાં મશગૂલ થઈ ગરકાવ થતી રહી.

ભાન ભૂલેલી તન્મયતાની અવસ્થામાં પણ મિલિન્દનું વ્યક્તિત્વ વૃંદાને છંછેડી જતું. સાહજિક રીતે મૃદુલ, કોમળ કર્ણપ્રિય સ્વરમાં વિષયવાર્તાની પ્રસ્તુતિ કરવાની આગવી છટા, સંગીતની આટલી ઊંડી સમજણ હોવા છતાં તેના સૂરમાં કયાંય અભિમાનના આલાપનો અંશ નહતો. પ્રથમ મુલાકાતમાં જ વૃંદાને મિલિન્દની શાંત, સરળ અને સાદગીસભર અભિવ્યક્તિ નોંધપાત્ર લાગી.’
વૃંદાના કલ્પનામિત્રનું ચિત્ર હુબહુ મિલિન્દના ચરિત્ર સાથે સુસંગત હતું. વૃંદાને સંજોગોવસાતની સંગતિનું સૌથી સબળ પાસું લાગ્યું, અનયાસે કોઈ અપરિચિતના સત્સંગમાં ચિરપરિચિતનો આભાસ થવો. અંતે વૃંદા કોઈ નવી બંદિશ રાચવાની કલ્પનામાં રાચતા રાચતા નિદ્રામાં સરી પડી.

આ તરફ મિલિન્દને અનુભવ થયો કે, વૃંદા સાથેના પ્રથમ ઔપચારિક સામાન્ય પરિચયની પાશ્ચાત્યભૂમિમાં તેની ભૂમિકા કંઇક અલગ જ છે.

પણ વાસ્તવમાં એકબીજાને તેમની સંગોષ્ઠી વાગોળવાનું એક માત્ર કારણ હતું.
બન્નેની સમજણના ચિતારની સિતારના તારા એક જ રાગ પર ઝણઝણતાં હતા.
વૃંદા અને મિલિન્દ બંનેના સમરસ અને મધ્યબિંદુએ સંતુલિત સંગમસ્થળનું નામ હતું... સંગીત.
બે દિવસ પછી... મકરંદના દિલ્હી રવાના થયા બાદ

વૃંદા અને મિલિન્દ બન્નેએ સંપૂર્ણ સભાનપણે કલાસીસની જવાબદારી બન્નેને અનુકુળ આવે એ સમય અનુસાર મકરંદની સૂચના અનુસાર નિભાવવા માંડી. મિલિન્દની કાબેલિયતના કારણે વૃંદા નિશ્ચિંત હતી. ક્ષણ, મિનીટ, પ્રહર અને દિવસો સાથે સરકતી વૃંદા અને મિલિન્દ વચ્ચેની રીસ્તેદારીનો રીયાઝ પણ થતો ગયો. અરસપરસના સમરસ સમજણથી સ્ફૂરતા સુરસંગમથી બુધિગ્મ્ય બંદિશની રચના રચાતી ગઈ. દસ દિવસના અંતે પ્રાથમિક દ્રષ્ટિ એ જોતાં આર્ટ સાથે હાર્ટ મળવાના સંકેત મળવા લાગ્યા.

દસમાં દિવસના અંતે કલાસીસનો સમય પૂરો થયાં પછી મિલિન્દ બોલ્યો,
‘વેલ....વૃંદા, નાઉ ટાઈમ ટુ સે, ગૂડબાય.’
‘હેય.. મિલિન્દ, વ્હાય ગૂડબાય ? નવાઈ સાથે વૃંદાએ પૂછ્યું
‘એટલા માટે કે, આવતીકાલથી હવે હું અહીં નહીં આવું. સો....’

મિલિન્દે આરામથી ઉત્તર આપ્યો.

-વધુ આવતાં અંકે..