Aspirants યુટ્યુબ સિરીઝ રિવ્યુ
એક્ટર, સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડાયલોગ, મ્યુઝિક, બેગ્રાઉડ, ડાયરેક્શન બધું જ એકદમ પરફેક્ટ છે.આ મેં જોયેલી સિરિઝમા સૌથી પરફેક્ટ લાગેલી સિરિઝ છે. આ સિરિઝ TVF દ્વારા રજુ થયેલી તેની બીજી સિરિઝો જેમ જ અવલ દરજ્જામા સૌથી ઉપર રાખી શકાય તેવી છે. આ ખાલી 5 એપિસોડની નાની સિરિઝ આપણને ખુબજ સારા લાઈફ લેશન શીખવી જાય છે. આ સિરીઝ ફિલ્મી દુનિયા અને રિયાલિટી વચ્ચેનુ અતર દૂર કરે છે.
Aspirants એટલે મહાત્વાકાક્ષી, કાઈક મેળવવા માટે પ્રયત્ન કરનાર. તો આ એવા જ Aspirants ની કહાની છે. 3 મીત્રો છે જે UPSC પાસ કરવા માંગે છે. IAS બની દેશ માટે કાઈક કરવા માંગે છે. આખી કહાની આ 3 મીત્રોના સંબંધો, સ્ટ્રગલ અને જીવનની આજુબાજુ જ ફરે છે.એક્ટરની એક્ટિંગની તો જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે. બધા જ કેરેકટરનો ખુદનો અલગ પ્રભાવ છે. એક્ટિંગ ખૂબ જ નેચરલ છે. નવીન કસ્તુરી (અભિલશ), સિન્વાકિત સિંહ (ગુરિ), અભિલાશ થપ્લિયાર(sk), સની હિન્દુજા (સંદીપભાઈ), નમિતા દુબે (ધેર્યા) એ મુખ્ય ભૂમિકા નિભાવી છે.
આ સિરીઝના કેરેકટરમાં મને સંદીપભાઈ સૌથી વધુ પ્રભાવિત કરે છે. તેમના ડાયલોગ ખૂબજ માપીતોલિને ડંકાની ચોટ પર લાગે છે. જ્યાં અભિલાશ અટકી જાય છે, ફસાય છે ત્યાં તેને રસ્તો બતાવે છે. જો કે આમ તો સંદીપભાઈ અને અભિલાશ બન્ને એક જ સિક્કની બંને પહેલું છે, જે સફળતા માટે ઘર, મિત્ર, પ્રેમ, જોબ બધું જ છોડી દે છે અને એક ને સફળતા તો બીજા ને નિષ્ફળતા મળે છે. પણ નિષ્ફળતા એ એક અલગ સફળતા નો ભાષ કરાવે છે. આ શીખવે છે કે જિંદગીમાં કાંઈ પણ મેળવવા અનહદ મહેનત કરવી પડે છે પણ સફળતા મળ્યા પછી પણ આ મહેનત ભુલાવી જોયે નહીં. અને સફળતા મળવી એ ખૂબ મોટી વાત છે પણ જો એ ખુશી મનાવવા કોઈ સાથે નથી તો એ કાઇ કામની નથી.
SK નું કેરેકટર પણ ખૂબ મહત્વનું છે, કારણ કે તે દોસ્તોને જોડી રાખવાનું કામ કરે છે. આ રીતે SK આપણને મિત્રતા શીખવી જાઇ છે. ગુરિ ને નિષ્ફળતા મળેલ છે પણ તે હારતો નથી પણ શીખવે છે કે નિષ્ફળતાથી ડરો નહીં, નિષ્ફળ વ્યક્તિને નકારો નહીં કારણ કે તેની પાસે અનુભવ છે જે શીખવશે કે કંઈ ભૂલ ના કરવી જે સફળ વ્યક્તિ નહીં બતાવી શકે. અને જિંદગી ત્યાં સુધિ આપણે મોકો આપે છે જ્યાં શુધી આપણે તે મોકો જડપી લેવા તૈયાર હોય. આ બાદ સિરિઝની હીરોઇન ધેર્યા આપને હકારાત્મક વિચારોની તાકાત સમજાવે છે. બસ સમસ્યા જોવા નો નજરિયો બદલી જાય તો સમસ્યા એક તક બની જાય છે.આ સિરીઝની સૌથી મોટી આકર્ષણ વાત તેનું લખાણ છે. આ સિરીઝ દિલથી લખાયેલી છે, સીધી આપણા દિલ સુધી પહોંચે છે. સાથે જ સિરીઝનુ બેગ્રાઉડ મ્યુઝિક ખૂબ ઉમદા છે. તેમાં ડાયલોગ સાથે કોમ્બિનેશન આપણને અંદર સુધી હલાવી નાખે છે. ડાયલોગ આપણા ઉપર એક લાંબી છાપ છોડે છે.
આ સિરીઝનુ મ્યુઝિક અને શાયરી માટે પણ એક અલગ ફેન બેજ મળી રહે છે. ખૂબજ ઇમોશનલ કરી દે તેવું મ્યુઝિક અને શાયરીનો અનોખો પ્રયોગ છે. મ્યુઝિક એટલું અસરકારક છે કે કોઈ પણ ને પોતાની સાથે જોડવા પૂરતું છે. આ સિરીઝ હ્યુમન ઈમોશન્સને તે જ સ્વરૂપે પડદા પર રજૂ કરવા માં સફળ રહી છે
આ સિરીઝની એક અનોખી વાત એ છે કે આપણને અંત ખબર છે કે કોને સફળતા મળે છે છતાં આ સિરીઝ આપણે ભૂતકાળ અને ભવિષ્ય સાથેનું એવું કોમ્બિનેશન બતાવે છે કે ક્યાંય થોડી વાર માટે પણ કંટાળો આવતો નથી. અને આ સિરીઝ એજ્યુકેશન સાથે જોડાયેલી છે તો પણ ખૂબ ઈન્ટ્રસટીંગ છે
આ સિરીઝ જોવાની શરૂઆત કરીએ તે બાદ તેમાં ડૂબી જવાય છે. આની થીમ જરુર UPSC સાથે જોડાયેલ છે પણ આ સિરીઝ જીવન જીવવાની રીત શીખવે છે.એટલે જ મારું માનવું છે કે આ સિરીઝ ખાલી વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ બધાજ વ્યક્તિઓ માટે છે. આ સિરીઝ સ્ટ્રગલ ફસ્ટ્રશન, ખુશી, ગમ, પ્રેમ, બ્રેકઅપ, લગન, ધીરજ, દોસ્તી, સંબંધો, વિચારધારા એટલે કે આખી જિંદગીનુ એવું મિશ્રણ છે કે સીધું ખુદ સાથે જોડાયેલું લાગે છે. ક્યારેક તો આ સિરીઝ આપણી જિંદગીનો જ એક હિસ્સો છે તે મહેસુસ કરવવામાં સફળ થાઇ છે.
TVF ની કોઇ પણ સિરીઝ બીજા પ્લેટફોર્મ પર રજૂ થતી સિરીઝને ટક્કર આપે છે. અને વધુ સફળ સાબિત થાય છે. અત્યારે IMDB પર ટોપ 30 માં પોતાની જગ્યા બનાવી ચૂકી છે.
અંતે મારા માટે આ એક ઉત્કૃષ્ટ સિરીઝ છે. હું સિરીઝને 5 માંથી 5 સ્ટાર આપું છું. અને તમારાં માટે પણ રેક્મેન્ડ કરુ છું. અત્યારે આ સિરીઝ યુટ્યુબ પર TVF ચેનલ પર ઉપ્લબ્ધ છે. આ સિરીઝ જરૂર એક વાર જો જો.....