મેડમ ગીતા રાની ફિલ્મ રિવ્યૂ Gal Divya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેડમ ગીતા રાની ફિલ્મ રિવ્યૂ




૫ સપ્ટેમ્બર ના રોજ યુ ટ્યુબ પર રીલિઝ થયેલી મેડમ ગીતા રાની ફિલ્મ એ શિક્ષણ ક્ષેેેેત્ર સાથે નિસ્બત ધરાવે છે. આ ફિલ્મ આચાર્યો, શિક્ષકો, અને વિધાર્થીઓ માટે એનર્જી ડ્રીક સમાન છે. સાથે જ સીસ્ટમને દોષ દ‌ઇ ને ખુદ કામચોરી કરતા બધાં માટે પણ જવાબ છે, કે જ્યાં સુધી ખુદ કામ નહીં કરીએ ત્યાં સુધી કાંઈ બદલશે નહીં, પરંતુ જો આપણે નાની શરુઆત કરશું તે પરિવર્તન જરુર આવશે.

મેડમ ગીતા રાની જ્યોતિકા ના ખુબ પ્રખ્યાત તમીલ ફિલ્મ રાતચસીનુ હિન્દી ડબિંગ છે. આ ફિલ્મનુ નિર્દેશન અને લખાણ સૈયદ ગૌતમરાજ દ્વારા કરેલું છે. આ ફિલ્મનું નિર્માણ ડ્રીમ વોરીયર પીક્ચરના બેનર હેઠળ એસ.આર. પ્રકાશબાબુ અને એસ.આર. પ્રભુ દ્વારા થયું છે. આ ફિલ્મમાં જ્યોતિકા મુખ્ય ભૂમિકામાં છે, તેની સાથે હરેશ પેરાડી, પૂર્ણીમા ભાગ્યરાજ અને સાથ્યાન અન્ય સહાયક રોલમાં છે.

મેડમ ગીતા રાની મુખ્ય રૂપે સરકારી શાળા, તેની સમસ્યા, કરપ્સન વગેરે દર્શાવતી ફિલ્મ છે આ ફિલ્મમાં એક આદર્શ આચાર્યશ્રી કેવા હોવા જોઈએ તે આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે આ પ્રકારની સમસ્યાને રજૂ કરતી ફિલ્મ બહું સીરીયસ ફિલ્મ બની જાય છે, પરંતુ આ ફિલ્મ સીરીયસ છે પણ સાથે એક માસ એન્ગલ આપવામાં આવેલ છે જેથી ફિલ્મ વધુ ઉત્તમ બને છે.
આ ફિલ્મ નો સૌથી સારો પહેલું છે જયોતિકા મેડમની એક્ટીગ. જયોતિકા મેડમ દ્વારા મેડમ ગીતા રાનીના પાત્રને પુરે પુરો ન્યાય આપવામાં આવેલ છે. આખાં ફિલ્મમાં મેડમ ગીતા રાનીના એક શિક્ષીકાના અલગ અલગ બધાં જ ગુણો જોવા મળે છે. એક બહાદુર, સેન્સીબલ, ઇન્ટેલિજન્ટ, ફોકસ અને ફ્રેન્ડલી શિક્ષિકા આપણને મેડમ ગીતા રાની ના વ્યક્તિત્વમાં જોવા મળે છે. જે બાળકોના ભવિષ્યને નીખારી શકે છે.

આ ફિલ્મનો બીજો મજબૂત પહેલું ફિલ્મના ડાયલોગ છે. એક એક ડાયલોગ વજનદાર અને મીનીગફુલ છે‌. પરિસ્થિતિ ને અનુરૂપ આખા સીનને ડાયલોગ દ્વારા ખુબ જ રસપ્રદ બનાવે છે. ભાવનાઓ ને યોગ્ય રીતે વ્યક્ત ડાયલોગ દ્વારા કરવામાં આવેલ છે. અને આ ડાયલોગ જ્યોતિકા દ્વારા યોગ્ય એક્સપ્રેસન સાથે ફરમાવવામાં આવ્યા છે. આ રીતે ફિલ્મમાં ડાયલોગ ખુબ જોરદાર છે.
આ ફિલ્મ આપણને ઈમોશનલ રીતે તેની સાથે જોડવામાં સફળ રહે છે. તેમાં પણ મારા જેવા વ્યક્તિની તો તેની સાથે એટલા જોડાઈ જાય કે ઈમોશનલ થયા વગર રહી શકતા નથી. તેમાં પણ એક શિક્ષક આ ફિલ્મ જોવે અને તેની આંખ ભીની નાં થાય તે શક્ય જ નથી. આ ફિલ્મમાંથી બધાં જ શિક્ષકો ને પ્રેરણા મળે છે. અને યોગ્ય જવાબદારી પ્રત્યે સભાન થઈ શકે છે.
ફિલ્મ ને રસપ્રદ બનાવવા ૨ ટ્વીસ્ટ પણ છે. પહેલો ટ્વીસ્ટ ઈનટરવેલ પછી આવે છે જે મેડમ ગીતા રાનીના મજબૂત વ્યક્તિત્વનું કારણ દશૉવે છે અને થોડી ઉત્સુકતા વધારે છે. અને બીજો ટ્વીસ્ટ ક્લાયમેક્સ પહેલાં આવે છે. જે મેડમ ગીતા રાની ના ભૂતકાળ ને દશૉવે છે અને શાળા સાથેનુ જોડાણ વ્યક્ત કરે છે. આ રીતે આ ફિલ્મ ખુબ રસપ્રદ બને છે.
જો કે આ ફિલ્મ મને ખુબ જ પસંદ આવી છે પણ જો નેગેટિવ પોઈન્ટની વાત કરી એ તો ફિલ્મ ની થીમ સરકારી શાળા અને તેની સમસ્યા પર આધારિત છે. પરંતુ આમાં ઘણી વાર આ થીમ પર જયોતિકાનુ કેરેક્ટર ખુબ ભારે થઈ જાય છે અને ત્યાં આ થીમ દબાય જાય છે.

મેડમ ગીતા રાની ફિલ્મ આપણા સૌની આંખો ખોલવા માટે મળેલો એક સંદેશ છે. ફાઈલો, પરિપત્રો અને વાઉચર ની ઝંઝટમાં રહેતા શિક્ષકો, આચાર્યો ક્યાંક પોતાનુંં મૂળ કામ ભુલી ખોટાં રસ્તે તો નથી ને!
અંતે મારા મત મુજબ આ ફિલ્મ એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. હું ફિલ્મ ને ૫ માંથી ૪ સ્ટાર આપુ છું. અત્યારે આ ફિલ્મ યુ ટ્યુબ પર Goldmines telefilms ચેનલ પર ઉપલબ્ધ છે, આ ફિલ્મ જરુર એકવાર જો જો....