જીનલ કુદરતી સૌદર્ય ને જોવામાં મશગુલ થઈ ગઈ હતી. ઘણા સમય પછી તે આવા કુદરતી સૌદર્ય ને જોવાનો મોકો મળ્યો હતો. પાછળ ઊભેલો સમીર જીનલ ને ધક્કો મારવાનું વિચારી રહ્યો હતો. પણ તેની નજર સામે જીનલ ના પેટમાં રહેલું બાળક સામે આવી ગયું. તે એક સાથે બે માણસ નો જીવ લેવા મારે અચકાયો. અને આ વિચારમાં ખોવાઈ રહ્યો. ત્યાં આગળ ઊભેલી જીનલ પાછું વળીને સમીર ને કહ્યું.
જો સમીર સામે કેટલું મસ્ત સરોવર છે. મારી ઈચ્છા તેની નજીક જઈને જોવાની છે તું મને ત્યાં લઈ જઈશ.
સમીર ના કહી શકતો નથી અને જીનલ ને તે સરોવર બતાવવા ત્યાં લઈ જાય છે.
સરોવર પાસે પહોંચતા જીનલ ખુશી થી નાચવા લાગે છે અને સમીર ને ગળે વળગી ને "થેંક યું" કહે છે. જીનલ ના ગળે વળગવાથી સમીર ને એક પ્રેમ નો અહેસાસ થાય છે. તે જીનલ ને પ્રેમભરી લાગણી થી જોવા લાગે છે. પણ અંદર થી સમીર કઈક બીજું વિચારી રહ્યો હતો.
જીનલ ફરી સરોવર ને નિહાળવા લાગી ત્યારે ફરી સમીર નું મન બદલાયું અને જીનલ ને પાણીમાં ડુબાડી ને મારી નાખવાનું મન થાય છે. ફરી જીનલ પાછું વળીને સમીર સામે મીઠી સમાઇલ કરે છે. આ જોઇ સમીર નો હાવભાવ બદલાય જાય છે અને જીનલ સામે પ્રેમ થી જોઈ તેને સ્માઇલ આપે છે.
જીનલ થોડી નજીક આવીને સમીર ને કહે "આઇ લાઈક યુ" સમીર.
સમીર પાસે આ શબ્દ નો જવાબ તો હતો પણ અંદર થી તેનું મન ના પાડી રહ્યું હતું. કે તું જીનલ ને પ્રેમ કરવા નહિ પણ તેને મારવા માટે આવ્યો છે. પણ જ્યારે સમીર તેની આંખો માં ખોવાઈ ગયો ત્યારે તેને અહેસાસ થયો કે મારા મનમાં જીનલ પ્રત્યે પ્રેમ જાગવા લાગ્યો છે. જેને પ્રેમ કરતા હોય તેને કેમ મારવું. આ વિચાર થી સમીર ને કઈજ સમજ પડી નહિ કે આંખરે શું કરવુ.!! તે ચુપચાપ નીચે બેસી ગયો.
સમીર જમીન પર બેસી ગયો આ જોઈને જીનલ પણ તેની બાજુમાં બેસી ગઈ અને સમીર નો માયુસ ચહેરો જોઈને સવાલ કર્યો. સમીર કોઈ પ્રોબ્લેમ છે.?
માયુસ ચહેરા માંથી હસતો ચહેરા ના ભાવ પ્રગટ કરી સમીરે જવાબ આપ્યો.
ના જીનલ મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું જોઈ રહ્યો છું તું કોઈ વાત છૂપાવી રહી છે.
જીનલે હસીને જવાબ આપી દિધો "કઈ નહિ યાર" બસ જીવન છે તો સુખ દુઃખ આવતું રહેવાનું.
ચિલ કર....અને આ મસ્ત સૌંદર્ય ને મન ભરીને માણી લે ફરી ક્યારે આવીશું તે કોને ખબર.!!!!
બંને મોડે સુધી ત્યાં બેસીને કુદરત ના ખોળે સૌંદર્ય ને માણતા રહ્યા અને સાંજ થઈ એટલે બંને ઘરે જવા નીકળી ગયા.
થોડા દિવસ પછી સમીરે જીનલ ને ફોન કરી ને પૂછ્યું.
હમણાં ક્યાં છે તુ.? નથી મળતી કે નથી તું ફોન કરતી.???
જીનલ એ વિચારમાં રહેતી કે હવે શું કરવું. વિક્રમ તો ફોરેન જતો રહ્યો. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ તો આગળ કાર્યવાહીમાં સાગર નો કેસ ખુલશે અને મને ન્યાય મળવાના બદલે જેલ મળશે.
ફોન પર જીનલે કહ્યું બસ હમણાં ઘરના કામ માં વ્યસ્ત હતી એટલે સમય મળ્યો નહિ.
તું આજે ફ્રી છો. જીનલે સમીર ને પૂછ્યું.
હા હું ફ્રી છું. મારું મન કહે છે કે તને બહાર જવાનુ મન થયું છે એમ ને...! હસીને સમીર બોલ્યો.
હા...યાર.. જીનલ એટલું બોલી ત્યાં સમીર બોલ્યો. બસ ઘરે થી નીકળું છું તું ફટાફટ તૈયાર થઈ જા આપણે ક્યાંક જઈએ.
પાંચ મિનિટમાં તો સમીર જીનલ ના ઘરે આવી પહોંચ્યા. જીનલ આજે બહુ સુંદર લાગી રહી હતી. ઘણા સમય પછી તે આવી રીતે તૈયાર થઈ હતી.
જીનલ ને જોઈને સમીરે લાઈન મારતા કહ્યું. અરે" તું તો પરી લાગે છે પરી..."
માખણ ના લગાવ અને ચાલ જલ્દી આમ અહી વાતો કરતા રહીશું તો સાંજ પડી જશે.
બંને નીકળી પડ્યા. રોડ પર આજે સમીર ફાસ્ટ બાઇક ચલાવી રહ્યો હતો. ડરતી જીનલ આજે સમીર ને કઈ કહ્યા વગર સમીર ની પાછળ ચીપકી ને બેસી ગઈ હતી.
શહેર નું એક સુંદર ગાર્ડનમાં બંને પ્રવેશ્યા અને એક સારી જગ્યાએ બેસીને વાતો કરવા લાગ્યા.
જીનલે એક સવાલ સમીર ને કર્યો.
સમીર તું મારી મદદ કરીશ.?
હા કેમ નહિ. તું કહીશ તો તારા માટે જાન પણ આપવા તૈયાર છું. વિશ્વાસ આપતો સમીર બોલ્યો.
શું જીનલ પોતાની લાઇફ વિશે ની બધી વાતો કરી દેશે. જોશું આગળના ભાગમાં...
વધુ આવતા ભાગમાં...
ક્રમશ....