Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩

સાગર નો હાથ તેના બ્રેસ્ટ પર પડતાં જીનલ ઉભી થઇ અને સાગર સાથે ઝગડો કરવા લાગી. અને ગાળો દેવા લાગી. 'તું નાલાયક છે' ને 'તું હરામી છે', મને લાગ્યું તું સુધરી ગયો છે પણ તું તો સાવ હલકટ છે. તું ક્યારેય સુધરીશ નહિ. આજ પછી મારી નજર સામે પણ આવતો નહિ. નહિ તો પરિણામ ખરાબ આવશે.

જેમ તેમ કરીને જીનલ તેના રૂમ સુધી પહોંચી. અને તેની ફ્રેન્ડ છાયા ને સાગર વિશે બધી વાત કરી. છાયા એ કહ્યું તું તેની સામે જોવાનું જ બંધ કરી દે. અને તે તેના પ્રત્યે બહુ ધ્યાન ન આપ. છાયા પણ એક બિલ્ડર ની છોકરી હતી. તેનો શાંત સ્વભાવ થી તે બધા સાથે હળી મળી શકતી ન હતી. તે હંમેશા એકલી રહેતી. જીનલ સિવાઈ કોઈ સાથે બહુ વાત પણ કરતી નહિ.

જીનલ અહી ભણવા માટે આવી હતી. તે કઈક બનવા માંગતી હતી. તેની કોઈ ફરિયાદ તેના માતા પિતા પાસે ન પહોંચે તે હંમેશા કાળજી રાખતી. જીનલ ના મમ્મી પપ્પા ખાનદાન ની સાથે ગરમ સ્વભાવ ના હતા. તેમની સમાજ માં બહુ ઈજ્જત હતી. તેની ઈજ્જત બચાવવા તે કઈ પણ કરી શકે તેમ હતા. જીનલ ને બસ આ ડર સતાવી રહ્યો હતો કે મારી કોઈ વાત મારા મમ્મી પપ્પા સુધી ન પહોંચે એટલે તો તે સહન કરી રહી હતી.

તે દિવસ પછી સાગરે કોલેજ આવવાનું બંધ કરી દીધું. એટલે જીનલ ને મનમાં શાંતિ થઈ. અને તે દિલ લગાવી ને ભણવા લાગી.

એક દિવસ કોલેજ માં એક હેન્ડસમ છોકરો પોતાની બહુ મોંઘી બાઇક લઈને કોલેજમાં આવ્યો. સફેદ જિન્સ પેન્ટ અને સફેદ શર્ટ પહોચ્યો હતો તો ગળામાં સોનાનો ચેન અને હાથમાં બ્રેસ્લેટ પહેર્યુ હતું. તેની લાલ કલર ની બાઇક આખ શહેર માં તેની પાસે સિવાઈ કોઈની પાસે હતી નહિ. લોકો તેની બાઇક ના દિવાના હતા. તે બાઇક પાછળ બેસવા ઘણી કોલેજ ની છોકરીઓ સપના જોઈ રહી હતી. તે છોકરો કોઈ નહિ પણ એક બિલ્ડર નો છોકરો હતો જેનું નામ વિક્રમ હતું.

વિક્રમ તેની બાઇક પાર્ક કરીને ગાર્ડનમાં બેઠેલી જીનલ પાસે આવ્યો ને તેને "હાય" કહ્યું. પહેલી નજરે તો જીનલ જોઈ રહી કે આ છોકરો કોણ જેને હું પહેલી વાર જોઈ રહી છું ને તે મને હાય કહી કેમ બોલાવે છે.? પાસે બેઠેલી બધી ફ્રેન્ડ ને નવાઈ લાગી વિક્રમે ખાલી જીનલ ને જ કેમ હાય કહ્યું. જીનલ ઉભી થઇ ને હાય કહ્યું.
ત્યાં તો વિક્રમ ત્યાં થી નીકળી ગયો. જીનલે તેની ફ્રેન્ડ ને પૂછ્યું આ વિક્રમ કોણ...?

અરે આ એ વિક્રમ છે. તે બહુ ઓછો કોલેજમાં આવે છે. પણ વિક્રમ પર કોલેજ ની બધી છોકરીઓ મરે છે. પણ આટલા બધા ની વચ્ચે તને જ કેમ બોલાવી એ સમજ પડતી નથી.!!!
હું તમારી કરતા સુંદર છું એટલે...કહી જીનલ હસવા લાગી. જીનલ પણ કઈ સમજી શકી નહિ કે વિક્રમ કેમ મારી પાસે આવ્યો હતો. પણ અંદર થી ખુશ હતી કે કોલેજ નો હીરો મારી પાસે આવી ને મને હાય કહ્યું.

થોડાક દિવસ પછી જીનલ કોલેજ થી રૂમ તરફ જઈ રહી હતી. ત્યાં અચાનક તેની સામે પોતાની બાઈક લઈને વિક્રમ ઉભો રહી ગયો.
હાય...જીનલ કેમ છે તું..?
હું તને તારા રૂમ સુધી ડ્રોપ કરી આપુ.?

ના ના વિક્રમ હું ચાલી જઈશ. અને આભાર હો.. મને મદદ માટે પૂછ્યું. કહી જીનલ રસ્તા પર ચાલવા લાગી.

જીનલ ઉભી તો રે...સંભાળ..
એટલે જીનલ ઉભી રહી. વિક્રમ તેની પાસે જઈ કહ્યું. કોલેજ ની છોકરી ઓ મારી બાઇક પાછળ બેસવા દિવાની થાય છે ને હું તને સામે થી કહુ છું તો તું ના કહે છે.!!!

સાચું કહું વિક્રમ મને સપના જોવાની ટેવ નથી. વાસ્તવિક જીવન જીવવામાં માનું છું. અને આજ તારી બાઇક પાછળ બેસીશ તો કાલે મન થશે. એટલે હું બહુ અપેક્ષાઓ નથી રાખતી.

ખુબ સરસ જીનલ. એટલે તો હું તારી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું. તું બધા થી અલગ છે.

વિક્રમ હું અત્યારે મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગુ છું. મને ખબર છે તારી ફ્રેન્ડશીપ થી મને ઘણો ફાયદો થશે પણ હું મારું લેવલ સમજુ છું. ખોટું ન લગાડીશ વિક્રમ પણ હું અત્યારે કોઈ સાથે ફ્રેન્ડશીપ કરવા તૈયાર નથી. મારે મોડું થઈ રહ્યું છે કહી જીનલ ચાલતી થઈ.

જીનલ રૂમ પર પહોંચી એટલે આ વાત છાયા ને કરી નહિ. ને બાથરૂમ જઈ હાથ મો ધોઈ તેના કપડા ચેન્જ કરવા લાગી. પહેલા તેણે ટીશર્ટ ઉતાર્યું ત્યાં જીનલ ની નજર બારી પર પડી. તેને કોઈ જોઈ રહ્યું હોય તેવું લાગ્યું.

બારી માંથી કોણ જોઈ રહ્યું હતું તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED