Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૮

જીનલ ને સમીર ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો અને તેને ખબર પણ હતી કે સમીર મારી જરૂર થી મદદ કરશે. એટલે જીનલે પોતાના જીવન માં બનેલી ઘટના વિસ્તાર થી સમીર ને કહે છે.

સમીર એકચિત્તે બધી વાત સાંભળે છે અને તત્પરતા દર્શાવે છે હું તારી જરૂર થી મદદ કરીશ.

સમીર પાસે જીનલ ને આજ આશા હતી કે સમીર મારી મદદ કરે. સમીર ના મદદ કરવાની તત્પરતા થી જીનલ ખુશ થઈ ગઈ અને સમીર ને કહ્યું.
સમીર તો તું જ કહે હું શું કરું અને તું મારી મદદ કેવી રીતે કરીશ.

જીનલ નો હાથ પોતાના હાથમાં લઈ સમીર વચન આપે છે.
હું વિક્રમ ને અહી લાવીશ પછી તારે જે કરવું હોય તે કરજે.

અંદર થી ગુસ્સા માં આવીને જીનલ બબડી. અહી આવ્યો એટલે તેનું મર્ડર જ કરી નાખીશ. વચન આપ્યું હતું હું તારી સાથે રહીશ અને ક્યાંય નહિ જઈશ. તો છાયા સાથે લગ્ન કરી શા માટે ફોરેન હતો રહ્યો.

ગુસ્સા માં જીનલ ને બબડતી જોઈને સમીર બોલ્યો. કેમ અંદર થી આટલી બધી ગુસ્સે છો. ? ક્યાંક વિક્રમ નું મર્ડર કરવાનો ઈરાદો તો નથી ને. હસીને સમીર બોલ્યો.

હજુ તું થોડા દિવસ થી મને મળ્યો છે અને મને આટલો બધો તારા પર વિશ્વાસ આવી ગયો. અને તું મારા મનની દરેક વાત કેમ જાણી જાય છે. મને કેમ લાગે તું આ બધી ઘટના નો સાક્ષી હોય, જાણતો છે ને અજાણ બનતો ફરે છે તું. સમીર સામે એક નજરે જોઈ ને જીનલ બોલી.

બસ આ તારા પ્રયે નો પ્રેમ છે. બીજું કઈજ નહિ. હસીને સમીરે જવાબ આપ્યો.

તો પણ યાર તુ આટલો બધો...જીનલ વાત કરતા અટકી ગઈ. તેની નજર તેના ફોન પર પડતાં. ફોન માં પપ્પા નો કોલ આવી રહ્યો હતો. રિચીવ કર્યો તો હું આજે વહેલો ઘરે આવી જઈશ. આટલું બોલી ફોન કટ થઇ ગયો.

જીનલ ઉભી થઇ અને સમીર ને કહ્યું ચાલ સમીર આપણે જઈએ જો પપ્પા નો ફોન હતો તે જલ્દી ઘરે આવવાના છે. કદાચ હું ઘરે મોડી પહોંચીશ તો તે પૂછશે ક્યાં ગઈ હતી. મારે નકામું તેની સામે ખોટું બોલવું એ કરતા ઘરે વહેલા પહોંચી જઈએ એ સારું.

મનમાં તો સમીર એજ વિચારી રહ્યો હતો. કે જીનલ કેટલું ખોટું બોલીશ એક દિવસ તો આ બધું સામે આવીને જ રહેશે. ત્યારે તું સત્ય ની સામે જૂઠું ક્યાંથી લાવીશ.

શું વિચરમાં પડી ગયો સમીર. સમીર નો હાથ પકડી ને જીનલ બોલી ચાલ ને હવે...

ઘરે પહોંચીને જીનલ વિચારવા લાગી કે સમીર કઈ રીતે વિક્રમ ને અહી લાવશે. અને પછી હું શું કરીશ. વિક્રમને મારી નાખીશ કે તેની સાથે મળીને કોઈ ઉકેલ લાવીશ. ત્યાં તેને બીજો વિચાર આવ્યો. વિક્રમ કરતા પહેલા સમીર મને મળ્યો હોત તો આજે હું આ પરિસ્થિતિ માં ન હોત. ત્યાં તેનું દિલ બોલી ઉઠ્યું. ક્યાંક તું સમીર ને પ્રેમ કરવા તો નથી લાગી ને. દિલની વાત સાંભળી ને તેના ચહેરા પર મીઠી મુસ્કાન છવાઈ ગઈ.

દિલ ચૂપ થઈ ગયું ત્યાં મગજ જાણે બોલી રહ્યું હોય તેમ વિચાર આવ્યો. તું સમીર ને સારી રીતે ઓળખે તો છે ને..? પહેલા તેની વિશે જાણી લે ક્યાં રહે છે, શું કરે છે પછી પ્રેમ માં પડજે. ક્યાંક પાછું વિક્રમ જેવું ન થાય.

આવું વિચારી રહી હતી ત્યાં સમીર નો ફોન આવ્યો.
સમીર જાણે તેનાં મનની વાત સાંભળી ગયો હોય તેમ જીનલ ને પૂછ્યું શું વિચારે છે જીનલ.?

તને કેમ ખબર સમીર સામે જીનલે સમીર ને સવાલ કરી દીધો.

હસીને સમીરે જવાબ આપ્યો. તારા દિલમાં રહુ છું. તારા દિલની વાત હું નહિ જાણું તો કોણ જાણશે.

વાહ....યાર તું તો ગજબ નો હો....આટલું બોલી ત્યાં જીનલ ને યાદ આવી ગયું કે પપ્પા એ મને આ સમય પર ઘરે આવીશ. એ યાદ થી સમીર ને ફટાફટ કહી દીધું.
તું વિક્રમ ફોરેન થી અહી લાવી શકીશ ને..
ઓકે... બાય.

હા બાબા...તું એ ચિંતા ન કર. હું જરૂર થી અહી લાવીશ.
સારું. બાય. આટલું સમીર બોલ્યો ત્યાં ફોન કટ થઇ ગયો.

શું સમીર વિક્રમને અહી લાવવામાં કામયાબ થશે. જોશું આગળના ભાગમાં.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ....