Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૬


જીનલ પાસે હવે એક જ રસ્તો રહ્યો હતો તે હતો પોલીસ સ્ટેશન જઈ વિક્રમ સામે રેપ કેસ દાખલ કરવાનો. એટલે જીનલ ઘરે થી બહાર નીકળવાની તૈયારી કરે છે ત્યાં તેના ફોનમાં રીંગ વાગી.

ફોન રીસિવ કર્યો તો. સામે થી અવાજ સંભળાયો. હલ્લો મેડમ....
કેમ છો આપ..?
જો તમને સારું થઈ ગયું હોય તો મારી કોફી બાકી છે. તો હું આવી જાવ તમારી ઘરે પીવા માટે.

ઓહ.... તો આપ છો મીસ્ટર સમીર કુમાર...!!
આવી જાવ હું ઘરે જ છું પીવડાવી દવ તને મારા હાથની કોફી.

હજુ તો ફોન મૂક્યો તેને પાંચ મિનિટ થઈ હશે ત્યાં તો સમીર તેના ઘરે આવી પહોંચ્યો.
દરવજો ખોલી ને સમીર ને અંદર આવવા કહ્યું.
થોડી વાર બંને વાતો કરવા લાગ્યા. પછી જીનલ ઉભી થઈને કોફી બનાવવા કિચન ગઈ. પાછળ સમીર પણ ગયો.

પાછળ સમીર ને જોઈને જીનલ ગભરાઈ ગઈ.
અરે સમીર તું કેમ અહી સુધી આવ્યો. તે તો મને ડરાવી દીધી.

સમીર પાસે આવીને જીનલ માં કાનમાં કહ્યું મેડમ હું એ જોવા આવ્યો છું કે તમે કોફી માં ઝેર નાખીને મને મારવાનો પ્લાન તો બનાવ્યો નથી ને..!! તમારું ભલું પૂછવું નાની અમથી ભૂલમાં તમે તો કોઈને ઉપર પણ પહોંચાડી દો. હસીને ને સમીર બોલ્યો.

ઝેર જ શોધી રહી છું. મીસ્ટર સમીર કુમાર..
પણ જોને ક્યાંય મળતું નથી. હસીને જીનલ બોલી.

હસી મઝાક ની વાતો થઈ રહી હતી ત્યાં તો કોફી બનીને તૈયાર થઈ ગઈ એટલે જીનલે સમીર ને કહ્યું. ચાલ સમીર આપણે બેસીને કોફી પીઇએ.

બંને સોફા પર બેસીને કોફી પીવા લાગ્યા. સમીરે કોફી ના વખાણ કરતો બોલ્યો.
મેડમ કોફી તો બિલકુલ તમારા જેવી જ છે. મીઠી અને સ્વાદિષ્ટ.

એય.. સમીર સાંભળ..
માખણ ન લગાવ જેવી આવડે છે તેવી બનાવી છે. પણ તારા જેવી તો નથી બની. પણ એક વાત સાંભળ આમ મને મેડમ.. મેડમ ના કહીશ મને "તું અથવા જીનલ" કહીને બોલાવી શકે છે. જાણે કે સમીર ઉપર પ્રેમ આવી ગયો હોય તેમ જીનલ લાગણી ભર્યા શબ્દો થી બોલી.

સારું જીનલ પણ એ માટે તારે મારી સાથે દોસ્તી કરવી પડશે. હાથ લંબાવી ને સમીરે ફ્રેન્ડશીપ માટેનો પ્રસ્તાવ જીનલ સામે મૂકી દીધો. જીનલ ને સમીર પસંદ આવવા લાગ્યો હતો. તેની હસી મઝાક ની વાતો સાથે તેની લાગણી અને મદદ કરવાની ભાવના પસંદ આવી ગઈ હતી એટલે કોઈ વિચાર કર્યા વગર સમીર ની ફ્રેન્ડશીપ સ્વીકારી હાથ મિલાવ્યો.

જીનલ એક સવાલ કરું. તું તૈયાર થઈને ક્યાંય જઈ રહી હતી.? અને તારે મારી કોઈ મદદ નું જરૂર હોય તો અવશ્ય કહેજે. હું અડધી રાત્રે પણ તારી સાથે ઉભો છું. જીનલ ની સતત સામે જોઈ રહેલ સમીરે સવાલ કર્યો.

જીનલ ને પહેલા વિચાર આવ્યો કે સાચે સાચું સમીર ને કહી દવ કદાચ તેની મદદ કામ આવી જાય તો પોલીસ ની મદદ લેવાની જરૂર ન પડે પણ હજુ સમીર ને પુરે પુરી જાણી શકી નથી એટલે બધી વાત કરવી હિતાવહ લાગી નહિ.
થોડું વિચારતી જીનલ બોલી કઈ નહિ બસ બહાર કઈક સારી જગ્યાએ જવા માંગતી હતી ત્યાં તું આવી ગયો એટલે જવાનું કેન્સલ કર્યું.

ચાલ તો અત્યારે જઈએ. બોલ તારે શું કહેવું છે. ઉત્સાહ માં આવીને જીનલ ને પૂછ્યું.

જવાબ માં જીનલ ના કહે છે. આજે નહિ પણ કાલે બહાર ફરવા જઈશું. આજે ઘણો સમય વિતી ગયો છે એટલે આવવામાં મોડું થશે અને પપ્પા પણ આવી જશે. કાલે જઈશું ઓકે.

સારું તું કહીશ તેમ. હું કાલે તને સવારે લેવા આવું છું કહીને સમીર ત્યાં થી નીકળી ગયો.

બીજે દિવસે સવારે સમીર જીનલ ના ઘરે આવે છે. જીનલ તૈયાર થઈને સમીર ની રાહ જોઈ રહી હતી. સમીર આવ્યો એટલે ઘર ની બહાર નીકળી અને સમીર ની બાઇક પાછળ બેસી ગઈ.

ચાલુ બાઇક પર સમીર ને જીનલે પૂછ્યું. ક્યાં જઈશું આપણે..?
તારી મનપસંદ જગ્યાએ પાછું વળીને સમીરે જવાબ આપ્યો.

સારું. હું જોવ છું તને મારી પસંદ કે નાપસંદ નો કેટલો ખ્યાલ છે.

સમીર તો જીનલ ને શહેર થી થોડી નજીક માં આવેલ રમણીય પહાડ પાસે લઈ ગયો. બાઇક નીચે મૂકીને બંને પહાડ પર ચડ્યા.
પહાડ ઉપર ચડીને નજર કરી તો જીનલ બસ કુદરતી સૌદર્ય ને નિહાળતી રહી. ત્યાં સમીર જીનલ ને ધક્કો મારીને જીનલ ને મારી નાખવાનું વિચારે છે.

શું સમીર સાચે જીનલ ને પહાડ પરથી ધક્કો મારી દેશે. સમીર આવું શા માટે કરવા જઈ રહ્યો હતો. જોઈશું આગળ ના ભાગમાં...

વધુ આવતા ભાગમાં....

ક્રમશ....