સાપસીડી... - 23 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સાપસીડી... - 23

સાપસીડી..23

મેરેથોન મીટીંગ પછી સાંજે ચા પીને લોન્ગ ડ્રાઈવ પર જવાનો પ્રતિક નો વિચાર હતો. રાતના બહાર જ જમવાનું પતાવીશું તેણે વિચાર્યું. જોકે બપોરના જ લંચમાં લેટ થઈ ગયેલું એટલે ખાસ ભૂખ પણ નહોતી.

સાંજે જ્યારે અનિતા ,ઘરે કામ કરતી બાઈ આવી ને પૂછ્યું . ભાઈ, બl તો નથી ...તમારે કઇ કામ છે કે હું જાઉં ...તો એને મસાલા વાડી ચl બે કપ લઈ આવવાનું કહ્યું. તારી બનાવવાની ના ભૂલતી..પ્રતિકે એની મમીની જેમ જ સૌજન્ય દાખવ્યું. અને સાથે થોડો સૂકો નાસ્તો ને બિસ્કિટ પણ બેન માટે લાવજે.


જોકે થોડીવાર પહેલાજ ઉઠું ઉઠું થઈ રહેલી તૃપ્તિ એ ચા બનાવી લાવું એમ બે વાર કહ્યું. પણ વાતો ને ચર્ચl ને ફોન કોલ્સમાં જ સમય ગયો .અને અનિતા આવી પહોંચી. એટલે રસોડાનું કામ તો એણે જ સંભાળી લીધું.

તૃપ્તિ ને એમ કે બા નથી તો સાંજે પવા બરોડા સ્ટાઇલના બનાવીશ .


ત્યાં તો અનિતા એ કહ્યું કે ભાઈ તમે કહો તો સાંજ માટે પવા કે બીજું જે જોઈએ તે બનlવી આપું .


સવારનl તો પ્રતિકે તેને ચોકખી ના જ કહી જે અમે બહારથી ઓર્ડર આપ્યો છે એટલે તારે કઈ બનાવવાની જરૂર નથી.


અમે બહાર કામથી જશું એટલે ત્યાં જ પતાવી લઈશું..પ્રતિકે એમ કહીને સાંજનો

પ્રોગ્રામ જણાવ્યો. તૃપ્તિને રાતના તેના કઝિન જે મણિનગરમાં રહેતી હતી તેને કહી જ દીધું હતું કે ત્યાં રાત રોકાશે.


જોકે પ્રતિકે તો તેને આગ્રહ કર્યો જ હતો કે તું અહીં જ રોકlજે .કાંકરિયા થી આલોક અને અલ્પા ને બોલાવી લઈશું કંપનીમાં મજા પડશે. ઘણાં દીવસથી ભેગા નથી થયા.


ચૂંટણી દરમ્યાન આલોક તો અહીં જ લગભગ રહેતો હતો. આલોક પ્રતિકનો જીગરી હતો. રાત દિવસ એની સાથે જ લગભગ હોય .

આજે પણ સવારે નાસ્તા માં હતો અને તૃપ્તિ આવી ત્યારે પણ એને મળીને હેલો કહીને ગયો હતો .આમ તો દિવસ દરમ્યાન મીટીંગ માં જોડાવાનું આમંત્રણ તેને આપેલ .પણ અલોકને મ્મીને લઈને તેના સંબધી ને ત્યાં જવાનું હતું . ત્યાં જ જમવાનું હતું. અલપા પણ જોડાવાની હતી. એટલે એણે એટલું જ કહ્યું રાતે આવીએ .


તૃપ્તિ આજે પ્રતિક ને ત્યાં જ જવાનું હતું અને બીજે ખાસ ફરવાનું નહોતું. એટલે સવારે જ તેના ડ્રાઈવરને એના બીમાર સંબંધી ને મળવાની ઈચ્છા હતી તો ગાડી લઈને મોકલી આપ્યો….. હું ફોન કરું ત્યારે આવજો. કlલે જ વડોદરા જવું છે , તો આજે તમારું કl મ ભલે પતાવો .હું મારી વ્યવસ્થા કરી લઈશ…..આમ પણ અમદાવાદ આવે એટલે ગાડીઓ તો એક ફોનથી ઘણી મળી જશે એ તે જાણતી હતી.


ચા અને નાસ્તાને ન્યાય આપ્યા પછી થોડા સમાચાર લેવાનું મન થતા પ્રતિકે ટીવી ઓન કર્યું. એનાથી બોલ્યા વગર ન રહેવાયું ….ખાસ કોઈ કામ આજે તો ન થયું….ક્યાંથી થાય… આપણે કોઈ ખાસ ડીસીસન લેવા તો મળ્યા નથી ….એટલે આમ તેમ વાતો જ વિશેષ થાય ને...ચૂંટણી પતી… જીતી ગયા.. પોસ્ટ મળી….હવે જે કરવાનું છે તે તો

અધિકારીઓ અને બીજl હોદેદારો સાથે મળીને કરવાનું છે. બને એ સ્વયં પ્રત્યુત્તર વlળ્યો..

બસ પ્રતીક વિધાનસભાનું ધ્યેય રાખીને સિટીનું કામ કરવl મંડી પડશે.


તૃપ્તિ બરોડા ના સિટીના કામને જ મહત્વનું માની તેમાં ટાર્ગેટ અચિવ કરવાના બધા પ્રયાસ કરશે.


વળી બિઝનેસ ના કામો માં બને ધ્યાન આપશે. કારણ એ પણ મહત્વનું છે.પેસા વગર રાજનીતિ નકામી છે.


રાજકારણની સાથે પેસા તો જોઈશે જ … પેસા એક શક્તિ છે.. તાકાત છે…

આ જમાના ની સાથે જોઈશે જ .....એટલે પોતાના ધંધામાં તો ધ્યાન આપવું જ રહ્યું. એટલું તો બને તેમના સંઘર્ષ પછી સમજ્યા હતા.પેસો જ ખરેખરમાં સોથી મોટો પાવર છે .


આઠ વાગે ડ્રાઈવ પર કાંકરિયા જવાનું નક્કી કર્યું અને અlલોકને પણ ત્યાં આવવા જણાવ્યું .આ તરફ તૃપ્તિએ તેની કઝિન અદિતીને કાંકરિયા જોઈન થઈ પોતાને પિક અપ કરવા જણાવ્યું. બધાએ નાસ્તો કમ ડિનર કાંકરિયા પર જ પતાવવાનું નક્કી કર્યું.


કાંકરિયા પ્રતિકનું સૌથી ફેવરિટ પ્લેસ હતું. ત્યાં ડ્રાઈવ પર જવું , ડ્રાઈવ કરવું .

અને પછી ગાડી પાર્ક કરી વોક લેવાની મજાજ કાઈ ઓર જ છે તેમ તે માનતો.


ગમે તેટલો થાક હોય કે ડિપ્રેસ થઈ ગયા હો કે બોર થયા હો કાંકરિયા જાઓ ને ત્યાં વોક લો તો બધું જ ભૂલી જવાય અને રિલેક્સ થઈ જવાય છે...મારા માટે તો એમ જ છે ...પ્રતિક...

સરસપુર થઈ કાંકરિયા માં મોટો રાઉન્ડ લઈ એ લોકો એમની ખાસ જગ્યા પર પહોંચ્યા ત્યારે નવ થવા આવ્યા હતા.બંનેએ નાળિયેર પાણી પીવાની શરૂઆત કરી ત્યાં અલોક ને અલ્પા તેમજ અદિતિ પણ આવી ગયા એટલે નાસ્તા કમ ડીનરનો ઓર્ડર અપાયો..


આમ તો કાંકરિયા ના ફેમસ ગણેશ ભાજીપાઉ સેન્ટર પર એની બેઠક ...મોટે ભાગે હોય. અલબત્ત ઢોસા અને સાઉથ ની ડીશો માટે બીજા એમ ત્રણ, ચાર એના મુખ્ય હતા. આનન્દ ને હોનેસ્ટ તો ખરાજ ...વડાપાઉં ,દાબેલી ,સેન્ડવીચ પાવ ભાજી એમ વિવિધ વાનગીઓ, સોની પસંદગી નો ઓર્ડર અપાયો. તૃપ્તિ એ ભેળ અને પાણીપુરી પર વિશેષ પસંદગી કરી હતી.અદિતિએ પણ પાણીપુરી સાથે ભાજીપાઉં ને ન્યાય આપ્યો.


પ્રતિક ને માટે સેન્ડવીચને વડાપlઉં હોય તો બીજું કાંઈ ન હોય તો ચાલે .ટેબલ પર પડેલી બધીજ વાનગીઓ સાફ કરવાની હતી એટલે બધા એ એને ન્યાય આપ્યો.


સરસપુર સહિત શહેરમાં રસ્તા ના નિરીક્ષણ કરતા રાઉન્ડ મારવાનો પ્લાન બીજા દિવસે રવિવારે પ્રતિકે બનાવ્યો ..ત્યારપછી વટવાના ફ્રેન્ડના ફાર્મ પર લંચ લઈને તૃપ્તિ સાંજે વડોદરા તરફ નીકળી શકે . તૃપ્તિએ શરૂઆતમાં તો આ કામ એના કાર્યકરો અને કોર્પોરેટરો સાથે પતાવ એમ કહ્યું ..પણ પછી સંમત થતા પ્રતિકે અલોકને અલ્પા તેમજ અદિતિને પણ જોડાવા આગ્રહ કર્યો. તૃપ્તિએ પણ

પોતાની ગાડી લઈને ડ્રાઈવરને કાલે બપોરે જ મધુરમ ફાર્મ પર વટવા આવી જવા જણાવ્યું..


વાતોમાં 12 ક્યાં વાગી ગયા એ ખબર જ ન પડી.અદિતિ સાથે તૃપ્તિએ મણિનગર જવા ઉભી થઇ ત્યારે જ બધાને યાદ આવ્યું કે હવે જવુ જોઈએ. આજે પોલિટિક્સ ને છોડીને આડી અવળી વાતો વિશેષ થઈ ..


અમદાવાદ સહિત ગુજરાતના લગભગ તમામ શહેરો હવે રાત્રી ખાણીપીણીના બહુ મનપસંદ કેન્દ્રો બની ગયા છે એ તો સ્વીકારવુ જ રહ્યું. એમl પણ રાત્રિભ્રમણ નો રંગ તો ગુજરાતમાં જ માણવા મળે ....

ઘરે જતા જતા પ્રતિકે અલ્પાને છોડી પોતાને ત્યાં આવવા અlલોકને જણાવ્યું.

આલોક સમજો કે લગભગ પ્રતીકને ત્યાંજ રહેતો એનો જોડીદાર હતો.


બાજુની સોસાયટીમાં જ રહેતો હતો.

બંનેના ઘરની વચ્ચે ભાગ્યેજ પાંચ સાત ઘર હશે. નાનપણથી જ સાથે ને સાથે હતા .રમવામાં ને ભણવામાં પણ ..આલોકે એન્જીઈયરિંગ કરી પિતાની ફેકટરી જોઈન કરી હતી.


રાતે આલોકે પ્રતીક ને કંપની આપવાની તો હતી જ , સાથે ઘણી બધી કહેવાની વાતો કહેવાઇ. પ્રતિકે પણ દિલ ખોલીને અલોકને ઘણી બધું કહી નાખ્યું. અlખરે ઘણા દિવસે શાંતિ હતી. ચૂંટણી અને પોઝિશન પોસ્ટ ની ખેંચતાણ વગેરે પછી…

રાજકારણમાં તો ઘણા ઉત્તર ચઢાવ ચાલ્યા કરે છે. આવામાં નજદીકના માણસો જ હૂંફ આપે છે. જીત ને જશનમાં તો સો સાથ આપે છે. પણ મુશ્કેલીમાં અને હાર માં બધા દૂર થઈ જાય છે. સાવ એકલા પડી જવાય છે. ત્યારે જ આવl નજદીકના સંબધો જ

બહુ રાહત પ્રદ બને છે.


આલોક જ હતો જેણે સ્વાતિ સાથેના લગભગ બ્રેકઅપ પછી પ્રતીકને તેના વરસોનાં સ્વપ્ન પ્રત્યે ખેંચ્યો હતો. પાર્ટીમાં સક્રિય થઈ જવામાં મિત્ર તરીકે મદદ કરી હતી. બિઝનેસ ને નોકરી ની સાથે સાથે રાજકારણમાં સક્રિય થવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. પ્રતીક તો વરસોથી આ જ ઈચ્છતો હતો .પણ સેટબેક લાગ્યો હતો. એટલે હિંમત આપવાનું કામ જ એણે કર્યું હતું.