નવી સ્કૂલ SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

નવી સ્કૂલ


"પપ્પા, પપ્પા, થોડા દિવસમાં હું સ્કૂલ જઈશ!"
જેમ સુરેશે ઘરમાં પગ મુક્યો, દસ વર્ષની મીરા એને વળગી પડી.
"હું પણ સ્કૂલ જવાનો છું!"
સાત વર્ષના રાજુએ પલંગ પરથી બુંમ પાડી.
બચ્ચાઓની ખુશી જોઈને મારા મોઢે પણ સ્મિત આવી ગયું.
મેં સુરેશના હાથમાંથી ટિફિન લેતા મીરાને કહ્યું,
"પહેલા પપ્પાને હાથ મોઢું ધોઈ લેવા દે, પછી વાત કરીશું. જા પપ્પા માટે પાણી લઈ આવ."

આખો દિવસ કડીયાનું કામ કરીને સુરેશ માટી અને પસીનામાં રેબજેબ હોય છે અને ખૂબ થાકી પણ જાય છે. ઘરે આવતા એને બોલવાના હોશ નથી રહેતા. અમારા એક રૂમના ઘરના ખોણામાં જે નાનકડી મોરી બનાવેલી છે, ત્યાં સુરેશે હાથ મોઢું ધોયું અને જમવા આવી ગયો. થાળી પિરસેલી તૈયાર હતી. મીરા ફરી ઉત્સુકતાથી બોલી ઉઠી,
"હવે તમને સ્કૂલના બારામાં કહું?"
"હાં બોલ."
"આપણા ઝૂંપડપટીમાં એક નવી સ્કૂલ ખુલવાની છે અને મમ્મીએ કહ્યું કે હું અને રાજુ ત્યાં ભણવા જઈશું."

સુરેશે મારી સામે જોયું અને પ્રશ્ન કર્યો,
"સાવિત્રી, આ શું બોલી રહી છે?"
મેં એને રોટલી પીરસતા ખુલાસો કર્યો.
"હાં. આજે બાજુમાં જે એનજીઓ છે, ત્યાંથી અમુક માણસો આવ્યા હતા, અને આપણી ઝૂંપડપટીમાં નવી સ્કૂલનું બોર્ડ મારી ગયા. બધું મફત છે. યુનિફોર્મ, ચોપડા અને ભણતર. પાંચથી દસ વર્ષ સુધીના બચ્ચાઓને જ લેશે. પણ એક વાત છે."
"શું?"
"ફક્ત સો બાળકોને લેવામાં આવશે. સવારે ચાર વાગે જઈને લાઇન લગાડવી પડશે, નહિતર નંબર નહીં લાગે. આપણી ઝૂંપડપટીમાં ત્રણ હજાર ઘર છે."

સુરેશે માથું હલાવતા કહ્યું,
"પહેલાની જેમ આ સ્કૂલ પણ થોડા દિવસોમાં બંધ થઈ જશે. આ બધા મોટા લોકો જોશ જોશમાં સારી
શરુઆત તો કરી નાખે છે, પણ આગળ જતાં બધું ફુસ થઈ જાય છે. તને યાદ છે? જૂની સ્કૂલ તો દિવાલ વગરની હતી અને એમાં બાથરૂમ પણ નહોતા."
"હાં, પણ એમાં આપણે શું કરી શકીએ? મને આ મોકો નથી જવા દેવો. પછી ભવિષ્યમાં જે થાય તે."

સુરેશ મારી સામે જોયા વગર જમતા જમતા બોલ્યો,
"રાજુનો દાખલો કરાવી નાંખીશું, પણ મીરાને ભણવાની કાંઈ જરૂરત નથી. એમ પણ, એ તારી સાથે બીજાના ઘર કામ કરવા આવે છે, તો સ્કૂલ કેવી રીતે જશે?"
મીરા રડી પડી.
"પપ્પા!? મને પણ સ્કૂલ જવું છે! મને ઘર કામ કરવું નથી ગમતું. હું કેટલી થાકી જાઉં છું."
સુરેશે એના કાન ખેંચ્યા અને ઠપકો આપ્યો,
"કામ નહીં કરીશ તો પૈસા ક્યાંથી આવશે?"
મીરા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી.

ડરતા ડરતા, મેં ધીમેથી સુરેશનો હાથ પકડ્યો.
"સુરેશ, આવી સોનેરી તક પાછી નહીં મળે. નવી સ્કૂલમાં દસ વર્ષ સુધીના જ બાળકોને લેવાના છે, અને મફત છે, તો કેમ આપણે તેનો લાભ ન ઉપાડીએ?"
એણે ગુસ્સામાં મારી સામે જોયું.
"અને આવકમાં જે ખાડો પડશે, એ કોણ ભરશે સાવિત્રી?"
"મિલન સોસાઈટીની બાઈ સાહેબે એમની બિલ્ડિંગમાં આજે જ મને એક નવું કામ અપાવ્યું છે. મહિનાના ત્રણ હજાર આપશે. મીરા જેટલું કમાવીને લાવે છે, એના કરતાં વધારે. પછી તો કાંઈ વાંધો નથી ને?"

થોડીક વાર માટે ઘરમાં શાંતિ છવાઈ ગઈ અને પછી સુરેશે મીરાના માથે હાથ ફેરવતા સ્મિત કર્યું.
"ચાલ , તારો પણ દાખલો કરાવી નાંખીશું. હવે ખુશ?"
મીરા એના પપ્પાને વળગી પડી.
"થેંક યુ પપ્પા!"
મારા દિલને ધરપત થઈ અને મેં સુરેશને યાદ દેવડાવ્યું,
"કાલે સવારે ચાર વાગે જઈને લાઇન લગાડવાની છે."

ત્યાં તો રાજુ વચમાં કુદયો,
"પપ્પા, મને નવા શૂઝ જોઈએ છે."
સુરેશે એની પીઠ થાબડી અને કહ્યું,
"પહેલા દાખલો તો થવા દે, પછી જોઈશું."

અમારા સારા નસીબે, બન્ને બચ્ચાઓ એક મહિના પછી સ્કૂલ જવા લાગ્યા.

શમીમ મર્ચન્ટ, મુંબઈ
______________________________________