જીવનસંગીની - 2 Patel Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગીની - 2

આપણે પેહલા ભાગ મા જોયું કે મેઘના અને સુરજ ના લગ્ન થઇ જાય છે અને બંને એક થઈ જાય છે તો ચાલો તેમની આગળ ની કહાની જોઈએ.
લગ્ન પછી થોડા દિવસ વીતી જાય છે મેઘના હવે તેના નવા ઘર માં સેટ થઈ ગઈ છે સુરજ ના પરીવાર માં ફક્ત સુરજ સાથે તેમના પિતા જ રહે છે સુરજ ની માં તો જયારે સુરજ નાનો હતો ત્યાર થી તેને છોડી ને ભગવાન ના દરબાર મા ચાલી ગઈ હતી.સુરજ ના પિતા પર સુરજની જીમ્મેદારી આવી ગઈ હતી તેથી તે વધારે સમય કામ મા વીતવા લાગ્યાં અને એક દિવસ કામ કરતા સમય મશીન માં તેમનો હાથ કપાઈ ગયો હતો. ત્યાર થી સુરજ પર જ આખા ઘર ની જિમ્મેદારી આવી જાય છે. મેઘના ના ઘરે આવ્યા બાદ સુરજ હવે ચિંતામુક્ત થઈ ગયો હતો.તેના ઘર ની અને તેના પિતાની જીમ્મેદારી મેઘના એ સંભારી લીધી હતી.સુરજ હવે તેના કામ મા વધારે સમય આપી રહ્યો હતો કામ મા ને કામ માં તે મેઘના ને પણ સમય આપી શકતો ન હતો.તેના બદલાતા સ્વભાવ ને જોઈ મેઘના ને ઘણી ચિંતા થવા લાગી ગઈ હતી.

એક દિવસ.મેઘના સુરજ પાસે જાય છે.મેઘના : સાંભળો મારે તમને કશુ કેહવું છે.

સુરજ : હા બોલ શું કેહવું છે જલ્દી બોલ મને મોડું થાઈ છે.

મેઘના : હું વિચારી રહી હતી કે હું કમ્પ્યુટર કોર્ષ કરી લેવ. 12 સુધી તો હું ભણી છું કોમ્પ્યુટર શીખવાથી મને પણ સારી નોકરી મળી જશે.અને તમારા માથે થી કામ નું અને ઘરનું બોજ પણ થોડું ઘણું ઓછું થશે.સુરજ ની આંખો લાલ થઈ જાય છે અને મેઘના પર ગુસ્સો કરતા કહે છે કોઈ જરૂર નથી તું નોકરી પર જશે તો ઘરની અને પપ્પા ની સાવચેતી કોણ રાખશે.અને આમ પણ સ્ત્રીઓ ઘરમાં હોય તેટલી જ સારી લાગે છે સમજીગઈ બીજીવાર આવી વાતો મા મારો સમય ના બગાડતી.આટલું કહી સુરજ કામ પર જવા માટે નીકળી જાય છે મેઘના આજે આખો દિવસ સુરજ ના આવા તીરસ્કાર ભરિયા વર્તન થી ખુબ જ દુઃખી હતી.તે વિચારી રહી હતી કે સુરજ પણ સ્ત્રી ઓને પગ ની જુતી જ સમજે છે. શુ તે પણ તેના મન મા સ્ત્રીઓ માટે આવી નીચ વિચારધારા રાખે છે. તે તો સીટી મા ઉછેરીયો છે છતાં આવા વિચાર ધરાવે છે એના મા અને ગામ વાળા ઓ મા શું ફર્ક છે .આખો દિવસ મેઘના ગમગીની મા પસાર કરે છે.

થોડા દિવસો વીતી જાય છે સુરજ નું મેઘના પ્રત્યે વર્તન બદલાય જાય છે મેઘના હવે મુંજવણ મા હતી. કે શું તેણે સુરજ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરી ને.એક ગરીબ ગામ માં ઉછેરેલી મેઘના ના સપના ખુબ જ નાના નાના હતા. પણ પરીવાર અને સમાજ ના બીક થી તે નાના સપનાઓ પણ પુરા કરી શકી ના હતી.તેના લગ્ન સુરજ સાથે નક્કી કરવામાં આવ્યા ત્યારે તેને લાગ્યું કે કદાચ હવે પછી તે એના સપના પુરા કરી શકશે.મેઘના સમાજ મા માથું ઊંચું કરીને ચાલવા માંગતી હતી.તેના સમાજ મા સ્ત્રી ઓ ને પુરુષ સામે બોલવાની તો દૂર ની વાત પણ સામે ઊંચું જોવાની પણ મનાઈ હતી.સુરજ શહેર મા રહેતો હતો એટલે મેઘના ને આમ હતું. કે તે ત્યાં રહી ને અત્યાર ના નવા જમાના મા જીવશે. નોકરી કરશે.પરિવાર સાથે એક સુખી કુટુંબ ની રચના કરશે.પરંતુ સુરજ ના સ્વભાવ પર થી તે સમજી ગઈ હતી કે તેના સપના હવે પુરા થઇ શકે તેમ નથી.સુરજ નો સ્વભાવ દિવસે દિવસે બદલાય રહ્યો હતો. હવે તેને મેઘના મા વધારે રસ લાગી રહ્યો ના હતો.

મેઘના : સાંભળો કાલે મારી માસી ના દીકરા ના લગ્ન છે શું તમે મને ત્યાં લઈ જશો ?

સુરજ: ઠીક છે તૈયાર થઈ જાજે.મેઘના ને પોતાના પિયર જવાનું મળશે એ વિચારી ખુશ થઈ જાય છે.બીજા દિવસે બંને લગ્ન મા જવા માટે નીકળી જાય છે. ત્યાં પોહચી મેઘના તેના માતા પિતા ને મળી ને ખુબ જ ખુશ હતી. લગ્ન ખુબ ધામ ધૂમ થી પુરા કરી મેઘના સુરજ સાથે બધા ની વિદાઈ લઈ ઘરે જવા માટે નીકળી જાય છે.પોતના ઘરવાળા ઓ ને મળી મેઘના આજે ખુબ જ ખુશ હતી.ઘરે આવી બધું કામ પૂરું કરી તે પોતાના રૂમ માં જાય છે.સુરજ ને પાછળ થી બંને હાથ વડે પકડી ને વળગી જાય છે અને કહે છે.

મેઘના: સુરજ આજે મમ્મી -પપ્પા ને બઉ દિવસો પછી મળી બઉ જ ખુશ છું મેં આજે

સુરજ : મમ્મી -પપ્પા ને મળી ને કે પછી તારા જુના આશિક ને મળી ને સુરજ ના આવું કહેવાથી મેઘના વિચારવશ તેના તરફ જોય છે મેઘના : કોન આશિક આ બધું શું બોલો છો તમે

સુરજ : અજાણ બનાવની કોશિશ ના કર હું બધું જાણું છું આજે તું પેલા જોડે કેવી હસી હસી ને વાત કરતી હતી. એના પર થી કોઈ પણ કહી દેશે કે તમારા બેઉ જણ વચ્ચે શુ સબંધ હશે.મેઘના રડવા લાગી જાય છે આ જોય ને

સુરજ : હા હવે રડી ને બોઉ માસુમ બનવાની કોશિશ ના કર તારા બધા કારસ્થાન ખબર પડી ગયા છે મને

મેઘના : આવું ના બોલો એ છોકરો મારો સબંધી ભાઈ છે. અમે નાને થી સાથે મોટા થયા છે ચાહો તો તમે કોઈ ને પણ પૂછી શકો છો.પણ મારા માતા -પિતા ના આપ્યા સંસ્કાર પર આંગળી ના ચીંધો.

સુરજ ગુસ્સા મા આવી મેઘના ના વાળ જોર થી પકડી લે છે.સુરજ : બોઉ મોઢું ના ચલાવ સમજી આજ પછી મને તું પેલા જોડે વાત કરતા ના દેખાવું જોઈએ સમજી.સુરજ બહાર ચાલ્યો જાય છે. મેઘના આખી રાત રડી રડી ને પોતાની જાત ને કોશવા લાગે છે મેઘના : મેં કેમ ત્યાં ગઈ મારે ત્યાં જવું જ ના જોયતું હતું. હે ભગવાન તમે મને કેમ સ્ત્રી ના રૂપ માં જન્મ આપ્યો આ સ્વાર્થી દુનિયા મહિલા ઓ નો ફક્ત ઉપયોગ કરે છે.તેની કોઈ ઈજ્જત નથી કરતા ફક્ત તિરસ્કાર કરે છે.

સુરજ હવે મેઘના ને શક ની નજરે જોવા લાગી ગયો હતો. એ મેઘના પર એટલો શંકા કરતો થઈ જાય છે કે તે હવે તેને તેના પિયર માં પણ જવા નથી દેતો. મેઘના હવે અંદર ને અંદર ઘૂંટન મેહસૂસ કરી રહી હતી . રોજ રાતે સુરજ મોડે થી ઘરે નશા ની હાલત મા આવવા લાગ્યો હતો. મોડી રાત્રે ઘરે આવી મેઘના સાથે ઈચ્છા વિરુદ્ધ શારીરિક સબંધ બનાવતો હતો. જો મેઘના તેનો ઇન્કાર કરે તો સુરજ તેને માર મારતો હતો.

એક દિવસ મેઘના તેના પાડોશ મા રહેતી છોકરી સાથે બેથી હતી.તે મેઘના સાથે ઘણો સમય વિતાવતી હતી.એટલે બંનેવ સારા મિત્ર બની ગયા હતા.એ છોકરી નું નામ રોશની હતું.રોશની : મેઘના સુરજ તારા સાથે કવ્યવહાર કરે છે તે અહીંયા બધા જ જાણે છે તે તને આટલી માર પીત કરે છે છતાં તું કમ અહીંયા એની સાથે રહે છે. તારા પિયર કેમ ચાલી નથી જતી.મેઘના ના આંખો માં પાણી આવી જાય છે મેઘના : રોશની હવે આજ મારુ ઘર છે.હું ક્યાં જવાની હવે તો મારી અર્થી જ આ ઘર માંથી બહાર જશે. મેં મારી મમ્મી ને વચન આપ્યું છે કે હું ગમે તેવી પરિસ્થિતીમાં તેમનો હાથ નઈ છોડું.રોશની : મેઘના મેઘના આ નવો જમાનો છે આ સમય માં વચન નું કોઈ મહત્વ નથી.મેઘના : તમે શહેર માં ઉછેરીયા છે એટલે તમે વચન નું મહત્વ નઈ સમજે અમારા ગામ મા વચન એટલે હાથો માં ખુન થી લખેલી લકીર આમ કહું તો ચાલે. રોશની : તો શું તું આખું જીવન સુરજ સાથે આવી રીતે પસાર કરશે. મેઘના : એક દિવસ તેમને જરૂર થી મારી કદર થશે મને મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે.મેઘના આટલું કહી ઘર તરફ જતી રહે છે. રોશની : ખબર નઈ પોતાની જાત ને શુ સમજે છે.મેં તો જે કહીંયુ તે એની ભલાઈ માટે કહીંયુ હવે એણે રોજ રોજ સુરજ ના હાથ થી માર જ ખાવું છે તો ખાવા દે મારે શું હું...રોશની : ને પેહલા થી જ મેઘના થી જલન થતી હતી. તે તો ફક્ત મેઘના સામે ઉપરી મિત્રતા નો દેખાવ કરી રહી હતી.

રોશની ને મેઘના પ્રત્યે કેમ આટલી જલન થતી હતી ?
શુ સુરજ મેઘના ના પ્રેમ ને સમજી શકશે ?
આગળ જાણવા માટે વાંચતા રહો જીવનસંગીની