ફ્લેશબેક
પાછળના પ્રકરણમાં આપડે જોયું કે મહેન્દ્રરાય અને સ્વાતિ સોમચંદના ઘરે જાય છે અને પોતાના સપના વિશે વાતચીત કરે છે . બધી જ ઘટના બની બતી હતી , બધાને સપનામાં નાની મોટી ઇજા થયેલી પરંતુ હકીકતમાં એમનો અકસ્માત થયેલો...!! જેના કારણે ઇજા થયેલી . સોમચંદે સપનામાં પોતાના કેમેરામાં ફોટો પાળેલા એ પણ હાલ કેમેરામાં દેખાતા નહોતા . હવે આગળ ..
છેલ્લો ફકરો ભાગ ૨૧
સોમચંદના કેમેરા માંથી જુના ફોટોગ્રાફ પણ ડેલેટ કરી દેવામાં આવ્યા હતા જે ત્યાં મંદિરના ભોંયતળિયે પાડવામાં આવ્યા હતા , અને મેમરી કાર્ડ કાલ રાત્રે જ ફોર્મેટ કરવામાં આવ્યું હતું . જ્યારે મહેન્દ્રરાયની સાથે આવું બીજીવાર બન્યું હતું . જે સ્વપ્ન આવ્યું એવું જ કૈક હકીકતમાં બન્યું હોય . હવે મહેન્દ્રરાયને પોતાના બાપ પર શંકા જતી હતી . કારણ કે એ નાનો હતો ત્યારે એના બાપે એને કહેલું કે આ વાત એક સ્વપ્ન છે ... પણ પાછળથી હકીકતમાં આવું કૈક બનેલું . અને હાલ પણ ડૉ.રોયના કહેવા અનુસાર એના બાપ મુખી મહેન્દ્રરાય દૂર ઉભા હોવાથી અકસ્માતથી બચી ગયા અને એમને જ ડૉ.રોયને ત્યાં બોલાવ્યા . એમને અમારા જેવું સપનું નહી આવ્યું હોય ...!?? કે પછી એ બંને વખત સાચા જ હતા ....? બન્નેની શક્યતા સમાન હતી . હવે આ મુંજવણ એને અંદર જ કોરી ખાતી હતી .એને સમજાતું નહોતું કે આગળ શુ કરવું .
ભાગ ૨૨ શરૂ .....
હજી સાંજનો સમય છે , બધાને રાઘવકુમારના ઘરે જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું . તેથી ડૉ.રોયની હોસ્પિટલથી બધા રાઘવકુમારના ઘરે ભેગા થયા હતા . રાઘવકુમાર આજે આવેલા ફોન વિશે સૌને માહિતી આપવા માંગતા હતા. . હજી રાતના ભોજન માટે સમય હતો , તેથી એમના પત્ની ગરમગરમ ચા અને બિસ્કિટ મૂકી ગયા હતા . ચાની પ્યાલી હાથમાં પકડતા રાઘવકુમારે વાત શરૂ કરી
" આજે કોઈ અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો . એને માહિતી આપી છે કે આ કેસને સોલ્વ કરવા એના મૂળથી તપાસ શરૂ થવી જોઈએ . કમોલી-ઉત્તરાખંડના એક્સ-આર્મી જોરાવરસિંઘના અકસ્માત અને હત્યાના કેસથી શરૂવાત કરવી અને હા ઝાલા સાહેબ એને એમ પણ કહ્યું છે કે આંખ નીચે કાળા ડાઘ વાળી પવિત્ર કન્યાને સાથે રાખવી ....ને મુસીબતમાં ઢાલનું કામ કરશે " આ સાંભળી સૌની નજર એક છોકરી પર પડી ...સ્વાતિ , સ્વાતિ જ હતી જેના આંખ નીચે કાળો ડાઘ હતો . બધા એની સામે નજર કરીને મૌન બેઠા હતા . ત્યાં મૌન તોડતા રાઘવકુમારે કહ્યું
" આપડે બે ટિમ તૈયાર કરવી પડશે .....એક ટીમ કમોલી જશે , જયાં હું મારા અંગત માણસોને તમારી મદદ માટેની વાત કરી દઈશ . અને બીજી ટિમ અહીંયા રહીને બાકીની શોધખોળ આગળ વધારશે " સોમચંદે વાત શરૂ કરી
" કમોલી જાવા વાળી ટીમમાં સ્વાતિને તો જવું જ પડશે ...સાથે કોણ જશે ...!!?" ઝાલા એ પૂછ્યું
" હું જઈશ ....અને મારી સાથે મહેન્દ્રરાય પણ આવી શકે છે જો તે ઈચ્છે તો ...." સોમચંદે કહ્યું
" હું તૈયાર છુ " મહેન્દ્રરાયે વાત પુરી થયા પહેલા જ કહ્યું
" તો ઠીક છે , કમોલી જાવા વાળી ટિમમાં સ્વાતિ , મહેન્દ્રરાય અને સોમચંદ હશે બાકીના અહીંયા જ રહશે ..."
" મેં ભી જાઉંગા ....મેં ભી ...." અત્યાર સુધી ભાગ્યે જ શબ્દ ઉચ્ચારતો ક્રિષ્ના બોલ્યો .
" નહિ ...તુમ્હારી તબિયત ઠીક નહિ હૈ ...તુમ યહી રૂકો...." ઝાલાએ કહ્યું
" નહિ ....મેને બોલના....મેં જાઉંગા મતલબ જાઉંગા.... સમજ નૈ આતા ક્યાં ....??" કૈક ગુસ્સાના અવાજમાં બોલ્યો એને ઘણું સમજાવવા છતાં એ નજ સમજ્યો અંતે એને પણ કમોલી વાળી ટીમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો. ડૉ.રોયની આનાકાની છતાં દીકરી સ્વાતિની જીદ સામે હારી ગયા .તાત્કાલિક ટ્રેનની ટિકિટ પણ કરાવી દેવામાં આવી . ગઈ કાલે બપોરે ટ્રેઈન નીકળવાની હતી . આ બધી ચર્ચામાં ખાસો સમય વીતી ગયો હતો . હવે સૌને મજેદાર ભોજન પીરસવામાં આવ્યું . રાત્રીના ભોજન પછી સૌ છુટા પડ્યા .
હવે બાબુડાના સાજા થવાની શક્યતા નહિવત થતી જતી હતી . હજી એ સબકોન્સિયસ જ હતો .બસ એક જીવતી લાસની જેમ પડ્યો હતો . ઘણા બધા નુસલા અપનાવી જોવાય હતા પણ કેમેય કરીને એ સાજો થતો નહોતો . હવે બાબુડાનું શુ કરવું સૌ એજ વિચારી રહ્યા હતા .
રાત ખૂબ મોડી થઈ ગઈ હતી . રાઘવકુમારના ઘેર ભોજન લઈને સૌ ઘરે પહોંચી ગયા હતા. સોમચંદ ઓમકાર અને ક્રિષ્નાને ઘરે છોડીને એમના ધ્યાનમાં આવ્યા વગર ફરી ક્યાંય બહાર જવા નીકળી પડ્યા હતા . અંધારી રાત્રે સુમસામ રસ્તાને ચીરતી સોમચંદની ગાડી આગળ વધી રહી હતી . દિવસ કરતા અત્યારે વધુ ઠંડી લાગતી હતી. રસ્તા પરના ઝાડવાને પાછળ છોડતી ગાડી આગળ વધી રહી હતી પરંતુ સોમચંદનું મગજ હજી એક જ જગ્યાએ સ્થિર હતું ... ' એ મંદિર વાળી ઘટના સપનું કેવી રીતે હોઈ શકે ....અશક્ય વાત છે આ ' . ત્યાં ઉપસ્થિત સૌને એ સપનું આવેલું સિવાય એક મુખી બળવંતરાય ..?આવું કેમ બને..? અરે ડૉ.રોયના કહ્યા અનુસાર એ સપના વાળી રાત્રીએ કહેવાતા અકસ્માતના સાક્ષી પણ હતા...!! ખરેખર આ વાતમાં બળવંતરાયની સંડોવણી હોવી જ જોઈએ ' વિચારોમાંને વિચારોમાં ક્યારે પોળોના જંગલો શરૂ થઈ ગયા એ ખબર પણ ના પડી .
સોમચંદે દૂર ઝાડીમાં ગાડી પાર્ક કરી અને ઇગ્નિશન-કી અંદર ગાડી માંજ રાખી , પેલી વાવની દિશામાં લપાતા છુપાતા આગળ વધવાનું શરૂ કર્યું .હવે વાવ નજર સામે દેખાઈ રહી હતી તેથી તેઓ બેફિકર થઈને ચાલી રહ્યા હતા . ત્યાં અચાનક કોઈ ટોર્ચનો પ્રકાશ દેખાયો , એક માંથી બે ..બે માંથી ચાર ...આમ ઘણા બધા માણસો ત્યાં વાવ માંથી બહાર નીકળ્યા . સોમચંદ એ પ્રકાશ જોઈને ત્યાંજ સુઈ ગયા હતા જેથી કોઈના ધ્યાનમાં આવે નહીં . ઠંડી રાત્રીએ વાતાવરણ એકદમ શાંત હતું , પશુ-પક્ષીઓ પણ પોતાના પરિવાર સાથે ઠંડીથી બચવા લપાઈને સુઈ ગયા હતા .તેથી એમની વાતચીત અસ્પષ્ટ સંભળાઈ રહી હતી .
" આપડે આજ ગયા સમજો ....એક કામ સોંપ્યું હતું એ પણ ના થયું " એક બોલ્યો .
" એમને કીધું હતું કે ત્યાં વાવની આજુબાજુમાં જ ક્યાંક પડ્યું હશે ..." બીજાએ કીધું
" એમને કહેવું તો જોઈએને કે શુ હતું ..તો ખબર પડે ....ખાલી એટલી કહી દીધું કે કોઈ કાગળ હશે જેના પર કૈક ચિત્રો દોરેલા હશે ... એ કેવી રીતે ખબર પડે ...?" કોઈ અન્ય વ્યક્તિ બોલી .
" મેં એમને કહ્યું પણ હતું કે કાલે સવારે અજવાળામાં જઈશું પણ સાંભળે એ બીજા ...એમને તો હાલને હાલ જોઈએ ..." પહેલા વાળો માણસ બોલ્યો .
ઘણી વાર સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા અને અંતે ત્યાંથી ચાલ્યા ખાલી હાથે ચાલ્યા ગયા . એ ટોળું ત્યાંથી નીકળ્યું એના પછી બીજી ૨૦-૩૦ મિનિટ સુધી સોમચંદ ત્યાંજ સુતા રહ્યા ...કદાચ એમના માંથી કોઈ પાછું આવી જાય તો , એમ વિચારી ત્યાં સુઈ જ રહ્યા . અડધી કલાક પછી પેલા માણસો પાછા નહિ આવે એવી ખાતરી થઈ જતા ફરી લપાતા છુપાતા છેક વાવ સુધી પહોંચી ગયા . રસ્તો એકદમ સાફ હતો , કોઈ ખતરો ના દેખાતા તેઓ હળવેકથી નીચે ઉતર્યા અને યાદ કરવાની કોશિશ કરી કે કહેવાતા સપનામાં જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે ક્યાંથી નીકળ્યા હતા . તેઓ વાવમાં અંદર ઉતર્યા અને આજુબાજુ તપાસી રહ્યા હતા . ત્યાં એમની નજર એક પથ્થરની મૂર્તિ પર પડી . જે એકદમ આકર્ષણ લાગતી હતી , એટલી આકર્ષક કે એના પર ધ્યાન પડ્યા વિના રહેજ નહીં , દૂરથી પથ્થરની સામાન્ય મૂર્તિ આટલી બધી મોહિત કરી શકે એવું કોઈને ખબર પડે એમ નહતું. એ મૂર્તિની આંખોમાં આંખ પરોવીને જોતા સોમચંદ એનાથી વશીભૂત થઈ ગયા હતા અને એ મૂર્તિની દિશામાં યંત્રવત આગળ વધતા રહ્યા . નજીક જઈને એમના ચરણ સ્પર્શ કરવા નીચે ઝુક્યા . એમના પગને સ્પર્શતા જ એમના માથા પર પાણીના ટીપાં પડવાના ચાલુ થયા અને એકદમ અવિરત પાણી એમના શરીરને ભીંજાવવા લાગ્યું . હજી સોમચંદ એ મોહક મૂર્તિના ચરણો માંજ બેઠા હતા . આખુ શરીર ભીંજાઈ જતા એમનું વશીકરણ તૂટ્યું અને તુરંત સામાન્ય પરિસ્થિતિમાં આવ્યા અને આગળ-પાછળ , આજુબાજુ નજર દોડાવવા લાગ્યા .તેઓ પેલી ચમત્કારી મૂર્તિના પગ પાસે બેઠેલા હતા ત્યાં એ મૂર્તિને ફરી પગે લાગવા આગળ વધ્યા ત્યાં સોમચંદની નજર એ ચમત્કારી મોહક મૂર્તિના પગની પાછળ રહેલા ખાલી ભાગ પર પડી , જ્યાં કોઈ નળાકાર આકારનું કંઈ પડ્યું હતું . હાથ નાખી એ નળાકાર વસ્તુ હાથમાં લીધી ...... એજ હતો ....એજ હતો પેલો ચર્મપત્ર જેના પર નિશાન દોરેલા હતા જે બહાર નીકળતી વખતે પોતાના શર્ટમાંથી બહાર છુપાવી દીધો હતો . સંભવિત રૂપે પેલા રહસ્યમય પુસ્તકને સમજવા માટેની ચાવી મળી ગઈ હતી . સોમચંદ જલ્દીથી સ્વચ્છ થયા , પેલી મોહક મૂર્તિને ફરી એકવાર પગે લાગીને ત્યાંથી જેમ બને તેમ જલ્દી પાછા પોતાની ગાડી સુધી પહોંચવા ભાગ્યા .
એ આ પત્ર મળવાની ખુશીમાં અથવાતો પોતાની વાત સાચી હતી કે પોતે કાલે રાત્રે જે જોયું હતું એ સપનું નહિ હકીકત હતી એ વાતની ખુશી મનમાં લઈને આગળ વધી રહ્યા હતા . આવી મનસ્થિતિમાં તેઓ રસ્તો ભૂલી ગયા . આ વાતનો અંદાજ આવતા એ સતર્ક થયા અને પોતાની ગાડીની દિશા જાણવાની કોશિશ ચાલુ કરી . ધીમેધીમે આગળ વધી રહ્યા હતા ત્યાં ફરી પેલી ટોળકીની બુમાબુમ સંભળાઈ . સોમચંદ અજાણે પેલા માણસોના અડ્ડાની દિશામાં આગળ વધી રહ્યા હતા . તેઓ જીવ બચાવવા પાછા પગે આગળ વધી રહ્યા હતા ત્યાં જ એમનો પગ એક સૂકી ડાળી પર પડ્યો. "કડાક....." એક કડાકો થયો
" કોણ છે ....? કોણ છે ત્યાં ..હું કહું છુ બહાર નીકળ ....મા**** બાકી તારી માં ચો*** જશે ...." એમાનો કોઈ એક બોલ્યો. સોમચંદ આમતો બહાદૂર હતા પરંતુ અજાણ્યો વિસ્તાર અને અજાણ્યા માણસો એમની સામે બોલવું એ શહીદી વહોરી લેવા જેવું હતું . તેથી એમના માથા પર પરસેવાના બુંદો ઉપસી આવ્યા અને કંઈ પણ વિચાર્યા વગર ભાગ્યા . હવે પેલા માણસોને ત્યાં કોઈ હોવાનો અંદાજ આવી ગયો હતો . આથી એ સૂકા પાંદડામાં આવતા અવાજને અનુસરી ભાગવા લાગ્યા . આગળ સોમચંદ અને પાછળ આ શિકારી કુતરાઓ ભાગી રહ્યા હતા . જો સોમચંદ પકડાયા તો આ કુતરાઓ એને ફાડી ખાશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નહોતું . તેથી સોમચંદ પોતાની તમામ તાકાત લગાવી દોડ્યા , આગળ કઇ બાજુ જવું ખબર ના પડતા એક મોટા ઝાડના થડ પાછળ લપાઈને ઉભા રહ્યા . ત્યાં ગણતરીની મિનિટોમાંજ પેલા માણસો આવી ગયા .
હવે સોમચંદ આજુબાજુ નજર કરી છટકબારી ગોતી રહ્યા હતા . ત્યાં એમની નજર એક જગ્યા પર સ્થિર થઈ ગઈ , પોતે ઉભા હતા ત્યાંથી પેલા ગુંડાઓને ઓળંગીને ઝાડી પાછળ પોતાની ગાડી પડી હતી . પોતાની વચ્ચે અને ગાડીની વચ્ચે આ ગુંડાઓ હતા . હજી કોઈનું ધ્યાન એના પર પડ્યું નહોતું એ સોમચંદના સારા નશીબ હતા . હવે આ માણસોના ધ્યાનમાં આવ્યા વગર એમને ઓળંગી સામે જવું અઘરું કામ હતું , પરંતુ અશક્ય નહતું તેથી સોમચંદે પોતાની ડિટેકટિવ બુદ્ધિ કામે લગાવી
" તેઓને ખબર કેમ પડી કોઈ ભાગી રહ્યું છે ...?? હા ...હા ... સૂકા પાંદડા પર પગ પડતા એનો અવાજ આવતા ...મળી ગયો રસ્તો ....!!" આટલું કહી એમને પોતાના બંને જૂતા કાઢ્યા અને એક પછી એક બંને જ્યાં ગાડી હતી એની વિરુદ્ધ દિશામાં નાખ્યા . ફરી એકવાર અવાજ થયો
" ચુ*** ઇસ તરફ હૈ .....આઓ જલ્દી ...." એ અવાજ સાંભળી એક માણસ બોલ્યો અને બધા એ તરફ ભાગવા લાગ્યા . સોમચંદની ચાલ સફળ થઈ હતી , પેલા માણસોને ગેરમાર્ગે દોરવામાં સોમચંદ સફળ રહ્યા હતા . એ જેવા ત્યાંથી ખસ્યા , તરત જ બિલ્લી પગે સોમચંદ આગળ વધવા લાગ્યા . હજી એમની એક આંખ ગાડી તરફ હતી અને બીજી પેલા માણસો તરફ....હવે એકદમ ગાડીને અડીને સોમચંદ ઉભા હતા એમના ધબકારા વધી ગયા હતા , ચહેરો પરસેવાથી નીતરી રહ્યો હતો , ત્યાં એક માણસનું ધ્યાન ઝાડી તરફ થતી હિલચાલ પર પડ્યું
" ત્યાં ...એ બાજુ....એ બાજુ કોઈ હોય એવું લાગે છે ...." સોમચંદે જાણી જોઈને ગાડીની ચાવી ઇગ્નિશનમાં ભરાવીને રાખી હતી , જેથી મુસીબતમાં ચાવી ભરાવવા સમય બગાડવોના પડે . આજે એ વાત ખૂબ કામ આવી હતી , જલ્દી ગાડી ચાલુ કરી અને ગાડી અંધારાને ફાડીને આગળ દોડવા લાગી
( ક્રમશ )
કોઈ અજાણ્યા માણસે રાઘવકુમારને એક હિન્ટ આપી હતી " આ કેસ સોલ્વ કરવા એના મૂળ થી શરૂવાત કરો - ચમોલી , ઉત્તરાખંડ " કોણ હતો જે એક અજાણ્યા માણસ તરીકે મદદ કરી રહ્યો હતો ....!!? એને આ કેસ માં મદદ કરવાથી શુ ફાયદો થવાનો હતો ...!!?
સોમચંદ પોતાના સપનાનું તથ્ય જાણવા પોળોમાં જતા એમને પોતાની શંકાનું સમાધાન મળ્યું ... પોતાની સાતગે બનેલી ઘટના ને સપનું બતાવવું એક ષડયંત્ર હતું .... હવે આ ષડયંત્ર ઉકેલવાની ખૂબ નજીક પહોંચી ગયા હતા . પર કોન હૈ રાજા ઔર કોન હૈ વજીર ...?? જાન ને કે લિયે પઢતે રહો ભાગ ૨૩ ...!!
અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં , વાર્તા હવે અંત તરફ આગળ વધી રહી છે અને ૧૦૦૦ રીવ્યુ કરવામાં તમારી મદદ જોઈશે.
ખૂબ ખૂબ આભાર ..