Girl Child SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Girl Child

TWO STORIES CLUBBED IN ONE

1. દિકરી

"બા ન આવ્યા?"
લલિત પોતાની નવી જન્મેલી દીકરીને રમાડતા અટકી ગયો અને પત્ની લક્ષ્મી સામે જોયુ. એનો પ્રશ્ન ગેરવાજબી નહોતો. અવરોધક વર્તણૂક તો બાની હતી, જે ખોટા જુનવાણી વિચારોથી બહાર આવવા જ નહોતી માંગતી. લલિતે નિરાશા સાથે માથું હલાવતા કહ્યું,
"જો દીકરો જન્મ્યો હોત, તો બા વાજતે ગાજતે ચાર પાડોશીને લઈને આવતે. તને એનો સ્વભાવ ખબર તો છે, પછી શા માટે ખોટી આશા રાખે છે?"
લક્ષ્મીની આંખમાં ઉદાસી છવાઈ જતા એણે નજર નીચી કરી નાખી.
"મને એમ કે કદાચ એમનું મન ઓગળી ગયું હશે."
લલિત કટાક્ષમાં હંસી પડ્યો.
"એ ઘરે આપણી બન્ને મોટી દિકરીઓનું ધ્યાન રાખે છે, એ જ એમની મહેરબાની છે."

લક્ષ્મી નર્વસ થતા ધીમેથી બોલી,
"મને ઘરે જતા ડર લાગે છે. હોસ્પિટલ આવતી વખતે બા એ કહ્યું હતું, દીકરી થશે, તો સીધી પિયરે જતી રહેજે. હવે ક્યાં મોઢે હું......"
"શું બા એ કહ્યું અને મે સ્વીકારી લીધું? મારા પર વિશ્વાસ રાખ લક્ષ્મી. તું મારી પત્ની છે અને હું તારી સાથે નાઇન્સાફી નહીં થવા દઈશ."

લલિતના આશ્વાસન આપવા છતાં પણ લક્ષ્મીના મનમાંથી ડર એક ડગલું પણ ન હલ્યું. છેલ્લા સાત વર્ષથી બાના મેણાટોણા સાંભળીને એ ત્રાસી ગઈ હતી. ફક્ત લલિતના પ્રેમે એને ટેકો આપ્યો હતો. આ વખ્તે સાસુમા એ સોનોગ્રાફી કરાવાની ઝિદ પકડી, જેથી ખબર પડે કે દીકરો થશે કે દીકરી. પણ લલિતે તદ્દન ના પાડતા કહ્યું,
"નહીં! જે હશે તેને ભગવાનનો આશીર્વાદ સમજીને પ્રેમથી સ્વીકારી લઈશ."

* * * * *

લક્ષ્મી સાથે બાની વર્તણૂક પહેલા કરતા વધારે ખરાબ થઈ ગઈ. લલિત વારમઘડીએ બાને કહેતો,
"બા, તું પોતે એક સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન કેવી રીતે બની શકે છે? બા, નાની હતા તો તું થઈ અને તારા થકી હું." પણ આ બધી વાતથી બા અસરગ્રસ્ત રહી.

એક વહેલી સવારે, લલિતની નાની બહેન સાસરેથી પાછી આવી. આંખમાં આસું, એક હાથમાં સામાન અને બીજામાં નવા જન્મેલા બાળકને લઈને ઉભી હતી. બાને જોતા જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા બોલી,
"દિકરી જન્મી, એટલે મહેશે મને ઘરમાંથી કાઢી મૂકી."
________________________________________________

2. ભણતર

"શુ થયું, ચહેરા પર કેમ ઉદાસી છવાઇલી છે?"
સ્વાતિ એ મોબાઈલ બંધ કરતા ફરી નિસાસો ભર્યો અને પતિ સર્વેશ સામે જોયું. એની આંખમાં આંસુ આવી ગયા. સર્વેશના પ્રશ્નનો જવાબ આપતા, સ્વાતિ એ કહ્યું,
"અગાઉ મેં ફક્ત ઉડતું ઉડતું સાંભળ્યું હતું. આજે પહેલી વાર, મેં આઈશાના કેસને વિગતવાર વાંચ્યું."
સર્વેશ એની પાસે આવીને બેઠો અને ગંભીરતાપૂર્વક કહ્યું,
"હાં, ખૂબ જ દુઃખ દાયક અને શરમનાક કેસ છે. એના પતિને કડી સજા થવી જોઈએ. આત્મહત્યા માટે ઉશ્કેરવું પણ હત્યા કરવાની બરાબર છે."

પત્નીના ચહેરા પર ચિંતા જોઈ, સર્વેશને ન ગમ્યું. એણે સ્વાતિના ખભા પર હાથ મુક્તા પૂછ્યું,
"સ્વાતિ, આમાં તું શા માટે આટલા તણાવમાં આવી ગઈ?"
"સર્વેશ, આપણી સુલેખા પંદર વર્ષની થઈ ગઈ છે. આવતા વર્ષે કોલેજ જવા લાગશે. આવા માહોલમાં આપણી દિકરી કેવી રીતે સુરક્ષિત રહેશે?"

"સ્વાતિ, આપણે માહોલના વિશેય કંઈ નથી કરી શકતા. પણ એક વસ્તુ અવશ્ય આપણા હાથમાં છે."
"શું?"
"આપણે સુલેખાને આત્મનિર્ભર બનાવી, એનામાં આત્મવિશ્વાસ પેદા કરવાની જરૂર છે. જેથી એ જીવનમાં ક્યારેય નબળી ન પડે અને ક્યારે પણ બીજાના આશરે ન રહે. એન્ડ માય ડિયર, આ કામ કરશે, ભણતર."
સ્વાતિના આંખમાં આશાની કિરણ જાગી.
"તમે સો ટકા સાચી વાત કરી સર્વેશ. ફક્ત ભણતર એને જીવનમાં સારા અને ખરાબ નો ફરક સમજાવશે."
"Exactly! ભણેલી હશે, તો જરૂરતના વખ્તે, તે યોગ્ય નિર્ણય લઈ શકશે. પછી આપણા ટેકાની જરૂર નહીં પડે."

સ્વાતિ એ સ્મિત કરતા કહ્યું,
"અને કોઈ એનો ગેરલાભ પણ નહીં ઉપાડે."
"હાં. આપણું કામ છે, એને સારામાં સારું ભણતર આપવું અને બાકી, જીવનના પડકારોનો સામનો કરતા એ પોતે શીખી જશે."

સર્વેશ સાથે વાત કરીને સ્વાતિના દિલને રાહત થઈ અને રાતે એને શાંતિથી ઊંઘ આવી.

શમીમ મર્ચન્ટ, મુંબઈ

________________________________________________