હું પાછો આવીશ - 5 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નાયિકાદેવી - ભાગ 33

    ૩૩ સેનાનીપદે મધરાતનો ઘંટાઘોષ થયો. પણ રાજમહાલયમાં હજી યુદ્ધમં...

  • ભાગવત રહસ્ય - 84

    ભાગવત રહસ્ય-૮૪   વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા...

  • એક ષડયંત્ર.... - ભાગ 99

    (સિયા દાદાને મેજર એટેક આવ્યો છે, એ જાણી પોતાને દોષી માને છે...

  • ખજાનો - 50

    "તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શ...

  • ભાગવત રહસ્ય - 83

    ભાગવત રહસ્ય-૮૩   સ્કંધ-3 (સર્ગ લીલા) સંસાર બે તત્વોનું મિશ્ર...

શ્રેણી
શેયર કરો

હું પાછો આવીશ - 5

હું પાછો આવીશ 5

( ગયા અંકમાં આપણે જોયું કે અમર ને ફોન આવે છે કે
ધીરજનુ એક્સીડન્ટ થઈ જાય છે હવે આગળ........)
ધીરજ ને એજ સમયે બ્રેઇન હેમ્રેજ થઈ જાય છે અને અમર જલ્દીથી ત્યાં પહોંચી જાય છે અને કહે છે કે,"મારા મિત્ર હું તને કંઇ નહી થવા દવું"અને જલ્દીથી હોસ્પીટલ લઈને જાય છે પણ હોસ્પીટલ પહોંચતા રસ્તામાં જ તે આ દુનિયામાંથી વિદાય લઈ લે છે.બધી જ ફોર્મલીટી પૂરી કરીને અમર મોડી રાત્રે ઘરે પહોંચે છે.બધા સૂઈ ગયા હતા પણ અમર ની માતા જાગતી હતી કારણકે જ્યાં સુધી બાળક જમે નહી ત્યાં સુધી કોઈ માતાને ઊંઘ આવતી નથી.અમર ખૂબ શાંત હતો.મમ્મીએ પૂછ્યું ક્યાં હતો?" ઘણી વાર લાગી.કાલે તારા લગ્ન છે.લગ્નની આગલી રાતે આટલે મોડે સુધી ફરવાનું સારું લાગતું નથી.


અમરે કહ્યું," આજે છેલ્લી રાત્રિ મિત્રો સાથે. કાલથી તો ઘરે જ રહેવાનું છે."આટલું કહીને અમર પોતાના રૂમમાં જતો રહે છે.જમવાનું પૂછતા તેને કહ્યું કે હું જમીને આવ્યો છું.તમે નિશ્ચિંત થઈને સૂઈ જાઓ.બધા લોકો થાકીને ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા પણ અમર આખી રાત સૂઈ ના શક્યો.અમર ઘરનું વાતાવરણ ખરાબ કરવા નહોતો ઈચ્છતો નહોતો.આથી, તેણે કોઈને કંઇ પણ ન કહ્યું.


ઘરના દરેક સભ્યો વહેલી સવારે ઉઠી ગયા હતા પણ અમર ક્યાંય નજરે ન પડ્યો આખી રાતના જાગરણ બાદ ઉઠવામાં મોડું થઈ ગયું હતું.બસ,બધા ખુશ હતા પણ અમરના ચહેરા પર ઉદાસી છલકાતી હતી.પૂછ _પરછ કરતા તેને કહ્યું કે ,"બહુ થાકી ગયો છું."બસ,થોડી જ વારમાં ફેરા થવાના હતા.બધી વિધિ પૂરી થવા આવી હતી.બધા મહેમાનો પોત પોતાની પેકિંગ કરી લૂસી ને આશીર્વાદ આપી પોતાના ઘરની તરફ જવા લાગ્યા.મહેમાનોના ગયા બાદ અમર બહુ જ રડવા લાગ્યો કહેવા લાગ્યો કે,"અમારી જોળી ખુશીઓ થી ભરીને અમને છોડીને જતો રહ્યો."


હવે લુસી અમર ને ખુશ રહવાનો પ્રયત્ન કરે છે.તેઓ બહાર ફરવા જાય છે.અમરનો મૂડ બદલાય છે સમય ખૂબ ઝડપથી પસાર થાય છે અને લગ્નની પ્રથમ વર્ષગાંઠ આવી જાય છે.થોડા સમયમાં અમરના નાના ભાઈ ના લગ્ન થઈ જાય છે.એકજ વર્ષમાં લુસીની દેરાણી એક પુત્રને જન્મ આપે છે પણ લુસી હજુ પણ માં બનવાની રાહ જોઈ રહી છે.જોતા જોતા બે વર્ષ વિતી જાય છે.કેટલી
બાધાઓ, માનતાઓ માન્યા બાદ,કેટલાય મંદિરોમાં માથું નમાવ્યા બાદ અંતે ઈશ્વર તેની પ્રાર્થના સાંભળે છે.આજ સુધી લડી લગ્ન પછી પણ કામ કરતી હતી.ઇન્ટીરિયર ડિઝાઇનર હતી.લોકોના ઘરો ને સુંદર બનાવતી હતી પણ હવે દરેક કામ છોડી આવનાર બાળકની સંભાળમાં અત્યારથી જ જોડાઈ ગઈ હતી.આથી, તેણે પોતાનું ઇન્ટીરિયર ડીઝાઈનિંગ નું કાર્ય છોડી દીધું.હવે, તેનું એક જ લક્ષ્ય હતું કે પ્રેમ અને મમતાની અર્ચના,તે પોતાની આવનારી સંતાન ને આવનારી મુશ્કેલીની પડછાયી થી પણ દૂર રાખવા ઈચ્છતી હતી અને અમર અને તેના ઘરવાળા પણ એજ ઈચ્છતા હતા.


લુસી એક સારી માં બનવા ઈચ્છતી હતી.જેની તાલીમ તે પોતાની સાસુમાં,માં, અને દેરાણી પાસેથી લેતી હતી પણ અમુક વસ્તુઓ માત્ર માં બન્યા બાદ જ શીખી શકાય.છતાંય તેને શીખવામાં ક્યાંય કસર છોડી ન હતી.આ ઉપરાંત તે બાળકના શારીરિક તથા માનસિક વિકાસ માટે પુસ્તકો પણ વાંચતી હતી.સમય જતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો.તેનું નામકરણ કરવામાં આવ્યું અને નામ આકાશ પાડવામાં આવ્યું.લુસી તેને ખૂબ સારી રીતે સંભાળ લેતી હતી. તે જેમ જેમ મોટો થતો જતો હતો. તેમ તેમ તેની દરેક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવતી હતી.હવે લુસી અને અમરની દુનિયા આકાશ જ હતો.આકાશની ખુશી જ તેમના માટે સર્વસ્વ હતી.આકાશ એક દિવસ બગીચામાં રમી રહ્યો હતો.રમતા રમતા તેને દડો વાગ્યો,અને ઘણું લાગ્યું હતું વાગતાની સાથે સાથે તાવ પણ આવ્યો.સમયની સાથે વાગેલું તો ઠીક થઈ ગયું પણ તાવ........ક્રમશ:

_મહેક પરવાની