હું પાછો આવીશ 3
ગયા અંકમાં આપણે જોયું કે, શ્વેતા નીરવ તરફ થયેલા વિશ્વાસઘાત ને કારણે આત્મહત્યા નું પગલું લે છે.હવે આગળ.........)
આ રીતે લૂસી પોતાની પ્રિય મિત્ર શ્વેતાને ગુમાવી દે છે અને આ સંજોગને આધારે નક્કી કરે છે કે, જો લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ જેને પહેલે થી ઓળખતી હોય.શ્વેતા (પ્રિય મિત્ર ની મૃત્યુ) ના દુઃખ ને ભૂલાવવા માટે તે કોફીશોપ માં જવા લાગે છે.અમર ત્યાં દરરોજ તેના મિત્ર ધીરજ સાથે આવતો હોય છે.બંનેની ત્યાં મુલાકાત થાય છે અને હવે મુલાકાત રોજિંદી થઈ જાય છે.લુસી ને એક સારા મિત્રની જરૂર હતી જે તેને અમરના સ્વરૂપમાં મળી જાય છે.
એક દિવસ અમર અને ધીરજ બેઠા હતા. અમર ધીરજ ને કહેવા લાગ્યો કે,"હવે લુસી સાથે મુલાકાત ન થાય તો મજા નથી આવતી.મન અધીરો થઈ જાય છે.હવે એવું લાગે છે કે, મને પ્રેમ થઈ ગયો છે."આ સાંભળતા જ ધીરજ તેને કહે છે કે,"મિત્ર, આગળ વધતા પહેલાં એક વખત વિચારી લેજે.પ્રેમ આંધળો હોય છે એવું સાંભળ્યું હતું આજે જોઈ પણ લીધું.કારણકે, લુસી ક્રિશ્ન છે અને તું હિન્દુ.તારા પિતા આ સબંધ ને સ્વીકારશે?તમારે ત્યાં તો
જાત -પાત નાનામ પર છુઆ -છુત ની બીમારી છે. મારી સલાહ મનો તો આ સંબંધ માં આગળ વધતા પહેલાં જ રસ્તો બદલી નાખો.
કારણકે, તમારા પિતાજીના મતાનુસાર તમે બંને નદી ના બે કિનારા છો."ધીરજ માતા પિતા નું મહત્વ અને અમર ના કુટુંબ બંનેને ખૂબ સારી રીતે જાણતો હતો.તેને તેના માતા પિતાને એક કાર એક્સીડન્ટ માં ગુમાવી દીધો હતો.તે નાનપણ થી તેના કાકા ને ત્યાં ઉછર્યો હતો પણ હવે એકલો રહેતો હતો. આથી, એકલતા શું હોય છે તે ખૂબ સારી રીતે જાણતો હતો.
એક દિવસ અમરના મામાં ની તબિયત ખરાબ થઈ જતાં અમરને અચાનક જ તેની મમ્મીને મુંબઈ લઈ જવું પડે છે.મુંબઈ પહોંચતા થોડા કલાકોમાં જ અમરના મામા મૃત્યુ પામે છે અને અમર ને ત્યાં રોકાઈ જવું પડે છે.
આ સમય દરમિયાન ધીરજનું મન બેચૈન થઈ જાય છે.તેનું તન મુંબઈમાં પણ મન દિલ્લીમાં જ હતું.આ બાજુ લુસી નુપણ કંઇક આવો જ હાલ હતું.તે પણ અમર સાથે પાછલા ત્રણ ચાર દિવસ થી ન મળવાના કારણે ઘણી ઉદાસ હતી.તેને રાત દિવસ નો પણ ભાન રહેતો ન હતો.મામાજી ના અંતિમ સંસ્કાર ની વિધિ પૂર્ણ થતાં જ અમર મુંબઈથી દિલ્લી જવા નીકળી ગયો. બીજી બાજુ લુસી પણ અમર ને જોવા કોફિશોપ આવતી રહેતી હતી.
આજે ઘણા દિવસો પછી અમર સાથે લુસી ની મુલાકાત થઈ અને બને ખૂબ ખુશ હતા.ચાર દિવસની દૂરી એ બંનેના હદયમાં છુપાયેલા પ્રેમના અહેસાસને જગાડી દીધો હતો પણ પિતાજીના સ્વભાવ ને કારણે અમર ચૂપ હતો અને આ સંબંધ ને મિત્રતાનું નામ આપી દિધો.બીજી બાજુ લુસી ને તેના પ્રેમ ના એકરાર નો ઇન્તજાર હતો.તે તો અમર ને મનોમન પર કરવા લાગી હતી તેનો ખ્યાલ તેના માતા પિતા ને આવી ગયો હતો. હવે મિત્રતા થી પ્રેમના સફર માં થોડો જ રસ્તો બાકી હતો.ધીરે ધીરે મૈત્રી વધુ ગાઢ બનતી જતી હતી.અમર તો લુસી ની ઘરે આવતો જતો રહેતો હતો.લુસિના માતા પિતાએ તેનો સ્વીકાર કરી લીધો હતો.અમર આર્કિટેક હતો.સારું કમાતો હતો.સમજદાર હતો.બસ,એક જ ચિંતા હતી. કે અમરના પિતાને કેવી રીતે મનાવવું.અમર માટે ઘણા માંગા આવવા લાગ્યા હતા.તેને રોજ નવી છોકરીની ફોટો બતાવવા આવતો હતો પણ અમર ટાળતો રહેતો.અંતે પિતાજીએ અમરને પૂછ્યુ,."કોઈ ગમે છે તને?"અમરે કહ્યું,.....ક્રમશ: