હું પાછો આવીશ - 8 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું પાછો આવીશ - 8

હું પાછો આવીશ 8

(ગયા અંકમાં આપણે જોયું કે, આકાશ અમરની અંતિમ વિધિ સુુુધી પહોંચી શકતો નથી. હવે, આગળ.......)

પિતાજી નું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.તે સમયે લુસીના મનમાં વિચાર આવે છે કે," કુદરતના બનાવેલા આકાશમાં રહેતા જીવો તો જ્યારે જમીન પર આવે છે બે પળ આ ધરા પર બેસે તો છે પણ જ્યારે આ જમીનના જીવો આકાશમાં ઉડવા લાગે છે.પણ આ ની ધરા ના જીવો તો જેવા આકાશ માં ઉડે છે તો પોતાની જન્મદાત્રી ને જ ભૂલી જાય છે.જેને પાળી ને મોટા કર્યા તેના જ બલિદાનો ની બલી ચઢાવી દે છે."

આકાશ પોતાનું કામ કરીને પોતાની ઘર તરફ જઈ રહ્યો હતો.ત્યારે કોઈના ફોનમાં ગીત વાગી રહ્યું હતું "તર ગયા તું સાત સમુંદર ફિર ભી સુખા મન કે અંદર."આ સાંભળતા જ તેને માંની યાદ આવે છે.હવે તેની માં ભારતમાં એકલી છે.તે માત્ર વિડિયો કોલીંગ પર વાત કરતો હતો.હજુ સુધી એકલી વૃદ્ધા માંનો હાલચાલ પૂછવાનો સમય ન હતો.પિતાની આંખો પશ્ન પૂછતા થાકી ગઈ કે,ક્યારે આવશે મારો લાલ?બસ, એક દિવસ માટે આવી જા.જે ખભા પર ચઢીને રમતો હતો તેને ખભો આપવાનો સમય નહોતો પણ એક એકલી વૃદ્ધ માંની આંખો પલક ઝબકાવ્યા વિના તેની આખરી મુલાકાતની રાહ જોઈ રહી હતી.આ દીવો ઓલવાઈ જાય તે પહેલાં આવી જા.કહે છે કે,"હવે આંખો રાહ જોઇને ખૂબ થાકી ગઈ છે બસ,એક અંતિમ વખત મળવા આવી જા મારા લાલ!"

અંતે માંની આવી હાલત જોઈને, કેટલાય ફોન,મેસેજ પછી આકાશ માં ને મળવા જાય છે.માં પાસે થી માફી માંગે છે પણ માં દીકરા પાસે થી એક જ પશ્ન પૂછે છે કે,"સપના માતા પિતા કરતાં પણ વધુ મહત્વના હોય છે?"આ અંતિમ વાક્ય પૂરું કરતા જ લુસી આકાશની માં તેની પાસે બેઠા બેઠા આ દુનિયા માંથી વિદાય લે છે.લુસીની મૃત્યુ બાદ આકાશ ખૂબ રડ્યો પણ હવે ના આંસુઓ ને જોવા કે લૂછવા માટે માં રહી નહોતી. હવે લાખ વખત માફી માંગવા છતાં કોઈ માફી મળી શકે તેમ નહોતું.લુસી ક્રિશ્ચન હોવાને લીધે તેની અંતિમ વિધિ તે રીતે કરવામાં આવી તેને લુસીની સમાધિ બનાવી ત્યાં એક સ્તંભ બનાવ્યો અને તેના ઉપર પોતે કરેલી ભૂલ લખી.જેથી, ફરી વખત કોઈ આવી ભૂલ ના કરે .ફરી કોઈ માંના શ્વાસ પુત્ર ની રાહ જોતા જોતાં ના છૂટે.ફરી કોઈ પિતાનો અગ્નિસંસ્કાર એક પુત્રની રાહ જોતા જોતા તેના વિના જ ના થઈ જાય.આજે આકાશને પોતાના પિતા સાથે અંતિમ સમયે ના મળી શકવાને લીધે ખૂબ પશ્ચાતાપ થાય છે. આટલો મોટો સર્જન થઈને પણ તે ખૂબ નાનપ અનુભવે છે.


આકાશ જેનિફર ને કહે છે કે,"હું સર્જન તો બની ગયો પણ પોતાના સર્જનહાર ને જ ભૂલી ગયો.હવે, હું ઈન્ડિયા માં સ્થાયી થવા ઈચ્છું છું."જેનિફર તેને પૂછે છે," હવે તો ઈન્ડિયા કોઈ નથી,છતાંય કેમ?આકાશ ખૂબ સરસ જવાબ આપે છે કહે છે કે,"માતા પિતાનું ઋણ તો ના ચૂકવી શક્યો પણ મારા વતન ની માટીનો ઋણ જરૂર ચૂકવીશ.ઇન્ડિયામાં ગરીબી ઘણી છે.મારા જેવા કેટલાય લોકોની આખી જમાપુંજી માત્ર ઈલાજમાં જ ખર્ચાઈ જાય છે અને પોતાના
સપના પુરા કરવા પોતાનો દેશ છોડી બીજા દેશ નો આધાર લેવો પડે છે.આ જ કારણ છે કે હવે હું ગરીબો નો ઈલાજ વિના મૂલ્યે કરીશ.

આજ કાલ આકાશે પોતાની રિંગટોન પણ બદલી દીધી.
"કભી પ્યાસે કો પાની નહી,
બાદ અમૃત પિલાને સે ક્યા
ફાયદા."
આ સાંભળતા જ આકાશની આંખો માંથી પશ્ચાતાપ ના આંસુ વહેવા લાગે છે.

હવે, આકાશ ગરીબો માટે ભગવાન બની ચૂક્યો હતો.તેને પોતાના દવાખાના કોઈ ભગવાન ને બદલે પોતાના માતા પિતાની ફોટો લગાવી હતી.

_મહેક પરવાની