લવ ની ભવાઈ - 42 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 42

હવે આગળ,
દેવ અમરેલી પહોચતા જ ભાવેશને કોલ કરી દે દીધો ,થોડીવારમાં જ ભાવેશ બસ સ્ટોપ પર પહોચી ગયો .પણ દેવ હજી સુધી આવ્યો ના હતો દેવની બસ હજી સુધી આવી ના હતી ભાવેશ દેવની રાહ જોવા લાગ્યો થોડી જ વારમાં ભાવેશ પોતાનો મોબાઈલ કાઢી મથવા લાગ્યો ગાડી પર બેઠા બેઠા .બીજી તરફ દેવ પણ બસ સ્ટોપ પર આવતા પોતાની જગ્યા એથી ઉભો થઈને દરવાજા તરફ ચાલવા લાગ્યો .બસ ઉભી રહેતા દેવ બસમાંથી ઉતરી આગળ ચાલવા લાગ્યો થોડે આગળ ચાલતા જ ભાવેશ તેને સામે જોવા મળ્યો થોડો ઉતાવળે ચાલીને ભાવેશ પાસે પહોચી તેને બાઈક સ્ટાર્ટ કરવાનું કીધું અને દેવ બાઈક માં બેસી ગયો .આમ તો આ દેવ અને ભાવેશ નો રોજનો રૂટીન જ હતું પણ ભાવેશ આજે મનમાં કૈક પ્રશ્ન સાથે આવેલો દેવ ને જોવા મળ્યો .
દેવ : ભાવેશ કઈ પ્રશ્ન છે આજે તું ચિંતામાં લાગે છે ?
ભાવેશ : ના , કેમ આજે કેમ આવું પૂછ્યું ?
દેવ : મને એવું લાગ્યું એટલે પૂછ્યું તને .
ભાવેશ : ના એવું કઈ જ નથી અને હા તને ઘરે થી આવવાની પરમિશન આપી કે નહિ ?
દેવ : હા મને ઘરે થી આવવાની પરમીશન આપી છે .
ભાવેશ : શું વાત છે તો તો આપને બેય સાથે મળીને મજા કરશું .
દેવ : હા મજા તો કરશું પણ ભાવેશ હું ત્યાં કમાવા માટે આવું છું ના કે મોજ મજા કરવા માટે ?
ભાવેશ : હા મને ખબર છે પણ થોડી ઘણી તો મોજ મજા કરી શકીએ ને ?
દેવ : હા કરી શકીએ પણ મારું વધુ ધ્યાન જોબ અને ભણવામાં જ રહેશે .
ભાવેશ : હા વાંધો નહિ .
વાત વાત માં ક્યારે આઈટીઆઈ આવી ગયું ખબર જ ના પડી દેવ અને ભાવેશ બાઈક પાર્ક કરીને પોતાના ક્લાસ તરફ આગળ વધવા લાગ્યા દેવ બીકમાંથી ઉતરી મૂંગા મોઢે ક્લાસ તરફ આગળ વધવા લાગ્યો જયારે ભાવેશ પોતાના મોબાઈલ માં મથતો મથતો આગળ વધતો ગયો થોડી જ વારમાં ક્લાસ માં પોહચી ગયા . ક્લાસ માં હજી કોઈ આવ્યું નહોતું દેવ તેની જગ્યા પર જઈને બેસી ગયો અને ભાવેશ પણ દેવ ની બાજુમાં આવીને બેસી ગયો .ભાવેશ પણ મૂંગો ક્યાં બેસે તેમ હતો બાજુમાં બેસતા જ ફરી વાત આગળ વધારતા બોલ્યો .
ભાવેશ : દેવ આપને ત્યાં સેમા જશું ?
દેવ : હજી વાર છે જવાની અત્યાર થી તું આ બધું શા માટે વિચારે છે ?
ભાવેશ : ના તને એમ જ પૂછ્યું .
દેવ : ભાવેશ મારા પપ્પા ના ઘણા સપના છે અને હું મારા ફેમીલી માંથી બહાર જોબ માટે જવા માંડ પરમીશન આપી છે હું કોઈ એવું પગલું ભરવા નથી માંગતો જેનાથી મારા ફેમીલી ને નીચા જોણું થાય મને મારા પપ્પા એ એજ શરતે જોબ માટે પરવાનગી આપી છે .
ભાવેશ : હા મને ખબર છે પણ ત્યાં શું તું ખાલી જોબ માટે જ જાય છે તારી લાઈફનું કઈ જ નહિ ?
દેવ : મારા ફેમીલી ને મારી પાસે ઘણી અપેક્ષા છે તેમાં મારે ખરું ઉતરવાનું છે તો હું બધું ધ્યાન રાખીને આગળ વધવામાં માનીશ નહિ કે મોજ શોખ કરવામાં ?
ભાવેશ : હા આમ પણ તને આજ સુધી દલીલ માં કોઈ પહોચ્યું છે તો હું તને પહોચી સકું ?
દેવ : હા તો સ માટે તું મારી સાથે દલીલ કરે જ છે તને ખબર જ છે મારી પાસે તારી બધી વાત નો જવાબ હશે જ .
ભાવેશ : હા
ત્યાં સર સમર આવતા દેખાય છે દેવા ને ભાવેશ પોતાની વાત બંધ કરે છે બધા એક સાથે સર ને ગૂડ મોર્નીગ કહે છે અને સર પણ બધા ને ગૂડ મોર્નીગ કહે છે . થોડી જ વારમાં સર ભણાવવા લાગે છે દેવ અને બધા ભણવામાં ધ્યાન આપે છે થોડીવાર પછી સર ભણાવતા ભણાવતા પૂછે છે કે કાલે આપણી આઈટીઆઈ માં કેમ્પસ ઈન્ટરવ્યું હતું તો તેમાં કેટલા આપના ક્લાસ ના કેટલા વિધાર્થી પાસ થયા ? જે જે લોકો પાસ થયા હોય તે ઉચો હાથ કરે ?જેટલા લોકો પાસ થયા હતા તેને હાથ ઉચો કર્યો અને સર એ જેટલા લોકો એ હાથ ઉચો કર્યો હતો તે ગણ્યા અને કુલ ૧૫ વિધાર્થી આપના ક્લાસ ના પાસ થયા .એકસાથે સર એ બધા ને પાસ થવા માટે અભિનદન આપ્યા અને ઉતરોતર પ્રગતી કરો તેવા આશીર્વાદ આપ્યા અને જે પાસ નથી થયા તેમને પણ ધીરજ રાખવાનું કહ્યું અને તમને પણ જોબ મળી જશે . સર બધાને હવે એક મહિનો જ પરીક્ષા ને બાકી છે તો હવે બધા ને એક અઠવાડિયા પછી વાચવાની રજા આપીશ અને તે પછી આપને બધા પરીક્ષા માં જ ભેગા થાશું. કાલ થી આપને બધા અત્યાર સુધી નો જેટલો કોર્ષ ચાલ્યો છે તેનું રીવીઝન શરુ કરી દેશું . આટલું કહી સર આગળ ભણાવાનું શરુ કર્યું ક્યારે રીસેશ નો સમય થઇ ગયો કોઈ ને ખબર જ ના પડી .
શું દેવ કાલ થી શરુ થતા રીવીઝન માં અવ્વલ આવશે ? શું દેવ જોબ માં પોતાનું પ્રફોમોમંસ બતાવી શકશે ? શું દેવ પોતાનું વતન છોડી જી શકશે ? શું દેવ ત્યાં એકલો રહી શકશે ? વધુ જાણવા માટે વાચતા રહો લવની ભવાઈ .