પરાગિની 2.0 - 30 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 30

પરાગિની ૨.૦ - ૩૦





હોટલમાં જે રિસેપ્શન પર માણસ બેઠો હોય છે તે પરિતાને કહે છે કે તમારી સાથે જે લેડી હતી તે સામાન અહીં મૂકી જતી રહી છે. પરિતા તે બેગ ચેક કરે છે કે તેમા પૈસા મૂક્યા હતા તે છે કે નહીં? બેગમાં પૈસા નથી હોતા... તે માણસ કહે છે, ચેક આઉટ થઈ ગયું છે એટલે તમે હવે અહીં નહીં રોકાય શકો... પૈસા ભરી બીજો રૂમ લઈ શકો છો..!

પરિતા પાસે પૈસા નથી હોતા... તેથી તે બેગ લઈને બહાર જતી રહે છે. પરિતાને ખબર નથી પડતી કે આટલા રાતે તે ક્યાં જશે..? લીનાબેન એક ગાડી ભાડે કરીને અમદાવાદ પાછા નીકળી જાય છે.


પરાગ અને રિનીનું બોલવાનું થયું હોવાથી પરાગ રિનીને દાદીને ત્યાં મૂકી આવે છે. દાદીનાં કહેવા પર પરાગ અને રિની હમણાં તે ઘરમાં રહેતા હોય છે. રિની પરાગને પૂછે એ પહેલા પરાગ ગાડી લઈને નીકળી જાય છે. પરાગ તેના પોતાના ઘરે જાય છે, ત્યાં તેને સારૂં ના લાગતા ઓફિસ જતો રહે છે. ઓફિસમાં જઈ તેનું કામ પતાવી તેની કેબિનમાં સોફા પર જ સૂઈ જાય છે. રિની નવીનભાઈનાં ઘરે પરાગની જે રૂમ હોય છે ત્યાં રાત્રે પરાગ વિશે વિચારતી વિચારતી સૂઈ ગઈ હોય છે.

રિનીને નથી ખબર હોતી કે નિશા પણ આ જ ઘરમાં અને સમરનાં રૂમમાં છે.

સવારે શાલિની સમરને ઉઠાડવા તેના રૂમમાં જાય છે અને જોઈ છે તે સમર સોફા પર સૂતો હોય છે અને નિશા સમરનાં બેડ પર.. આ જોતા જ શાલિની બૂમ પાડીને નિશાને ઉઠાડે છે... બૂમ પાડતાં જ સમર પણ ઊઠી જાય છે.

સમર તેની મોમને જોઈને કહે છે, શું છે મોમ? કેમ બૂમો પાડો છો?

શાલિની- સમર, આ છોકરી તારી રૂમમાં શું કરે છે?

શાલિનીને આવી રીતે બૂમો પાડતાં જોઈ નિશા થોડી ડઘાઈ જાય છે. શાલિની નિશાને પૂછે છે, એય છોકરી, તું મારા છોકરાની રૂમમાં શું કરે છે?

શાલિની નિશાનો હાથ પકડી તેને રૂમમાંથી બહાર લઈને નીચે હોલમાં લઈ જાય છે. સમર તેની મોમને બોલવતા તેની પાછળ નીચે જાય છે. શાલિનીની બૂમોથી રિની પણ ઊઠી જાય છે. તે નીચે આવે છે અને શાલિનીને પૂછે છે, શું થયું હવે? કેમ આટલી બૂમો પાડો છો? રિની નિશાને અહીં જોઈને ચોંકી જાય છે અને તે નિશાને પૂછે છે, નિશા, તું અહીં શું કરે છે?

શાલિની કહે છે, હું પણ એ જ પૂછુ છુ કે આ છોકરી અહીં શું કરે છે? અને તે પણ મારા છોકરાની રૂમમાં..?

સમર ગુસ્સામાં શાલિનીને કહે છે, મોમ.. તમે જરાં શાંત થશો?

નિશા ધીમેથી બોલતા કહે છે, તમે બધા શાંત થાઓ.. હું કહુ છુ તમને...

નિશા તેની વાત કહેવાની શરૂ કરે છે... પહેલેથી કહે છે કે કેવી રીતે તેને જ્યૂસ પીધુ અને પછી અહીં આવી.. આગળ જે થયુત્ર તે પણ કહે છે..!

શાલિની- તું મને બેવકૂફ સમજે છે? તું સ્ટોરી બનાવીશ અને શું સાચુ માની લઈશ?

નિશા- જે થયું તે બધુ મેં તમને કહી દીધુ..!

શાલિની પહેલેથી નિશાને નફરત કરતી હોય છે કેમ કે તે એક મિડલ ક્લાસ છોકરી હોય છે.

શાલિની નિશાને ગમે કેમ બોલતી હોય છે. રિની તેને રોકતા કહે છે, શાલિની મેમ એવું તો કંઈ થયું નથી કે તમે આટલું મોટું રિએક્શન આપો છો..!

શાલિની રિની અને નિશા તરફ જોતા કહે છે, તમારા જેવા મિડલ ક્લાસ જેવા લોકો અમારા ઘરમાં આવી ગયા છો અને વાતાવરણ બગાડો છો..!

આ સાંભળી રિનીને ગુસ્સો આવે છે અને તે બોલવા જતી હોય છે કે સમર વચ્ચે આવીને તેની મોમને કહે છે, મોમ તમે તમારા રૂમમાં જાઓ પ્લીઝ..!

શાલિની- પહેલા આ છોકરીને કહી દે કે આ ઘરમાં આવવાના સ્વપ્ન નાં જોઈ..!

સમરને હવે ગુસ્સો આવે છે અને મોટા અવાજે તેની મોમને કહે છે, મોમ બસ કરો હવે... તમે તમારા રૂમમાં જાઓ..!

શાલિની પગ પછાડતી ત્યાથી જતી રહે છે...

નિશા રડવાં જેવી થઈ જાય છે... રિની નિશાને કહે છે, નિશા.. તુ એમની વાત દિલ પર નાં લઈશ... એ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે આવુ જ બોલે છે...

નિશા રડતાં કહે છે, રિની.. કાલે રાત્રે જે થયું મેં બધુ સાચું કહ્યું..

રિની તું અહીં બેસ હું ચેન્જ કરીને આવું સાથે ઘરે જઈએ..!

રિનીનાં ગયા બાદ સમર નિશા પાસે જાય છે અને નિશાનો હાથ પકડી કહે છે, સોરી નિશા... મોમ વતી હું માફી માગું છુ...

આટલું કહી સમર નિશાને ગળે લગાવી લે છે... નિશા રડી પડે છે અને સમર તેને શાંત પાડે છે.


આ બાજુ ઓફિસમાં સિયા પરાગની કેબિનમાં ફાઈલ મૂકવા જાય છે.. ફાઈલ ટેબલ પર મૂકી બહાર જતી વખતે પરાગને સોફા પર સૂતા જોઈ આશ્ચર્ય પામે છે.. સિયા પરાગને ઉઠાડે છે અને કહે છે, સર તમે અહીં જ સૂઈ ગયા હતા?

પરાગ- હા, થોડું કામ હતુ..! દસ મિનિટ પછી કોફી આપી જજે..!

સિયા હા કહી નીકળી જાય છે.

પરાગ ફ્રેશ રૂમમાં જઈ ફ્રેશ થઈ જાય છે અને કામ પર લાગી જાય છે. કોફી પીધા બાદ રિનીને યાદ કરતાં કહે છે, હજી સુધી રિનીએ ફોન પણ ના કર્યો?

પરાગ સિયાને ફોન કરી પૂછે છે કે રિની આવી કે નહીં? પણ રિની હજી ઓફિસ નથી આવી હોતી..!

ફોન મૂકે છે કે તરત જૈનિકા કેબિનમાં આવે છે અને પરાગને કહે છે, સમર ક્લેકશન કેમનું કરીશુ.?

પરાગ- કેમ શું થયુ?

જૈનિકા- કાલે તે જે સિમિત સાથે કર્યુ તે પછી તે તેના ફ્રેબિક્સ લઈને જતો રહ્યો છે.

પરાગ- હા, તો સારૂંને... મને એ માણસ જોઈતો જ નથી...

જૈનિકા- હા, પણ કામ કેમ ના કરીશું?

પરાગ- એ હું જોઈ લઈશ.. તું એને લઈને આવી હતી બાકી તો હું એને જોઈ લેત...! અને હમણાં સમર ક્લેકશન નહીં થાય..! આવતા વર્ષે કરી લઈશું..!

જૈનિકા- આપણે કંઈ પણ કરી લઈશું... તને મારા પર ભરોસો નથી?

પરાગ- વાત એવી નથી... સિમિતનાં લીધે.. એણે એ હરકત ના કરી હોત તો બધુ જ સરખુ હોત..! તું મારી કલીગ અને દોસ્ત છે એટલે..!

જૈનિકા- એટલે? એટલે તું પણ હવે મારી સાથે એવું જ કરીશ? પરાગ તું કેમ આવો થઈ ગયો છે?

જૈનિકા અકળાઈને ત્યાંથી જતી રહે છે.

પરાગ તેને રોકવા જાય છે પણ જૈનિકા જતી રહે છે. પરાગ બબડે છે, બધાને એક સાથે જ ખોટું લગાડવું છે? આ લોકોવે સરળ ભાષામાં સમજાવું છુ પણ તેમનું ધાર્યુ જ કરવું છે.

એટલાંમાં જ તેના કેબિનનો લેન્ડલાઈન ફોનની રીંગ વાગે છે. પરાગ ફોન ઉપાડે છે, સામે સિયા હોય છે તે પરાગને કહે છે, સર તમવે કોઈ મળવા આવ્યું છે.

પરાગ- (ગુસ્સામાં) મારે અત્યારે કોઈને નથી મળવુ...

સિયા- પણ સર..

પરાગ- સિયા કહ્યુંને...

સિયા- કોઈ પરિતા નામની છોકરી આવી છે.

પરાગ તેની ચેર પરથી ઊભો થઈ જાય છે અને સિયાને કહે છે, તેને ત્યાં જ બેસાડી રાખજે. પરાગ ફોન મૂક્યો ના મૂક્યો કરી ફટાફટ બહાર જાય છે અને પરિતા જ્યાં બેઠી હોય છે ત્યાં જઈ પરિતાને કહે છે, હવે કયા મોઢે તું અહીં આવી છે હેં? સિયા સિક્યોરિટીને ફોન કર...

પરિતા તેની જગ્યા પર ઊભી થઈ જાય છે અને ગભરાતી કહે છે, ના.. ના.. હું તમને બધુ જ સાચુ કહેવા તૈયાર છું...

પરાગ- પહેલા એ કહે મારી માઁ ક્યાં છે? અને તુએ શું કર્યુ છે તેમની સાથે?

પરિતા- મેં એમની સાથે કંઈ નથી કર્યુ...

પરાગ- જે હોય તે કહે મને... સિયા પોલિસને ફોન કર..!

પરિતા- ના પોલિસ નહીં... હું સાચુ કહુ છુ મેં એમની સાથે કંઈ નથી કર્યુ... એમની હાલત નથી સારી અને એ કશે જતા રહ્યા છે..

પરાગ- તું મને બેવકૂફ સમજે છે? મને બધી જ ખબર છે કે તું મને ફરી ઉલ્લુ બનાવે છે.

સિક્યોરિટી ઉપર આવી જાય છે.

પરિતા- મેં સાચે જ કંઈ નથી કર્યુ... જો મેં કંઈ કર્યુ હોત તો તમને મળવાં થોડીને આવતે..!

પરાગ તેને પોતાના કેબિનમાં લઈ જાય છે અને સિક્યોરિટીને બહાર ઊભું રહેવા કહે છે.




શું પરિતા પરાગને બધી વાત સાચી કહેશે કે પૈસા માટે ખોટું કહેશે?

રિની અને જૈનિકા સાથે પરાગ કેવી રીતે તેની અનબન સૂલજાવશે?

શું સાચેમાં જ સિમિત જતો રહ્યો છે કે નવું વાવાઝોડું લઈને આવશે?

જાણવા માટે વાંચતા રહ આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED