It's time to leave the Earth - 3 Nikunj Kantariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

It's time to leave the Earth - 3

3


શોર્ય ઓરડી માંથી બેડ રૂમ માં આવે છે. તેના મગજ માં અત્યારે વિચારો નુ ઘોડાપૂર ચાલી રહ્યુ છે.તે ઉભો થાય છે અને ટેબલ ડેસ્ક પર બેસે છે.કાગળ અને પેન્સિલ લઈ ને કશુંક દોરવાની કોશિશ કરે છે.પરંતુ દોરતા દોરતા ક્યારે શોર્ય ની આંખ લાગી જાય છે તેની શોર્ય ને ખબર રહેતી નથી.


બીજા દિવસ ની સવારે શોર્ય ઉઠે છે અને તૈયાર થઈ ફરી તેની લેબ પર પહોંચે છે.

"આરોહી, મિસાઈલ તૈયાર થવામાં હજુ કેટલો સમય લાગશે?"

"હજુ ઓછા માં ઓછા 2 દિવસ તો લાગશે"

"હમમ...."
"તો ત્યાં સુધી આપણે તેને કઈ કઈ જગ્યા એ અને કયા કયા સમયે વિસ્ફોટ કરવી તેની પ્લાનિંગ કરી લઈએ"

"યેસ રાઈટ"

"પેહલા તો મને એ જણાવ કે આપણી મિસાઈલ ની સ્પીડ કેટલી હશે?"

"આપણી પાસે જે ઝડપી માં ઝડપી મિસાઈલ છે તે એક કલાક મા તેની ઓપ્ટીમમ સ્પીડ 10 મિલિયન કિલોમીટર પર કલાક ની સ્પીડ પર પહોંચી જાય છે."આરોહી એ પાસે પડેલા મિસાઈલ ના ડોક્યુમેન્ટ્સ માં જોઈને કહ્યું.

"હમમ.. પૃથ્વી થી મંગળ 300.5 મિલિયન કિલોમીટર દૂર છે. એ મુજબ જોઈએ તો આપણી મિસાઈલ ને મંગળ સુધી પહોંચતા 30 કલાક લાગશે"

"તો તો આપણે AS-11 ગુરૂ ગ્રહ પહોંચે ત્યારે જ મિસાઈલ લોન્ચ કરી દેવી પડશે નહીંતર તો આપણી મિસાઈલ AS-11 સુધી પહોંચે તે પેહલા AS-11 આપણા સુધી પહોંચી જશે" આરોહી એ કહ્યું

" હા એટલે જ જેટલી જલ્દી બની શકે એટલી જલદી આપણે મિસાઇલો ને લોન્ચ કરવી પડશે અને જેટલી દૂર થી AS-11 ની દિશા ચેન્જ થાય એટલું જ સારું નહિતર...." એટલું બોલતાં જ શોર્ય ના મગજ માં ફરી વિચારો નું વમળ શરૂ થઈ જાય છે.

"શોર્ય....શોર્ય.....શું થયું? ..કયા ખોવાઈ ગયો?"

"કઈ નહિ..કઈ નહિ... આઇ એમ ગુડ...
આપણે આજ થી બે દિવસ પછી જ મિસાઈલ લોન્ચ કરવી પડશે અને આરોહી મને અત્યારે જ AS-11 ની લાઈવ પોઝિશન જાણી મને ઇન્ફોર્મ કર."

"ઓકે શોર્ય"
આરોહી જાય છે અને ફરી શોર્ય કાગળ અને પેન લઈને કશુંક દોરવાં લાગે છે.થોડા કલાક બાદ શોર્ય પેન્સિલ બાજુ માં રાખે છે અને આંખ મા એક ચમક સાથે કાગળ ને જુએ છે.

શોર્ય શાંતનુ ને કોલ કરે છે.શાંતનુ અને શોર્ય બને કોલેજ ના સમય થી જ ખાસ મિત્ર છે.અત્યારે શાંતનુ રોકેટ વિભાગ નો બેસ્ટ એન્જિનિયર અને પાયલેટ છે.તે આજ સુધી માં ઘણા હાઈ ટેક રોકેટ તૈયાર કરી ચૂક્યો છે જેના માટે તે નોબેલ પ્રાઈજ પણ મેળવી ચૂક્યો છે.

"હેલો શાંતનુ, જલ્દી થી મારી લેબ આવી જા"
શાંતનુ કોઈ પણ પ્રશ્ન કર્યા વગર હા પાડે છે કેમ કે શાંતનુ શોર્ય ને બરાબર ઓળખે છે.શોર્ય તેને લેબ બોલાવે મતલબ કે તેની પાછળ જરૂર કોઈ કારણ હશે. શાંતનુ લેબ પહોંચે છે અને શોર્ય તેને તે કાગળ આપે છે.

આરોહી આવે છે અને શોર્ય ને ઇન્ફોર્મ કરે છે,
"અત્યારે AS-11 શનિ ગ્રહ થી થોડે દૂર પહોંચ્યો છે અને ૪૮ કલાક માં તે ગુરુ ગ્રહ ની ઓરબીટ સુધી પહોંચી જશે."

"ઓકે..ગુડ...
હવે મે વિચાર્યુ છે કે આપણે 3 મિસાઇલો ને કેવી રીતે બ્લાસ્ટ કરીશું જેથી કરી ને વધારે માં વધારે AS-11 ને પૃથ્વી થી દુર ખસેડી શકાય.
AS-11 3 દિવસ ની અંદર ગુરુ થી આગળ નીકળી જશે અને મંગળ ની નજીક પહોંચી જશે.ત્યારે આપણે બે દિવસ પછી ઠીક આ સમયે પેહલી મિસાઈલ ને લોન્ચ કરીશું અને તે 30 કલાક ની અંદર મંગળ સુધી પહોંચી જશે અને જેનાથી AS-11 ની ફ્રન્ટ માં એક મોટો ધમાકો થશે.જેનાથી AS-11 ઉપર રિવર્સ ફોર્સ જનેરટ થઈ શકે. જેનાથી એની સ્પીડ ખાસ્સી એવી ઓછી થઈ જશે.
ત્યાર પછી તરત જ બીજી મિસાઈલ ને બિલકુલ તેની ૯૦ ડિગ્રી રાઈટ સાઈડ માં બ્લાસ્ટ કરીશું જેનાથી તેની દિશા થોડીક ડાઈવર્ટ થશે અને લાસ્ટ મિસાઈલ ૧૨૦ ડિગ્રી પર બ્લાસ્ટ કરીશું જેનાથી તે કમ્પ્લીટ પૃથ્વી ના રસ્તા પરથી ખસી જશે."

"વાહ બોસ!...કેવું પડે હો પણ...શું પ્લાન છે!..હવે તો પાક્કું AS-11 ને ભાગવું જ પડશે તારા થી.."

"અરે રે!! એ તો આપણું કામ છે
ચાલ હવે ખોટી વાતો માં સમય ના બગાડીએ ને ઘરે પહોંચતા થઇએ."

"હા ભલે..હું નીકળું છું"આરોહી એ કહ્યું.

"અને હા સાંભળ..મને AS-11 ની બધી અપડેટ્સ આપતી રેહજે"

"ઓકે શોર્ય..બાય"

બે દિવસ માં ત્રણેય મિસાઇલો તૈયાર થાય છે અને નિર્ધારિત સમયે તેમને શોર્ય ની સૂચના અને નિર્દેશ મુજબ લોન્ચ કરવામાં આવે છે.

ત્રણેય મિસાઇલો પોતાની શક્તિ પર ખરી ઉતરે છે અને AS-11 ની દિશા ને બદલવામાં સફળ થાય છે.

AS-11 ની દિશા બદલવાથી તે સીધો પૃથ્વી પર આવવાને બદલે હવે થી 18 કલાક પછી પૃથ્વી થી 10,00,000 કિલોમીટર દૂર રહી ને જ પસાર થઈ જશે.

અને આ સમાચાર સાંભળી ને બધા ના જીવ માં જીવ આવ્યો.બધા એ રાહત નો શ્વાસ લીધો.

બધા સ્પેસ સ્ટેશન થી છૂટા પડે છે.

શોર્ય ઘરે પહોંચે છે.રાત્રે જમી ને ફરી બેડરૂમ તરફ જાય છે.AS-11 ની મુસીબત તો ટળી.પરંતુ હજુ પણ શોર્ય ને કઈક મોટી આફત ના ભણકારા સંભળાઈ રહ્યા હતા. શોર્ય સૂવાની તૈયારી જ કરે છે ત્યાં તેના ફોન ની રીંગ વાગે છે.તે કોલ શાંતનુ નો હતો.

સામેથી શાંતનુ નો અવાજ સંભળાય છે,
"કામ થઈ ગયું છે"

અને ફરી શોર્ય કહે છે,
"Now, It's time to leave the Earth"

શું ખરેખર મુસીબત ટળી હતી કે હવે શરૂ થવાની હતી?
શું આ આફત નો અંત હતો કે આફત નો આરંભ?
જાણો આવતા અંકે.
.
.