1
સવારના સાત થયા હતા.શોર્ય એ ચા બનાવી ને ટીવી ચાલુ કરી અને જોયું તો બધી ચેનલ પર અત્યારે એક જ ન્યુઝ આવી રહી હતી. એક સમાચાર એ આખી દુનિયા માં ખળભળાટ મચાવી દીધી હતો.દરેક સમાચારપત્રો અને ટીવી ચેનલો માં આ સમાચાર આગ ની જેમ ફેલાય રહ્યા હતા.
શોર્ય એ તરત જ આરોહી ને કોલ કર્યો,
"સવાર સવાર માં શું કોલ કર્યો શોર્ય!" આરોહી એ ઊંઘ માં કહ્યું.
"જલ્દી થી ટીવી ઓન કર!" શોર્ય એ જરાક ગુસ્સા અને ઉશ્કેરાટ થી કહ્યું
"હા કરું છું ઓન પણ થયું શું છે એ તો કે"
"એનો સમય નથી તું જલ્દી થી ટીવી ઓન કર અને જો" શોર્ય એ કહ્યું.
ટીવી ઓન થયું અને બધી ચેનલો પર એક જ ન્યુઝ;
પૃથ્વી ના આકાર જેટલો એક મોટો એસ્ટરોઇડ પૃથ્વી ની તરફ આવી રહ્યો હતો. એની ગતિ પરથી વૈજ્ઞાનિકો એ અનુમાન લગાવ્યું હતું કે તેને પૃથ્વી સાથે અથડાવા માં ફક્ત 7 દિવસો લાગે એમ છે.બધા ના મગજ માં અત્યારે એક જ વાત ફરી રહી હતી કે "હવે શું?"
શોર્ય એ સ્પેસ સ્ટેશન પર સંપર્ક કર્યો અને માહિતી ની તપાસ કરી કે શું સાચે જ 7 દિવસ માં પૃથ્વી નો અંત થવાનો છે? પણ માહિતી સાચી હતી.
શોર્ય ફટાફટ તૈયાર થઈ તેની લેબ પહોંચ્યો. થોડી વાર માં આરોહી પણ ત્યાં પહોંચી.
શોર્ય અને આરોહી બંને એક સ્પેસ એજન્સી માટે સાથે કામ કરે છે.આગળ પણ તેમને ઘણા એસ્ટરોઇડ થી પૃથ્વી ને બચાવી હતી.પરંતુ આ વખતે વાત કઈક જુદી હતી.આવી ઘટના પેહલા ક્યારેય બની નહોતી.
બંને એ બારીકાઇ થી બધી ઇન્ફોર્મેશન ને ચકાસી પણ શોર્ય ને કઈક અજુગતું લાગ્યું.
"અચાનક થી આટલો મોટો એસ્ટરોઇડ આવી જ ક્યાંથી શકે?" શોર્ય એ સહેજ ગુસ્સા માં કહ્યું.
"હા શોર્ય મને પણ એ જ નથી સમજાતું કે આટલો મોટો એસ્ટરોઇડ આપણા સૌરમંડળમાં સંભવ જ નથી"
" હા , આપણાં સૌરમંડળમાં મોટા માં મોટો એસ્ટરોઇડ ૯૪૦ કિમી નો વ્યાસ ધરાવે છે"
"નક્કી શોર્ય તે આપણા સૌરમંડળની બહાર થી આવ્યો છે"
"પરંતુ આટલો મોટો એસ્ટરોઇડ સૌર મંડળ ની બહાર પણ હોય તો એ આપણી નજર માં આવ્યા વિના રહે નહીં"
ત્યાં આરોહી ના ફોન ની રીંગ વાગે છે. એ કોલ સ્પેસ સ્ટેશન થી આવ્યો હતો.આરોહી કોલ રિસિવ કરે છે.
"તારું અનુમાન સાચું છે, સૌરમંડળ થી આશરે ૧૦૦ મિલિયન માઈલ દુર એક વિસ્ફોટ...."
"તો નક્કી જ તે એ વિસ્ફોટ ના કારણે જ આપણા સૌરમંડળ સુધી પહોંચ્યો છે આરોહી" શોર્ય એ આરોહી ની વાત ને વચ્ચે થી જ અટકાવતા કહ્યું
"શોર્ય, મને મારી વાત તો પૂરી કરવા દે" આરોહી એ અણગમા સાથે કહ્યું.
"અચ્છા સોરી! બસ..હવે આપણે કામ ની વાત કરીએ?"
"હા પણ મને હજુ એક વાત મૂંઝવે છે કે આ વિસ્ફોટ શેના કારણે થયો હશે? "આરોહી એ કહ્યું.
"અત્યારે તેના વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી."શોર્ય એ ગંભીરતા થી કહ્યું
"હા,આપણે ગમે તેમ કરીને તે એસ્ટરોઇડ ને પૃથ્વી સુધી પહોંચતા અટકાવવો પડશે નહીંતર 7 દિવસ માં જ આપણી પૃથ્વી નું નામોનિશાન મટી જશે!"
"આપણી પાસે બે રસ્તા છે. એક રસ્તો છે કે આપણે તે એસ્ટરોઇડ ને તોડી ને નાના નાના ટુકડા કરી દઈએ અને બીજો રસ્તો છે આપણે તેની દિશા બદલી દઈએ જેથી તે પૃથ્વી થી દૂર રહી ને પસાર થઈ જાય."
"પણ શોર્ય આપણી પાસે એટલી હાઈ ટેક મિસાઈલો નથી જેના થી એક પૃથ્વી ના આકાર જેટલા એસ્ટરોઇડ ને તોડી શકાય."
"યેસ રાઇટ , તો આપણી પાસે હવે એક જ રસ્તો બાકી રહે છે.ગમે તેમ કરી ને આપણે તેની ડાયરેક્શન ચેન્જ કરવી પડશે!" શોર્ય એ કઈક મુંઝવતા જવાબ આપ્યો.
શોર્ય ના મગજ માં આવનારી આફત વિશે શંકાઓ તોળાઈ રહી હતી.શોર્ય ના મગજ માં અત્યારે હજારો વિચારો એક સાથે ઘૂમી રહ્યા હતા.અને અચાનક શોર્ય ના મોઢા માંથી શબ્દો સરી પડ્યા,
"It's time to leave the Earth"
શું શોર્ય અને આરોહી એ રાક્ષસી એસ્ટરોઇડ ની દિશા ફેરવવા મા સફળ થશે? કે પછી પૃથ્વી નો વિનાશ નિશ્ચિત છે? શું હવે કશું જ થઈ શકે તેમ નથી?
.
.
.