૨
શોર્ય અને આરોહી બંને આ રાક્ષસી એસ્ટરોઇડ ની કેવી રીતે ડીરેક્શન ચેન્જ કરવી એના પર ચર્ચા કરી રહ્યા છે.
"મારા માઈન્ડ માં અત્યારે એક રીત છે જેનાથી આપણે તેની પોઝિશન ચેન્જ કરી શકીશું" શોર્ય એ કહ્યું.
"કેવી રીતે ? "
" જો આરોહી, ન્યુટન ના પેહલા નિયમ અનુસાર જ્યાં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ ના લગાડવામાં આવે ત્યાં સુધી જે વસ્તુ ગતિ માં હોય એ ગતિ માં જ રહે છે ને સ્થિર હોય તે સ્થિર જ રહે છે"
"હા પણ એ તો ખબર જ છે મને"
"અરે પણ મને આખી વાત તો કહી લેવા દે.પછી તારે જે કેહવુ હોય તે કહેજે"
"હા સારું , નહિ બોલું વચ્ચે બસ"
"હા , તો હું કહેતો હતો કે પૃથ્વી પર હમેશાં એક બાહ્ય બળ લાગતું હોય છે જે છે ગુરુત્વાકર્ષણ બળ,પરંતુ સ્પેસ માં કોઈ બાહ્ય બળ નથી લાગતું હોતું."
" હા ત્યાં તો કોઈ પણ ગતિમાન વસ્તુ ને છોડી દેવામાં આવે તો તે અનંત કાળ સુધી આગળ ને આગળ ગતિ કર્યા જ કરશે"
"બિલકુલ રાઈટ.આપણે તે જ નિયમ નો ઉપયોગ કરીશું .આપણે એ એસ્ટરોઇડ ને....."
" આ શું ઘડીએ ઘડીએ એસ્ટરોઇડ એસ્ટરોઇડ કેવાનું.વારે ઘડીએ એસ્ટરોઇડ એસ્ટરોઇડ સાંભળી ને માથું દુખવા લાગ્યું છે મારું.આને કઈક નામ આપી દઇએ તો, શું કેહવુ છે તારું ?આરોહી એ શોર્ય ની વાત ને વચ્ચે થી જ અટકાવતા કહ્યું,
"વાત તો તારી બરાબર છે.આપણે કઈક નામ વિચારવું પડશે આનું"
" હું એક નામ આપુ?" આરોહી એ કહ્યું.
"હા આપ ને!"
"મે વિચાર્યુ છે કે આ એસ્ટરોઇડ નું નામ આપણે આપના નામ પરથી જ રાખીએ"
"એ કેવી રીતે?!"
"જો મારા નામ નો પેહલો આલ્ફાબેટ A અને તારા નામ નો પેહલો આલ્ફબેટ S અને આ આપણું 11 મુ મિશન છે.તો આપણે આનું નામ AS-11 રાખીએ!"
"અરે વાહ! તો હવે થી આપણે તેને AS-11 કહેશું
"હોવ!" આરોહી એ ખુશ થઈ ને કહ્યું.
"તો હું કહેતો હતો કે આપણે એ જ નિયમ નો ઉપયોગ કરી ને AS-11 ની પોઝિશન ચેન્જ કરીશું"
"પેહલા તો આપણે એક શક્તિશાળી મિસાઈલ તૈયાર કરવી પડશે.જેનાથી ખાસ્સો એવો મોટો વિસ્ફોટ કરી શકાય."
"પણ એ શેના માટે ?" આરોહી એ પૂછ્યું.
"આપણે AS-11 પર નહિ પણ તેની ઠીક બાજુ માં વિસ્ફોટ કરીશું જેના થી એક એક્સટર્નલ ફોર્સ જનરેટ થશે અને એના થી AS-11 ની ડીરેક્સન ચેન્જ થઈ જશે, જેવી રીતે એક બોલ ની ડીરેક્સન ને બેટ ના એક્સટર્નલ ફોર્સ થી ચેન્જ કરીએ છીએ"
"તો પણ એ એટલો મોટો છે કે એ ખસે તો પણ એ પૃથ્વી ની એક દમ નજીક થી પસાર થાય"
"હમમ.." શોર્ય એ કઈક વિચાર કરતા કરતા જવાબ આપ્યો.
" યેસ યું આર રાઈટ ! આપણે એક નહિ પણ 3-3 મિસાઈલ જોઈશે.અને એ પણ આપણે 3 વખત અલગ અલગ જગ્યા એ અને અલગ અલગ ટાઇમ એ વિસ્ફોટ કરવો પડશે"
"ઓકે શોર્ય,હું હમણાં જ સ્પેસ સ્ટેશન પર જાણ કરું છું કે તેઓ 3 પાવરફુલ મિસાઈલ જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી તૈયાર કરે"
ત્યાર પછી શોર્ય અને આરોહી બંને લેબ થી છૂટા પડે છે.
શોર્ય તેના ઘરે પહોંચે છે.
શોર્ય ના મન મા હજુ કઈક ચાલી રહ્યું હતું જે તેના મન ને શાંત નહોતું થવા દેતું. શોર્ય હજુ એ AS-11 ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો એના રહસ્ય ને જાણી શક્યો ન હતો.
શોર્ય રાતે જમીને પોતાના વિશાળ બેડ રૂમ માં જાય છે.ચારે તરફ તારાઓ, સૌરમંડળ,ગેલેક્સી વગેરે ના ચિત્રો બનાવેલા છે. ટેબલ પર રીસર્ચ પેપર નો ઢગલો પડ્યો છે.ટેબલ પર રોકેટ નું ડેમો મોડેલ પડ્યું છે. કબાટ આખો મેડલો થી સજેલો છે. દીવાલો પર સર્ટિફિકેટો ની ફોટો ફ્રેમ મઢાવેલી છે.
શોર્ય સૂવાની કોશિશ કરે છે પરંતુ એ એક વિચાર તેને જંપવા દેતું નથી કે તે
AS-11 આવ્યો ક્યાંથી? શું એ વિસ્ફોટ ના લીધે જ આવ્યો હશે? તો એ વિસ્ફોટ થયો શેના કારણે? આ બધા વિચારો તેને સુવા નહોતા દેતા.
એકા એક શોર્ય ઉઠે છે ને બહાર ની ખુલ્લી ઓરડી માં જાય છે જ્યાં તેનું શક્તિશાળી ટેલિસ્કોપ પણ છે.જેના થી તે સ્પેસ ને નજીક થી જોવાની કોશિશ કરે છે.
શોર્ય તે ટેલિસ્કોપ થી AS-11 ને જોવાની કોશિશ કરે છે.થોડી વખત માં ટેલિસ્કોપ નો લેન્સ સેટ થયો.હવે AS-11 ને સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. શોર્ય તેનું નિરીક્ષણ કરવા માં મગ્ન થઈ જાય છે. અચાનક તેને કઈક નિરીક્ષણ કર્યું.એને એવું કઈક દેખાયું જે બીજા બધા એસ્ટરોઇડ થી તદન અલગ હતું અને ફરી શોર્ય ના ચેહરા ની રેખાઓ તંગ થાય છે અને મોઢા માંથી શબ્દો સરી પડે છે...
"It's time to leave the Earth"
.
.
.
શું દેખાયું હતું શોર્ય ને? કેમ શોર્ય ના મોઢા માંથી ફરી આ શબ્દો નીકળ્યા ? શું શોર્ય ને આવનારા સમય માં ખરેખર પૃથ્વી નો વિનાશ દેખાઈ રહ્યો હતો?
.
.
.