જીવન નો સંગાથ પ્રેમ - 18 Surbhi Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન નો સંગાથ પ્રેમ - 18

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-૧૮
જય શ્રી કૃષ્ણ મિત્રો ,આગળ ના ભાગ માં જોયું કે રાહુલ અને સંજના એકબીજાને મળીને પ્રેમ થી વાતો કરે છે..અને અચાનક રાહુલ સંજના ની સામે ઘૂંટણીએ બેસીને propose કર્યું કે શું તું મારા પ્રેમ નો સ્વીકાર કરીશ? હવે આગળ....
સંજના રાહુલ ને આ રીતે જોઈને ચોંકી જાય છે...અને બોલવા લાગે છે રાહુલ ને કે તું આ શું કરે છે?ને એનાં મન માં એક જાત ની ખુશી પણ હોય છે..કે રાહુલ એને આ રીતે propose કરે છે...મનોમન હરખાતી હોય છે...કેમ કે આ રીતે એને આજ સુધી કોઈએ એટલુ મહત્વ આપ્યું નહોતું...સંજના બસ રાહુલ ને જોયાં જ કરતી હોય છે...રાહુલ એને પૂછવા લાગ્યો,કે સંજના કેમ આ રીતે જોવે છે?કેમ કાઇં બોલતી નથી...સંજના પણ ઘૂંટણથી બેસીને રાહુલ ની સામે બેસી જાય છે...અને રાહુલ એ આપેલું રોઝ લઈ લે છે...અને hug કરી લે છે.... અને કહે છે.. કે હા હું તારા પ્રેમ નો સ્વીકાર કરું છું.. અને જિંદગીભર તારો સાથ નિભાવીશ...આટલું બોલીને એનાં આંખ માં થી આંસુ પડી જાય છે...અને રાહુલ સંજના નાં આંસુ લૂછે છે.....
રાહુલ:સંજુ ચલ ice cream ખાવાં જઈએ.....તને કયો ice cream ભાવે?
સંજના:હા ચલ ખાઈએ...મને તો વેનીલા,ચોકલેટ,મેંગો ભાવે....
રાહુલ:ઓહો,,,,આટલાં બધા ફ્લેવર ભાવે તને....મને તો ખાલી ચોકલેટ ભાવે...
સંજના:હા તો ચલ ચોકલેટ ખાઈએ...તને ભાવે છે... એ ખાઈએ...
રાહુલ:કેમ તારે મારી favourite ice-cream ખાવી છે?
સંજના:કેમ કે તને ભાવે છે ...મને તો ઘણી બધી ફ્લેવર ભાવે છે...અને તને એક જ ભાવે છે ... તો તારું જ ફેવરીટ ખાઈશું..
રાહુલ:સારું,ચલ ખાઈએ..
રાહુલ અને સંજના ચોકલેટ આઇસક્રીમ ખાય છે.... અને બંને સાથે વાત કરતાં હોય છે....રાહુલ સંજના ને પૂછે છે કે તું ઘરે શું કહીને આવી છે?સંજના કહે છે કે મમ્મી ને એમ કહીને આવી છું..કે હું મારા ફ્રેન્ડ્સ ને મળવા માટે જાઉં છું.. આ સાંભળીને રાહુલ હસવા લાગે છે...સંજના પૂછે છે કે કેમ હસે છે?રાહુલ કહે છે કે તે બહાનું તો જો કાઢ્યું છે એ...કે મારા ફ્રેન્ડ્સ ને મળવા જાઉં છું... અહિયાં આપણાં બંને સિવાય બીજું કોઈ દેખાય છે?સંજના કહે છે.... ના....રાહુલ કહે છે તો પછી ... પછી રાહુલ ફરીથી હસવા લાગે છે...સંજના પૂછે છે...કે કેમ હસે છે?રાહુલ કહે છે..કે હું પણ એ જ કહીને આવ્યો છું.. ને બીજું એ પણ કહીને આવ્યો છું... કે હું interview આપવાં જાઉં છું... આ સાંભળીને સંજના પણ હસવા લાગે છે...બંને હસવા લાગે છે...બંને આઇસક્રીમ ખાઈને ફરીથી આગળ ચાલવા લાગે છે...અને પછી ૪ વાગી જાય છે... ને રાહુલ ની ટ્રેન નો સમય થઈ જાય છે... ને રાહુલ કહે છે..કે સંજુ મારી ટ્રેન નો સમય થઈ ગયો છે... હવે મારે જવું પડશે.... સંજના પૂછે છે કે જવું જ પડશે?રોકવાય એવું નથી થોડીવાર?રાહુલ કહે છે...કે ના સંજુ જવું પડશે મારે કેમ કે આના પછી બીજી કોઈ ટ્રેન નથી...છૂટી જશે તો મારે અઘરું પડી જશે...સંજના કહે છે...કે સારું તને જવાનું મોડું થતું હોય તો જા... કેમ કે તને તકલીફ થશે તું ક્યાં જઈશ પછી?ને તારા મમ્મી-પપ્પા રાહ જોતાં હશે તારી....હું આવું છું તારી સાથે તને સ્ટેશન મૂકવા માટે...રાહુલ બહું ના કહે છે તો પણ સંજના માનતી જ નથી... ને આખરે રાહુલ એ માનવું જ પડે છે..અને સંજના એને મૂકવા માટે સ્ટેશન જાય છે... બંને જણ વાતો કરતાં કરતાં સ્ટેશન જાય છે... અને ટ્રેન ની રાહ જોતાં બેઠાં હોય છે...
બંને સ્ટેશન ના બાંકડા પર એકબીજા ના હાથ માં હાથ નાખીને બેઠાં હોય છે... અને સંજના ની આંખ માંથી થોડું પાણી પડવા લાગે છે..રાહુલ અચાનક જોવે છે અને કહેવા લાગે છે...કેમ રડે છે? સંજના કહે છે...કે આમ તું ઘરે જાય છે... પણ મારૂ મન માનતું નથી... તને જવા નથી દેવો... પણ જવા દેવો પડશે..ખબર નહીં હવે ક્યારે મળવાનું થશે?શું ખબર?રાહુલ કહે છે કે અરે ગાંડી,હું કઈ મળવા નથી આવાનો તને એમ થોડી છે?હું આવીશ ને તને મળવા બહું જલ્દી.... તો પણ અત્યાર નું શું ?મારે ક્યાં સુધી રાહ જોવાની?રાહુલ કહે છે...કે ચિંતા ના કર હું બહું જલ્દી આવીશ મળવા માટે... એટલા માં ટ્રેન આવી જાય છે...અને રાહુલ સંજના નો હાથ છોડી પણ શકતો નથી.. પણ એ શું કરતો...એને જવું પડે એવું હતું ... એટલે એને સંજના નાં આંસુ લૂછે છે.. અને માથા પર kiss કરીને જાય છે...અને ટ્રેન માં ચઢી જાય છે...ને સંજના અને રાહુલ એકબીજાને bye કહે છે... અને ધીરે-ધીરે થી રાહુલ સંજના થી દૂર થતો જાય છે...જેમ જેમ ટ્રેન દૂર થતી જાય છે...અને સંજના હાથ થી રાહુલ ને bye કહે છે.. અને છેલ્લે ટ્રેન અદ્રશ્ય થઈ જાય છે... અને સંજના સ્ટેશન થી ઘરે જવાં નીકળી જાય છે... ઓટો માં બેસી જાય છે... અને જે આજ નાં દિવસે રાહુલ સાથે જે moments થઈ એ બધાં વિચારો માં ખોવાઈ જાય છે.....
શું લાગે છે...મિત્રો...રાહુલ અને સંજના ની પ્રેમકહાની આગળ ક્યાં સુધી પહોંચશે?જાણવા માટે વાંચતાં રહો જીવન નો સંગાથ પ્રેમ....મિત્રો તમારા મંતવ્યો આપવાં માટે તમે મને માતૃભારતી નાં ઇનબોક્સ માં કહી શકો છો..Comments કરી શકો છો... ને મને instragram પર પણ follow કરી શકો છો....surbhi.parmar.581 પર....