પરાગિની 2.0 - 29 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 29

પરાગિની ૨.૦ - ૨૯




પરાગ અને રિની બંને વાત કરતા હોય છે અને એક છોકરી આવી બંનેની વચ્ચે પરાગ તરફ મોંઢુ કરી ઊભી રહી જાય છે અને પરાગને મોટી સ્માઈલ આપે છે. રિની પહેલા ચોંકી જાય છે અને જોઈ છે કે તે છોકરી પરાગને જ જોયા કરતી હોય છે. રિની બોલે છે, આ છોકરીને હું નથી દેખાતી કે શું? વચ્ચે આવીને ઊભી રહી ગઈ..!

પરાગ રિની તરફ જોઈ છે, પરાગને સાફ દેખાય છે કે રિનીને જલન થાય છે અને તે અકળાઈ રહી છે. પરાગ રિનીને વધુ અકળાવવા તે છોકરી તરફ જોઈ નાની સ્માઈલ આપે છે. રિની પરાગ તરફ જોઈ છે અને તે જોઈ રિની તરત તે છોકરીને પોતાની તરફ કરી કહે છે, તને ભગવાને મોટી આંખો આપી છે તો દેખાતુ નથી કે અહીંયા કોઈ ઊભું છે?

તે છોકરી કહે છે, તમે કોણ છો?

રિની તેનો ડાબો હાથ તે છોકરી સામે બતાવી કહે છે, આ રીંગ દેખાય છે ને..! તે આ માણસે જ મને પહેરાવી છે.. રિની પરાગ તરફ ઈશારો કરતાં કહે છે...

તે છોકરી બિંદાસ જવાબ આપતા કહે છે, હા, તો એમાં શું છે?

આ સાંભળી રિનીને ગુસ્સો આવે છે અને તે એ છોકરીને હળવેથી ધક્કો મારતાં કહે છે, જ્યાંથી આવી છેને ત્યાં પાછી જતી રહે...

તે છોકરી રિનીને કહે છે, તારી મિલકત હોય એમ રોફ જમાવે છે....

રિની ગુસ્સામાં કહે છે, હા, મારી મિલકત છે અને આ માણસ પણ મારો જ છે... જતી રહે નહીં તો ગુસ્સામાં હું તારી સાથે શું કરીશ તે જ મને ખબર નથી...!

પરાગ રિનીને રોકે છે અને તે છોકરીને જવાનું કહે છે...

રિની પરાગને કહે છે, એ છોકરીની હિંમત કેવી રીતે થઈ?

પરાગ- હિંમત તો સિમિતની પણ થઈ... તું સિમિત સાથે આવી?

રિની- ના, મને એ લીફ્ટમાં મળ્યો....

પરાગ- એ તારા કમર પર હાથ મૂકવા જતો હતો... એની હિંમત કેવી રીતે થઈ... એને ભરપાઈ તો કરવી જ પડશે...!

રિની પરાગને રોકતા કહે છે, પરાગ અત્યારે નહીં... બધા છે...

પરાગ- અત્યારે જ....

પરાગ ત્યાંથી સીધો સિમિત પાસે જાય છે અને કહે છે, જરાં આમ તો જો...

આટલું કહી પરાગ સીધો સિમિતનાં મોં પર મુક્કો મારે છે.... સિમિત જમીન પર પડે છે.

બધા પરાગ અને સિમિતને જોતા રહી જાય છે.

જૈનિકા ત્યાં જ ઊભી હોય છે તે પરાગને કહે છે, આ શું કર્યુ?

પરાગ- એણે જે કર્યું છે ને તેની આ ભરપાઈ હતી... આજ પછી મને આ કંપનીમાં દેખાવો ના જોઈએ અને આપણો કોન્ટ્રાક્ટ પૂરો આની સાથે...!

આટલું કહી પરાગ રિનીનો હાથ પકડી ત્યાંથી જતો રહે છે.


સમર પણ ઘરે જવા નીકળે છે. ઘણા સમયથી સમર અને નિશાની લવસ્ટોરી અટકી પડી હોય છે. સમર તેની મમ્મીના પ્રોબ્લમ અને પરાગની મદદમાં વ્યસ્ત થઈ ગયો હતો... નિશાને સમર સાથે પ્રેમ થઈ ગયો હોય છે પણ તે કહી નથી શકતી.. તે વચ્ચે એક વખત સમરને તેની દિલની વાત કહેવા ફોન કરે છે પણ તે વખતે સમર થોડો ગુસ્સામાં હતો અને તે ગુસ્સો તે નિશા પર ઊતારી દે છે... તે વખતથી લઈને આજ દિન સુધી નિશા સમરને ફોન નથી કરતી અને વાત કરવાનો પ્રયત્ન નથી કરતી..! સમરને પછીથી અહેસાસ થાય છે કે તેને નિશા સાથે ખોટું કર્યુ તેથી તે નિશાને ફોન કરે છે પણ નિશા જવાબ નથી આપતી હોતી... ત્યારબાદ તેને એવો સમય નથી મળતો કે નિશા સાથે શાંતિથી બેસીને વાત કરી તેને સમજાવે... અને એમાં પાછું પરિતા સમરની ગર્લફ્રેન્ડ હતી તેવી વાત બહાર આવતા નિશાને લાગી આવે છે... જો કે તે વાત ખોટી હતી તે વાત પાછળથી જાણવા મળે છે. તે વાત જાણી નિશાને પણ સારૂં લાગે છે.

નિશા હોસ્પિટલથી સાંજે ઘરે આવી હોય છે. દાદાને દાદીની યાદ આવતી હોવાથી તેઓ જ્યૂસની બોટલમાં વ્હીસ્કી લઈ આવ્યા હોય છે અને ટેબલ પર તે બોટલ મૂકી તેમના રૂમમાં ગયા હોય છે. નિશા ઘરે આવે છે તે રસોડામાં પાણી પીવા જાય છે અને ટેબલ પર જ્યૂસની બોટલ જોતા તે ખોલી એક ઘૂંટ પીવે છે. તેને પહેલા તેનો ટેસ્ટ અજીબ લાગે છે પણ પછી સારુ લાગતા એક ગ્લાસમાં કાઢી ગ્લાસ લઈ રૂમમાં જતી રહે છે.

દાદા બહાર તે બોટલ લેવા આવે છે અને જોઈ છે તે બોટલમાં વ્હીસ્કી અડધી જ થઈ ગઈ હોય છે.. દાદા વિચારે છે કે કોણ પી ગયું હશે? ત્યારબાદ બહુ વિચાર ના કરતા દાદા બોટલ લઈ તેમની રૂમમાં જતા રહે છે.

નિશા તેની રૂમમાં જઈ બેસીને એક જ ઘૂંટમાં આખો ગ્લાસ પી જાય છે. થોડી વાર પછી તે ઊભી થવા જાય છે પણ તે લથડીયા ખાતી ઊભી થાય છે અને ધીમે ધીમે હસ્યા જ કરતી હોય છે. નિશા તેનો ફોન હાથમાં લે છે અને સમરનો ફોટો ખોલી તેનો જોઈને કહે છે, મને મારા દિલની વાત કહેવા પણ ના દીધી.. હંહ શું સમજે છે તું? આજે તો તને મારા દિલની વાત કહીને જ રહીશ...!

નિશા જેકેટ પહેરે છે, સ્કાર્ફ નાંખી અને સાઈડ બેગ લઈ સમરનાં ઘરે જવા નીકળે છે. સિક્યોરિટી નિશાને ઓળખતી હોવાથી તેને અંદર જવા દે છે.. નિશા ઘરમાં જવાને બદલે પાછળ ગાર્ડનમાં જાય છે. નિશા ગાર્ડનમાં જઈ સમરને બૂમ પાડે છે. સદભાગ્યે ઘરમાં શાલિની નથી હોતી અને દાદી પણ નથી હોતા ફક્ત નોકરો જ ઘરમાં હોય છે.

નિશા નશામાં હોય છે અને બૂમ પાડતા કહે છે, ઓ સમર શાહ... ક્યાં છે તું? અહીંયા આવ મારે તને કંઈક કહેવું છે...

સમર તેની ગાડી પાર્ક કરી ઘરમાં જતો હોય છે પરંતુ તેને નિશાનો અવાજ ગાર્ડન તરફ સંભળાતા ત્યાં જાય છે અને નિશા બૂમો પાડીને બોલતી હોય છે તે સાંભળે છે અને તેની પાછળ જઈને ઊભો રહે છે અને કહે છે, હા, હું અહીંયા જ છુ... સાંભળું છું બોલ શું કહેવું છે..?

નિશા સમરનો અવાજ સાંભળી પાછળ ફરે છે. સમર જોઈ છે કે નિશા હાલ્યા ડોલ્યા કરે છે... તેને શંકા જાય છે કે નિશા ક્યાંક પી ને તો નથી આવીને?

નિશા મોટી મોટી આંખોથી સમરને જોયા કરતી હોય છે... સમર તેને જોઈ હસે છે.. તેને નિશાની આ મોટી મોટી આંખો જોઈ હસવું આવી જાય છે અને નશામાં તેને નિશા બહુ જ ક્યૂટ લાગતી હોય છે. સમરને હસતા જોઈ નિશા પણ હસી પડે છે.. નાના છોકરાની જેમ નિશા હસતી હોય છે.

સમર તરફ જોઈ નિશા કહે છે, તું તો હવે મારા વિચારોમાં પણ દેખાવા લાગ્યો છે... પહેલા તો ફક્ત સ્વપ્વમાં જ આવતો હતો અને હવે.... પણ છે ને.. તું વિચારોમાં બહુ જ હેન્ડસમ લાગે છે....

સમર નિશાને મસ્ત એવી પ્રેમ ભરી સ્માઈલ આપતા કહે છે, નિશા... હું તારા વિચારોમાં નહીં... સાચેમાં જ અહીં ઊભો છું.

નિશા કહે છે, તો પકડી લે મને.... હું તો.... આટલું બોલતા જ નિશા બેહોશ થઈને નીચા પડવા જતી હતી કે સમર તેને આવીને પકડી લે છે. સમર નિશાને ઊંચકીને તેની રૂમમાં લઈ જાય છે અને બેડ પર સૂવડાવે છે.

નિશા જ્યાં સુધી નથી ઊઠતી ત્યાં સુધી સમર તેની પાસે જ બેસી રહે છે.

બે કલાક બાદ નિશા ઊઠે છે અને સામે સમરને જોતા ચોંકી જાય છે. તે સમરને પૂછે છે, સમર તુ મારા બેડરૂમમાં કેમનો?

સમર નિશાના વાળ સરખા કરતાં કહે છે, હું તારા બેડરૂમમાં નથી.. તું મારા બેડરૂમમાં છે.

નિશા આમતેમ જોઈ છે અને ધીમે રહીને બેઠી થાય છે. તે આંખ બંધ કરીને યાદ કરે છે કે તેને શું કર્યુ હતુ..!

નિશા- મેં જ્યૂસ પીધુ હતુ ને પછી મને નથી ખબર કે મેં શું કર્યુ પણ હું ગાર્ડનમાં કંઈક બોલતી હતી... તુએ સાંભળ્યુ હતુ? ઓહ નો.... પણ કંઈ વાંધો નહીં હુ એ વાત જ કહેવા આવી હતી...

રિની અટકી અટકીને બોલતી હતી..

સમર સિરીયસ થવાનું નાટક કરતા કહે છે, એ તે જે કર્યુ એના લીધે હું આપણી દોસ્તી તોડવા માગું છું....

નિશાને ધ્રાસકો પડે છે અને કહે છે, કેમ શું થયુ? મને ખબર છે કે હું થોડુ વધારે બોલી ગઈ હઈશ પણ....

સમર નિશાની વાત પૂરી પણ નથી થવા દેતો અને નિશાના હોઠ પર તેના હોઠ મૂકી દે છે. નિશા તો તેની આંખો મોટી કરી સમરને જોઈ રહે છે અને પછી સમરને સાથ આપે છે... સમર નિશાને કહે છે, કેમ કે તને હું મારી ગર્લફ્રેન્ડ બનાવવા માગું છુ...

નિશા શરમાય જાય છે અને તેનું માથું સમરની છાતી પર ઢાળી દે છે... સમર પણ તેને જોરથી હગ કરી લે છે અને કહે છે, મને મારો જવાબ મળી ગયો...!


પરાગ અને રિની વચ્ચે થોડી અનબન થઈ જાય છે. પરાગ રિનીને સિમિતથી દૂર રહેવાનું કહે છે.. તેને સમજાવે છે કે કેમ તેને પાર્ટીમાં આવવાની ના પાડી હોય છે. પરાગ સિમિતને ઓળખી ગયો હોય છે અને પરાગને ખબર હોય છે કે રિની નાદાન છે તે આવી વ્યક્તિને ઓળખી નથી શક્તી તેથી કે રિનીને સિમિતથી દૂર રાખવાં માંગતો હોય છે પરંતુ રિની સમજતી નથી હોતી અને બંને વચ્ચે થોડું બોલવાનું થઈ જાય છે.


આ બાજુ પરિતા જે ખાવા-પીવાનું લાવી હોય છે તે જમ્યા બાદ લીનાબેનની તબિયત બગડી જાય છે. પરિતા લીનાબેનને કહે છે, મેં તમને ના કહ્યુ હતું કે ના પીશે પણ મારી વાત માનતા જ નથી તમે...

લીનાબેન- એક કામ કર... મારી દવા મને આપ..

પરિતા- અત્યારે ક્યાંથી દવા લાવું?

લીનાબેન- ગમે ત્યાંથી લઈ આવ... મને દવા જોઈશે...

પરિતા- ઠીક છે... આ છેલ્લી વખત મદદ કરું છુ... પછી હું કોઈ મદદ નહીં કરુ...

પરિતા આટલું કહી દવા લેવા જતી રહે છે.

અડધો કલાક બાદ પરિતા પાછી આવે છે ત્યારે રિસેપ્સન પર જે માણસ હોય છે તે પરિતાને રોકે છે અને કહે છે, તમારું ચેક આઉટ થઈ ગયું છે... તમારી સાથે જે લેડી હતી તે આ સામાન મૂકીને જતી રહી છે....

આ સાંભળી પરિતાને શોક લાગે છે.




લીનાબેન ક્યાં જતા રહ્યા હશે? શું પરાગ તેની મમ્મી સુધી પહોંચી શકશે?

પરાગ અને રિની વચ્ચે આવી અનબન ચાલ્યા જ કરશે કે પછી તેઓ એક વ્યવસ્થિત જીંદગી જીવી શકશે?

સિમિત પરાગ અને રિનીની લાઈફમાં કયુ નવું તોફાન લાવશે?

જાણવા માટે વાંચતી રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૦