આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-18 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-18

આસ્તિક"
અધ્યાય-18
આસ્તિકે માતા જરાત્કારુની આજ્ઞા લઇને ઋષિપુત્ર સાથે જંગલમાં સુગંધીત હવનસામગ્રી એકઠી કરવા ગયાં. બંન્ને જણાં વાતો કરતાં કરતાં જંગલાં જઇ રહ્યાં હતાં. જાતજાતનાં નાના સુંદર છોડમાંથી સુગંધીત દ્રવ્યો એકઠાં કરતાં જતાં હતાં. ગુગળ, જાવંત્રી, કેવડો વગેરે એકઠા કરતાં જતાં હતાં એક આખો છાબ ભરીને આસ્તિક આગળ વધી રહેલો ત્યાં એણે જુદીજ જાતનું વિચિત્ર રંગબે રંગી વૃક્ષ જોયું એનાં પર્ણનો રંગ જાણે બદલાતો હતો એને તાજ્જુબ થયું કે આવું કેવું વૃક્ષ.
એમાં એટલાં આકર્ષક સુંદર ફૂલો હતાં અને ખાસ તો એમાંથી માદક સુગંધ આવી રહી હતી જે મનને મોહીને તરબતર કરી રહેલી. ઋષિપુત્ર અને આસ્તિક બંન્ને જણાં આકર્ષાઇને એ તરફ વળી ગયેલાં અને વૃક્ષની સામે મંત્રમુગ્ધ થઇને ઉભા હતાં.
વૃક્ષ થોડું વિચિત્ર હતુ તેથી એનાં ફૂલોને તુરંત સ્પર્શ ના કર્યો. આસ્તિક વિચારવા લાગ્યો કે આવુ તો વૃક્ષ પ્રથમ વાર જોઇ રહ્યો છું પિતાજીએ પણ ક્યારેય આવો ઉલ્લેખ નથી કર્યો. એને અચરજ થઇ રહ્યું હતું એણે મનોમન ધ્યાન ધર્યુ પણ એને સમજાતુ નહતુ એણે હાથ જોડીને નમામી દેવી વનસ્પતયે કહીને પણ પ્રાર્થના કરવા માંડી અને વિનંતી કરી કે આપ કોણ છો આપનાં ગુણો આપ પોતેજ સમજાવો આવું સુંદર સ્વરૂપ-આકર્ષક પર્ણ, પુષ્પ અને ગોળ ગોળ રંગીન ફળ જેમાંથી, રસ ઝરે છે અને માદક સુગંધથી મન તુપ્ત થયુ છે આપનું નામ શું છે ?
આસ્તિક અને ઋષિપુત્ર, બંન્નેની આંખો બંધ છે પ્રાર્થનામાં પરોવાયેલાં છે અને આસ્તિકની નજર સામે એક ઋષિ પ્રગટ થયાં એવી મહાન વિભુતી તેજ તેજનાં ભંડાર સમા. મંદ મંદ હસતાં બેવ પુત્ર આસ્તિક આંખો ખોલી આ ઇશ્વરે રચેલું કલ્પવૃક્ષ છે અને હું ઋષિધન્વતરી છું આ જંગલ અને ઔષધ વનસ્પતિને હું ઉછેરુ નિમાર્ણ કરુ છું.
આસ્તિક તો સીધો એમનો ચરણમાં પડી ગયો ભગવાન ધન્વતરી આપ સાક્ષાત મારી સામે છો આપને કોટી કોટી નમસ્કાર. આ અદભૂત અને આકર્ષક વૃક્ષ જોઇને મને ખૂબ આશ્ચર્ય થયુ હતું. મને હતું કે કોઇ દૈવી વૃક્ષ છે કેવું સુંદર સ્વરૂપ અને ગુણ છે ભગવન મને વનસ્પતિ ઔષધનું જ્ઞાન પ્રદાન કરો હું મહર્ષિ જરાત્કારુ એને માં જરાત્કારુ નો પુત્ર આસ્તિક છું અને આ મારો મિત્ર ઋષિપુત્ર છે. ભગવન આપનાં દર્શન કરીને હું કૃતકૃત થયો છું સાચુ કહુ તો આ વનસ્પતિ વિજ્ઞાન એનું શાસ્ત્ર ભણવા માટે તું ઉત્સુક છું મને એમાં ખૂબજ રસ પડે છે મને પ્રિય છે ભગવન આટલી કરોડો જાતની વનસ્પતિ છે અને દરેક માં કોઇને કોઇ ગુણ છે પ્રભુ પણ મારામાં એટલુ જ્ઞાન નથી. પ્રભુ જેમ કણ કણમાં પ્રભુનો વાસ છે એમ એક એક વનસ્પતિનાં પર્ણમાં ઔષધીય ગુણ છે. પૂનમની રાત્રે માં દરેક વનસ્પતિમાં ઔષધીય ગુણોનુ સંચય કરે છે એને પુષ્ટ બનાવે છે.
ભગવાન આપની કૃપા હશે તો મને દરેક વનસ્પતિનું જ્ઞાન પ્રાપ્ત થશે. મને એ જ્ઞાન પ્રાપ્ત કરવા અને પચાવવાની પાત્રતા આપો આપનો ઋણી રહીશ.
ભગવન ધન્વતરીએ કહ્યું પુત્ર ઉઠ ઉભો થા અને તારાંમાં એ જ્ઞાન મેળવવાની પાત્રતા છેજ એટલેજ હું તને દર્શન આપવા આવ્યો છું જો તું મને શાંતિતી એક ચિત્તે સાંભળ. દરેક વનસ્પતિનાં રૂપ રંગ આકાર કદ સુગંધ -દુર્ઘદ પ્રમાણે એમાં ગુણ રહેલાં છે અને એનો કેવો કેવી રીતે ઉપયોગ કરવાનો ક્યારે કરવાનો એ વૃક્ષ પોતેજ દર્શાવે છે એમ સમજાવીને એમણે વૃક્ષ વનસ્પતિ સંહીતા બોલવી શરૂ કરી.
આસ્તિક એક ધ્યાને એક ચિતે સાંભળી રહેલો જેમ જેમ સાંભળતો ગયો એમ એમ એનામાં જ્ઞાનની વૃધ્ધિ થતી રહી અને સાંભળતાં સાંભળતાં એની આંખમાંથી આનંદનાં આંસુ વહી રહ્યાં. વૃક્ષની મહાનતા એનાં અઢળક ગુણો અને આપવાની જ ઇચ્છાથી જન્મ લેતાં વૃક્ષો સામે માથું નમી ગયું.
આસ્તિક ભગવન ધન્વતરીનાં મુખેથી વનસ્પતિ સંહીતા સાંભળીને ખૂબજ આનંદીત થયો. એનાં આંખોમાં આનંદનાં અશ્રુ વહી ગયાં એણે કહ્યું ભગવન આ શ્રુષ્ટિમાં પાંચ તત્વ છે અને પંચતત્વથીજ શ્રુષ્ટિનું નિર્માણ થયુ છે. માનવ-પશુ-દરેક જીવ આ પંચતત્વથી નિર્માણ પામ્યા છે અને આ પંચતત્વ પંચમહેશ્વર આ ભગવાને જે વરદાન રૂપે છઠ્ઠુ તત્વ આપ્યું છે એ વનસ્પતિ છે.
આ વનસ્પતિને કારણેજ જીવ સૃષ્ટિ નભી રહી છે આ જીવસૃષ્ટિનાં નિર્વાહ માટેજ વનસ્પતિ નિર્માણ પામી છે આ છઠ્ઠુ તત્વ ખૂબજ અગત્યનું છે. વનસ્પતિ ના હોય તો આ પંચ તત્વથી નિર્માણ પામેલાં કોઇ જીવ ના જીવી શકે. વનસ્પતિ વરદાન છે.
વનસ્પતિમાંથીજ બધીજ જીવનનિર્વાહની વસ્તુઓ મળે છે. શું નથી મળતું જીવનમાં જીવવા માટે સવારથી રાત્રી સુધીની બધીજ ચીજવસ્તુઓ વનસ્પતિમાંતી જ મળે છે. ઔષધ, કપડાં, અનાજ, શાકભાજી, ફળ ફળાદી, લાકડું ઘર બનાવાની સામગ્રી, રંગ, અત્તર, રાંધવા માટે કાર્યુ, અગ્નિ, રક્ષા માટે ધર, શસ્ત્રો, સામાન, જીવવાની જરૂરિયાતનો દરેક સામાન વનસ્પતિમાંથી મળે છે. એ સાચેજ વરદાન છે.
ભગવન ધન્વતરીએ કહ્યું આસ્તિક આજનાં દીવસ પુરતું જ્ઞાન તને આપુ છે હવે પૂનમનાં દિવસે તારાં નિવાસે હું આવીશ. જ્યારે ભગવાન વશિષ્ઠજી આવવાનાં છે ત્યારે હવનયજ્ઞ માટે બધીજ સામગ્રી પણ તને આપીશ જે કદી કોઇને મળી ના હોય એવી ઉત્તમ હવન સામગ્રી તને આપીશ અને એ હવનયજ્ઞમાં ભાગ લઇને સહભાગી થઇશ એમ કહીને અંતરધ્યાન થઇ ગયાં.
આસ્તિક તો ખૂબ આનંદીત થયો સાથે સાથે આશ્ચર્ય થયુ કે ભગવન વશિષ્ઠજી આવવાનાં છે એ સાથે સાથે મને કેવાં સરસ અનુભવ થાય છે જ્ઞાન મળે છે અને હવનયજ્ઞમાં પણ ભગવન ધન્વતરી સામેલ થવાનાં છે ચોક્કસ કોઇ કારણ છે.
આસ્તિક અને ઋષિપુત્ર બંન્ને જંગલમાંથી બધી હવનસામગ્રી લઇને આનંદીત થતાં આશ્રમ તરફ આવવા નીકળ્યાં. આસ્તિક ધન્વતરી ભગવાનના કૃપાથી કલ્પવૃક્ષમાં ફૂલો પણ બધાંજ સુકવીને ઉપયોગમાં લેવાનાં હતાં.
આશ્રમ પર પાછા આવીને આસ્તિકે માતા-પિતા જરાત્કારુ બંન્નેને કહ્યું કે જંગલમાં ભગવન ધન્વતરીનો ભેટો થયો એમની પાસેથી વનસ્પતિ અંગે લીધુ. આખી વનસ્પતિ સંહીતા સાંભળવા મળી.
ભગવન જરાત્કારુ ખૂબ ખુશ થયાં અને આશીર્વાદ આપતાં કહ્યું પુત્ર આસ્તિક ભગવન ધન્વતરીનો ભેટો થયો એ એક ખૂબ શુભ સંકેત છે અને વલી તેઓઆ પૂનમનાં હવન યજ્ઞમાં સામેલ થવાનાં છે એ જાણીને હમણાં આનંદ થયો. પ્રભુની આપણાં અને ખાસ તારાં ઉપર ખૂબ કૃપા થઇ રહી છે.
આપણે હવે આવનાર પૂનમની ખાસ ધામધૂમથી તૈયારી કરવી જોઇએ. અને પુત્ર હજી પૂનમ આવતા આવતાં તારાં પર પ્રભુની વિશેષ કૃપા થશે એવું મારું મન કહી રહ્યું છે.
માં જરાત્કારુ પણ ભગવનની વાત સાંભળી ખુશ થયા એમણે આસ્તિકને કહ્યું પુત્ર આજે જે તને જ્ઞાન મળ્યું છે ભગવાન ધન્વતંરીએ તને જે વનસ્પતિ સંહીતા કહી સંભળાવી છે એનું મનન કરજે એમની રોજ પૂજા કરજે. એમનાંથીજ સૃવિચારે દરેક કાળમાં એ તારી રક્ષા કરશે.
આસ્તિકે કહ્યું માં આજે મને સાચેજ ખૂબ આનંદ થયો છે એ વૃક્ષ જેનું નામ સર્વગુણ સંપન્ન કલ્પવૃક્ષ છે અને ભગવન ધન્વંતરીએ એનાં રૂપ ગુણ ત્થા ખાસ ઔષધીય ગુણનું મને જ્ઞાન કરાવ્યુ છે કાયાકલ્પ કરી શકાય સર્વ રોગથી મુક્ત થઇ શકાય એવું અદભૂત વૃક્ષ છે. અને માંનાં આદેશ આસ્તિક પદમાસન માં બેસીને વનસ્પતિ સંહીતાનું મનન કરવા લાગ્યો અને સાથે સાથે એનું ફળ મળી રહ્યું હતું...
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----19