ASTIK THE WARRIOR - 17 books and stories free download online pdf in Gujarati

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-17

"આસ્તિક"
અધ્યાય-17
વશિષ્ઠ ઋષિનાં શિષ્ય આશ્રમ પર પધારે છે અને જરાત્કારુ મહર્ષિને એમનાં આગમનનું કારણ અને દિવસ જણાવે છે. જરાત્કારુ દેવ ખૂબ આનંદ પામે છે એમનાં સિષ્યને જળપાન ભોજન કરાવીને કહે છે તમે વિશ્રામ કરો પછી તમારાં ગુરુજી પાસે જઇને અમારો સંદેશ આપો કે અમે પૂનમની રાહ જોઇશું. અમને ખૂબ જ ખુશી થઇ છે કે એમનાં પાવન પગલાં અહીંની ભૂમિને પાવન કરશે ત્થા અમારાં દિકરા આસ્તિકને એમનાં આશીર્વાદ મળશે.
વશિષ્ઠ ઋષિનાં શિષ્યએ બધું પરવારી વિશ્રામ કરીને પછી જરાત્કારુ બેલડીનાં આશીર્વાદ લઇને પોતાનાં ગુરુ પાસે જવા નીકળી ગયાં. પછી આસ્તિકે પોતાનાં પિતાજી પાસે આવીને આશીર્વાદ લીધાં અને પછી એમની સામે પદમાસન વાળીને બેસી ગયો અને કૂતૂહૂલથી પ્રશ્ન કરવા માંડ્યો કે પિતાજી વંદનીય વિશિષ્ઠ ઋષિ ભગવાન આપણે ત્યાં હવનયજ્ઞ કરવા માટે આવે છે એ ખૂબજ ભાગ્યની વાત છે પણ મને કૂતૂહૂલ એ છે કે તેઓ અહીં ક્યાં કારણથી આવી રહ્યાં છે મને એનો જવાબ આપી શાંત કરવા વિનંતી.
જરાત્કારુ મહર્ષિએ મંદ મંદ હસતાં કહ્યું "દીકરા આસ્તિક આ ભાગ્યની, કર્મ અને ઋણની વાત છે. એમાં આષ્ચર્ય પામવા જેવું કંઇ નથી. વળી શ્રી વશિષ્ઠજી સ્વયં પોતે ઇચ્છા કરીને આપણે ત્યાં હવનયજ્ઞ કરવા આવે છે એ સાચેજ ખૂબ ભાગ્યશાળી ઘટના છે.
દિકરા આસ્તિક તારો જન્મજ એક ચોક્કસ લક્ષ્ય સાથે થયો છે એ માટેજ તારાં માતા પિતાનું મિલન કરાવ્યું એ પણ સંયોગ છે. બધી કર્મ અને ઋણાની વાત છે. હવે તને સારું કારણ સમજાવું છું.
દિકરા આસ્તિક હવે તું ઘણો સમજણો થયો છે હવે તને બધી જ્ઞાન કર્મની વાતો સમજાય છે હવે આવનાર વખતમાં તારે પણ તારે તારું ઋણ કર્મ કરીને ઉતારવાનુ છે તને તો વેદ પુરાણ કંઠસ્થ થયાં છે હું હવે કોઇ જ્ઞાનિ સાથે શાસ્ત્રાર્થ કરે તો પણ તું પાછો ના પડે એવો તૈયાર છે.
તું ધર્નુવિદ્યા, શાસ્ત્ર અને શાસ્ત્ર બધામાં નિપુણ છે એક બહાદુર યોધ્ધો છે છતાં તારાં હૃદયમાં કરુણતા છે દયાળુ છે તું એક શ્રેષ્ઠ બાળક અને ઉત્તમ ઇચ્છાધારી નાગ બ્રાહ્મણ છે. ભગવાન વશિષ્ઠજી અહીં આવવાનાં છે એનું એક ચોક્કસ કારણ એ છે કે તેઓ તારી હાજરીમાં જે વિધીવત્ પ્રભુ નારાયણજી આહવાન કરીને અર્ધ્ય અને સંકલ્પ મૂકી હવનયજ્ઞ કરશે જે તારાં કલ્યાણ માટે છે. તારું જ્ઞાન વધારવા માટે છે અને તને તેઓ હવનયજ્ઞમાં સહભાગી બનાવીને પછી ઉત્તમ શાસ્ત્રાર્થ કરાવીને તને વરદાન અને આશીર્વાદ આપશે.
આસ્તિક આ સાંભળીને ખૂબ આનંદીત થઇ ગયો એણે કહ્યું પિતાજી હું સાચે જ ભાગ્યવાન છું સૌ પ્રથમ તો હું તમારો પુત્ર અને તમારાં જેવાં મને પિતા મળ્યાં ભગવાન નારાયણનો આભારી છું સાક્ષાત જગદંબા અને હરસિદ્ધિ સમાન મને માઁ મળ્યાં છે હું મારાં ભાગ્યનો ખૂબ આભાર માનું છું સ્વર્ગનું સુખ આની સામે તુચ્છ છે આપ માં બાબાનાં આશીર્વાદ અને છત્રછાયા નીચે મને સ્વર્ગ કે વૈકુઠથી વધારે સુખ અને આનંદ છે એમ કહીને આસ્તિકે પોતાનાં માતાપિતાને દંડવત પ્રણામ કર્યા.
આસ્તિકે કહ્યું પિતાજી હવે પૂનમની તિથી આવવાનાં માંડ પાંચ દિવસ રહ્યાં છે. આપની આજ્ઞા હોય તો હું આપણી યજ્ઞ શાળામાં કાષ્ઠ, શ્રીફષ ખાસ કરીને સુખડ ચંદનનાં લાકડાનો સંગ્રહ કરી દઊં વળી છાણાં અને અન્ય સામગ્રી એમાં લાવી મુકું.
માઁ જરાત્કારુએ કહ્યું "પુત્ર પાંચ દિવસતો ઘણાં છે એ સામગ્રી એકઠી કરવી એટલે એક વેળાનું માંડ કામ છે પણ તારો ઉત્સાહ જોઇને આનંદ આવે છે. ચાલ આપણે યજ્ઞશાળા તરફ જઇએ હું ગાયોને નીર-ઘાસ આપુ તું કાષ્ઠ એકઠાં કર, આમેય ગૌશાળામાં આવે તને ઘણો સમય થયો ચાલ આપણે ત્યાં જઇએ.
ભગવાન જરાત્કારુએ કહ્યું ચાલો હું પણ આવું છું ત્યાં કાષ્ઠની છાલ મારે લખાણ અંકિત કરવા એકઠી કરવી છે આપણે સાથે સાથે કામ નીપટાવીએ.
ત્રણે જણાં આશ્રમની પૂર્વ અને ઉત્તર દિશામાં આવેલાં યજ્ઞ અને ગૌશાળા તરફ ગયાં ત્યાં સસલા દોડી રહેલાં મોર થન થન નાચી કળા કરી રહેલાં નિદોર્ષ હરણાં આમ તેમ દોડી રહેલાં.
આસ્તિક આશ્રમનાં ચોગાનમાં જ્યાં ચંદનમાં વૃક્ષ હતાં ત્યાં આવ્યો અને એની ચૂકી શાખાઓને ઉતારવા લાગ્યો ત્યાં એણે ચંદનમાં મોટો વૃક્ષનાં થડ ઉપર વિશાળ સફેદ રંગનો નાગ જોયો એને ઘણાં આષ્ચર્ય થયું એણે તુરંતજ એના માં બાબાને બૂમ પાડીને બોલાવ્યાં.
માઁ જરાત્કારુ તુરંત દોડી આવ્યાં. એમણે આસ્તિકને પૂછ્યુ શું થયું પુત્ર કેમ તેં બૂમ પાડી ? આસ્તિકે થડ પર રહેલાં મોટાં સફેદ રંગના સોનેરી રેખાઓ અને બુટ્ટી વાળા નાગને જોયો એ માંને બતાવ્યો.
માઁ જરાત્કારુતો નાગ માતા હતાં એમણે નાગને જોયો અને તુરંતજ ઓળખી ગયાં એમણે આંખો બંધ કરીને સ્મરણ કર્યુ અને નાગને અસલી સ્વરૂપમાં આવવા વિવશ કર્યો.
સફેદ નાગ તુરંતજ મંત્રશક્તિનાં તપને કારણે અસલ સ્વરૂપમાં આવી ગયો એ શ્રાપિત ઋષિપુત્ર હતો જે શ્રાપને કારણે નાગ સ્વરૃપે જીવી રહેલો. એ ઋષિપુત્ર તુરંતજ માં જરાત્કારુનાં ચરણે પડી ગયો. અને પ્રાર્થના કરવા માંડ્યો કે માઁ મને શ્રાપમાંથી મુક્ત કરો હું સર્પયોનીમાં શ્રાપને કારણે છું હું ઋષિ પુત્ર છું છતાં મેં ઋષિકન્યાને કનડવાનો શ્રાપ વહોરી રહ્યો છું આપનાં દર્શન થતાંજ મને શ્રાપમાંથી મુક્તિ મળશે એ કથન સત્ય કરો માઁ.
માઁ જરાત્કારુએ એની વિનંતી સાંભળી પછી એને કહ્યું તે કેવુ પાપ આચરેલું ? એક ઋષિ કન્યાને તેં કનડી હતી એનું તે ફળ ભોગવ્યુ છે છતાં તને રૂપ નાગનું હતું એ પણ અનોખું મળેલું હતું જા આજે તારાં શ્રાપનું નિવારણ કરુ છું એમ કહીને માઁ એ હાથથી આગળ કરેલો પંચ નાગનાં માથે મૂક્યો અને ત્યાંજ ભડ ભડ અગ્નિ સળગી ઉઠ્યો અને ચિચીયારી કરતાં ઋષિપુત્ર સાંગોપાંગ બહાર નીકળ્યો.
માઁ જરાત્કારુએ કહ્યું હે ઋષિપુત્ર તું હવે અહીંથી જા તું શ્રાપ મુક્ત છે અને તેં તારા કર્મનું ફળ ભોગવી લીધું છે.
ઋષિપુત્રએ કહ્યું માતા મને શ્રાપમુક્ત કરીને જીવનદાન આપ્યું છે માતા બીજો ઉપકાર કરો. આપને ત્યાં ભગવન વશિષ્ઠજી યજ્ઞ કરવા પધારે છે તો આ ઋષિપુત્રના પણ એ યજ્ઞનાં દર્શન કરવા સહભાગી થવા દો ત્યાં સુધી હું અહીં આપના નિશ્રામાં આપની સેવા કરીશ પછી હું મારાં માતાપિતા પાસે જતો રહીશ.. આટલાં આશિષ આપો.
માઁ જરાત્કારુએ કહ્યું ભલે તો અહીં આશ્રમમાં રહી એની તૈયારીમાં સાથે રહી દર્શન કરીને પછી જજો. ઋષિપુત્ર ખૂબ ખુશ થઇ ગયો. માંને દંડવત પ્રણામ કરી આસ્તિક સાથે કાષ્ઠ એકઠાં કરવા લાગ્યો.
ભગવન જરાત્કારુ બધુ પોતાની નજર જોઇ રહ્યાં હતાં અને નિશ્ચિંન્ત અને થનાર ઘટનાઓને સમજી રહેલાં એમણે માઁ જરાત્કારુને કહ્યું દેવી તમે આ ઋષિપુત્રનું કલ્યાણ કર્યુ છે એ પણ ચોક્કસ કારણ છે જે આગળ જતાં સમજાઇ જશે.
હમણા આ ઋષિપુત્રને અહીંજ આપની નિશ્રામાં રાખો પછીથી યોગ્ય સમયે એને લેવા એનાં માતાપિતા આવી જશે. ભગવન વશિષ્ઠજી પણ આવી રહ્યાં છે બધુ સર્વમંગળ મંગળ થવાનું છે.
માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુએ કીધું સાંભળી ... સર્વ મંગળ મંગળ થવાનું છે સાંભળીને આનંદીત થયાં.
આસ્તિક અને ઋષિપુત્ર બંન્ને કાષ્ઠ એકઠાં કરી યજ્ઞશાળામાં લાવ્યાં. અને બીજી સામગ્રી પણ એકઠી કરવા લાગ્યાં.
આસ્તિકે કહ્યું ઋષિપુત્ર ચાલો મારી સાથે આપણે હવનસામગ્રી એકઠી કરવા બાજુનાં જંગલમાં જઇએ ત્યાં ખાસ પુષ્પો, ગૂંગળ, ખસ, જાવંત્રી વગેરે એકઠી કરી આવીએ હું માંને જણાવીને આવુ છું.
આસ્તિકે માં જરાત્કારુને કહ્યું માઁ અમે બાજુમાં જંગલમાંથી હવનસામગ્રી એકઠી કરીને હમણાં પાછાંજ આવીએ છીએ ખૂબ સુગંધી સામગ્રી જોઇને ભગવાન વશિષ્ઠજી આનંદીત થશે અને આમ કહી આસ્તિક અને ઋષિપુત્ર બન્ને જંગલમાં ગયાં અને ......
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----18

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED