પ્રણવ ઓસ્ટ્રેલિયા રહે છે ને એના મોમ ભારત માં..
પ્રણવ ઓસ્ટ્રેલિયા માં ગયે એક વરસ થઈ ગયું ને તે ત્યાંની એક આઈ.ટી કંપની માં નોકરી કરે છે.તેના મોમ ભારત માં અમદાવાદ માં રહે છે. પ્રણવ ની નોકરી નું સ્થળ એના રહેઠાણ થી એક કલાક જેટલું દૂર હતું એટલે એ ઘરે થી નોકરી માટે નીકળે એટલે એની મોમ ને ફોન કરે ને બન્ને કલાક સુધી વાતો કર્યા કરે . પ્રણવ ના પપ્પાને અમદાવાદ માં દૂધ ની દુકાન છે એટલે એમની વાતો ઘણી રસપ્રદ પણ ને હસી મજાક વાળી ને થોડી ઠપકા સાથે સમજણ ને ઘણી વાર ગુસ્સાવાળી પણ હોય.
હમણાં આ નવા રોગ કોરોના ના કારણે પ્રણવ ને નોકરી ઓફીસ જઈ નહીં ઘરે બેઠા જ કરવાની હતી એટલે એ એના મોમ સાથે જે કલાક કલાક વાત કરતો એ થતી નહીં એટલે એકદિવસ એના મોમ અકળાયા.ને એમણે પ્રણવને ફોન કર્યો પણ પ્રણવ કામ માં હોવાથી ફોન ઉપાડ્યો નહીં .એટલે એના મોમ એ ફોન મૂકી ને ચિંતા કરવા લાગ્યાં.એમને એમ કે પ્રણવ આવા વાતાવરણ માં પણ ફરવા જતો રહ્યો હશે ને ગમે ત્યાં જશે ને કંઈ થઈ જશે .એ ચિંતા કરતાં જ હતાં ને એમના મોબાઈલ માં ફોન આવ્યો.
જેવું મોબાઈલ ની સ્ક્રીન પર ગુડ્ડુ નામ જોયું ( ગુડ્ડુ પ્રણવ નું ઘરનું નામ એને આખું ઘર ગુડ્ડુ તરીકે જ ઓળખે. ) ગુડ્ડુ નો ફોન તરત જ ઉપાડી ને એ તો વરસી જ પડ્યાં પ્રણવ પર.😂😂..પ્રણવ હેલો હેલો બોલતો રહ્યો પણ સાંભળે એ બીજા..
બંને વચ્ચે નો સંવાદ :-
પ્રણવ : " હેલો મમ્મી."
મોમ : " તને ભાન પડે છે આખો દિવસ રખડ્યા કરે છે .ખબર નથી પડતી આટલો મોટો રોગ ફેલાયેલો છે ને બહાર જતો રહે છે. ને પાછો ફોન તો લઈ જવાની બાધા રાખી છે ભાઈ એ...લઈ જવામાં શું જતું હતું..
(હેલો...હેલો..પ્રણવ બોલે રાખે પણ સાંભળે કોણ😂😂)..અત્યારે કોણ નવરું હતું તારી જોડે ફરવા આવવા ને નિપમે પણ તને જવા દીધો ( નિપમ પ્રણવ ની પત્ની )...આપતો ક્યાં ગઇ એ એને પણ ધમકાવું જરા ....ફોન કટ થઈ જાય છે 😋😋."
" પ્રણવ ની મોમ પ્રણવ ના પપ્પાને કહેવા લાગ્યા.... આ સાવ બગડી ગયો છે કંઇ કહી એ તો ફોન કટ કરી દે છે એટલા માં એક મેસેજ આવે છે વ્હોટ્સ અપ માં.... મમ્મી હું મારું ઓફિસ નું કામ કરતો હતો.ને પછી મોમ શાંત..😊😊.."
પ્રણવે જોયું કે એનો મેસેજ વંચાઈ ગયો છે પછી એણે ફરી ફોન કર્યો....😓😓
" હેલો મમ્મી "..
" હમમ..બોલ હવે.."
" શું કરતાં હતાં તમે બંને ? "
" કંઈ નહીં , આ જો દુકાન માં બેઠા છીએ ,મજા આવે છે."
" એમ એવું શું થયું ,મમ્મી?"
" કંઈ નહીં આ ઘરાક ( ગ્રાહક ) આવે એમની વાતો સાંભળવા ની મજા આવે નવાં નવાં સમાચાર લાવે કોરોના નાં."😂😂
" ઓસ્ટ્રેલિયા માં લોકડાઉન છે ગુડ્ડુ ? "
" ના અહીં ની સરકાર એની પરવાનગી નથી આપતી એમનું અર્થતંત્ર બગડી જાય છે."
" તો તું શું કરે ? "
" જાય છે બહાર?"
" ઉબર કરવા જાય છે?"
" હા હું જાઉં છું પણ એક પડોશી સ્ત્રી છે એમને સરકારી નોકરી ચાલું છે તો સવારે તો જતાં રહે પણ સાંજે હું લઈ આવું એટલે એમનું પણ કામ થાય ને હું પણ થોડું કમાણી કરી લઉં."
" હમમ.પણ એ ક્યાં ફરી આવ્યાં હોય શું ખબર?...એ સંક્રમિત હોય તો તારી ગાડી માં આવી બેસે ને પૈસા ની લેવડદેવડમાં તને ચેપ લાગશે તો?"
" તું હમણાં ના જા એમને લેવા એના પતિ મૂકી આવે છે તો લઈ પણ આવશે."
" અરે પણ એ એમની ઓફીસ માં સેનિટાઈઝ થઈ ને આવે છે."
" ને ગાડીમાં બેસતા પહેલાં હું એમને સેનિટાઈઝર થી હાથ સાફ કરાવી પછી ગાડી ને અડવા દઉં છું એટલે કશું ના થાય."
" હમમ. "
" શું કરે છે નિપમ? "
" એ રસોડામાં નાચતાંનાચતાં રસોઈ બનાવે છે. "
" રે હમણાં ફોન પતે પછી વિડીયો મોકલું.😂😂😂"
" 😂😂😂 "
" આજે તો અમદાવાદ માં ૫૦૦ કેસ થઈ ગયાં કોરોના ના લોકડાઉન છે તોપણ."
" શું વાત કરે છે?😱😱"
" તમે બંને શું કરો છો ? "
" અમે બંને દુકાન માં... ઘરમાં જતી જ નથી... દુકાન માં ઘરાક ની વાતો સાંભળવા ની મજા આવે.... નવી નવી અફવાઓ લઈ ને આવે ....કોમેડી થઈ જાય...😂😂😂😂😂 "
" પાછી પોલીસ આવે એટલે બધાં દોડી ઘરમાં જતાં રહે..😂😂😂"
" પોલીસ દુકાન બંધ નથી કરાવતી ? "
" ના દૂધ ની દુકાન છે એટલે નથી બંધ કરાવતાં..જીવન જરૂરિયાત વાળી બધી જ દુકાન ખૂલ્લી જ રહે.."
" તો સારું નહીં તો ઘરમાં તો તું ગાંડી થઈ જાય."
"હા હો....સાવ સાચી વાત."
" બીજું શું શું થાય છે ત્યાં , લોકો ઘરમાં રહે છે બહાર જ ."
" પોલીસ આવે એટલે દોડી ને ઘરમાં , વળી પાછા આવી જાય બહાર."
" કાલે જ જીગાને ડંડા પડ્યાં હતાં પોલીસના તોપઢ જો આજે તો પાછો નિકળી પડ્યો ફરવા..."
" નરેન્દ્ર મોદી આટલું બધું કરે છે દેશ માટે તો ભારત ની જનતા એ એમને સાથ આપવો જોઈએ એની જગ્યાએ લોકો હેરાનગતિ કરે છે ,અહીં ની સરકાર તો ભારત ના લોકો માટે કંઈ કરવા જ તૈયાર નથી કહે છે જેને જ્યાં જવું હોય ત્યાં જતાં રહો.સરકાર તમારા માટે કોઈ સેવા સંસ્થા ઊભી નહીં કરે.."
" તોય તમારા જેવા પડી રહ્યા છે ,આવી જાઓ ભારત માં બધાં જ ભારતીય , જોવો પછી ક્યાં થી સરકાર પૈસા ભેગા કરે... તમારા થી જ કમાણી કરે ને તમને જ સાથ નથી આપતી.."😏😏😏
" અરે મારી વ્હાલી મમ્મી , હું ક્યાં હેરાન થાઉં છું.. હું તો અહીં મસ્ત ઘરમાં બેસી ને કામ કરું છું મને તો સરકાર ઘરે બેસી કામ કરવાના પણ પગાર આપશે , તું બસ રૂપિયા ગણ ને આરામ કર...દુકાન બંધ કરી શાંતિ થી આરામ દાયક જીવન જીવો."
" અરે ઘરમાં ! તારા ને દીદી વગર( પ્રણવ ની બહેન) ગમે? આતો દુકાન ખુલ્લી હોયતો થોડો પણ સમય જાય નહીં તો તને તો ખબર છે હું તો ગાંડી થઈ જાઉં."
" નિપમ ને રસોઈ પતી કે હજુ નાચે જ જાય છે?"😂😂
" એનું તો એવું જ છે.હમણાં નવરી પડી ને ફોન કરશે."
" સારું જા તું પણ મદદ આપ એને એટલે જલ્દી પતે એનું કામ."
" સારું ,એ જમવા જ બોલાવે છે , છોલે બનાવ્યા છે આજે સાથે ભટુડે છે.ચલ સાચવજો બંને હું જમી લઉં. જય અંબે."
" હા જા જમી લે ,એટલે નિપમ નવરી થાય ..જય અંબે..ને હા પાછો બાર ના જતો ને સાચવજો બંને."
" હા મારી માં, હા."
" જય અંબે."
ફોન મૂકાઈ જાય છે ને એક સંતોષ ની લાગણી સાથે મા દિકરા ના મોં પર ખુશી છલકાઈ જાય છે.
ધ્રુપા પટેલ ની કલમે...( સત્ય વાર્તાલાપ )