"જાનું..જાનું..જાનું...હું આજે બહુ જ ખુશ છું. આપણે હવે આપણી પોતાની જિંદગી પોતાના રીતે જીવી શકશું . હવે કોઈ રોકટોક નહીં રહે આપણી વચ્ચે... હે ને જાનું "
" હા દિકું , હવે આપણે અલગ રહીશું એટલે હવે કોઇ રોકટોક નહીં અને થોડા સમય પછી લગ્ન કરી લેશું."
હા જો આપણે સાથે રહી શકીશું , તો જરૂર લગ્ન કરશું દિકું. "
આમ આયુ ને આર્વી બન્ને વાતો કરતાં ગયા ને સામાન ઘરમાં ગોઠવતા ગયાં.... હા આજે બન્ને લિવ ઈન રિલેશનશિપ માં રહેવાની શરૂઆત કરવા જઈ રહ્યા હતાં. બંને ની પરમિશન હતી.. ફેમિલી નો સપોર્ટ પણ હતો એટલે વધારે તકલીફ ના પડી ને બંને સાથે રહેવા આવી ગયા. ક્યારેક ક્યારેક બંને ના ફેમિલી ના સભ્યો પણ મળવા આવી જતા ને એ દિવસ બધાં ભેગા મળી ને ખૂબ આનંદ કરતાં . બધાં ના સ્વભાવ ખૂબ જ નિર્મળ અને સારા હતાં.
શરૂઆત માં તો સરસ ચાલ્યું, બંને સાથે ઊઠી ને એકબીજા ને કામ માં મદદ કરતાં . એક ચા બનાવે તો એક નાસ્તો... એક સાફસફાઈ કરે તો એક બધું જ સરખું ગોઠવી દે.પછી બંને તૈયાર થઈ સાથે ઓફિસ જતાં રહેતા... ને સાંજે થાકી ને આવતા તો બહાર થી જ જમવાનું લાવી દેતાં નહીં તો બંને સાથે મળી બનાવી દેતાં.
થોડા સમય પછી આયુ ને પ્રમોશન મળ્યું એટલે એને ઓફિસ માં કામ વધારે રહેતું તો એ ઘરે આવી આર્વી ને મદદ ના કરતો . આર્વી ને પ્રાઈવેટ કંપની માં જોબ હતી એટલે એને પણ સમય વધારે આપવો ફાળવવો પડતો... હવે સાથે કામ કરવાની તાકાત બંને ની નહતી રહી . તોપણ થોડું થોડું મેનેજ કરી ને બંને રહેતા.
આયુ ના પ્રમોશન પછી આયુ ને.ઓફિસ કામ માં મદદ માટે એક આસિસ્ટન્ટ આપવા માં આવી જેથી તેને કામ માં મદદ મળતી. આસિ. નું નામ સાન્વી હતું. તે ખૂબ જ દેખાવડી અને કોઈને પણ આકર્ષી લે એવીએની કાયા હતી...આયુ ધીમે ધીમે સાન્વી ની તરફ ઢળવા લાગ્યો હતો. હવે તે વધુ ને વધુ સમય સાન્વી જોડે રહેતો...બપોરે જમવા થી માંડી રાત્રે પણ સાથે જમી ને જાય.હવે આયુ ને આર્વી ની જરાય પરવા નહતી. આર્વી રસોઈ બનાવી રાખે તોપણ એ ના જમે . નાની વાત માં ઝગડતો.ને હવે તે આર્વી ને કામ માં મદદ પણ ના કરતો. આર્વી આયુ ના આવા વર્તન થી ખૂબ દુઃખી રહેતી ને સરખું જમતી પણ નહીં.
એક દિવસ આયુના અફેર ની વાત ની જાણ આર્વી ને થઈ તે સાવ ભાંગી ગઇ.તેના બધાં જ સપનાં જાણે વિખરાઈ ગયા હોય એમ એ પણ તૂટી ગઇ. આ વાત આર્વી ને બહુ લાગી આવી ને આર્વી એ જમવાનું સાવ છોડી દીધું . તેનું શરીર દિવસે દિવસે લેવાતું ગયું ને એકદિવસ અચાનક સવાર ના સમયે ચા બનાવતા ત્યાં જ બેભાન થઈ ઢળી પડી. અચાનક કંઈક પડવા ના અવાજ ને સાંભળી આયુ દોડતો રસોડામાં આવ્યો આવી ને જોયું તો એની વ્હાલી આર્વી બેભાન હાલત માં જમીન પર પડી હતી. આ જોઈ આયુ તરત જ આર્વી ને ઊપાડી તેમના બેડરૂમ માં લઇ જવા લાગે છે ત્યારે એને કંઈક મહેસૂસ થાય છે ને એ આર્વી સામે જોવા લાગે છે .આજે ઘણા સમય પછી આયુ એ આર્વી ને આમ નજીક થી જોઈ હતી તેનો ચહેરો સાવ જ લેવાઈ ગયો હતો.વજન પણ સાવ જ ઓછું લાગ્યું. જાણે એણે નાની બેબી ને ઉપાડી હોય એવું લાગ્યું આયુ ને.. આર્વી ની આંખો પણ ઊંડી ઉતરી ગઇ હતી. હવે આર્વી નો ચહેરો પહેલાં ની જેમ ચમકતો નહતો પણ હવે તેના ચહેરા પર ચિંતા હતી. આર્વી નો ચહેરો બેભાન અવસ્થામાં પણ ઘણું બધું કહી રહ્યો હતો.ઘણાં ભાવ હતાં તેના ચહેરા પર. આયુ એ આર્વી ને બેડ પર સૂવડાવી ડૉક્ટર ને ફોન કરી જલ્દી ઘરે આવવા કહ્યું .
ડૉક્ટર ઘરે આવી ને આર્વી ને તપાસ કરે છે ને પછી એ આયુ સામે જોઈ તેને બહાર આવા કહે છે.આયુ ડૉક્ટર સાથે બહાર જાય ને હૉલ માં બંને બેસે છે. ડૉક્ટર એ આયુ ને કહ્યું , "આર્વી પ્રેગનેન્ટ છે, પરંતુ તેના શરીરમાં બહુજ કમજોરી છે તેણે છેલ્લા કેટલાક દિવસ થી જમી પણ નથી એવું લાગી રહ્યું છે.જો આર્વી ને સાચવા માં નહીં આવે તો બંને ના જીવ ને જોખમ છે કેમકે આર્વી ને ૪ મહિના થઈ ગયા હતાં." આ સાંભળી આયુ એક બાજુ ખૂબ જ ખુશ થાય છેકે પોતે પિતા બનવાનો છે ને બીજી બાજુ ખૂબ જ દુઃખ થાય છે કે તે કોઈ બીજા સાથે આટલો સમય રહ્યો... એ આર્વી ને કેમ ઈગ્નોર કરતો રહ્યો એ પોતાની જાત ને ધુત્કારવા લાગ્યો પણ "અબ પછતાયે ક્યાં ફાયદા જબ ચિડિયા ચૂગ ગઇ ખેત."
ડૉક્ટર ના કહેવા મુજબ આયુ આર્વી ની કાળજી રાખવા લાગ્યો. હવે ધીરે ધીરે આર્વી સ્વસ્થ થવા લાગી હતી. આર્વી ને સ્વસ્થ જોઈ ને આયુ એ આર્વીની માફી માગી ને બંને એ લગ્ન કરી લીધા ને હવે બાળક ને આવવાની રાહ જોવા લાગ્યાં.
- ધ્રુપા પટેલ