Pollen 2.0 - 27 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 27

પરાગિની ૨.૦ - ૨૭




પરાગ રિસેપ્શનીસ્ટને જણાવે છે કે પરિતા જે લેડીને તેની સાથે લઈ ગઈ છે તે મારી મમ્મી છે અને આ સાંભળીને રિનીને શોક લાગે છે.

પરાગ રિસેપ્શનીસ્ટ પર અકળાય છે તેથી તે રિસેપ્શનીસ્ટ પરાગને વોર્નિંગ આપે છે કે હવે તેઓ હોબાળો કરશે તો પોલીસને ફોન કરીને બોલાવશે..! પરાગ પણ સામે જવાબ આપે છે કે જેને બોલાવા હોય એને બોલાવી લો.. હું તમારી હોસ્પિટલ પર કેસ કરીશ.. તમે મારી માઁને એક બેજવાબદાર વ્યક્તિને સોંપી દીધી છે...

રિસેપ્શનીસ્ટ- પેશન્ટની મરજી હતી કે પરિતા તેમની સાથે રહે...!

પરાગ- મને એ છોકરી પર સહેજ પણ વિશ્વાસ નથી... જો મારી મમ્મીને કંઈ થઈ ગયું તો તમને હું છોડીશ નહીં...

રિસેપ્શનીસ્ટ- પરિતા તેમને કંઈ જ નહીં કરે... પરિતા જ લીનામેમને આ હોસ્પિટલમાં લઈને આવી હતી... પરિતાના લીધે જ તેઓ આજે સાજા છે... તમારા મમ્મીની દારૂ અને સિગરેટની લત પરિતા એ છોડાવી છે...

પરાગ- મમ્મીને દારૂ અને સિગરેટની લત હતી?

રિસેપ્શનીસ્ટ- હા... પરિતાના કારણે જ તે આજે સાજા છે...

રિનીને હવે બધુ સમજાય છે... તે પરાગને કહે છે, તો તમે એટલે મને પરિતા વિશે નહોતા જણાવતા?

પરાગ રિની પર ભડકે છે, મેં તને ના કહ્યુ હતું કે મને પૂછ્યા વગર કંઈ જ ના કરીશ.... તે પૈસા આપ્યા એને અને એ મારી મમ્મીને લઈને જતી રહી... તારા લીધે રિની.... તારા લીધે...

આટલું કહી પરાગ હોસ્પિટલની બહાર જતો રહે છે. રિની પણ તેની પાછળ જાય છે.. બહાર જઈ રિની પરાગને કહે છે, હું તમને પૂછતી હતી કે મન કહો એ છોકરી કોણ છે? તમે મને બધી વાત કહી દીધી હોત તો આજે આવું ના થાત...

પરાગ- તને શું લાગે છે હા? હું ગાંડો છુ? તેં એને પૈસા આપ્યા એ વખતે એવું કેમ ના વિચાર્યુ કે મેં એને પૈસા કેમ ના આપ્યા? તારે આટલું તો વિચારવું જોઈતુ હતુને??

પરિતા- એ રડતી હતી... અને તમારી બહેન હતી એટલે મેં એને આપ્યા...

પરાગ- હા, પણ મને પૂછવું તો હતુ...! હવે ક્યાં શોધીશ મારી માઁ ને???

પરાગ ગુસ્સામાં રિનીને મૂકીને ત્યાંથી જતો રહે છે. રિની એશા અને નિશાને ફોન કરી બધી વાત કરે છે અને કંપની પર મળવા બોલાવે છે. રિની, જૈનિકા, એશા અને નિશા ચારેય જૈનિકાની કેબિનમાં બેઠા હોય છે. રિની જૈનિકાને બધી વાત કહે છે... સિયા ચારેય માટે કોફી આપવા આવે છે ત્યારે તે બધી વાત સાંભળે છે અને તે વાત તે શાલિનીને ફોન કરી જણાવે છે.

આ બાજુ પરાગ પરિતાના ઘરે જાય છે જ્યાં કંઈ જ સામાન નથી હોતો અને ઘર ખાલી હોય છે. મકામ માલિક તે ઘરને તાળું મારતો હોય છે અને પરાગ તેને બધુ પૂછે છે તેમાં જાણવા મળે છે કે પરિતા અહીં ભાડે રહેતી હતી લીના શાહ નામની સ્ત્રી સાથે.. બંને વાત કરવા પણ નથી રહ્યા અને ફક્ત ચાલી મૂકીને જતા રહ્યા..!

પરાગ ઓફિસ પહોંચી રિનીને ફોન કરી તેની કેબિનમાં બોલાવે છે... રિની પરાગની કેબિન તરફ જતી હોય છે ઉતાવળમાં તે એક વ્યક્તિ સાથે અથડાય છે. રિની સોરી કહેવા પાછળ ફરે છે અને તે વ્યક્તિ રિનીને જોતો રહી જાય છે.. અને ફલર્ટ કરતાં કહે છે, બહુ જ સુંદર છે... સોરીની કંઈ જ જરૂર નથી... રિની સમજી જાય છે કે તે વ્યક્તિ તેની સાથે ફ્લર્ટ કરે છે તેથી ગુસ્સામાં રિની તે વ્યક્તિના હાથમાં જે કોફી હોય છે તે લઈ તે વ્યક્તિનાં શૂઝ પર રેડી દે છે અને ત્યાંથી સીધી પરાગની કેબિનમાં જાય છે.

જૈનિકા તેની કેબિનમાંથી બહાર નીકળે છે અને જોઈ છે તો સિમિત બહાર ઊભો હોય છે.. તેને જોઈને જૈનિકા સીધી તેની પાસે જઈને કહે છે, સિમિત તું અહીંયા?

સિમિત જૈનિકાને જોઈને ખુશ થાય છે અને કહે છે, હવે પરાગે બોલાવ્યો છે કામ માટે આવું પડેને..!

સિમિત અને જૈનિકા બંને એકબીજાને ભેટી પડે છે અને જૈનિકા સિમિતને કહે છે, કેટલા સમય પછી મળ્યો તુ...!


રિની પરાગની કેબિનમાં જાય છે... રિનીને ખબર હોય છે કે પરાગ પરિતાના ઘરે ગયો હતો તેથી પરાગને પૂછે છે, મમ્મી મળ્યા?

પરાગ કટાક્ષમાં રિનીને જવાબ આપે છે, એક છેલ્લી હોપ અને જગ્યા હતી ત્યાં જોઈ આવ્યો પણ તે લોકો જતા રહ્યા હતા... તારી મહેરબાનીથી...!

રિની- મને પહેલેથી બધી વાત કહી હોત તો આવું ના થાત...!

પરાગ- હા, તો વાત ના કહી તો સમજવુ પણ હતું કે હું તને કેમ નહોતો કહેતો, જ્યારે પહેલી વખત પરીતાને તે જોઈ ત્યારે મેં કેમ તને ના મળાવી? કાલે પણ મેં કેમ પૈસા આપવાની તેને ના કહી? આવુ તે કેમ ના વિચાર્યુ? તું મને આમ તો ઓળખે જ છેને? આવી રીતે તો કોઈ પણ રડીને તારી પાસે પૈસા માંગશે તો આપી દઈશ? વાત પૈસાની પણ નહોતી... એ બધુ છોડ... પરિતા તને મળી તો શું કહેતી હતી?

રિની- એ મને ઓફિસની બહાર જ મળી હતી અને રડતી હતી... મેં એને પૂછ્યું તો કહેતી હતી કે ભાઈ પાસે લોન ભરવા પૈસા માંગ્યા તો ના આપ્યા.. મારી સામે બહુ રડતી હતી એટલે મેં એને કહ્યું કે હું તને આપીશ પણ બહુ નહીં આપી શકુ... મેં એને પૈસા આપવા એના ઘરે ગઈ હતી... પછી તો તમને ખબર જ છે...!

પરાગ- હમ્મ.... પ્લીઝ હવેથી તારી મરજીથી મારા તરફનું કોઈ કામ ના કરતી...અને જે પણ કરે તો મને પહેલા કહેજે... મારી સામે જ મારી મમ્મી હતી અને એને હું ફરીથી ખોઈ બેસ્યો..!

આટલું બોલી પરાગ નિરાશ થઈ જાય છે. રિની પરાગને સાંત્વના આપવા માંગતી હોય છે પરંતુ પરાગ હજી રિની પર ગુસ્સે હોય છે તેથી રિનીને બીક લાગતી હોય છે.

રિની માંડ માંડ બોલે છે કે પરાગ, સોરી.....

પરાગ- (ગુસ્સામાં) નથી જઈતુ મારે સોરી.... અને હા, મમ્મીને જાતે જ શોધી લઈશ.. પ્લીઝ આ વખતે તું વચ્ચે ના આવતી.. મારે તારી મદદ નથી જોઈતી.... અને તું જઈ શકે છે.

રિની કંઈ બોલતી નથી અને ત્યાંથી સીધી જૈનિકાની કેબિન તરફ જાય છે.


સિમિત રિનીની ડિઝાઈન જોઈ જૈનિકાને કહેતો હોય છે કે જેણે પણ આ ડિઝાઈન બનાવી છે બહુ જ જોરદાર બનાવી છે.

રિની કેબિનમાં આવી જૈનિકાને કહે છે, પરાગ તો જુઓ કેવું કરે છે?

જૈનિકા રિનીને કહે છે, એ બાબતે પછી વાત કરીએ... આ સિમિત છે... સિમિત પરીખ..!

સિમિત- મારું વેલકમ આમને જ કર્યુ હતુ.. પગ પર કોફી રેડીને..!

રિની- સોરી.. પણ તે સમયે હું થોડી ગુસ્સામાં હતી...!

સિમિત- અરે એમાં શું છે? આપણે ફરી મળી લઈએ...

સિમિત રિની સામે ઊભો રહી જાય છે અને તેનો હાથ આગળ કરી રિનીને કહે છે, હાય, હુ સિમિત..

રિની સિમિત સાથે હેન્ડ શેક કરતા કહે છે, હાય, હું રિની...

એટલામાં પરાગ ત્યાં આવે છે.. સિમિત અને રિનીએ હેન્ડ શેક કર્યા હોય છે તે જોઈ છે.. રિનીને કોઈ બીજુ વ્યક્તિ ટચ કરે તે પરાગથી જોવાતુ નથી અને તે તરત જ સિમિતનાં હાથ માંથી રિનીનો હાથ લઈ લે છે અને રિનીને કહે છે, બે મિનિટ મારી સાથે મારે કામ છે..! પરાગ રિનીને કામ સોંપી દે છે. રિનીને નથી ખબર હોતી કે પરાગ જેલેસ થયો છે.


પરાગની માઁ જીવતી છે તે સાંભળી શાલિની બેચેન થઈ જાય છે. તે ઘરમાં નોકરને કહી પોતાની માટે ચા મૂકવાનું કહે છે... તે આખા ઘરમાં નવીનભાઈને શોધી આવે છે પણ નવીનભાઈ ક્યાંય નથી દેખાતા તેથી એક નોકર તે પૂછે છે કે નવીન ક્યાં છે?

નોકર જવાબ આપતા કહે છે, મેમ તેઓ તો સવારે જ નીકળી ગયા હતા બેગ લઈને?

શાલિની આશ્ચર્ય પામતાં કહે છે, બેગ લઈને?

નોકર- હા, સર તો સવારે તેમની બેગ લઈને નીકળી ગયા હતા..

શાલિની- ઓકે..


પરાગ તેની કેબિનમાં જઈ સમર અને માનવને ત્યાં બોલાવે છે. માનવ પરાગને પૂછે છે, હવે આંટીને કેવી રીતે શોધીશું?

એટલામાં જ સમરનાં ફોનની રીંગ વાગે છે. તેની મમ્મીનો ફોન હોવાથી સમર ફોન ઊપાડી લે છે.

શાલિની- સમર, શું તારી તારા પપ્પા સાથે વાત થઈ?

સમર- નહીં તો...

શાલિની- તેઓ તેમની બેગ લઈને સવારે જ નીકળી ગયા હતા..

સમર- ક્યાં ગયા એ?

શાલિની- મને ખબર હોત તો તને ફોન જ શું કરવા કરતે હું? તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે.

સમર- ઓકે... તમે ચિંતા ના કરશો.. એ કદાચ રસ્તામાં હશે.. મોબાઈલ હાથમાં લેશે ત્યારે કરશે ફોન અને હું કંઈક કરું છું.. ચાલો બાય..!

સમર ફોન મૂકે છે અને પરાગ તેને પૂછે છે, શું થયું સમર? કંઈ પ્રોબ્લમ થયો?

સમર વિચારે છે કે હમણાં ભાઈને નથી કહેવુ.. તેઓ હમણાં બહુ જ પ્રોબ્લમ છે અને પપ્પાનું આવું સાંભળશે તો વધારે હેરાન થશે..!

સમર- ના, ભાઈ.. તમને ખબર છે ને મોમનું તો... બસ એ જ.. હું ઘરે જઈને આવું..!

સમર ઓફિસની બહાર નીકળી તેના પપ્પાને ફોન કરે છે પણ નવીનભાઈનો ફોન સ્વીચઓફ બતાવે છે.



નવીનભાઈ ક્યાં ગાયબ થઈ ગયા હશે?

શું પરાગ તેની મમ્મીને શોધી શક્શે?

સિમિત નામનું નવું વાવાઝોડું પરાગ અને રિનીની લાઈફમાં ક્યાં પ્રોબ્લમ્સ લાવશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૮


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED