“બાની”- એક શૂટર - 64 (અંતિમ ભાગ) Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 64 (અંતિમ ભાગ)

બાની- એક શૂટર

ભાગ : ૬૪

(અંતિમ ભાગ)


અમને ડરતાં વાતની શુરુઆત કરી.

"જાસ્મિનને ઈવાનનાં ડ્રાઈવર દ્વારા વિશ્વાસમાં લીધી અને બાદમાં એનું કિડનેપિંગ કરવામાં આવ્યું. તેમ જ એનો ઉતારો આ જ હવેલીમાં કરવામાં આવ્યો કારણકે આ શહેરની બહાર વેરાન જગ્યે આવેલી હતી જ્યાં કોઈને ગંધ પણ આવતી નથી કે અહીં હવેલી પણ ઉપસ્થિત હશે...!!

આખો કન્ટ્રોલ લકીના હાથમાં જ હતો. ઓફિસનો મેનેજર પણ લકીનો જ માણસ હતો. લકીના મેનેજર તુષારભાઈએ જ તો લકીને આ ધંધામાં સંડોવ્યો હતો...!! ટૂંકમાં કહું તો જ્યારે લકીએ પોતાનાં ડેડનો બિઝનેસ સંભાળ્યો ત્યારે કંપની ખૂબ લોસમાં જઈ રહી હતી...!! એને ફરી ઊભી કરવા લકીને મૂડીની જરૂર હતી...!! એટલે જ એ આ કામમાં સંડોવાયો.. લકીને હાર પસંદ ન હતી..!! આ ધંધામાં આવી લકી લકના નામે ઓળખાવા લાગ્યો. લકીનો મેનેજર લકી માટે ખૂબ વિશ્વાસુ માણસ હતો..!! અને એટલે જ મેનેજરે ઈવાનને બે દિવસ સુધી ઓફિસમાં જ સતત બીઝી રાખ્યો. અહીં જાસ્મિન પર કોલ આવતો ઈવાન તેમ જ બાનીનો પરંતુ જાસ્મિનને ચાકુના નોક પર રાખી સામાન્ય રીતે વર્તન કરવા પર મજબૂર કરી હતી.

જાસ્મિનનાં કિડનેપિંગનાં બે દિવસ બાદ હવેલીમાં અમે ચારેય ઉપસ્થિત થયાં...!! લકી, હું, મિસીસ આરાધના અને કે.કે રાઠોડ...!!

જાસ્મિનને તે દિવસે ઘણી ટોર્ચર કરવામાં આવી...!! કે એને હજુ કઈ અને કેટલી માહિતી એકઠી કરી હતી અમારા ખિલાફ...!! જાણીને આશ્વર્ય થયું કે શાંત રહેનારી તેમ જ પોતાના કામ સાથે મતલબ રાખતી છોકરી આટલું બધું જડ સુધી પહોંચી જશે...!! એ છોકરીને ડર ન હતો...!! એનામાં હિંમત હતી ખોટું કામનાં સામે નીડરતાથી ઊભા રહેવાની...!!

તે દિવસે એને હિંમતભેરથી અમને બધાને ક્રોધમાં ઉદ્દેશીને કહ્યું, " એ ગુનાખોરીઓ તમે જે કરી રહ્યાં છો ને એ યોગ્ય નથી..!! તમે કોલેજના સ્ટુડન્ટસને ટાર્ગેટ કર્યા છે...જે દેશનું ભવિષ્ય છે...!! તેમ જ પોતાનાં મા બાપનું પણ સપનું છે કે મારો દિકરો કે દીકરી ભણીગણીને આગળ વધશે...!! પણ તમે ત્યાં !! છી....!! સ્ટુડન્ટસનું ભવિષ્ય બગાડી રહ્યાં છો...!! તમે યુવાનોને ડ્રગ્સની લત લગાડી રહ્યાં છો...!! તમને ધનવાન બનવા માટે ફક્ત આ જ માર્ગ મળ્યો...!! કોલેજનાં થોડે દૂર તમારા આદમીઓ દ્વારા પાનની દુકાનો, તેમ જ બીજી બધી દુકાનો ફક્ત નામની નાંખી છે પરંતુ ત્યાં ડ્રગ્સ સપ્લાઈનો ધંધો ઉભો કર્યો છે...!! પહેલા સિગારેટ અને પાન-મસાલા તબાકુંથી શરૂ થતી કહાની ડ્રગ્સ સુધી પહોંચે છે. એક યુવાન બીજા યુવાનને ખેંચીને લાવે છે તેમ જ ડ્રગ્સનાં નશાની લત લગાવે છે જેથી તેઓ કોઈ પણ રીતે અને કોઈ પણ ભોગે ડ્રગ્સની ખરીદી કરી જ લે...!! યુવાન છોકરા છોકરીઓનું જીવન તમે વ્યર્થ કરી રહ્યાં છો...!! હું તમને બધાને છોડીશ નહીં કેમ કે તમે ઘોર અપરાધ કરી રહ્યાં છો....!! અરે ડ્રગ્સ સપ્લાઈનાં લીડર માટે પણ તમે સોળ સત્તર વર્ષના યુવાનોને રાખ્યાં છે....!! જેઓ પોતે પણ ડ્રગ્સના બંધિયાર બની ગયા છે....!! તેઓની હાલત તમે જોઈ છે....!! એ ઉગતો યુવાનની બોડી જોઈ છે....!! ના ચહેરા પર કોઈ પણ જાતની રોનક ના શરીરમાં કોઈ જાન....કે ના જોશ!! ભણતર અને ભવિષ્ય તો એનું ગયું જ પરંતુ એ યુવાન વીસ પચીસની ઉંમરમાં જ મૃત્યુની નજદીક જતાં રહે છે કારણકે અત્યંત પ્રમાણમાં ડ્રગ્સનું સેવન જ એમનાં જીવનમાં માત્ર ઉદ્દેશ હોય એ રીતે જીવતા હોય છે...!! આ યુવાનો લીડર પણ એટલે જ બન્યાં હોય છે કે તેઓને પણ આ જ ડ્રગ્સ સાથે પૈસા પણ મળી શકે...!! તમારા માણસો અલગ અલગ દુકાનો નાંખીને એમાં સિગારેટ પાન તબાકું તો વેંચતા જ હોય છે પરંતુ ધીરે ધીરે ડ્રગ્સની પણ ઓફર કરતા હોય છે. એમાં જ ધનવાન ઘરાનાના દીકરા દીકરીઓને પિછાણી જાઓ છો. એના બાદ આખું સર્કલ તૈયાર થાય છે. એવા કેટલા બધા ઘરોના યુવાન છોકરા છોકરીની લાઈફ તમે બરબાદ કરી રહ્યાં છો...એનો અંદાજો પણ છે તમને....!! નહીં.....મારાથી આ જોઈ નહીં શકાય!! હું તમારા આ કાળાબજારીનો અંત લાવીશ...!! તમારા આ કાળા ચહેરાને હું દુનિયા સમક્ષ લાવીશ...!!" જાસ્મિન ક્રોધમાં ઝઝૂમી ઉઠી.

ત્યાં જ તે જ સમયે જાસ્મિન પર બાનીનો મેસેજ આવ્યો કે એ ઈન્ડિયા આવી રહી છે..!! જાસ્મિનને ચાકુના નોક પર રાખી હતી..!! એને મેસેજનો જવાબ આપ્યો કે એના ઘરે એક કલાકમાં મળે..!! તે સમય દરમિયાન બાનીના ઘરની આસપાસ તેમ જ જાસ્મિનની બિલ્ડીંગની નીચે લકીએ પોતાના સાગીરતોને તૈનાત કરી રાખ્યાં હતાં જેથી બાનીની દરેક હિલચાલ પર નજર રાખી શકાય...!! આ એક કલાક દરમિયાન જાસ્મિન અને અમારી ચારો વચ્ચે થોડી સમજદારીની વાત થઈ કે એ અમારા કામમાં ભળી જાય તો એની જાન બક્ષવામાં આવશે..!! પરંતુ એ માની નહીં...!! અચાનક એક કલાક પત્યા બાદ એને ઝડપથી બાની પર કોલ લગાવ્યો, " બાની...!! પ્લીઝ હેલ્પ મી...!! એક સેંકેન્ડ પણ લેટ ના કરતી.. મારા ઘરે...!!" એ આગળ કશું બોલે એ પહેલાં જ મેં એનો મોબાઈલ છીનવીને ફોન કટ કરીને ફેંક્યો.

જાસ્મિન ગુસ્સામાં બરાડી, " અમન....!! તું એક ઘોર અપરાધી છે...!! તને ખુલ્લેઆમ જીવવાનો કશો પણ અધિકાર નથી...!! તે, લકી અને કે.કે રાઠોડે આ જ હવેલીમાં મીરાનો બળાત્કાર કર્યો હતો. મીરાનું મૌત તે દરમિયાન શ્વાસ રૂંધાવાથી થયું... યાદ હશે જ તમને...!! તમે ત્રણેય તે દિવસે ડ્રગ્સની નસીડી હાલતમાં હતાં..!! તેમ જ એક હોટેલના કમરામાં એને ફાંસીએ લટકાવીને આત્મહત્યાનો મામલો ઠેરાવ્યો હતો. મિસીસ આરાધનાએ આત્મહત્યાનો મામલો દેખાય એમાં સાથ આપ્યો હતો..!! અમન...!! મીરા તારા દ્વારા પ્રેગ્નેન્ટ હતી...એને એક મહિનાનો ગર્ભ હતો!! તો પણ તને આ કાંડ કરવામાં.... છી.... !!" જાસ્મિન ગુસ્સામાં જ મારા પર ત્રાટુકી, " હું તને નહીં છોડું...!! હું તને નહીં છોડીશ.....!!" કહીને એને મારા ચહેરાને પોતાના અણીદાર નખોથી વીંધી નાંખ્યો...!!

"મારી બાની મારો સાથ જરૂર આપશે...એ અહીં સુધી પહોંચી જ જશે.!! મિસીસ આરાધના....!! કે.કે રાઠોડ... અમન...લકી....!! તમારો ખાત્મો હું જરૂર કરીશ...!!" એ અમને બધાને ઉત્તેજિત કરી રહી હતી...અમે બધા જ ક્રોધાવેશમાં ઝઝૂમી રહ્યાં હતાં !! ત્યાં જ તે જ પળે મિસીસ આરાધનાએ જાસ્મિનનાં પેટમાં ગુસ્સામાં પિસ્તોલથી ગોળી ઝીંકી દીધી. મિસીસ આરાધના પાગલની જેમ હસી..!! જાસ્મિનનો જીવ હજુ ગયો ન હતો. એ દર્દથી કહેરાતી બોલતી જતી હતી, " મારી બાની તમારા સુધી જરૂર પહોંચશે...એ તમારો ખાત્મો જરૂર કરશે... કેમ કે બાની-એક શૂટર છે...!!" એના શબ્દો પર અમારું કોઈનું પણ ધ્યાન ન હતું...!! મિસીસ આરાધનાએ હસતાં જ પિસ્તોલ મારા હાથમાં સોંપી. મેં પણ એક ગોળી જાસ્મિનનાં સીના પર છોડી. અને એવી રીતે જ કે.કે રાઠોડને પિસ્તોલ સોંપી અને તેણે પણ એક ગોળી જાસ્મિનનાં સીનામાં ધરબી. કે.કે રાઠોડે લકીને પિસ્તોલ સોંપી. લકીએ બાકી બચેલી બધી જ ગોળી જાસ્મિનનાં સીનામાં ઉતારી દીધી...!! જાસ્મિનનું પ્રાણપંખેરું ત્યાં જ ઉડી ગયું. આ દરમિયાન બાની પર નજર રાખનાર સાગીરતોના મેસેજ પણ લકીના ફોન પર લગાદાર બાનીના હિલચાલ વિષેના આવી રહ્યાં હતાં...!! લકીએ મેસેજ પર જણાવી દીધું હતું કે બાનીનું એક્સીડેન્ટ કરવામાં આવે...!! લકીને કશી પણ પડી ન હતી કે એક્સીડેન્ટ દરમિયાન બાનીનું મૃત્યુ નીપજે તો નીપજે..!! કેમ કે લકી બાનીના સ્વભાવ વિશે જાણતો હતો..!! તેમ જ ઈવાન વિશે પણ જાણતો હતો...!! આ બંનેમાંથી ખતરનાક એને બાની જ લાગતી હતી..!! બધું લકીના પ્લાન પ્રમાણે જ થઈ રહ્યું હતું. લકીએ વિચારી પણ લીધું હતું કે જાસ્મિનની હત્યાનો પૂરો આરોપ એ બાની પર જ નાંખશે...!! કેમ કે બાનીનું ડેડ સાથે થયેલું પ્રોમિસ ફક્ત એ જ જાણતો હતો. બાનીના ડેડ કનકભાઈએ જ આ પ્રોમિસની વાત લકી પરનાં વિશ્વાસ માટે જ કરી હતી. આનો જ ફાયદો લઈને લકીએ જાસ્મિનનું હત્યાના આરોપનું ષડ્યંત્ર તૈયાર કર્યું....!! મીડિયાની સામે લકીના આદમીઓ આવ્યાં...!! એમને જ અફવાઓ પણ ઉડાવી: ઈવાન જાસ્મિન એકમેકને ચાહતા હતાં...!! પરંતુ બાની ઈવાન સાથે લગ્નનાં બંધનમાં જોડાવાની હતી...!! ઈવાન જાસ્મિનનો પ્યાર એ બરદાસ્ત કરી ન શકી...!! એટલે જ ઈંડિયા આવતાની સાથે જ બાનીએ જાસ્મિનની હત્યા કરી નાંખી. પોલીસની શંકા એના પર ન જાય એટલે પોતે જ પોતાનું એક્સીડેન્ટ પણ કરાવી નાંખ્યું...!!" અમન એકધારું બોલીને ચૂપ થયો. પરંતુ જાસ્મિનનું કમૌતની ઘટના અમન પાસેથી સાંભળતા જ બાની પૂરી રીતે ક્રોધથી કાપી રહી હતી.

"હા... જાસ્મિનને મારા પર વિશ્વાસ હતો એટલે જ એના દ્વારા લિખિત પેજ અમને સદ્દભાગ્યે મળીને જ રહ્યું. જાસ્મિને ડાયરીનાં પેજ પર મોટા અક્ષરમાં લખ્યું હતું, 'કે.કે રાઠોડ, મિસીસ આરાધના, અમન, લક નામનાં વ્યક્તિ એકમેક સાથે સંડોવાયેલા છે અને તેઓ ગજબનું ગુનાખોરીનું કામ કરી રહ્યાં છે. કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ કરી રહ્યાં છે. શહેરની કોલેજના આજુબાજુ નાનું અમસ્તું ખાવાપીવાનુનું દુકાન નાંખી કે બીજા બધા સ્ટોર નાંખી તેઓ કોલજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાઈ કરી રહ્યાં છે. એના બદલે તેઓને પૈસાનો તગડો માલ મળતો....!! બાની આપણાને આ કામને રોકવું છે બાની...!! આવી રીતે તો કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઈ જશે...!! કોલેજની આસપાસ થતા આવા ગુનાખોરીનાં ધંધાને રોકવું પડશે બાની... રોકવું પડશે...!!" બાનીએ ક્રોધમાં જ પેજ વિશેની માહિતી આપી અને ફરી કહેવા લાગી," તે બાદ અમારા આદમીઓ દ્વારા એ વિશેની પૂરેપૂરી ઊંડાણ થી માહિતી એકઠી કરવામાં આવી. અને લકી જે સાત લોકેશન આ ગુનાખોરીનો સંભાળતો એમાં બધે જ અમે આગ લગાવી દીધી છે."

બધી જ વાત કેદાર લઈને ઉભેલો લેપટોપમાં વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું હતું જેનું લાઈવ વિડીઓ ટિપેન્દ્ર અને ઈવાન પોતપોતાના મોબાઈલમાં જોઈ રહ્યાં હતાં. જ્યારે રૂસ્તમ હવેલીના બહાર હથિયાર તાકી નજર રાખી રહ્યો હતો.

અમને આટલા ગંભીર વાતાવરણમાં પણ પ્રશ્ન પૂછી પાડ્યો, "અમને ફક્ત એક જ વાત ન સમજાઈ કે જાસ્મિનને મીરાના મૌતનું રહસ્ય વિશે જાણ કેવી રીતે થઈ...કોણે કરી હશે...!!"

બાની ક્રોધમાં જ દાંત પીસીને ચીખી, " તારી જન્મ આપનાર મા તેમ જ તારા ઘરની જૂની નોકરાણી મીની...!! જે તારા પર હરહંમેશ નજર રાખતી હતી...!!" એટલું કહીને તો એને લકીના મસ્તિષ્ક પર જોરથી ગોળી છોડી...!! કેમ કે બાનીએ પહેલાંથી નિર્ણય તો લઈ જ લીધો હતો કે જાસ્મિનનાં ખૂનનું રહસ્ય જાણ્યા બાદ જાસ્મિનનાં દરેક ખૂનીને એ પોતાના પિસ્તોલથી શૂટ કરશે...!! નજદીકથી મસ્તિષ્ક પર ગોળી વાગતાં જ લકી ત્યાં જ ઢળી પડ્યો. મિસીસ આરાધના અને અમન પણ કશું સમજે તે જ સમયે લકી બાદ અમનનાં મસ્તિષ્ક પર નજદીકથી ગોળી છોડી. તેમ જ મિસીસ આરાધનાના મસ્તિષ્કમાં પણ બાનીએ નજદીકથી ગોળી ઉતારી..!! ઉપરા ઉપરી ત્રણ ગોળી છૂટયાનો અવાજ થતા જ લકીના એક બોડીગાર્ડે બાની પર પાછળથી બે ઉપરાઉપરી ગોળી છોડી...!! પછી નજદીક આવીને એક છાતીમાં ગોળી છોડી. બધું પળવારમાં જ બન્યું...!! કેદારે આ જોતાં જ એ બોડીગાર્ડને પોતાની પિસ્તોલથી વીંધી નાંખ્યો. પરંતુ બાનીને જાણે ગોળી વાગી જ ના હોય તેમ એને ફરી એક પછી એક લકી, મિસીસ આરાધના અને અમન પર ગોળીઓ છોડી...!! ત્રણેયનું મૌત ઘટના સ્થળ પર જ થઈ ગયું. આઠ વર્ષથી ચાલી રહેલો બાનીનો પ્રતિશોધ આજે પૂર્ણ થયો...!! આઠ વર્ષથી મનમાં જે ઉકળાટ,ખીજ, પરિતાપ અને ઘમાસાણ યુદ્ધ ચાલુ હતું એનું સમાપન આજે થયું...!! બાની આટલી વેદનામાં પણ ખૂશ હતી...!!

ત્યાં જ હવેલીની ચારેતરફથી આગની જ્વાળાઓ ફાટી નીકળી...!! કેમ કે પ્લાન પ્રમાણે બાનીએ હુકમ આપી જ રાખ્યો હતો કે જો અમારા પર એટલે કે બાની તેમ જ કેદાર પર કોઈ ગોળી છોડશે તે જ પળે હવેલીને આગ ચાપી દેવાની...!! રૂસ્તમ તરત જ હવેલીની અંદર ધસી આવ્યો...!! એવામાં જ લકીના સાગીરતોએ દોડાદોડી મારી મૂકી કે આ ભડભડતી આગની જ્વાળામાંથી પોતાને કેવી રીતે બચાવી શકાય...!! રૂસ્તમેં હેમકેમ બાની તેમ જ કેદારને આગની જ્વાળામાંથી બચાવી હવેલીની બહાર લાવ્યો. તરત જ હવેલીની બહાર પહેલાથી તૈનાત કારના પાછળની સીટ પર બાનીને બેસાડવામાં આવી તેમ જ કેદાર પણ સાથે બેસ્યો. ડ્રાઈવરસીટ પર રૂસ્તમ ઝડપથી ગોઠવાયો અને એની બાજુમાં ટિપેન્દ્ર ગોઠવાયો.

બાનીની સ્થિતી ખૂબ નાજુક હતી. એ નાજુક અવસ્થામાં જ બોલતી જતી હતી, "કેદાર....!! અહીંના નજદીક પોલીસ સ્ટેશને મને લઈ જા...!!"

"ના...દીદી...!! કારને હોસ્પિટલ ભણી લઈ જા રૂસ્તમ...!!" કેદારે હુકમ આપ્યો.

"કેદાર...!!જિદ્દ નહીં...!! પ્લાન પ્રમાણે નક્કી થયેલું છે કે પ્રતિશોધ પૂર્ણ થયા બાદ ભલે મારો પ્રાણ જવાનો હોય પણ એના પહેલા હું પોતાને સરેન્ડર કરીશ..!! પ્લીઝ..!!" બાનીથી વધારે બોલાતું ન હતું...!!

"રૂસ્તમ...!! કારને નજદીકના પોલીસ સ્ટેશને દોડાવ..!!"ટિપેન્દ્રએ શાંતિથી કહ્યું.

"યાદ રહે...!! એ મારા જીગરી દોસ્તો...!! મને પોલીસ સ્ટેશનના બહાર છોડી તમે ત્યાંથી કાર ભગાવી મૂકજો.. તમે તમારી લાઈફ જીવજો છૂપી રીતે...!!" બાનીની આંખમાં અત્યંત પ્રેમ તેમ જ અહોભાવ હતો પોતાના જીગરી દોસ્તો માટે...!! પણ અવાજ ધીમો થઈ રહ્યો હતો..!!

"બાની..દીદી....!!"કેદાર બાનીની કથળી હાલત જોઈને મનથી પૂરી રીતે તૂટી ચુક્યો.

"કેદાર...!! મારું મૌત પહેલા એક વિડિઓ બનાવા માગું છું. મારી જાસ્મિનનો મેસેજ હું દુનિયા સમક્ષ પહોંચાડવા માગું છું...!!" બાની જેમતેમ બોલી રહી હતી.

કેદારે મોબાઈલમાં વિડિઓ રેકોર્ડિંગ ચાલુ કરી:

"હું 'બાની-એક શૂટર' ફિલ્મની અભિનેત્રી મિસ પાહી ઉર્ફ બાની...!! મારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનનાં ખૂનનો પ્રતિશોધ લેવા માટે જ પાહી નામથી મુખવટો ધારણ કર્યો હતો. આજે એ પ્રતિશોધ પૂરો થયો. જાસ્મિન...!! ડ્રગ્સ સપ્લાઈ તેમ જ ડ્રગ્સનો ધંધો ચલાવનારનો ઘટસ્ફોટ કરવાની હતી જેમાં એનું ખૂન કરવામાં આવ્યું...!! હું મારી જાસ્મિનને ઓળખું છું...!! એના લીધે જ હું આપને મેસેજ પહોંચાડવા માંગુ છું એ દરેક માતા પિતાને...!! એ ઉગતા દરેક યુવક યુવતીઓને....!!

માતા પિતાઓ તમારા બાળકો જે યુવાનીમાં કદમ રાખી રહ્યાં છે એના પર ધ્યાન આપો...!! એમની હેલ્થ અચાનક બગડેલી કેમ દેખાઈ રહી છે એના પર ધ્યાન આપો...!! સિગારેટ ડ્રગ્સ જેવા વ્યસનમાં ના પડે એની તકેદારી રાખો... ડ્રગ્સ લેતા લેતા તેઓ માલની તસકેરી કરતા ના થઈ જાય એનું ધ્યાન રાખો...!!

યુવક યુવતીઓ...! કોલેજ લાઈફ દરમિયાન તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં કદાચ એવા પણ ફ્રેંડો હોય છે જે સિગારેટના બંધાણી તો હોય જ છે પરંતુ સાથે સાથે ડ્રગ્સના પણ બંધિયાર થઈ જાય છે..!! આગળ જતાં આ લત છૂટવી ખૂબ મુશ્કેલ બને છે...!! હું અને મારા ફ્રેન્ડ્સ સર્કલમાં અમૂક ફ્રેંડો સૂટ્ટા મારીને સમયનો બરબાદ કરતાં હતાં પરંતુ સમયસર આ આદતને અમે છોડી છે. અને એટલે જ કહી રહી છું આસપાસનું કોઈ પણ વાતાવરણ આપણાને દૂષિત ન કરે એટલા મનથી મજબૂત રહો ફક્ત તમારા કેરિયરમાં ધ્યાન આપજો...!! કેમ કે કોઈપણ જાતનું વ્યસન છેલ્લે તો આપણાને જ નુકશાન કરશે..!!" બાનીએ ત્રુટક શબ્દોમાં ઊંડા ઊંડા શ્વાસ લેતાં તેમ જ ખાસતા આખી વાતને પૂરી કરી.

કેદારે પ્લાનનો અંતિમ વિડિઓ પણ ઈવાનને સેન્ડ કર્યો.

પ્લાન પ્રમાણે નક્કી થયેલું હતું જે દિવસે બાની જાસ્મિનનાં ખૂનીનો બદલો લેવા જશે ત્યારથી ચાલુ થયેલી એક એક ઘટનાનો વિડિઓ રેકોર્ડિંગ થશે તેમ જ પ્રતિશોધ પૂર્ણ થતાં જ એહાનનાં ફેમસ યુટ્યૂબ ચેનલ પર એ વિડિઓ અપલોડ થશે...!! આ વાતમાં એહાન પોતે પણ સહમત હતો તેથી જ એને પોતાના યુટ્યૂબ ચેનલના અકાઉન્ટનો પાસવર્ડ પણ ઈવાનને સોંપ્યો હતો.

ઈવાન અને ક્રિશે એક એક રેકોર્ડિંગ વિડિઓને એડિટ પહેલાથી જ કરીને રાખ્યો હતો. તેમ જ આજની જે ઘટનાના વિડિઓ હતા એ પણ કેદારે કારમાં બેસતા જ સેન્ડ કરવા માંડ્યા હતાં. કારણકે આ બધું જ પ્લાન પ્રમાણે ગોઠવાયેલું હતું. પ્લાન પ્રમાણે એ પણ નક્કી થયું હતું કે પ્રતિશોધની પૂરી ઘટનાનાં રેકોર્ડિંગ વિડિઓ સાથે 'બાની-એક શૂટર' ફિલ્મ પણ અપલોડ થશે..!!

"જીગરી દોસ્તો....હું ફક્ત આભાર એટલું જ કહી શકું છું... એહાનને હું લવ કરું છું...!! મારા શંભૂકાકા....!!" બાની ત્રુટક શબ્દોમાં ખૂબ જ ધીમેથી બોલી રહી હતી. એના બાદ એને ખાંસી આવવા લાગી... એ ચૂપ રહી...!!

પોલીસ સ્ટેશન આવતાં જ બાનીની ઈચ્છા મુજબ એ પોતે જ જેમતેમ કારમાંથી નીકળી અને લથડતા પગે પોલીસ સ્ટેશન પહોંચી. તે દરમિયાન કાર ત્યાં ઉપસ્થિત ન હતી..!! બાની પોલીસ સ્ટેશનનાં અંદર સુધી પણ ના પહોંચી..!! એ પોલીસ કચેરીના આગણામાં જ ઢળી પડી..!! એનામાં જેટલી બચેલી તાકાત હતી એ બધી જ એકઠી કરીને ચિલ્લાવી, "ઈન્સ્પેકટર હું બાની...!! હું પોતાને સરેન્ડર કરી રહી છું." હવાલદારો તેમ જ પોલીસ ઈન્સ્પેકટરે એની આસપાસ આવી પહોંચ્યા...!! તેમ જ કારને દૂર પાર્ક કરી બાનીના સાથીદારો રૂસ્તમ, કેદાર અને ટિપેન્દ્ર પણ પોતાને સરેન્ડર કરવા દોડતા આવી પહોંચ્યા...!! બાનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્યાં જ અધ્ધવચ્ચે જ બાનીનું મૌત નીપજ્યું.

****

એહાનનાં ચેનલ પર બાનીના પ્રતિશોધના એક એક વિડિઓ વાયરલ થઈ રહ્યાં હતાં તેમ જ 'બાની-એક શૂટર' ફિલ્મને લોકો નિહાળવા લાગ્યા..!! ન્યૂઝ ચેનલો પર તરેહ તરેહની ચર્ચાઓ થવા લાગી. બાની-એક શૂટર ફિલ્મની ચર્ચાઓ થવા લાગી તેમ જ પ્રતિશોધની ઘટનાઓ સાથેનો મર્મ કાઢવામાં લાગ્યા..!!

'બાની-એક શૂટર' ફિલ્મનાં લેખક ટિપેન્દ્ર દ્વારા કહાની આ રીતે હતી:

એક સમયની વાત હતી:

ધનવાન રાજા કેશવ અને રાણી કેતકીને ઘણા સમય બાદ એક પુત્રી જન્મી...!! પુત્રીનું નામ શૌર્યા પાડવામાં આવ્યું. પુત્રીને લાડકોડથી ઉછેરવામાં આવી..!! એનો ઉછેર અને સારસંભાળ રાણી કેતકીની નજદીકની દાસી સરસ્વતી અને એના પતિ શિવાએ લીધી...!! શિવાએ બચપણમાં જ શૌર્યાને ઘોડેસવારી તેમ જ તલવારબાજીની તાલિમ માટે તૈયાર કરી. શૌર્યાએ તલવારબાજીમાં નિપુણતા હાંસિલ કરી લીધી હતી. પરંતુ એક દિવસ રાજા કેશવની તલવાર લઈને શૌર્યા તલવારબાજી એના સામેનો પક્ષ સાથી સાથે કરી રહી હતી એવામાં જ એ સામે રહેલા સાથીને હાથમાં ઈજા થતાં જ એના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું...!! એ જોતાં જ શૌર્યાએ તલવાર છોડી દીધી...!! એને અચાનક ઉબકા આવવા લાગ્યા...!! શિવાએ શૌર્યાને ઘણી સમજાવી કે, એક રાજાની પુત્રીને ડર ના શોભે..!! પરંતુ શૌર્યા માની નહીં..!! એ જીદ્દે ચઢી. એ રડતા કહેવા લાગી," શિવા...!! મને આ રક્ત જોવાતું નથી...!! શિવા આ તલવારને દૂર કરો મારાથી... દૂર કરો...!! શિવા શૌર્યાને ખૂબ પ્રેમ કરતો..!! એને એમ જ લાગતું જાણે એ પોતાની જ પુત્રી હોય...!! શિવાએ જુના એક ખંડરમાં શૌર્યા સાથે મળીને રાજાની એ તલવારને ખાડો ખોદીને છુપાવી દીધી...!! બાદમાં શૌર્યાએ પોતાના પિતાજીને અસત્ય કહ્યું, " કે એમની ધારદાર તલવાર તો તૂટી ગઈ છે... એટલે જ મેં એને છુપાવી દીધી છે..!!" રાજા નાની બાળકી શૌર્યાની વાતને તેમ જ એના પરાક્રમથી વાતને હસવામાં કાઢી નાંખે છે.

શિવાનો એક પુત્ર પણ હતો પવન...!! શૌર્યાની ઉંમર જેટલો જ પવન હતો. બંને સાથે મળીને રમતાં. શૌર્યાની તલવારબાજી તેમ જ ઘોડેસવારીની તાલીમના સમયે પણ પવન ઉપસ્થિત રહેતો.

સમય સાથે શૌર્યાએ યુવાનીમાં પગ મૂક્યો. એની મુલાકાત ચંદ્રકલા સાથે થઈ. ચંદ્રકલા ખૂબ જ ખૂબસૂરત યુવતી હતી. બંને એકમેકની સારી સખી બની ગઈ. પરંતુ એક દિવસ એવી ઘટના બની કે ચંદ્રકલાનાં મૃત્યુની સૂચના શૌર્યાને મળી. શૌર્યાએ ચંદ્રકલાનાં મૃત્યુનું કારણ જ્યારે જાણ્યું ત્યારે એ ખલબલી ઉઠી..!! ચંદ્રકલા પર રાજા વિજયે આધિપત્ય જમાવાની કોશિશ કરી..!! પરંતુ ચંદ્રકલાએ એનો વિરોધ કર્યો ત્યાં જ રાજા વિજયની તલવારથી ચંદ્રકલાને મૌતનો દંડ કરવામાં આવ્યો. શૌર્યાએ ચંદ્રકલાની મૌતનો પ્રતિશોધ લેવા માટે શપથ લીધી કે રાજા વિજયનું ધડ તલવારથી અલગ કરીને જ જંપશે..!!

પરંતુ એવામાં જ શૌર્યાનું મૌત એક ગંભીર બીમારીને લીધે થઈ જાય છે. પરંતુ એની આત્મા ચંદ્રકલાની મૌતના પ્રતિશોધ માટે ભટકતી રહે છે....!!

***

સમય આગળ વધતો જાય છે...યુગો બદલાતા જાય છે... અને એક નવા મોર્ડન યુગની કહાનીની શરૂઆત અહીંથી થાય છે:

"શું વાત છે બાની...!! આમ અંધારામાં કેમ બેઠી છે?" બાનીના મોમે ચિંતામાં પ્રશ્ન પૂછ્યો.

"મોમ....!! આ સપના....!! આ સપના મને સુવા નથી દેતાં...!! જુઓને કેવા સપના આવે છે...!! હું કોઈ સફેદ ઝબ્બા પહેરલનું પિસ્તોલથી ખૂન કરી રહી છું...!!" પરસેવાથી રેબઝેબ ડરતાં બાનીએ પોતાની મોમને કહ્યું. પરંતુ મોમે શાંત કરીને પાણી પીવડાવી આવતીકાલે સવારે કોલેજમાં જલ્દી જવાનું છે કહીને બાનીને સુવડાવી દીધી.

સવારે કોલેજમા બાની જલ્દી ગઈ અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ શિવાનીને સપના વિશે જણાવ્યું. શિવાનીએ એને મગજને કુલ રાખવા કહ્યું. બંનેને એકમેક સાથે ખૂબ સારું ફાવતું. બંનેમાં જીગરી દોસ્તી હતી. દિવસો વીતતા ગયા. કોલેજકાળ પૂરો થયો. બંને ફ્રેંડો જોબ પર લાગી. એવામાં જ અચાનક શિવાનીનું મૌત નીપજ્યું..!!

બાનીને મૌતનું કારણ જાણવા મળ્યું કે શિવાનીને એક વિજય નામનો યુવક હેરાન કરતો હતો. વિજય એક મોટો બિઝનેસમેન હતો જ્યાં શિવાની જોબ કરતી હતી. વિજય શિવાનીને પોતાની બનાવા માંગતો હતો. પરંતુ શિવાનીએ એને ઠુકરાવ્યો. વિજયથી આ બરદાસ્ત ન થયું. એને શિવાનીનું ખૂન કરાવી નાંખ્યું. શિવાનીના ખૂનનો આરોપી વિજયને પકડવામાં આવ્યો પરંતુ એની ઊંચી પહોંચના કારણે એ આસાનીથી છૂટી ગયો.

બાનીને શિવાનીનું અચાનક થયેલું મૌતનો સદમો લાગ્યો...!! પરંતુ બિઝનેસમેન વિજયનું નામ એને બેચેન કરતું રહ્યું...!! વિજયનું નામ સાંભળતા જ બાની ઊંડા ગર્તાકમાં જતી રહેતી. એ ઊંઘવા મંથતી પરંતુ વિજય...!! વિજય..!!વિજય...!! એના દિમાગમાં નામ એવું પસરી ગયેલું કે એ પાગલ થવાની સ્થિતી સુધી પહોંચી જતી. એના મગજ સાથે એ લડતી રહેતી કે વિજયનું નામ એને કેમ બેચેન કરી રહ્યું હતું...!! એને વિજય સાથે મૂલાકાત કરવાનો નિર્ણય લીધો. એણે બિઝનેસને લગતા કામ માટેની મુલાકાત ગોઠવી. મુલાકાત બાદ બાની વધુ વિચલીત થવા લાગી...!! વિજયનો ચહેરો હૂબહૂ એના સપનામાં આવતો એ સફેદ ઝબ્બા પહેરલ શખ્સ સાથે મળતો હતો..!!

વિજય સાથેની મુલાકાત બાદની રાત્રે એને અજીબ એક સપનું આવ્યું, શિવા...ઘોડેસવારી...શૌર્યા...તલવારબાજી અને ચંદ્રકલાનાં ઝાકા દ્રશ્યો એના સપનામાં આવ્યા!! બાની જોરથી ચિલાવીને બેઠી થઈ ગઈ..!! રાતોરાત એને પોતાના સપનાને પેન લઈને પેપર પર ઉતાર્યા. આખી રાત એ વિચારતી રહી....!! ભાર આપીને વિચારતી રહી. ધીરે ધીરે એની આંખો સમક્ષ આખી ઘટના ઝડપથી યાદ આવવા લાગી...!! બાનીએ પોતાનો ચહેરો અરીસામાં નિહાળ્યો...!! એ બબડવા લાગી, " હું ધનવાન રાજા કેશવ અને રાણી કેતકીની પુત્રી શૌર્યા...!! તલવારબાજીમાં મેં નિપુણતા પ્રાપ્ત કરી હતી. મારી સખી ચંદ્રકલા....!! ચંદ્રકલાને રાજા વિજયે તલવારથી મૌતનો દંડ આપ્યો...!! હું એટલે કે શૌર્યાએ ચંદ્રકલાની મૌતનો પ્રતિશોધ લેવા માટે શપથ લીધી કે રાજા વિજયનું ધડ તલવારથી અલગ કરીને જ જંપીશ..!! પરંતુ મારું બીમારીને લીધે મૌત નીપજ્યું...!! એટલે હું શૌર્યા છું...!! બાનીના સ્વરૂપમાં મારો પુર્નજન્મ થયો છે. એ શિવા....!! પણ મારી સાથે તો એવો કોઈ શિવા નથી જે મને અત્યારે તલવારબાજી શીખવાડી શકે...!!"

બાનીએ પેપર પર શૌર્યાનો ચહેરો પણ સ્કેચ કરીને ઉતાર્યો.

બાનીએ પોતે જ એક પ્લાન બનાવ્યો. એને નિર્ણય લઈ લીધો કે એ શૂટિંગ કરતાં શીખશે...!! એ વધુને વધુ પ્રેક્ટિસ કરતી ગઈ. એને મનમાં પ્રતિશોધની કસમ લઈ લીધી હતી કે એ પોતાની બેસ્ટ ફ્રેન્ડ શિવાનીનો બદલો વિજયના સીનામાં છયે છ ગોળી ઉતારીને જ લેશે. પ્રેક્ટિસ કરીને બાની એક અચ્છી શૂટર બની ગઈ હતી.

એ દિવસ આવી જ ગયો. બાની વિજયની સાતમાં માળે આવેલી ઓફિસમાં પહોંચી. પરંતુ બાની પોતાના અસલી ચહેરામાં ગઈ ન હતી...!! એને શૌર્યાનો મુખવટો હાંસિલ કર્યો હતો એ વિચારથી કે અહીં પકડાઈ ના જાય. ઓફિસમાં બેઠેલા ચેર પર વિજય સામે એને પોતાનો મુખવટો દૂર કર્યો અને પિસ્તોલ તાકતા કહેવા લાગી, "હું 'બાની-એક શૂટર' ફક્ત વિજય તારા જેવા દંરીદાનું ખૂન કરવા માટે બની છું...!! યાદ છે ને તે મારી બેસ્ટ ફ્રેન્ડ શિવાનીનું ખૂન કર્યું હતું...!!" કહીને બાનીએ વિજયના સીનામાં છએ છ બૂલેટ છોડી. વિજયનું ઘટના સ્થળે જ મૌત થયું.

બાદમાં બાનીએ પોતાનો હવાલો પોલીસને કર્યો હતો..!!

The End

ટિપેન્દ્રની 'બાની-એક શૂટર' ફિલ્મ પરદા પર એવી રીતે પૂરી થાય છે.

****

વાયરલ થયેલી 'બાની-એક શૂટર' ની ફિલ્મ સાથે બાનીનાં અસલી જીવનમાં થયેલી પ્રતિશોધની ઘટનાની રેકોર્ડિંગ આ બંન્ને વચ્ચેનો મર્મ જેણે જેવી રીતે સમજાય તેવી રીતે સમજી રહ્યાં હતાં.

બાની કાનૂનનાં નજરોમાં એક અપરાધી હતી. તેથી જ અમુક સમયમાં જ એહાનનું યુટ્યૂબ ચેનલ પર સ્ટાઈક આવતાં એ ચેનલને પણ બંધ કરવામાં આવ્યું.

પોતાનું કામ પૂરું થતા જ ઈવાન અને ક્રિશે પણ પોતાને સરરેન્ડર કરી નાંખ્યા.

ઈન્સ્પેકટર વરુણ રાઠોડે એ સાત લોકેશન પરથી ડ્રગ્સ સપ્લાયરોની તેમ જ લીડરોની શોધખોળની આગળની કારવાઈ હાથમાં લીધી હતી.

ક્રિશ, ઈવાન, કેદાર, ટિપેન્દ્ર, રૂસ્તમ તેમ જ એહાનને પોતે જેલ ભેગા થયા એનું દુઃખ સતાવતું ન હતું પરંતુ બાની નામની પોતાની એક અચ્છી ફ્રેન્ડને ગુમાવ્યાનો અફસોસ એમણે કોરી ખાઈ રહ્યો હતો.

શંભૂકાકા પોતાનું મૌત ક્યારે જલ્દી આવે એની રાહ જોતા જીવન વ્યતિત કરી રહ્યાં હતાં.

(સમાપ્ત)

પ્રવિણા માહ્યાવંશી


છેલ્લે

લેખિકા દ્વારા:

શું કહો છો વાચક મિત્રો, 'બાની-એક શૂટર' નામની મારી નોવેલની ફિલ્મ બનવી જોઈએ કે નહીં?? ☺️☺️

વાચક મિત્રો, પણ એક સ્ક્રિપ્ટ તો એવી લખવી જ છે જેના પર ફિલ્મ બને..!! હજુ શીખી રહી છું. ઘણું શીખવાનું બાકી છે.

દોસ્તો, 'બાની-એક શૂટર' ને ખૂબ જ રસપૂર્વક વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વાચક મિત્રો, "કયો લવ?" મારી પહેલી ઈબુક સ્વરૂપમાં પ્રેમકથાના વિષય પર નોવેલ હતી. આ નોવેલમાં ચહેરા, પહેરવેશથી લઈને ઘટના તેમ જ દ્રશ્યોનાં વર્ણન કર્યા હતાં જે ખૂબ જ લાંબી લખાઈ હતી. પરંતુ "બાની-એક શૂટર" માં મેં મુખ્ય પાત્રોનાં ચહેરાનું જ વર્ણન કર્યું છે કારણ ફક્ત એટલું જ હતું કે "બાની-એક શૂટર" ઘણી લાંબી લખાઈ ન જાય. "બાની-એક શૂટર" કાલ્પનિક સાહસ કહાણી છે. એટલે હું વધારે કહેવા માંગતી નથી. મેં મારો બેસ્ટ આપવાનો પ્રયત્ન તો કર્યો જ છે વધુ આપ જણાવજો.

હું માતૃભારતી ટીમ તેમ જ સર મહેન્દ્રભાઈની ખૂબ આભારી છું.

છેલ્લે, વાચકમિત્રો આપને "બાની-એક શૂટર" નોવેલ કેવી લાગી એ કોમેન્ટ દ્વારા જણાવજો.

ફરી નવા વિષય સાથે નોવેલ લઈને હું જલ્દી જ આપના સમક્ષ હાજર રહીશ.

ખૂબ આભાર વાચકમિત્રો,

પ્રવિણા માહ્યાવંશી.