The mystery of skeleton lake - 18 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૧૮ )

પાછળના પ્રકરણમાં જોયું કે ક્રિષ્ના પેલા ભોંયતાળીયામાં ગબડી પડે છે અને બાકી પાંચ જણા પણ એને બચાવવા એની પાછળ જાય છે ત્યારે પેલો દરવાજો બંધ થઈ જતા અંદર જ ફસાઈ જાય છે જ્યાં મહેન્દ્રરાયને પાતળી સુડ વાગી જતા બેહોશ થઈ જાય છે હવે આગળ ....

છેલ્લા પ્રકરણનો અંત ( પાછળ શુ બન્યું એ યાદ આવે માટે )

સોમચંદ જી .....સોમચંદ જી ......" અત્યાર સુધી અવાચક બનીને બેઠેલી સ્વાતિએ બૂમ પાડી. સ્વાતિ કોઈ મુશ્કેલીમાં મુકાઈ છે એવું જાણીને સોમચંદ સ્વાતિ તરફ ચાલવા લાગ્યા . ત્યાંનું દ્રશ્ય જોતા સોમચંદ પોતે પણ સ્તબ્ધ રહી ગયા , પેલી મસાલોને કારણે આખા ભોંયતળિયમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો , અને એ પ્રકાશમાં પેલા હાડપિંજર જાણે પ્રેતાત્મા બનીને બદલો લેવા આવેલા ભૂતો જેવા લાગતા હતા .

નવું પ્રકરણ શરૂ...


મુખીને એ લોકવાયકા યાદ કરતા બોલવાનું શરૂ કર્યું " આ જોઈને એ વાત ૧૦૦આના સાચી કે અહીંયા અકાળે મૃત્યુ પામેલા માણસો ભૂતો બનીને દર પૂનમે પોતાના મૃત્યોનો બદલો લેવા અહીંયા આવે છે અને કાળી શક્તિ દ્વારા દાનવો પાસે મદદ માંગે છે " આ વાત યાદ કરતા મુખીમાં એક કંપન શરૂ થઈ ગયું . એમના હાથ ધ્રુજી રહ્યા હતા , પોતાના પગે ઉભા પણ રહી શકે એમ પણ નહોતુ પરંતુ મહેમાનો શુ વિચારશે ...!!?? ગામવાળા ચાર વાતો કરશે આમ વિચારી ગંભીર ચહેરાને છુપાવવાની નાકામ કોશિશ કરી રહ્યા હતા .
અત્યાર સુધી શાંત રહેલી સ્વાતિ આ વાત સાંભળીને ડર અનુભવી રહી હતી .કદાચ મહેન્દ્રરાય બેહોશ ના થયો હોત તો સ્વાતિની હાલત વધુ સારી હોત .બાકીના બધાની હાલત પણ કૈક આવીજ હતી બસ માત્ર સોમચંદ થોડા સ્વચ્છ દેખાતા હતા , એમને આ વાતાવરણથી વધારે આ પરિસ્થિતિનો ડર હતો . આ બધાને બહાર કેવી રીતે કાઢવા એ વાતની ચિંતા હતી . હવે પોતાની આશંકા સાચી દેખાઈ રહી હતી એટલે એમને કહ્યું
" કદાચ મંદિરમાં આક્રમણ દરમિયાન કોઈ ભક્તોએ અહીંયા આશ્રય લીધો હોવો જોઈએ , અને કોઈ લાલચી માણસે અહીંયા આવવાનો રસ્તો બતાવી દેતા આ રાક્ષસો ભોંયતળિયે આવીને ભક્તોની નિષ્ઠુર હત્યા કરી દીધી હશે . અંદર આવતા જ દરવાજો બંધ થઈ ગયો હશે , જેમ અત્યારે થઈ ગયો છે અને બહાર જવાનો રસ્તો ના મળતા ભૂખ્યા- તરસ્યા મોતને ભેટ્યા હોવા જોઈએ " અને સોમચંદે આગળ કહ્યું " અને હા , તમે ભૂતની વાતો ના કરો તોજ સારું ..... ભક્તો કોઈ દિવસ ભૂત નથી બનતા . આવા દાનવોને જ અહીંયા રહી પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે , તમે ચિંતા ના કરશો આપડને કાઈ નહીં થાય કારણકે એ દાનવો પાસે આંખ નીચે કાળા ડાઘ વાળી પવિત્ર , શુદ્ધ મન વાળી છોકરી નહતી " સોમચંદે ટોણો મારતા કહ્યું
" કાળા ડાઘ વાળી છોકરી મતલબ....હું .....? હું પવિત્ર છુ ..એનો મતલબ ....!?" સ્વાતિ રસ લેતા કહ્યું
" બેટા આ સમય એ બધી વાત કરવા માટે નથી , હાલ તો મારે તમને બધાને અહીંથી બહાર કેમ કાઢવા એ વિચારવા દે ....ઠીક છે..??"
" ઠીક છે અંકલ ....."
ફરી ઢીંચણ પર ચાલી સોમચંદ પેલી જગ્યા પર ગયા જ્યાં કૈક વિચિત્ર મશીન પડ્યું હતું . ત્યાં જઈને થોડું નિરીક્ષણ કર્યું . ત્યાં અંદર શ્રી કૃષ્ણની મૂર્તિ પડી હતી જે આજે પણ મસાલના અજવાળામાં ચમકી રહી હતી . એને એટલી સંભાળીને રાખેલી હતી જાણે કોઈ ચોરથી બચાવીને રાખેલી હોય . લોખંડના એ મશીનની બહાર પાંચ લોખંડના બોલ્ટ જેવું કૈક હતું જે સ્વીચો જેવુ લાગતું હતું , જેને ગોળાકાર ફેરવી શકાય એમ હતું . આ જોઈને સોમચંદને લાગ્યું કે આજ બહાર જાવા માટે કડીરૂપ બનવું જોઈએ . એમને પાંચ પૈકી પહેલી સ્વીચ જેવા બોલ્ટને ફેરવવાનું શરૂ કર્યું . કોઈ ઝાડની ડાળી તૂટતા પહેલા જેમ કડકારો થાય એવો જ કૈક અવાજ 'કડડડ....' આવી રહ્યા હતો . સોમચંદના પગ પાસે ઉંદર જેવું કૈક આવતા નીચે વળ્યાં અને સેકન્ડના દસમા ભાગમાં પથ્થરનો એક મોટો ગોળો સોમચંદ ઉભા હતા ત્યાં સામેની દિશા માંથી છૂટીને આવ્યો જાણે કોઈ તોપ માંથી ગોળો છૂટ્યો હોય એવું લાગ્યું ...!! સોમચંદના સદનસીબ કે એ પગ સરખો કરવા નીચે વળ્યાં બાકી એમનો ટુકડો પણ હાથમાં આવેત નહીં .
જેમ સિક્કાના બે ભાગ હોય એમ અહીંયા કોઈ એવું પણ હતું જેને અપાર પાપ આચર્યા હોય . કારણ કે એ ગોળાથી સોમચંદ તો બચી ગયા પણ સૌનું જીવન દાવ પર લાગી ગયું . પેલો ગોળો નિશાન ચુકીને સીધો એક મસાલ પર અથડાયો . લાકડાની મસાલા તૂટીને નીચે પડી ગઈ અને નીચે રહેલા સૂકા ઘાસમાં ક્ષણ વારમાં આગ ફેલાવા લાગી . બધાની હાલત કફોડી બની રહી હતી .સોમચંદના હાથમાં રહેલી ઘડિયાળમાં લાલ લાઈટ સાથે ખતરાનું એલાર્મ પણ વાગવા લાગ્યું હતું. હવે પરિસ્થિતિને સમજવાનો સમય નહોતો પરંતુ નિર્ણય લેવાનો હતો . તેથી સોમચંદે ડી.જે.ઝાલાની વાત યાદ કરી ' કાળા ડાઘ વાળી છોકરી ' એટલે કે સ્વાતિ , સ્વાતિ જ હતી જે સૌની તારણહાર બનીને અહીંયાંથી નીકળવા મદદરૂપ બની શકે એમ હતું . તેથી પાછા પોતાની ટીમ પાસે જઈને મોટા અવાજમાં કહ્યું " મુખી તમે મહેન્દ્રરાયને સાચવો , ઓમકાર તુમ ક્રિષ્ના કો સંભાલો અને સ્વાતિ જલ્દી થી મારી સાથે ચાલ .... સંભાળીને.....ઢીંચણીયે વળીને ચાલજે ...."
" ઠીક છે અંકલ ....."
આટલું કહી બંને ખૂબ ઝડપથી ઢીંચણીયે ચાલવા લાગ્યા . સ્વાતિની નાજુક ચામડીને ઢીંચણીયે ચાલવામાં ખૂબ તકલીફ પડી રહી હતી છતાં એ ઉહકારો પણ કર્યા વગર ચાલી રહી હતી , કારણ કે એના માથે પાંચ જીવ બચાવવાની જવાબદારી હતી. એ વિચિત્ર ગોળો વરસાવનાર નિર્જીવ મશીન પાસે જઈને સોમચંદે જણાવ્યું " આપડી પાસે એક જ રસ્તો છે , ક્યાંતો પરિસ્થિતિ સામે લડી લેવું કે પછી એના હવાલે થઈને આગમાં હોમાઈ જવું ....બોલ તને શુ પસંદ છે ....??"
" મારા પિતા ડૉ.રોયે શીખવ્યું છે , કુતરા જેવા હજાર દિવસના જીવન કરતા સિંહ જેવું એક દિવસનું જીવન સારું ...... પરિસ્થિતિ સામે લડીશ અંકલ ...!!"
" સરસ દીકરી આજ ઉમ્મીદ હતી .... જો આ પાંચ ઢાંચા દેખાય છે ...?"
" જી હા અંકલ ...."
" મને લાગે છે આ પાંચ માંથી એકાદ જ બહાર નીકળવાની ચાવી લાગે છે.... તો આપડે પ્રયત્ન કરવો જોઈએ ...."
" હા જરૂર .... પણ આપડે શરૂવાત ક્યાંથી કરીશુ ....?" સ્વાતિએ પૂછ્યું
" જો આ વાળો તો મેં ખોલી જોયો ......" પહેલા નંબર વાળી સ્વીચ - ઢાંચો બતાવતા કહ્યું " તારો ફેવરીટ અંક કયો છે દીકરી ....?" ઉમેરતા પૂછ્યું
" અઅ..મારો ફેવરિટ આંકડો ....!??...બે ....." થોડા અચકાતા કહ્યું
" ઠીક છે એનાથી શરૂવાત કર .....અને હા સંભાળીને ....." અને બીજા નંબરનો બોલ્ટ ઢીલો કરવાની શરૂવાત કરી .જોતજોતકમાં આખો બોલ્ટ ખુલી ગયો , અને બહાર કાઢતા એના સહારે રહેલી એક ચોરસ લોખંડની પ્લેટ નીચે પડી ગઈ અને સીધી સોમચંદના અંગુઠા પર પડી અને લોહી વહેવા લાગ્યું . એના પર ધ્યાન આપ્યા વગર બોલ્યા
" અંદર જો દીકરી , કાંઈ દેખાય છે ....!?? "
" હા અંદર કોઈ માણસના પંજાની નિશાની જેવો ઢાંચો છે ....અને ...આ અને કોઈ રોલ પત્ર જેવું વાળેલું કૈક પડ્યું છે .... "
" એ રોલ લઇ લે અને પેલા પંજા પર તારી હથેળી મૂકી જો તો ....."
સ્વાતિએ એમજ કર્યું પેલો રોલ કાઢીને સોમચંદને આપ્યો અને હથેળી પેલી પંજા જેવી કોતરણીમાં મૂકી . બે ક્ષણ નીરવ શાંતિ ફેલાઈ ગઈ . ત્રીજી ક્ષણે ફરી જૂનો અવાજ સંભળાયો ' ખુહરરર...'
એના અડતા જ ફરી ક્યાંક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો જાણે પેલી પંજાની કોતરણીમાં ફિંગરપ્રિન્ટ હોય ....!! ખરેખર માણસ મૂર્ખ છે જે માને છે કે હાલ આધુનિક યુગ છે , કારણ કે અત્યારે નવી નવી ટેકનોલોજી શોધાઈ રહી છે , પણ એવી હજારો ટેકનોલોજી ,જે ઇતિહાસમાં દફન થઈ ગઈ છે એના વિશે જાણતો નથી .. અરે કદાચ જાણવા જ માંગતો નથી . બાકી એક પણ એવી માહિતી કે ટેકનોલોજી નથી જે ભારતીય ઇતિહાસમાં ઉલ્લેખ ના પામી હોય...વેદો ઉપનિસદો અને ગ્રંથોમાં વર્ણવી ના હોય .
સૌના મોઢા પર આનંદ હતો કે અંતે સૌ બહાર નીકળી જશે , એ પણ જીવતા ... મુખી અને સોમચંદ એમના દિકરાને ટેકો આપી બહાર નીકળી રહ્યા હતા , ઓમકાર રેડ્ડી અને સ્વાતિ ક્રિષ્નાની મદદ કરી રહ્યા હતા . પરંતુ કોઈ બીજો દરવાજો ખુલ્યો હતો . બહાર નીકળતા દરવાજો એક અવાવરું વાવમાં ખૂલતો હતો . સૌને આનંદ થાય છે કે સૌ બચી ગયા . બહાર જતા સૌને તરસ લાગી હતી આ જાણીને ફરી મુખીએ પોતાની પ્રિય જોળીમાં હાથ નાખી એક પાણીની મચક કાઢી સૌને પાણી પીવડાવ્યું.


(ક્રમશ )


બેશક સ્વાતિ ખૂબ નસીબદાર હતી.....!! શુ કહેવું છે તમારું....?? કદાચ એમ ન હોત તો બધાની ત્યાં મંદિરના ભોંયતાળીયે જ કબર બની જાત અને કોઈને જાણ પણ થાત નહીં. આગળ સ્વાતિના લીધે શુ શુ ચમત્કાર થશે એતો ઉપરવાળો જ જાણે...!! બધા જ સુરક્ષીત રીતે બહાર નીકળી ગયા . પરંતુ હવે....હવે શું...?? પેલા ચર્મપત્ર માં શુ હશે....!??કોઈ અજ્ઞાત ખજાનાનો રસ્તો હશે ...!?? જેની પાછળ મોટા મોટા માણસો પડ્યા છે કે બીજું કાંઈ ...?? જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ ..!!

હું જે પણ લખું છું ... ભવિષ્યમાં જે પણ હોઈશ એ મારા હાલના વાચક મિત્રોને લીધે જ હશું . બસ તમારા અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં.

તમારા પરિવારજનો અને મિત્રો કે જે વાંચનના શોખીન હોય એમને અવશ્ય શેર કરો .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED