Featured Books
શ્રેણી
શેયર કરો

આ શું ચોરી છે?? - 3 - છેલ્લો ભાગ

પણ અમે એ મંદિરે પહોંચ્યા ઘણું જૂનું હતું એટલે બધાં ના મગજ માં થી.. નીકળી ગયું હતું
અમે જેમ પોલીસ આજુ બાજુ પૂછ પરછ કરે તેવી રીતે આજુ બાજુ આ નાનકડી ડેરી ની આસપાસ ફર્યા પણ કંઈ સૂઝ્યું નહી
પણ થોડી વાર માં યશરાજ ને એક નાની એવી સાવ મંદિર ને અડકીને એક નાનકડી ચોરસ લોખંડ ની બંધ પેટી જેવું કંઇક દેખાયું...જેવી રીતે ભક્તને ભગવાન મળ્યા હોઈ તેમ બધાં તેને નીરખીને જોવા લાગ્યા અને પ્રેમ થી ભેટી પડ્યા
એ પેટી ને જોર થી 5 થી 6 વાર કળા મારી ને તાળું તોડ્યું અંદર એક રસ્તો જતો હતો અને એ રસ્તો અંધારામાં વધારે ડરામણો લાગતો હતો બીજા બધા ની તો મને ખબર નથી પણ મને ખૂબ બીક લાગતી હતી ,કેમ કે આ કાતિલ રાતમાં નદીનું ખડ ખડ વહેતું પાણી જાણે કંઇક અલગજ અવાજ કા હતું અને ઝાડ ના બે પાંદડા અડે અને જે અવાજ આવતો હતો તે આવી રાતમાં વધારે ભયાનક લાગતું ,નદી ને પાર શિયાળ નો અવાજ રાતને ખૂબ ડરામણું બનાવતું હતું ,મને કપાળ , મોં ,અને આખા શરીરમાં પરસેવો વળવા લાગ્યો હતો માત્ર આ ટોચ ની મદદ થી આ રાત ...એવા ભયાનક વિચાર આવતાં હતાં.....
પણ અહીં થી બધું બદલાઈ જવાનું હતું કેમ કે , બધા અંદર જવાનું વિચારતાં હતા અને મને પણ લઈ ગયાં ..... થોડું ચાલ્યા બાદ એક ઓરડી જેવું આવ્યું અમે યે ઓરડી ઉઘાડી અને અમે જોઈ ને અચરજ પામી ગયા ... જાણે અમને એક ખજાનો મળી ગયો હોઈ તેવી ફિલિંગ અંદરથી આવતી હતી
................ તે ઓરડી માં એક મોટો ભગવાન ની મૂર્તિ નો ઢગલો હતો અને તેની બાજુ માં એક કપડાં નો અને તેની બાજુમાં થોડીક પૈસા ની અને નાના ચિલર ની એક ઢગલી હતી ...ઓરડી નાની હતી પણ અહી ચારે બાજુ ઘણી મહેનત પછી આ બધું એકઠું કર્યું હશે તે સાફ દેખાતું હતું જયરાજસિંહ આજુ બાજુ જોતા હતા અને અમારી રીતે અમે પણ જોતા હતા મને હવે ડર લાગતો ન હતો . આ ઓરડી માં સામેની દિવાલમાંથી નાના જીવ જંતુ આવતા હતા એટલે બધા ને શક થતા એનું બારણું ગોત્યું અને અંદર જોયું તો ....નાની શી બોરી ને બોરી ઘઉં ,ચોખા ,બાજરી ,અને ધાન્ય રાખેલા હતા ...હવે જયરાજ કીધે ના રેવાયુ તે બોલ્યો ચાલો પેલા શક્તિસિંહ ની ત્યાં આજે તો એની વાત નથી ના જાણે કેટલી ચોરી કરી હસે...આજ તો એ..ના... સારા.. વાટ...નથી...ચાલો જેવી રીતે મેજર ઓર્ડર આપતો હોઈ અને તેની ટુકડી તેની પાછળ પાછળ ચાલતી હોઈ તેવી રીતે અમારી ટુકડી પણ શક્તિસિંહ પાસે પહોંચી
રાતના 1:00 વાગ્યા હતા જયરાજ ખૂબ ક્રોધ માં હતો પહોંચ્યો કે સીધો શક્તિસિંહ ને ખટલામાંથી નીચે નાખ્યો અને કોલર પકડી બોલ્યો આ શું માંડ્યું છે બધું હે....તું...ચોરી... કરસ .. ગામને તારી..ઓકાત..બતાવી..જ..પડશે..આ..બધું ભેગું કરી તારે ક્યાં જાવું છે...બોલ...હવે..., મોઢા માંથી ફાટ હવે કે પછી બોલતી બંધ થઈ ગઈ...
અને શક્તિસિંહ નું આખું ગ્રૂપ જાગ્યું પણ શક્તિસિંહે બધા ને અટકાવતા કહ્યું રેવાદો , જયરાજસિંહ હું તમને બધું કહીશ પણ પેલા અહી નઈ શંકર ના મંદિરે ચાલો ...
અમે બધા ત્યાં ગયા ...
શક્તિસિંહ માંડી ને બોલવા લાગ્યા, તો સાંભળો... વાત એમ છે આ વખતે વરસ.. મોરું છે વરસાદ પણ નથી આ ઉપરાંત દુકાળ જેવી પરિસ્થિતિ છે તમને બધા ને ખબર પણ છે રામજી મંદિર કેમ ચાલે છે (નદી ને પેલે પાર એક બાપુ નો આશ્રમ છે) આશ્રમમાં ખાવા માટે ,પીવા માટે કંઇ નથી આશ્રમનો ગુજારો સાવ ભગવાન પર ચાલે છે આશ્રમને દાન ની ખૂબ જરૂર છે પણ મોરા વરસ ને લીધે કોઈ દાન દેતું નથી છેલ્લે હું બાપુ ને મળવા ગયો ત્યારે તેમણે બે દિવસથી જમ્યું પણ ના હતું... આપણી શું ફરજ નથી કે આપણે તેને સહાઈ કરી પણ નઈ મારું માને કોણ તમને બધા ને તો બસ નવા નવા મંદિર બનાવતા આવડે અને ગામ લોકો ની વાહ..વાહ..લેતા આવડે પણ મને નથી આવડતું આ બધું, એક વાર તું ખાલી બાપુ ને જો એટલે તને ખબર પડે , અરે હા હું કરું છું ચોરી પણ તને ખબર છે સૌથી પહેલા મે મારા જ મંદિર લૂંટ્યા છે અને ધીમે ધીમે બધા મંદિર લૂંટ્યા છે ... અને અનાજ પણ ચોર્યા છે... આટલું બોલતા તે અટકી ગયો...
મારી દ્રષ્ટિ માં જે શક્તિસિંહ હતો તેનાથી આજે કંઈ ક જુદી જ એનું પ્રતબિંબ દેખાયું ... ખરેખર અમને બધા ને તેના પર માન આવી ગયું અને મારા મોં માથી શબ્દો સરી પડ્યા,.."વાહ.. વાહ...શક્તિસિંહ ...વાહ...રંગ...છે...તને..અને..તારી..હિંમતને...તારો ...જેવો .. બળ્યો ...મે...નથી.. જોયો.. વાહ..." પછી બધા બોલવા માંડ્યા...
પછી મે પૂછ્યું એ બધું બરાબર પણ ભગવાનની મૂર્તિ અને છબીઓ નું શું કરશો એ તો કહો....શક્તિસિંહ બોલ્યા કરવાનું શું સારી મૂર્તિ વેચી નાખવાની અને છબીઓ છે તેનું આપણે મંદિર બધા સાથે મળી ને બનાવીશું...
જયરાજ તેનાથી પ્રભાવિત થઈ ને શક્તિસિંહ ને ગળે મળ્યો અને કહ્યું તારે જરૂર હોઈ ત્યારે કેજે અમારું ગ્રૂપ ગમે ત્યારે હાજર હસે...
મે કહ્યું અરે જરૂર શું હવે આપણે બધા સાથે જ છી, મને માફ કરજો પણ હજી આટલાથી કંઈ નઈ વડે આપણે બાજુ ના ગામ માં પણ જે સુખી અને સંપન્ન છે તેની ન્યાંથી ચોરી કરવી પડશે ... શું ક્યો છો તમે બધા...
બધા નો જવાબ હા...હા..ત્યાર છી તેવો હતો
શક્તિસિંહ અને જયરાજ બને સાથે બોલ્યા તો ચાલો અત્યારેજ જઈ યે બોલો જય ભવાની,..પણ અત્યારે રાત્રે ..નઈ..મને...બોવ.. બીક...લાગે...હો.. કાલનું.. રાખોને...મે ઉમેરતા કહ્યું
બધા હસવા લાગ્યા.. શક્તિસિંહે કહ્યું બીક શેની ભાઈ આપણે ક્યાં ખોટું કામ કરી છી અને આપણે બધા સાથે છી તો પછી બીક પણ આપણાથી બિસે ...કેમ ભાઈઓ... શું.. કેવું..તમારે...
બધા બોલ્યા ,હા ...હા... ધર્મ ના કામ માં વાર ના હોઈ ચાલો ચાલો...
એટલે અમે એક વાગે ઉપડ્યા અને બધાયે સાથે મળી ને જમનલાલ ને ત્યાં ચોરી કરી અને પછી શાંતિલાલ ,ભગીરથસિંહ ને ત્યાં ચોરી કરી...
ચોરી જો સારા કામ માટે કરીએ તો તેની મજાજ અલગ છે મને પણ હવે આવા કામ માટે ચોરી કરવી પસંદ પડી અમે એક દમ ... શાન..થી..ચોરી... કરતા...
અમે લગભગ એક 12 દિવસ ચોરી કરી ...મને ખબર નઈ પણ ..ઘોર ...કાતિલ લાગતી રાત..અચાનક મને મિત્ર ને સાથી જેવી લાગવા લાગી હવે મને રાત થી બીક નહોતી લાગતી વધારામાં મને હવે રાત પસંદ લાગવા લાગી ...
હવે અમારી પાસે ઘણું ભેગું થયું હતું ...હવે દાન દેવાનો અમારો વારો હતો અમારે ત્યાં રિવાજ હતો કે દર છ મહિને બાપા વાપરવા માટે રૂપિયા આપે પણ આ વખતે અમે રૂપિયા કોઈ યે પણ વાપર્યા નઈ અને ભેગા કરી અને બધું ગા ડામા નાખી વેલી સવારે આશ્રમે પહોંચ્યા અને બાપુ ને કીધું લ્યો બાપુ ,લઈ લો આબધુ આશ્રમ માટે છે
બાપુ હસી ને બોલ્યા , આ શું તમારું છે ?? નઈ મારે આ કંઈ નથી જોતું.. તમારી પાસે તમારું જે કંઈ હોઈ તેમાંથી તમે જેટલું આપો તેનાથી હું ખુશ થાય સ..પણ ચોરીનું આ મારા આશ્રમ ના બાળકો ને અને મને ના ખપે ...તમે અહીં થી આ બધું લઈ જાવ
મે અચાનક બાપુ ને પૂછ્યું ,બાપુ પણ આતો અમારો ધર્મ છે ને.?? અમારી પાસે ન હતું એટલે અમે બીજાનું ચોર્યું અને ચોર્યુ પણ એવા જ લોકોનું છે જે અમીર હોઈ અમે ચોરી નથી કરી.. અમે સરુવાત પણ અમારા ઘરથી કરી છે તો
શું ચોરી છે ??
મને તો નથી લાગતું બાપુ ...
બાપુ બોલ્યાં પ્રેમ થી આપો એને દાન કેવાઈ અને બીજાની માલિકીનું આપોતો પછી એને ચોરી જ કેવાઇ
મે કહ્યું બાપુ આ અમારી દાન ની ભાવના છે ચોરી તો ચોરી પણ અમે સારા હેતુ થી ચોરી કરી છે તમે આને ચોરી કેમ કહો છો,...
બાપુ બોલ્યા તમે બધાં હજી ખૂબ નાના છો અને સમર્પણ અને નિર્દોષ તેમજ મનથી સુદ્ધ છો ....જાવ... તમારું... ચોરી...નું...દાન...પણ..હું...સ્વીકારું...છું....
બધા ખુશ થઈને ગામમાં જવા હોસે હોંસે નીકળ્યા પણ મને હજી ઇજ પ્રશ્ન સતત ઘૂમતો હતો શું ચોરી છે??
આ પ્રશ્ન મને સતત યાદ આવતો જેનું કોઈ સમાધાન નથી
અને જો ચોરી છે તો તેનું પાપ શું લાગશે મને તે હું ખૂબ વિચારતો પણ વિચાર , વિચાર રહી ગયો
આ વાત હવે તો બધા મોટા થયા એટલે ભૂલી ગયા પણ શું ચોરી છે ??તે પ્રશ્ન હજી મગજ ના કો. ના .માં. પડ્યો રહેતો અને ક્યારેક ક્યાંક થી ચોરી શબ્દ સાંભળું એટલે આ પ્રશ્ન સીધો મને આવે શું ચોરી છે ??

લિખિતન
કુલદીપ રાજપૂત (kuraso)
🙏 જય શ્રી કૃષ્ણ 🙏