આ શું ચોરી છે?? - 1 Kuraso દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આ શું ચોરી છે?? - 1

ગામ મારું પીપળીયા ...નાનું અને નમણું...ગામની બને બાજુ નદી ખડ ખડ વહે છે ...નદી ને થોડેક જ દૂર એક મોટો પીપળો છે અને પીપળા ની આજુ બાજુ મોટો ઓટલો છે જ્યાં ભાભા.. બેઠાં બેઠાં અલક મલક ની વાતો કરતા હોઈ છે અને બીડી પીતા પીતા કાગ વાણી સાંભળતાં હોઈ...અને આ જ અમારા ગામની મેઇન બજાર રાત્રે બધા અહી 7 વાગે આવી જાય છે અને 8 કા 9 વાગે ઘર ચાલ્યા જાય..
આ પીપળા ની બાજુ માં ગામનો કૂવો અને તેની બાજુમાં જેમ બળદ કે ભેંસ ની બાજુમાં બગલો હોઈ તેમ આ કૂવા ની પાસે અડીને એક અવેરડો (જ્યાં બહેનો અને બાયું કપડાં ધૂવે છે) આમ તો અમે તેને બાયું નો બગીચો કહેતા...
આ પીપળાની સામે પાકો સફેદ રસ્તો જે આખા ગામ માં ફરી આ પીપળે ભેગો થાય..
આ પીપળાની સામે 40 ના ખૂણે ભગવાન શિવ નું મંદિર ..
અમારું ગામડું નાનું પણ મંદિર લગભગ 5 થી 6 અને વાડી ના મંદિર તો જુદાજ....
ગામ ચારે બાજુ મંદિર થી ઘેરાયેલું છે ચારે બાજુ મંદિર અને વચમાં મારું ગામ..
ખબર નહિ પણ અહીંના ગામના છોકરાઓ માં મંદિર બનાવવાનો કંઇક અલગ જ જોસ હતો અને બધા ના મન માં એક મંદિર બનાવવાનો દ્રઢ નિશ્ચય રહેતો
હું પણ એમાંનો એક છું ....
વાત છે 20 માર્ચ ની....અમારી મંડળી નું નામ હતું " "ભવાની યુવક મંડળ" આમતો ગામમાં એક ટ્રેન્ડ હતો લોકો બાપા ના નામથી અથવા તો મંડળી ના નામથી જ બોલાવતાં
એટલે જેટલા બાળકો કે યુવાનો હતા તે બધા મંડળી તો બનાવતા જ ...
વાત એમ હતી કે 24 માર્ચે મારો જન્મદિવસ હતો એટલે અમારા ગ્રૂપ નો કર્તા જે મંડળી નો હેડ હતો તેણે કહ્યું આ વખતે કુલદીપસિંહ ના જન્મદિવસે હજી એક નવું અને મોટું મંદિર બનાવી નાખી ...તમે બધા શું કહો છો..??
એટલે અમારા મંડળી ના બધાં સભ્યો યે મોટે થી બુમ મારી ," હા, થઈ જાય" હું પણ ખુશ હતો અમારી મંડળી માં 6 સભ્યો હતા (જયરાજ(કર્તા ,main) , ધર્મેન્દ્ર (વહિવતિકર્તા) , કુલદીપ (હું), યશરાજ (મારો ભાઈ), વીરેન્દ્ર, અને અજય )અમે બધાં ભાયું જ હતા કાકા મોટા બાપુના .
આ વખત નું અમારું 3 જુ મંદિર હતું બધા ઉમંગ માં હતાં
બધાયે નક્કી કર્યું કે કાલે આપણે જૂના મંદિરે જઈ જે કંઈ પૈસા થોડાં ઘણાં ધર્યા હોઈ તે લઈ અને નવું મંદિર બનાવશું..
થોડુક જો હું સવાર નું વર્ણન કરું તો....સવારના 5 વાગ્યાં માં અહીંની બધી બાયું ઉઠી જાય અને પછી વાહિદુ કરે ,
સીરામણ બનાવે અને બેડું લઈ પ્રભાતિયા ગાતા ગાતા ગામના કૂવે પાણી ભરવા જાય બધા પુરુષો 5:30 વાગે ઉઠે અને દાતણ કરી ભગવાન ને યાદ કરે અને ખેતરે જવાની તૈયારી હોઈ અને બોલે ,"કવસુ કે સિરામણ લાવો મારે મોડું થાય સે.. સાંભળો છો ...તમને.. કવસું..." આ અવાજ કાને સંભળાઈ એટલે છોકરાવ બધા ઉઠી જાય નહિતર સવાર માં લેવાઈ જઈ કેમ કે માં અને બા નું એમ કેવાનું હોઈ કે ," જોને બળદ ની જેમ પડ્યો છે આમ ઉભો થા અને બાપા ભેગો જા " એટલે આવું ના સંભાળવું પડે એટલે અમે ઉઠી જાય..
પણ અમારે સવારમાં મંદિરે જવાનું હતું એટલે અમે બધાં મંદિરે ઉપડ્યા ..રસ્તામાં કૂવાના કબૂતર ને જોતા જતા,નાના ગલુડ્યા ને રમાડતા અને મસ્તી માં ગીતો ગાતા ગાતા જાય શ્રી કૃષ્ણ બધા ને કહેતા અમે પહોંચ્યા ...
પણ અહીં મંદિરમાં ગડબડ થઈ ગઈ હતી અમારું મંદિર પડી ગયું હતું અને એમાંથી પૈસા અને ભગવાન ની છબી પણ ગાયબ હતી...આ વુ ...કોણ...કરી...શકે...બધા...તે...જ...વિચારતાં... હતા...
મામલો હવે થોડોક ગંભીર હતો ..બધા ના મોં જાણે બ્રહ્માંડ નો વિચાર ના કરતાં હોઈ તેવુ લાગતું હતું...
પછી અમે વિચાર્યું કે હાલો બીજા મંદિરે પણ અહી પણ એજ અને ત્રીજા મંદિરે પણ એજ હાલ હતો હવે તો ખૂબ ગંભીર મામલો લાગ્યો અને અમને હવે શક ગયો ભૈરવી ગ્રૂપ પર કેમ કે તે જ અમારો હરીફ હતો...
હવે જે થવાનું હતું તે ખૂબ ગંભીર થવાનું હતું કેમ કે જયરાજ ની આંખ પર અગ્નિ સાફ દેખાતી હતી....
પણ પછી બધાયે નક્કી કર્યું કે આપણે ગમે તેમ કરી આ મંદિર ને પાછું ઊભું કરવું છે ...
અમને શક હતો કે આ ભૈરવી ગ્રૂ ..પે...જ.. બધું કર્યું છે
એટલે સાંજ પડવાની વાટ જોતા હતા અને ભૈરવી મંડળી આવે એટલી વાટ જોતા હતા.....
to be continue..........