..... અને બન્યું પણ એવું ભૈરવી મંડળી આવી કે તરત જ જેમ ભૂખ્યા સિંહ ની સામે શિકાર આવ્યો હોય તેમ જયરાજ બોલ્યો," નો પહોંચી શકો એટલે આમ મંદિર પડવાના બીજાના હે...આવા જ છો બધા...આ છે તમારી સાચી ઓળખાણ એમને..."
ત્યાં ભૈરવી ગ્રૂપ ના લોકો બોલ્યા ,"અરે યે,.. બોલવામાં ધ્યાન રાખજો હો બાકી બધા દેખાશો પણ નહિ ગામ માં રેવું છે ને હજી..."
એટલે અમે બોલ્યા, "હવે જાવા દેને ધમકી કોને આપસ હિંમત હોઈ ને તો આવતો રેજે ... મેદાન...માં...લાગે છે ઓલા વખત ની હાર" ભાંડી" ની ભૂલી ગયા છો ખબર છે ને કેવા હાર્યા હતા ત્યારે ક્યાં હતા બધા આગ માં ઘી હોમ્યું અજયે "
એટલે ભૈરવી ગ્રૂપ માં થી કોઈ બોલે તે પહેલાં જ તેના કર્તા શક્તિસિંહ બોલ્યા ," બસ કરો હવે અને બોલવાનું બંધ કરો અને મુદ્દા ની વાત કરો"
એટલે જયરાજ બોલ્યો ," તો સાંભળો વાત એમ છે કે અમારા મંદિર તમે લોકોએ પાડયા તેવો શક છે અમને જો જી હોઈ તે સાચું કહી દો નહિતર સારું પરિણામ નહીં આવે '
શક્તિસિંહ બોલ્યા ," જયરાજસિંહ સાંભળો અમે તમારા મંદિર નથી પાળિયા અને અમને શું મળશે તમારા મંદિર પાડીને..
ત્યાં જ જેમ આંગળી દીવાને અડકતા જેમ દાજે તેમ ધર્મેન્દ્ર બોલ્યો ,બીજું શું તમને તો કીર્તિ જ મળશે ને ગામ માં કેમ કે હવે અમારા મંદિર તો રહ્યાં નથી
(મિત્રો અમે ખૂબ નાના હતા પણ ખબર નહિ ક્યારે આ આગેવાની અને પહેલવૃતી ક્યાંથી અમારા માં આવી યે ખબર ન હતી અમે તો નાને થીજ ગામના આગેવાન બની ચૂક્યા હતા ત્યારે ન તો બુદ્ધિ એટલી વિકસીત હતી કે ન તો કંઈ ભાન પણ એવડી ઉંમર માં અમે એક બાદશાહ ની જેમ જીવતા અને હા ,મંદિર પણ કંઈ મોટાં નઈ પણ નાની ડેરી જેવા હતા છતાં પણ અમે તેના પર મરતા હતા)
પણ અમારા ગ્રૂપ ને સુ સૂઝ્યું કે ,અમે રાત્રે 8 વાગે પ્લાન બનાવ્યો ,અને અમે 9 વાગે ભૈરવી ગ્રૂપ પાસે જઈ બધા ને ધાબળા ઓઢાડી ને મારવા જેમ સેનાપતિ આગળ ને પાછળ સૈનિક તેમ અમારી ટીમ જયરાજ ની પાછળ પાછળ જેમ ચોર ચોરી કરવા જાય અને ધીમે ધીમે પગ માંડે તેમ અમે પણ સાવ ધીમે ધીમે ચાલતા હતા ,. ....
બધા ભૈરવી ગ્રૂપ વાળાને અમે બોવ માર્યા પણ એમાં અજય ને પણ થોડુક લાગ્યું પછી હોબાળો થયો એટલે અમે ત્યાંથી નાસી છૂટયા...
સવાર ના 4 વાગ્યા હતા કે અચાનક મારી છાતી પર માટી નો ઢેભો આવ્યો ... મે બૂમ મારી એટલે અમારું ગ્રૂપ જાગ્યું પણ નીચે થી (અમે બધાં અગાસી પર સુતા હતા ) માટીના ઢેભા નો જોર થી ઘા આવતો, અમે પણ ઘાયલ થયા
વાત બોવ ગંભીર બની ગઈ હતી આ ..ના.. સમાધાન માટે
અમે એક બેઠક યોજી બધા હાજર થયા ઘડીક બોલા ચાલી હાલી પણ પછી સાકર ખાઈ એક બીજાની માફી માગી વાત પતાવી પણ બને મંડળી ના મનમાં ઘણી ધૃણા ભરાઈ ગઈ હતી તે ધુમાડા ની જેમ સાફ દેખાતું હતું
અને હવે જે થવાનું હતું એ ખૂબ ભયાનક થવાનું હતું કેમકે અમારા જયરાજ ભાઈ એમ કોઈ ને મૂકી ના દે...
અમે બધાં રાત્રે છુપાતા છુપાતા ભૈરવી મંડળી પાસે પહોંચ્યા પણ આજે કંઈ મારવા નો પ્લાન ના હતો પણ એમનો પ્લાન જાણવાનો હતો , લગભગ રાતના 12 વાગ્યા હસે કે અચાનક લુપતોછુપતો એક માણસ આવ્યો અને શક્તિશિહને ઉઠાડવા લાગ્યો , શક્તિસિંહ ઉઠ્યા ને બોલ્યા , એલા ધીમે બોલ બધા ઉઠી જસે ચાલ ઓરડામાં...
જાણે પાકિસ્તાન સૈનિકો બોલતા હોય અને હિન્દુસ્તાનના સૈનિકો તેની વાત ધ્યાન અને કાન માંડી ને સાંભળતાં હોઈ તેવી પરિસ્થિતિ હતી અમારી
પણ હવે ઓરડાના પાછળની દિવાલ માં એક જ બારી અને તે પણ ખૂબ ઊંચે એટલે હવે શું કરવું તેમ બધા વિચાર વા લાગ્યાં...
જેમ નાહિમત માણસ ને અચાનક સારો વિચાર આવી ને હિંમત આવી જાય છે તેમ અમને પણ એવો વિચાર આવ્યો
પેલા ધર્મેન્દ્ર બેઢો પછી તેના પર હું ,મારા પર અજય ચડ્યો અને ધ્યાનથી વાત સાંભળી લગભગ 10 મિનિટ પછી અજય ઉતર્યો અને બોલ્યો , મિત્રો આ બધું કરવામાં ભૈરવી મંડળ નઈ પણ ખાલી શક્તિસિંહ અને ગોપાલ બાજુના ગામનો છોકરો જવાબદાર છે તેને બનેયે મળી ને આ પ્લાન બનાવ્યો હતો અને હા, આપણો બધો સામાન કડીધર ના મંદિર ની નીચે ગુપ્ત સ્થળે રાખ્યો છે જે ખાલી આ બને ને જ ખબર છે...
ખબર નઈ પણ અમને શું સૂઝ્યું કે અમે બાર વાગ્યે ત્યાં ટોચ ના પ્રકાશે પહોંચ્યા ...પણ ખબર નઈ તે અંધારી રાત જાણે ઘર પાછા જવાનો ઇશારો કરતી હતી તેવી લાગતી હતી..
to be continue....