પ્રિયા હવે એરપોર્ટ જવા નીકળી ગઈ હતી. આ બાજુ રોહન એરપોર્ટ ની અંદર ફ્લાઇટ ની રાહ જોતો હતો. રોહન રાત્રે જવાનો હતો પણ રોહન ના મમ્મી પપ્પા એ તેને ત્યાં વહેલું પહોંચી જવા કહ્યું હતું જેથી એ સગાઈ ની તૈયારી ઓ સાંભળી લે.. એટલે રોહન એ રાત ની જગ્યાએ સવાર ની ફ્લાઇટ માં જ જવાનું નક્કી કર્યું , પણ ફ્લાઇટ અમુક કારણોસર બે કલાક લેટ થઈ ગઈ હતી.
થોડા સમય માં પ્રિયા એરપોર્ટ પહોંચી ગઈ, તે રોહન ને વારંવાર ફોન લગાવતી હતી પણ રોહન નો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પ્રિયા એરપોર્ટ માં બહાર બધી જગ્યા એ રોહન ને શોધવા લાગી પણ તેને રોહન દેખાયો નહિ, તે હવે અંદર રોહન ને શોધવા જતી હતી , પણ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ એ તેને રોકી લીધી,
સિક્યુરિટી ગાર્ડ : મેડમ પહેલાં તમે તમારી ટિકિટ દેખાડો.
પ્રિયા : ટિકિટ તો મારી પાસે નથી....
સિક્યુરિટી ગાર્ડ : તો તમે અંદર ના જઈ શકો...
પ્રિયા : જોવો... મારું અંદર જવું ખૂબ જ જરૂરી છે..
સિક્યુરિટી ગાર્ડ : એ મેડમ જે પણ હોય... તમે અંદર ના જઈ શકો..
પ્રિયા : પણ.. મારો ફ્રેન્ડ અંદર છે.. મારે તેને રોકવો ખૂબ જરૂરી છે..
સિક્યુરિટી ગાર્ડ : તમને એકવાર કહ્યું ને.. તમે અંદર ના જઈ શકો.. ચાલો એકબાજુ જતા રહો.. બીજા પેસેન્જર ને પણ અંદર જવાનું છે...
પ્રિયા એકતરફ ઊભી રહી ગઈ..તે મનમાં વિચારવા લાગી.. " હવે અંદર કંઈ રીતે જાવ... આ લોકો તો મને જવા નહિ દે.. કંઇક વિચારવું તો પડશે.. " એવામાં તરત તેને એક આઈડિયા આવ્યો.. અને તે જોર જોરથી બોલવા લાગી... " ચોર... ચોર ..ચોર... " એટલે તે સિક્યુરિટી ગાર્ડ તરત ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે " ચોર ? ક્યાં છે ચોર ? "
પ્રિયા : તે મારું પર્સ લઈને સામે ભાગ્યો..
સિક્યુરિટી ગાર્ડ : મેડમ તમે અહીંયા ઊભા રહો.. અમે જોઈએ છીએ..
આમ બોલી સિક્યુરિટી ગાર્ડ આમતેમ જોવા લાગ્યા ત્યાં પ્રિયા ધીમેથી અંદર જતી રહી.. સિક્યુરિટી ગાર્ડ ને ત્યાં કોઈ ચોર દેખાયો નહિ એટલે તે પાછા આવ્યા ત્યાં જોયું તો પ્રિયા ત્યાં હતી નહિ..
સિક્યુરિટી ગાર્ડ : આ મેડમ હતા એ ક્યાં જતા રહ્યા.. કોઈએ જોયા છે તેમને એ ક્યાં ગયા.. ?
પેસેન્જર : હા.. એ તો અંદર જતા રહ્યા...
સિક્યુરિટી ગાર્ડ : ઓહ નો.. પકડો એમને...
એમ બોલી તે અંદર તરફ ભાગ્યા.. પ્રિયા આજુબાજુ રોહન ને શોધતી હતી.. તેણે જેવા સિક્યુરિટી ગાર્ડ ને પોતાની તરફ આવતા જોયા તે ભાગી... પણ ભાગતા ભાગતા પ્રિયા નો પગ મચકોડાઇ ગયો.. એટલે તે વધુ ભાગી ના શકી અને સિક્યુરિટી ગાર્ડ એ તેને પકડી લીધી..
પ્રિયા : પ્લીઝ પ્લીઝ મને જવા દો.. તમને ખબર નથી મારે રોહન ને રોકવો ખૂબ જરૂરી છે..
સિક્યુરિટી ગાર્ડ : સોરી મેડમ પણ આ અમારા નિયમ ની વિરૂદ્ધ છે અમે તમારી કોઈ મદદ ના કરી શકીએ..
એમ બોલી તે ગાર્ડ પ્રિયા ને ફરી બહાર લઈ ગયા...
પ્રિયા : હવે હું રોહન ને કઈ રીતે રોકિશ... ?
આ સાથે પ્રિયા એ લંડન ની ફ્લાઇટ માટે નું એનાઉસમેન્ટ સાંભળ્યું... આ સાથે તેની ચિંતા વધી ગઈ... પણ તેની સાથે તેને એક જબરદસ્ત આઈડિયા આવ્યો... તે સિક્યુરિી ગાર્ડ પાસે ગઈ અને બોલી,
" જુવો ભાઈ તમે મને અંદર તો જવા નથી દેતા , તો મારી એક નાની હેલ્પ જ કરી દ્યો ? "
સિક્યુરિટી ગાર્ડ : તમને એક વાર ના પાડી ને...
પ્રિયા : પ્લીઝ. ... મારા માટે રોહન ને રોકવો ખૂબ જરૂરી છે.. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું.. જો એ એકવાર લંડન જતો રહેશે તો હું તેને હમેશાં માટે ખોઇ દઈશ.. પ્લીઝ...પ્લીઝ.. એક હેલ્પ..
સિક્યુરિટી ગાર્ડ : અચ્છા.. ઓકે .. શું કરવાનું છે ?
પ્રિયા : તો ચાલો મારી સાથે...
પ્રિયા એક સિક્યુરિટી ગાર્ડ ને પોતાની સાથે જ્યાં બધી ફ્લાઇટ ની અને બીજી જાણકારી માઇક માં બોલી આપવામાં આવતી.. એ જગ્યા લઇ ગઈ..
એ પછી બધા સ્પીકરો માં તે સિક્યુરિટી ગાર્ડ નો અવાજ સાંભળ્યો... " જો મને કોઈ રોહન નામનો છોકરો સાંભળતો હોય તો તેમના માટે સૂચના છે કે તેમની કોઈ ફ્રેન્ડ પ્રિયા ટિકિટ વગર જબરદસ્તી અંદર ઘુસી રહી હતી.. એટલે અમે તેમને પકડ્યા છે... તેમની પાસે ફાઇન ભરવા પૈસા નથી.. તેઓ પર્સ ભૂલી ગયા છે.. તે કહે છે કે તેમનો ફ્રેન્ડ રોહન અહીંયા છે, તો જો તમે એમને બચાવવા માંગતા હોય તો તમે ગેટ પાસે આવો નહીતો અમે તેમને પોલીસ ના હવાલે કરીએ છીએ... "
રોહન એ આ જાહેરાત સાંભળી.. તે વિચારવા લાગ્યો કે ," રોહન... એટલે.. આ મારી વાત કરે છે કે.. ? ના.. હું ના હોવ.. પ્રિયા શું કામ અહીંયા આવે.. ના.. આ બીજો કોઈ રોહન હશે.. "
આમ વિચારી રોહન પોતાનું કામ કરવા લાગ્યો.. થોડો સમય થઈ ગયો પણ રોહન આવ્યો નહિ.. પ્રિયા ગેટ પાસે રાહ જોતી હતી..
સિક્યુરિટી ગાર્ડ : મેડમ .. એ નહિ આવે.. મને નથી લાગતું એ પાછો આવવા માંગતો હોય...
પ્રિયા : ના... એ જરૂર આવશે... હું તેને સારી રીતે ઓળખું છે ..
પ્રિયા વારંવાર અંદર જોતી હતી અને રોહન ને શોધતી હતી... વળી.. સ્પીકર માં કરેલી જાહેરાત થી આજુબાજુ ના લોકો પણ ત્યાં ગેટ પાસે ઊભા રહી ગયા હતા.. પ્રિયા એ ઘણી રાહ જોઈ પણ રોહન આવ્યો નહિ..
સિક્યુરિટી ગાર્ડ : લાગે છે તેણે લંડન ની ફ્લાઈટ લઈ લીધી છે... એ હવે નહિ આવે.. મેડમ તમે ઘરે જતા રહો...
આ સમયે પ્રિયા ની આંખ માંથી આંસુ આવી રહ્યા હતા... તેને લાગ્યું કે તેણે હવે રોહન ને પણ ખોઇ દીધો છે...
પ્રિયા : હમ્મ...
આમ બોલી પ્રિયા પોતાના આંસુ લૂછતા લૂછતા પાછળ ફરી જવા લાગી......
એવામાં પાછળ થી અવાજ આવ્યો..." પ્રિયા... "
આ સાંભળી પ્રિયા એ પાછળ જોયુ તો રોહન હતો... પ્રિયા રોહન ને જોઈ તેની પાસે દોડી ને ગઈ અને ભેટી પડી... રોહન એકદમ ગેટ પાસે ઊભો હતો..
પ્રિયા : thank God... રોહન તું આવી ગયો...
રોહન : પ્રિયા... આ હું શું સાંભળું છું ? અને તું અહીંયા શું કરે છો ?
પ્રિયા : રોહન તું એ બધું છોડ... અને મારી વાત સાંભળ... પ્લીઝ... રોકાઈ જા... પ્લીઝ... હવે તું તો મને છોડીને ન જા...!
રોહન : પ્રિયા... મારે લંડન જવું જરૂરી છે... કાલે મારી સગાઈ છે..!
પ્રિયા : તો સગાઈ ન કર... પ્લીઝ..
રોહન : પણ કેમ ?
પ્રિયા : રોહન... તું જ્યારથી મારી લાઇફ માં આવ્યો છે ત્યારથી મારી લાઇફ ચેન્જ થઈ ગઈ છે... તે મને જીવતા શીખવ્યું છે... તે હંમેશા મારો સાથ આપ્યો છે... મે તને જ્યારે કહ્યું કે હું અમિત ને પ્રેમ કરું છું ત્યારે તે તારી ફિલીંગ ને છુપાવી ને મને અને અમિત ને એક કરવા માટે પ્રયત્ન કર્યા.... તો આજે હું તને કહું છું...
એમ બોલી પ્રિયા રોહન ની સામે એક ગોઠણ વાળી બેઠી ગઈ... રોહન તો આ બધું જોતો જ રહી ગયો...
પ્રિયા : I love you..... Rohan... I love you so so much.... શું તું મને અને તને એક કરવા એક પ્રયત્ન કરી શકે ?
આ સાંભળી રોહન ની આંખ માંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા ... તેણે પ્રિયા નો હાથ પકડી તેને ઊભી કરી અને તેને જોરથી હગ કરી લીધું..પ્રિયા પણ રડવા લાગી... અને બોલી.." એટલો બધો પ્રેમ કરે છે તો પહેલાં કહ્યું કેમ નહિ..? મે તને આટલા વર્ષ સુધી રાહ જોવડાવી ને... આઇ એમ વેરી સોરી.... રોહન...
રોહન : ના... પ્રિયા.. સોરી તો મારે કહેવું જોઈએ.. કે મે તને આજ સુધી એકવાર પણ જણાવવાનો પ્રયત્ન ના કર્યો... પણ મારે તો બસ તારી ખુશી જોઈતી હતી..
પ્રિયા : તું હંમેશા મારી ખુશી માટે તારી ખુશી ત્યજી દે છો... રોહન... તને ખબર છે.. અમિત એ મને પ્રેમ કરતા શીખવાડ્યું છે પણ પ્રેમ નિભાવતા મને તે શીખવાડ્યું છે... હું જ મૂર્ખ હતી જે તારા પ્રેમ ને સમજી ના શકી... સોરી...
રોહન : આઇ લવ યુ પ્રિયા....
પ્રિયા : આઇ લવ યુ ટુ....
આ સાથે બધા લોકો રોહન અને પ્રિયા માટે તાળી પાડવા લાગ્યા...
પ્રિયા : રોહન... Will you Marry me ?
રોહન : yes...
આમ બોલી બંને ફરી ભેટી ગયા અને ફરી જોરદાર તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો..પ્રિયા એ રોહન નો હાથ પકડી લીધો.. અને તેની સાથે લઈ જવા લાગી..
સિક્યુરિટી ગાર્ડ : સર તમે એકવાર બહાર જશો તો પછી અંદર નહિ આવી શકો...
આ સાંભળી રોહન એ તેની સામે જોયું અને સ્માઈલ કરી અને પછી પ્રિયા નો હાથ પકડી ત્યાંથી જવા લાગ્યો... અને આ સાથે પ્રિયા ને તેનો રોહન અને રોહન ને તેની પ્રિયા મળી ગઈ....
To Be Continue...