Sapna Ni Udaan - 44 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 44

વિચાર કરતા કરતા પ્રિયા ને મોડી રાત્રે ઉંઘ આવી. આ સાથે પ્રિયા એક સપના ની દુનિયામાં સરી પડી... આ સપના માં તેણે જોયું કે રોહન ની સગાઈ થઈ રહી હતી.. તેની સાથે જે છોકરી હતી તેનો ચહેરો દેખાતો નહોતો.... પ્રિયા ત્યાં જઈ રોહન ને રોકવા માટે બૂમો પાડવા લાગી... પણ ત્યાં જાણે પ્રિયા નું કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ કોઈને પણ તેનો અવાજ સંભળાતો નહોતો... પ્રિયા રોહન નો હાથ પકડવા ની કોશિશ કરવા લાગી , પણ તે તેનો હાથ પકડી નહોતી શકતી... અને અચાનક તેની સામે અંધારું થવા લાગ્યું... બધા લોકો દેખાતા બંધ થવા લાગ્યા... તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો.. પ્રિયા હાથ પહોળા કરી રોહન ને ગોતવા લાગી... પણ ત્યાં કોઈ હતું જ નહિ...

એવામાં તેને એક પ્રકાશિત વસ્તુ તેની તરફ આવતા દેખાણી.... તે ધીમે ધીમે નજીક આવી રહી હતી... પ્રિયા તેને જોવાની કોશિશ કરી રહી હતી.. તે વધુ નજીક આવી રહી હતી અને એ કોઈ વસ્તુ નહિ પણ વ્યક્તિ હતી... અને એ વ્યક્તિ હતી અમિત....
આ જોતા પ્રિયા ને પોતાની આંખ પર વિશ્વાસ થતો નહોતો.... તે આંખ ચોળી ને વારંવાર જોઈ રહી હતી.. આ જોઈ અમિત હસીને બોલ્યો..
" અરે હું જ છું.... તારો અમિત... "

પ્રિયા ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા અને તે તરત દોડીને તેને ભેટવા ગઈ તો તે તેની આરપાર નીકળી ગઈ... આ જોઈ પ્રિયા ને ખૂબ આશ્ચર્ય થયું..
અમિત : પ્રિયા... તું મને સ્પર્શ નહિ કરી શકે... કેમકે હું અહીંયા છું પણ અહીંયા નથી...
પ્રિયા : અહીંયા છું અહીંયા નથી એટલે ?
અમિત : પ્રિયા... હું બસ એક આત્મા છું અને તને યોગ્ય માર્ગ દર્શાવવા આવ્યો છું તારા સપના માં..
પ્રિયા : તો અમિત... તમે સાચે અહીંયા નથી... ? આ સપનું છે ?
અમિત : હા... પ્રિયા...
પ્રિયા : ( રડતા રડતા ) અમિત... તમે મને એકલા મૂકી કેમ જતા રહ્યા... ? તમને ખબર છે મારી શું હાલત થઈ હતી ?
અમિત : પ્રિયા.... જીવન અને મૃત્યુ આપણા હાથ માં ક્યાં હોય છે... ? અને એમ પણ મારે આ દુનિયા છોડવાની જ હતી... એ જ ઈશ્વર ની મરજી હતી... કેમકે તમારી વચ્ચે જો આવી ગયો હતો... !
પ્રિયા : શું ? આ શું બોલો છો ? કોણ તમે કોની વચ્ચે ? મને કંઈ સમજાતું નથી...
અમિત : તારી અને રોહન ની વચ્ચે..
પ્રિયા : રોહન ?
અમિત : હા , રોહન. અને પ્રિયા આ તું શું કરે છો ? રોહન ને રોકતી કેમ નથી ?
પ્રિયા : હું ... શું કરવા રોકું તેને.. ? તેની લાઈફ છે તેને જે કરવું હોય એ કરે...
અમિત : ના.. તારે રોકવો પડશે... કેમકે એ જ તારી લાઇફ છે.. એ જ તારી ખુશી છે અને એ જ તારો સાથી છે..
પ્રિયા : ના... મારી લાઇફ તમે છો... મારી ખુશી પણ તમે છો...
અમિત : છો નહિ પ્રિયા.. હતો.. હવે નથી... હું આ દુનિયામાં નથી.. અને ક્યાં સુધી આમ લાગણી છુપાવતી ફરીશ... હું બધું જાણું છું કે તું રોહન વિશે શું ફીલ કરે છો ? પ્રિયા પહેલાં જે થયું એ ભૂલી જા.. હું તો બસ એક પાત્ર હતો.. જે કદાચ તમારા બંને માટે આવ્યો હતો..પ્રિયા તારો સાચો પ્રેમ હું નહિ પણ રોહન છે... અને મે તને મારા અંતિમ સમય માં તેની હીન્ટ પણ આપી હતી...

આ સાંભળતા પ્રિયા ને યાદ આવ્યું કે અમિત તેના આખરી શ્વાસ વખતે તેનો અને રોહન નો હાથ પકડી કંઇક કહેવા માંગતો હતો...

અમિત : યાદ આવ્યું ને... ! હવે મને કહે કે તું રોહન ને પ્રેમ કરે છો કે નહિ ? અને હા... ખોટું તો બોલતી જ નહિ... કેમકે હું અત્યાર સુધી જે થયું એ જોતો જ હતો... ચાલ બોલ ...

આ સાથે પ્રિયા ની આંખ માંથી દડ દડ આંસુ સરવા લાગ્યા... તે રડતા રડતા બોલી..
" હા... I Love રોહન... હું તેને બોવ જ પ્રેમ કરું છું... "

અમિત : તો આ વાત સ્વીકારતી કેમ નહોતી...?
પ્રિયા : કેમ કે હું confuse હતી... કે હું કોને પ્રેમ કરું છું રોહન ને કે તમને ? અને જ્યારે હું આપણે સાથે વિતાવેલા દિવસ યાદ કરતી.. આપણા પ્રોમિસ યાદ કરતી.. ત્યારે લાગતું કે હું માત્ર તમને જ પ્રેમ કરું છું.. પણ જ્યારે રોહન મારાથી બે દિવસ દૂર થયો ત્યારે મને ખબર પડી કે રોહન વગર મારી જિંદગી કેટલી ઉજ્જડ છે.. હું તેના વગર રહી નહિ શકું.. અને અત્યારે જ્યારે એ મારાથી દૂર જઈ રહ્યો છે તો જાણે મારા શરીર માંથી કોઈએ આત્મા ખેંચી લીધી હોય એવું લાગી રહ્યું છે...
અમિત : તો શું કરવા જવા દે છો તેને ? રોકી લે તેને...
પ્રિયા : પણ અમિત.. તે મને પ્રેમ નથી કરતો... તેણે ખુદ એ મને કહ્યું...
અમિત : ના પ્રિયા .. એ તને તારાથી પણ વધુ પ્રેમ કરે છે.. બસ તારી ખુશી માટે એ જૂઠું બોલી રહ્યો છે.. તારે જાણવું છે એ તને કેટલો પ્રેમ કરે છે તો તું સવારે તેના ઘરે જજે... ત્યાં તને તારા બધા પ્રશ્નો ના જવાબ મળી જશે...
પ્રિયા : પણ કેવી રીતે ?
અમિત : એ તને ત્યાં જઈ ખબર પડી જશે... પ્રિયા હવે મારો જવાનો સમય થઈ ગયો છે.. હું હંમેશા તારી અને રોહન ની સાથે રહીશ..અને તમારા બંને ના પ્રેમ વચ્ચે ક્યારેય કોઈ બાધા નહિ આવવા દવ.. અને હા.. યાદ રાખજે..બહુ જલદી તમારી બંને ની પાસે પાછો પણ આવીશ...

પ્રિયા અને અમિત બંને નું આંખો માં આંસુ હતા... આ સાથે અમિત પ્રિયા ને દેખાતો બંધ થઈ ગયો.. અને પ્રિયા ની આંખ ખુલી ગઈ ... સવારના ૧૦ વાગી ગયા હતા.. સવારે ઉઠતાં જ પ્રિયા ના ચહેરા પર એક ખુશી નો ભાવ હતો.. તે તરત ફ્રેશ થઈ ને તૈયાર થઈ ગઈ.. અને જલ્દી થી રોહન ના ઘરે જવા નીકળી ગઈ.

આ બાજુ રોહન બધો સામાન પેક કરી ને બહાર નીકળતો હતો.. તેણે પોતાની ડાયરી , પ્રિયા માટે લાવેલ એ ગિફ્ટ અને કાર્ડ એક અલગ નાની બેગ માં રાખ્યું હતું. હવે બન્યું એવું કે તે બધો સામાન બહાર કાઢતો હતો ત્યારે તે બેગ ભૂલ માં પડી ગઈ અને દરવાજા ની પાછળ પડી ગઈ... દરવાજા ની પાછળ હોવાથી રોહન તે જોઈ શક્યો નહિ અને તે દરવાજા ને તાળું દઇ, ચાવી પડોસી ને આપીને એરપોર્ટ જવા નીકળી ગયો...

હવે પ્રિયા રોહન ના ઘરે પહોંચી તો જોયું કે ત્યાં તાળું હતું.. એટલે તે પાડોસી ના ઘરે પૂછવા ગઈ..
પ્રિયા : આંટી... આ બાજુના ઘરે તાળું કેમ છે ? રોહન ક્યાં ગયો ?
આંટી : હા.. એ તો નીકળી ગયો..
પ્રિયા : પણ ક્યાં ?
આંટી : એરપોર્ટ જવા..
પ્રિયા : પણ આંટી એ તો રાત ની ફ્લાઇટ માં જવાનો હતો ને ?
આંટી : હા.. રાત્રે જ જવાનો હતો પછી ખબર નહિ..

પ્રિયા એ મન માં વિચાર્યું ," હવે શું કરું ? રોહન ને રોકવા એરપોર્ટ જાવ કે પછી રોહન ના ઘર ની અંદર ? કંઈ સમજાતું નથી... એક કામ કરું રોહન ના ઘરે એકવાર જોઈ જોવ.. અમિત એ કહ્યું છે તો ત્યાં કંઇક તો હશે... બાકી ભગવાન સંભાળી લેશે.."

પ્રિયા : આંટી રોહન ના ઘર ની ચાવી આપજો ને.. એમાં એવું છે કે મારા અમુક એનજીઓ ના પેપર્સ અહીં રોહન ના ઘરે રહી ગયા હતા, તો એ લેવાના છે...
આંટી : હા..

પ્રિયા ચાવી લઇ રોહન ના ઘર ની અંદર ગઈ.. અંદર જઈ તે આખા ઘર માં આમતેમ જોવા લાગી.. પણ તેને ન તો રોહન દેખાયો ન તો કોઈ એવી વસ્તુ જેથી તેને પોતાના જવાબ મળે.. અંતે પ્રિયા એ નક્કી કર્યું કે તે અહીંથી જતી રહે અને રોહન ને રોકે... તે જવા જતી જ હતી ત્યાં.. અચાનક એક પવન નો ઝોંકો આવ્યો અને દરવાજો પવન ના લીધે બંધ થઈ ગયો... આ સાથે પ્રિયા ને દરવાજા પાછળ પડેલી બેગ દેખાણી...

પ્રિયા તે બેગ પાસે ગઈ અને તેને ખોલી.
બેગ માંથી પહેલાં ડાયરી નીકળી.. તે રોહન ની ડાયરી હતી .. પ્રિયા એ તે ડાયરી વાંચવાની શરૂઆત કરી.. તે જેમ જેમ આગળ ડાયરી વાંચતી હતી તેમ તેમ તેની આંખ માંથી આંસુ ટપકતા હતા... તે રોહન ના દરેક શબ્દો ને સમજી રહી હતી, તેની દરેક લાગણી ને અનુભવી રહી હતી.. તે રોહન ના દરેક દર્દ ને પોતાના માં પરોવી રહી હતી.. પ્રિયા એ તેનું કાર્ડ પણ જોયું... પ્રિયા ને એ સમયે ખૂબ અફસોસ થતો હતો કે કાશ તેણે રોહન ને પહેલાં તેની વાત કહેવા દીધી હોત ... અને પછી તેને અમિત વિશે જણાવ્યું હોત તો કદાચ .. તેને આટલું બધું સહન ના કરવું પડેત ... તેણે ગિફ્ટ ખોલી જેમાં એક કાચ ના બોક્સ માં એક છોકરો અને છોકરી ડાંસ કરતા હોય તેવી મૂર્તિ હતી.. તે ખૂબ જ સુંદર હતી...

હવે પ્રિયા ને વિશ્વાસ આવી ગયો હતો કે રોહન તેને ખૂબ એટલે ખૂબ જ પ્રેમ કરે છે અને તે પણ રોહન ને ખૂબ પ્રેમ કરે છે... હવે પ્રિયા રોહન ને રોકવા જવા માટે તૈયાર હતી... તે એરપોર્ટ જવા નીકળી ગઈ...

To Be Continue..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED