પ્રકરણ 16 મા આપણે જોયું કે હવે મન અને માનવી બંનેની કોલેજ પૂણૅ થવામા માત્ર છ મહીના હોય છે . ને હજી બંને પોતાના મનની વાત એકબીજાને કહી શકતા નથી . હવે આગળ....
_______________________________________
મન અને માનવી કોલેજના આ અઢી વર્ષમા એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખી ગયા હતા અને આ કોલેજના દિવસો -માં બંને સાથે ફર્યા વાતો કરી અને અેકબીજાની મુશ્કેલીઓમા મદદ કરી . બંને એકબીજને ખૂબ જ સારી રીતે જાણતા હતા.
હવે છેલ્લાં વર્ષની પરીક્ષા પણ નજીક જ હતી . એકદિવસ મન અને માનવી બંને કોલેજ ની બહાર બેસી વાતો કરતા હતા . માનવી એ મન ને જણાવ્યુ કે તે આ પરીક્ષા આપી બે વર્ષ ભણવા માટે બહાર જશે અને આ બે વર્ષ તે તેના ઘરે નહી આવે તેથી બે વર્ષ તે કોઈને મળી પણ નહી શકે આ સાંભળી મન બોલી ઉઠ્યો કેમ જવું છે તારે બહાર ?? અહી સારું તો છે . માનવીએ કહ્યુ મારા પપ્પાની ઈચ્છા છે તો હું ના નહી કહી શકું . આ સાંભળી મન પણ કંઈ કહેતો નથી .બંને પોતપોતાના ઘરે જાય છે.
મન ઘરે પહોંચી તરત જ તેના બેસ્ટ ફ્રેન્ડને ફોન કરે છે અને બધી વાત કહે છે. મન તેના મિત્ર ને કહે છે કે મને સમજાતું નથી કે હું શું કરું માનવી વગર મને ફાવતું નથી ને એ બે વર્ષ માટે જવાનું કહે છે . તેનો મિત્ર કહે છે કે તુ હવે તારા દિલની વાત માનવીને કહી દે નહી તો મોડું ન થઈ જાય મન કહે છે કે મારાથી નહી કહેવાય . ત્યારે તેનો મિત્ર કહે છે સારૂ ના કહીશ , ત્યાં ભણવા જશે અને ત્યાં જ કોઈ બીજા સાથે લગ્ન કરી આવે પછી જ તું કહેજે . મન આ સાંભળી ને બીજા જ દિવસ પોતાના દિલની વાત માનવીને જણાવશે તેવું નક્કી કરે છે.
મન માનવીને ફોન કરે છે અને કહે છે કે તુ કાલે સવારે અગિ -યાર વાગ્યે મારા મિત્ર રાહુલના ઘરે આવી જજે મારે તને કંઈ કહેવું છે . માનવી કહે છે શું વાત છે આમ અચાનક શું થયું ? આજે તો આપણે મળ્યા હતા . બધું ઠીક છે ને ? મન એ કીધું બધું ઠીક છે બસ થોડું કામ છે . તું આવીશ ને ? માનવી એ કીધું સારું આવી જઈશ . મન ખુશ થઈ જાય છે અને
વિચારે છે કે કાલ તો કંઈ પણ થાય માનવી ને કહી જ દેશે કે તે તેને પ્રેમ કરે છે.
બીજા દિવસે મન માનવીની રાહ જોવે છે અને મન સરસ રીંગ પણ લાવ્યો હોય છે . માનવી રાહુલના ઘરે આવે છે, મન થોડો બેચેન હોય છે કે કેવી રીતે શું કહે તે માનવીને . માનવીએ મન ને કહ્યું શું થયું કેમ બેચેન લાગે છે . મન બોલ્યો મારે તને કંઈ કહેવું છે મારી વાત જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તું કંઈ પણ બોલતી ના ખાલી સાંભળજે.
મન અને માનવી સામસામે ઊભા હોય છે . મન માનવીના બંને હાથ પોતાના હાથમાં લે છે ને કહે છે કે તુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મને આ વાત ની ખુશી છે . તુ મારા વિશે શું વિચારે છે તે મને ખબર નથી પણ હું તને મિત્ર થી પણ વધારે માનું છું, તને પહેલી વાર જોતા જ તારી સાથે મને પ્રેમ થઈ ગયો હતો . હું તને ખૂબ ચાહું છું અને તારી સાથે આગળનું જીવન હું વિતાવવા માગું છું . મન માનવીને રીંગ બતાવી પૂછે છે કે શું તું પણ મને પ્રેમ કરે છે??
માનવી આ જોઈને ખુશ થઈ જાય છે. તે મનને કહે છે કે હું પણ તને પ્રેમ કરવા લાગી છુ પણ મને એમ હતું કે આના કારણે આપણી મિત્રતા ખરાબ થશે તેથી મે તને કંઈ પણ ન કહ્યું . હું તને ખૂબ જ પસંદ કરું છું પણ હું મારા માતા પિતા ને ખૂબ પ્રેમ કરૂ છું અને તેમને દુ:ખ પહોચાઙવા નથી માંગતી . તે જ્યા કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ . જો તું મને પ્રેમ કરે છે તો તારે આ જ વાત મારા માતાપિતા સામે કહેવી પડશે . તેમની સામે મને આ રીંગ પહેરાવી પડશે . શું તું આ કરી શકીશ??
મન કહે છે કે હું તને પ્રેમ કરું છું તેથી હું કાલે જ મારા પરિવાર સાથે તારા ઘરે આવીશ.
માનવી ખુશ થઈ ને ત્યાંથી જાય છે.
મન ઘરે જઈને પોતાના દિલની બધી વાતો પોતાના માતા પિતા ને કહે છે અને મન ના માતા પિતા માનવી ને સારી રીતે ઓળ -ખતા . મનના માતા પિતા ને તો માનવી પસંદ હતી પણ માનવી ના ઘરે મન પસંદ હતો કે નહીં તે ખબર ન હતી . મન ના માતા પિતા એ તેને કહ્યું આપણે કાલે જ માનવી ના પરીવાર સાથે વાતચીત કરીશું , તું ચિંતા ના કરીશ.
બીજા દિવસે મન તેના પરીવાર સાથે માનવીના ઘરે આવે છે. બંને ખૂબ સારા મિત્રો છે તેવું બંનેના ઘરે ખબર હતી અને માનવીના માતાપિતા પણ મન ને જાણતા હતાં . બંને પરિવારો એકબીજા સામે બેઠા અને મન ના માતાપિતાએ માનવીનો હાથ મન માટે માંગ્યો અને કહ્યું કે અમારો પુત્ર મન માનવીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરે છે . મને માનવીને કહ્યું પણ તેને
કહ્યું તેના પિતા જ્યાં કહે ત્યાં જ તે લગ્ન કરશે આ જ વાત મને ખૂબ જ ગમી . હવે તમને જે યોગ્ય લાગે તેમ.
માનવીના પિતાને માનવી પર ગવૅ થયો અને માનવીને પૂછ્યું કે તમે મન ગમે છે . માનવી એ કહ્યું કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પરિવારની મંજૂરી થી જ આગળ વધવા માંગીએ છીએ . માનવીના પિતા માનવીને ખૂબ પ્રેમ કરતાં અને તેમને પણ લાગ્યું કે માનવી મન સાથે ખુશ રહેશે . બંને નું કુટુંબ સારૂ હતું તેથી માનવીના પિતાએ પણહા પાડી . બંને પરિવારો આ સબંધથી ખુશ હતા . મન જે રિંગ લાવ્યો હતો તે માનવીના કહ્યાં પ્રમાણે તેના પરીવાર સામે પહેરાવી .ને કોલેજ પૂર્ણ થઈ ગયા બાદ બંને ની સગાઈ કરાવશે તેવુ નક્કી કર્યું.
બંને એ પોતાની પરીક્ષા આપી અને બંને સારા ગુણ થી પાસ થયા.
આભાર
_Dhanvanti jumani (Dhanni )