Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 1

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ

નવા પરણવા જતાં યુવકોની  દિલની દાસ્તાન

 

"તું ધોકેબાજ છું! યુ હેવ ચિટેડ મી!" ધીમે રહીને પણ બહુ જ ભારોભાર રીતે નયને કહ્યું.

"હા, ઓકે! હું જ ધોકેબાજ... હું જ એ બધું જ જે તું માને છે... એક વ્યક્તિને બીજા કેટલું પણ કેમ ના સમજાવી લે, પણ એ વ્યક્તિ સમજશે તો એટલું જ જેટલું એને સમજવું છે..." અનન્યા એ કહ્યું.

"જો મારી સામું પણ જોતી ના... ખબર નહિ હું ખુદ શું કરી બેસુ!" નયને જાણે કે રીતસર જ ધમકી આપી.

બપોરનો સમય હતો, ઘરમાં બધા મોટાઓ તો આરામ કરી રહ્યા હતા, પણ છોકરાઓ ને હજી ઊંઘ નહોતી આવી રહી. અમુક ફોનમાં વિડિયો તો અમુક ગેઇમ રમતા હતા. આટલો મસ્ત સ્માર્ટ ફોન હોય, એમાં નેટ પણ ભરપૂર હોય તો કોણ મૂરખ હોય કે જે સૂઈ જાય?!

*********

"છોકરો તો કેટલો મસ્ત છે... લાગે છે પણ કેટલો મસ્ત અને કમાય છે પણ સારું..." એ દિવસે લગભગ બધાંના મોં માં બસ આ જ શબ્દો હતા.

ખરેખર તો નયનને જોઇને અનન્યા પણ બહુ જ ખુશ હતી, એને પણ બાકી બધાની જેમ જ નયન બહુ જ ગમી ગયો હતો.

ચોરસ જેવો ચહેરો, ચેકસ શર્ટ અને ફોર્મલ પેન્ટમાં પણ એ બહુ જ આકર્ષક અને હેન્ડસમ લાગતો હતો. અનન્યા પણ કઈ કમ નહોતી! એણે પણ આજે વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો. કપાળે નાની ચાંદલી અને લંબગોળ ચહેરો. મોટી મોટી આંખો જોતાં જ દિલ ભરાઈ આવે, મનને થઈ આવે કે ખૂબસૂરતી તો બસ આ જ છે!

"તમારે બન્નેએ કંઇ પૂછવું હોય તો પૂછી લો..." અનન્યા ની ભાભી એ કહ્યું તો બંને શરમને લીધે કઈ બોલી જ ના શક્યા. બધાં વચ્ચે પણ તો કઈ પૂછાય એમ હતું નહિ ને?! થોડી શરમ, થોડો ડર સાથે બંને બસ એકબીજાને જોતાં જ રહી ગયા.

સૌ કોઈને શરીર તો એક જેવા જ હોય છે ને?! બે હાથ, બે પગ, એક નાક, બે કાન, ચહેરો; પણ એ પછી જે અંદરનો સ્વભાવ આવે છે શાયદ એનાં લીધે જ વ્યક્તિ અલગ તરી આવે છે. એનાં એ સ્વભાવને લીધે જ સૌ હોય તો પણ એ કોઈ ખાસ વ્યક્તિને જ સૌ યાદ કરે છે, અને એ જ તો મહત્વની વાત હોય છે ને. ગમે એવો ખૂબસૂરત માણસ પણ જો પ્યારથી ના રહે તો એની ખૂબસૂરતી પણ કોઈ જ કામની નહીં રહેતી!

બંને પાસે ના કહેવા માટે કોઈ કારણ જ નહોતું, બધું જ મસ્ત હતું, જેવું બંનેને જોઇએ એવા જ સાથી એકબીજાને એમને મળી ગયાં હતાં! પ્યાર કરવા માટે જોઈએ પણ શું, અને ઓળખાણ એ તો સમયની સાથે એકબીજાની પસંદ-નાપસંદ પણ ખબર પડી જ જાય. બસ મેન વસ્તુ તો એ જ હતી ને કે બંને એકબીજાને કેટલો પ્યાર કરી શકે છે! એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવી પણ શકે છે કે નહિ! કેર, રિસ્પેક્સ અને ટ્રસ્ટ જ મેન હોય છે ને?!

બંને પરિવાર વાળાઓને તો બંને ગમી જ ગયા હતા. એટલે જ તો ખાવાનું પણ અનન્યા લોકો એ બનાવી દીધું હતું.

"ચાલો આપણે ત્રણ શાકભાજી લઈ આવીએ..." અનન્યા ની ભાભી એ નયનને કહ્યું તો બાઈક પર પછી એ ત્રણેય શાકભાજી લેવા બાજુના શહેરમાં આવ્યા હતા. ચોક્કસપણે એનો હેતુ ખાલી શાકભાજી જ લાવવાનો નહોતો પણ આ બંને નવા નવા લગ્ન ના પવિત્ર સંબંધમાં બંધાઈ રહેલા લોકોને પણ પાસે લાવવા નો હતો!

બાઈક પાર્ક કરીને બંને દૂર ભાભીને જતાં જોઈ રહ્યા.

વધુ આવતા અંકે...