Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 6


અનન્યા ના મનમાં આ કઈ વાતનો ચક્રવાત જામ્યો હતો? કઈ વાતે એને આવી કરી દીધી હતી. બધું આ મુલાકાત માં જ ઉજાગર થવાનું હતું.

અમુક કલાકો પછી બંને એક રેસ્ટોરન્ટમાં એકમેકની સામે હતા.

"શું થયું છે તને? કેમ આવું કરે છે?!" નયને પૂછ્યું.

"કઈ નહિ... એ તો અમુક લોકો બહારથી બીજા અને અંદરથી બીજા હોય છે એટલે!" અનન્યા કોશિશ તો કરી રહી હતી કે હિંમત રાખે પણ એની આંખો ભરાઈ જ આવી! આખીર એ બંને લોકો એકમેકની બહુ જ નજીક હતા! ખૂબ જ ઓછા સમયમાં બંને બહુ જ નજીક આવી ગયાં હતાં.

"અનન્યા... જો હજી આપના મેરેજ નહિ થયા... તું બેફિકર મને કહી દે જે કઈ તારા મનમાં હોય..." નયને કહ્યું.

"વાત સિમ્પલ છે..." જાણે કે અનન્યા આગળ બોલી જ ના શકી.

"ઓકે... તો તારે મેરેજ નહિ કરવા એમ ને... નો વરી! હું બધાને સમજાવી દઈશ... ઓકે!" નયને જાણે કે અનન્યા ની મુશ્કેલ આસાન કરી દીધી.

"તું બહુ જ સારો છું... પણ..." નયને એની વાત કાપતા કહ્યું - "પણ... હું તને પસંદ જ નહિ તો! વાંધો નહિ, એ તો હું બધાને સમજાવી લઈશ!" નયને કહ્યું અને કઈ પણ ખાધા વિના જ બાઈક સ્ટાર્ટ કરી દીધી.

"આઇ થીંક... હું આ મેરેજ માટે રેડી નથી!" નયને અનન્યા ના ઘરે કહ્યું તો બધા પર જાણે કે વીજળી જ ના પડી હોય!

"પણ કેમ? થયું શું? આમ અચાનક જ કેમ?" અનન્યા ના પપ્પા રડમસ હતા. "બધાને બોલાવું છું, કાલે બધા વચ્ચે જ કહેજો. આમ કઈ હું આ રીશ્તો ના તોડી શકું!"

કેટલો પ્યાર હતો નયનને અનન્યા માટે કારણ જે કઈ હોય પણ એને આટલી મોટી મુસીબત બસ અનન્યા ની ખુશી માટે જ લીધી હતી! આસાન થોડી હોય છે, ખુદનાં જ સજાવેલાં સપનાઓને આમ તોડવા?!

એ રાતે બંને માટે ઊંઘવું બહુ જ મુશ્કેલ હતું. અનન્યા એ તો કોલ પણ કર્યા હતા. પણ નયન સમજતો હતો કે હવે કહેવા માટે કઈ બાકી જ નહિ. આખરે નસીબ કાલે શું ફેંસલો લેવાનું હતું! વાતમાં દમ તો હતો જ ને તો, આમ પણ હવે કહેવા માટે કઈ બાકી છે જ નહિ. પ્રેમ જબરદસ્તીથી નહિ થઈ શકતો, અને ખુદ નયન પણ માનતો હતો કે કોઈને મજબુર કરીને ખુદ ક્યારેય સુખી નહિ રહી શકે. એણે ખુદનો મહેલ જરૂર બનાવવો છે, પણ એનો મતલબ એવો નહોતો કે એ બીજા કોઈની સપનાંની નગરી તબાહ કરીને ત્યાં ખુદનો મહેલ ઊભો કરી દે! બીજાને દુઃખી કરીને મેળવેલું સુખ પણ તો એનું મહત્વ ગુમાવી દેતું હોય છે ને!

ખુદ નયનને પણ ખબર હતી કે ખુદ જે કરે છે, એનું શું પરિણામ આવવાનું હતું, પણ એને ખબર હતી કે જે કઈ હોય; બસ એને તો અનન્યા ની ખુશી જ જોઈતી હતી. બસ એ મોટી મોટી બે આંખોમાં થોડી ખુશી જોઈ લે, પળભરનું સૂકુન જોઈ લે તો કાફી છે. એના માટે એ વાત એને બહુ જ સંતોષ આપશે કે એની ગમતી વ્યક્તિ ખુશ તો છે જ ને. ભલે સાથે નહિ, દૂર રહીને પણ એની ખુશીમાં વધારો કરવા માટે આખરે એને કઈ કર્યું તો ખરું.

વધુ આવતા અંકે...

આવતાં એપિસોડસમાં જોશો : "જો લગ્ન કરીશ તો તારી જ સાથે નહિતર..." એની વાત અડધેથી કાપતા નયને કહ્યું - "નહિતર શું?!"

"તો તું જે અગ્નિમાં લગ્ન કરતો હોઈશ એ જ અગ્નિમાં મારી ચિતા..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નયને એના હોઠ પર આંગળી મૂકી દીધી.