Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 9 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)


કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. એ એને કહે છે કે એની સામે પણ ના જોવે!

ભૂતકાળમાં બંને એક સમયે એકમેકને લગ્નના પવિત્ર સંબંધ માટે હા કહી હતી. એમના પરિવારને પણ એકમેક બહુ જ ગમી ગયા હતા. અચાનક જ એકવાર અનન્યા નયન સાથે ગુસ્સાથી વાત કરે છે. બંને મળે છે તો નયન વાત સમજી જાય છે. એ એને કહી દે છે કે પોતે જ આ સંબંધ માટે તૈયાર નહિ એમ બધાને કહી દેશે. એ એવું જ કરે છે, પણ જ્યારે બધા જ એને પૂછે છે કે જ્યારે છોકરી માં કોઈ જ ખામી નહિ તો તું ના કેમ કહે છે તો એને મજબૂરીમાં કહેવું જ પડ્યું કે એને તો અનન્યા પસંદ જ છે, પણ અનન્યા ને ખુદ નયન જ પસંદ નહિ! બધાના પગ નીચેથી જાણે કે જમીન જ ના હટી ગઈ હોય! બધાના સવાલોથી કંટાળીને અનન્યા પણ સચ્ચાઈ જણાવી જ દે છે કે કોઈએ એને કહેલું છે કે નયન સિગારેટના વ્યસની છે. નયન હળવેકથી બસ એટલું જ કહે છે કે હવે નયન પર વિશ્વાસ નહીં રાખીને અનન્યા બીજાઓ પર વિશ્વાસ રાખે છે. નયનની બહેન સાથે બધા જ પરિવારના લોકો કહે છે કે નયન તો ક્યારેય વ્યસન કરે જ નહિ! અનન્યાના પપ્પા બે હાથ જોડીને નયને સમજાવે છે, પણ નયન એમને કહે છે કે જ્યારે તમારી છોકરીને જ હું પસંદ નહિ તો હું આ લગ્ન ના જ કરી શકું.

હાલ, વર્તમાનમાં અનન્યા નયનની માફી માંગે છે, એ નયનને ખુદને એક ચાન્સ આપવા કહે છે. નયન કંટાળીને પોતે મરી જવાની વાત કરે છે તો અનન્યા પણ એને કહી જ દે છે કે પોતે પણ જો નયન સાથે લગ્ન નહીં કરે તો નયનની લગ્નની અગ્નિમાં પોતે બળીને જશે, એના વાક્યને પૂરું થતાં પહેલાં જ નયન એના હોઠ પર એની આંગળી મૂકી દે છે.

હવે આગળ: અનન્યા એ નયનનાં માથાને પોતાના ખોળામાં લઈ લીધું. એ એના વાળને સહેલાવવા લાગી.

"બસ બાબા! હવે તો માફ કરી દે! ભૂલ થઈ ગઈ મારી!" અનન્યા એ હળવેકથી કહ્યું.

"અને મને આટલું સતાવ્યું, રડાવ્યું એનું શું?!" નયને પૂછ્યું.

"અરે બાબા... આઇ પ્રોમિસ એનાથી ડબલ પ્યાર આપીશ... તને ક્યારેય મહેસૂસ પણ નહિ થવા દઉં કે કોઈ વાર આપને આમ જુદા પણ થયા હતા!" અનન્યા એ કહ્યું અને એક હળવી કિસ નયનનાં માથે કરી લીધી.

"તને ખબર છે... હજી પણ જ્યાં સુધી તારો મિસ કોલ ના આવે હું જમ્યો નહિ! તારા એ મિસ કોલ પછી જ હું ખાતો!" નયને કહ્યું.

"હા... સોરી યાર! હું પણ તને બહુ જ મિસ કરતી હતી. ઘરના ને પણ તું બહુ જ યાદ આવ્યાં કરતો હતો..." અનન્યા એ કહ્યું અને એના માથાને નયનનાં માથે મૂકી દીધું. જાણે કે બે જીસ્મ બહુ જ જુદાઈ બાદ ફરી એક ના થઈ રહ્યાં હોય!

🔵🔵🔵🔵🔵

"નયન... તને ખબર છે એવું મને કોને કહેલું?" બંને સાંજે એક હોટેલમાં આવી ગયા હતા.

"કોને?!" નયને પૂછ્યું.

"સુનિલે મને એવું કહ્યું હતું!" અનન્યા એ કહ્યું તો નયનનાં મોં માંથી "અચ્છા..." નીકળી ગયું.

"હા... પછીથી મને પપ્પાએ કહેલું કે સુનીલ સાથે મારી સગાઈની વાત પૂછાવવાની હતી, પણ એ વ્યસની છે અને કામ ધંધો કરતો નહિ તો કાકીએ જ ના પાડેલી." અનન્યા એ કહ્યું.

"અને હવે એને તને મારા ખિલાફ પણ એવું જ કહ્યું કે હું વ્યસની છું..." નયને કહ્યું.

"પણ તને તો ખ્યાલ હોવો જોઈએ ને કે હું આટલું તારી સાથે રહ્યો..." નયનની વાતને અડધેથી કાપતા જ અનન્યા એ કહ્યું - "હા... એટલે જ તો પપ્પા એ કહેલું તો હું બહુ જ ગિલ્ટી ફીલ કરતી હતી."

"બટ... આઇ લવ યુ... ઓલવેઝ!" નયને કહ્યું.

"આઇ લવ યુ, ટુ!" અનન્યા એ પણ કહ્યું.

(સમાપ્ત)