the starting of relationship after marriage - 2 books and stories free download online pdf in Gujarati

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 2

2

"તમારે કોઈ લવ હતો પહેલાં?!" અનન્યા એ જાણે કે ભાભીના જવાનો જ ઇન્તજાર હતો! નયન તો જાણે કે એ સમયે હેબતાઈ જ ગયો. શું કહેવું હવે? અનન્યા એનાથી થોડી જ દૂર ઊભી હતી અને એને નયને નાખેલું પરફ્યુમ અલગ જ મહેક આપી રહ્યું હતું, મહેક નવા અનુભવની હતી અને સોડમ એને પરફ્યુમની આવતી હતી.

"ના, હા... એટલે કે હા પણ ને ના પણ!" નયને કહ્યું તો અનન્યા ને હસવું આવી ગયું. જવાબ હતો જ એટલો વિચિત્ર તો એની જગ્યા એ કોઈ પણ હોત એ હસી જ પડતું!

"ના કે હા? બોલો... બોલો..." એને કહ્યું તો નયને કહેવા માંડ્યું - "એટલે એકવાર મને એક છોકરી એ પ્રપોઝ કર્યું હતું" નયન ની વાત પૂરી થાય એ પહેલાં જ અનન્યા થી બોલી જવાયું - "ઓહો!"

"પણ... પણ મેં ના પાડી દીધી." નયને વાત પૂરી કરી તો અનન્યા એ તુરંત જ પૂછ્યું - "કેમ?!"

"અરે યાર! એ તો બહુ જ ગુસ્સો કરતી! મને કહેતી કે ચોવીસ કલાક વાત જ કરવાની! જો કોઈવાર કોલ ના લાગે તો બહુ જ ગુસ્સો કરતી. તો મેં એને છોડી દીધી." નયને કહ્યું.

"મતલબ કે હા તો તમે પણ કહેલી એમ જ ને!" અનન્યા ની આંખો અનાયાસે જ પહોળી થઈ ગઈ જાણે કે બંને પતિપત્ની જ ના હોય!

"અરે બાબા... એવું કઈ જ નહિ... એ તો મારા એક દોસ્ત એ કહેલું કે એક દિવસ પ્યાર કરીને જો ના ગમે તો ના કહી દેજે એટલે!" નયને વાત પૂરી કરી તો અનન્યા સામે હસી રહી હતી.

નયનને વચ્ચે વિચાર પણ આવી ગયો હતો કે અનન્યા ને આઈસ્ક્રીમ માટે પૂછી લઉં, પણ થોડી શરમ લાગતી હતી અને થોડું વિચિત્ર લાગ્યું કે શાયદ એને એવું ના થાય કે હજી પહેલો જ દિવસ છે અને..

એટલામાં તો ભાભી પણ આવી ગઈ. બંનેને વધારે સમય ના મળ્યાનો અફસોસ થયો. પણ બાઈક હવે ઘર તરફ જઈ રહી હતી.

રસ્તામાં જ્યારે નયન બ્રેક મારતો ત્યારે જસ્ટ પાછળ જ બેઠેલી અનન્યા ના વાળ એને એના ચહેરા પર મોરપીંછ ની જેમ લાગતાં.

આવેલા ત્યારે તો એ શરમને સંકોચને લીધે છેલ્લે બેઠી હતી, પણ હવે અત્યારે એ વચ્ચે હતી! આ એ જ વાતની તરફ ઈશારો કરે છે કે બંને હવે નજીક આવી રહ્યા હતા. અરે! ખુદ અનન્યા એ જ ભાભીને કહેલું કે એને વચ્ચે બેસવું છે! આ વિચાર આવતાની સાથે જ નયનને હસવું આવી ગયું.

"એક દિવસનું લવનું ટ્રાયલ!" ધીમેથી પણ નયને સંભળાય એમ અનન્યા એ કહ્યું તો નયન તો ગભરાઈ જ ગયો. ચિંતાની રેખાઓ એના કપાળે આવી ગઈ. એને ડર હતો કે પોતે અનન્યા ને તો એવું નહિ લાગતું ને કે નયન એની સાથે પણ એક દિવસ ટ્રાયલ કરશે!

દિમાગ પણ કમાલ વસ્તુ છે, જો એને થોડું પણ જાણવા મળી જાય તો એ એની ઉપર આખું રિસર્ચ કરી નાખે છે અને એને રિલેટેડ બધું જ આપણને જણાવવા માંડે છે, જો એ આમ વિચારતી હશે, શું એ આમ તો નહિ વિચારી રહી હોય ને?! હમણાં નયનને પણ એવા જ અઢળક વિચારો આવી રહ્યાં હતાં.

વધુ આવતા અંકે...
                                      
આવતાં એપિસોડમાં જોશો : ખરેખર તો આટલી વાતચીતમાં આજે અનન્યા કેટલીય વાર ગુસ્સાથી બોલી ગઈ હતી. એની વાતોમાં બહુ જ નારાજગી વર્તાતી હતી. આખરે નયને કહેવું જ પડેલું!

"જો વાત ના જ કરવી હોય તો ના કહી દે..." નયને કહ્યું તો અનન્યાનાં "ના" કહેવાની સાથે જ એને કોલ કટ કરી દિધો. ફોનને સાયલંટ કરી ને એ બેડ પર જઈને પછડાયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED