Featured Books
શ્રેણી
શેયર કરો

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-5 - અંતિમ ભાગ

અગાઉ અનન્યા પર ગુસ્સો કરતા કનિકાબેન શાંત થઈ ગયા તેમને અનન્યા ના લિવ ઈન રિલેશનશીપ ના આ આધુનિક અવતરણ ના પાઠ મળી ગયા હતા હવે અંતિમ ભાગ.



માંડી ને વાત કર મને ધ્રાસકો છે કે કયાંક તું પ્રેગનેટ તો નથી થઈ ગઈ ને? અનન્યા કનિકાબેન ની સામે જોતી રહી તેને થયું શું બાળક ની રગેરગે માં ને ખબર પડી જાય? ખરેખર મા બાળક ની તકલીફ સમજી જાય? તેને ભગવાને એવું તે શું આપ્યું કે મા અંતરિક્ષમાં ઉડતા ઉપગ્રહ ની જેમ આપણી જાણકારી રાખતી હશે? તેને પળ પળ ની કેવી રીતે જાણકારી મળતી હશે? શું બાળક તેના પીંડ થી છૂટું પડી ગયું તે સ્વતંત્ર જીવતું થઈ ગયું પણ તેના મમત નું મા જોડે નુ કનેકશન ત્યાં ચાલું જ રહે છે. અનન્યા એ ધાર્યું નહોતું કે મમ્મી વાત કરવામાં સરળતા કરી આપશે. તેને માથુ હામા ધુણાવ્યું, અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. લાગતું હતુ કે અનન્યા તો અમેરિકન સ્ટાઇલ થી જીવતી છોકરી છે, અનન્યા આપણા દેશ ની દીકરી હતી. સંસ્કૃતિ થી ભટકેલ પણ લાગણી હુફ પ્રેમ આદર માન બધુજ ભારતીય હતું. તેના પેટમાં બાળક ની સંવેદના આવી ગઈ છે. તેને પણ માતૃત્વ ની શરુઆત થવાની હતી પણ લગ્ન જીવન વગર અને લીવ ઈન રીલેશનશીપ થી.

પછી તો કેવિન ને કેમ છોડી દીધો? કે તેજ ભાગી ગયો? કનિકાબેન ને અનન્યા ના રૂદન કરતા વધારે જરૂરી વાત નો તાગ મેળવવા માં હતો. ફરી થોડી સ્વસ્થ થવા અનન્યા એ પાણી પીધું. કનિકાબેને બેડ રૂમ નો દરવાજો બંધ કર્યો અનન્યા જોઈ રહી હતી કે મમ્મી ની વેદના ને નોંધી રહી હતી. મમ્મી તો મણીબેન જેવી છે તેમ લાગતુ હતું, જુનવાણી લાગતી હતી. સાચ્ચી મા હતી. કનિકાબેન હતાં.

આ વાત બહાર ના પડી જાય તેની અનન્યા ની મથામણ હતી પણ સાહેબ કુદરતે પણ માતૃત્વ ને કોઈ છુપાવે નહી માટે સ્ત્રી નું પેટ ને દડા ની જેમ ફુલે છે જગત આખું તે જોવે અને તેને સારા વેણ સારૂ ભોજન અને સારી વાતો કહેશે. કેમ કે આવનાર બાળક તંદુરસ્ત હોય અને જીવન માં તે કયાય સંસ્કાર વગર ની વાત ના કરે. ઉદરમાં દેશ નો વારસો જાળવવા ની ખુમારી લઈ ને જન્મે અને દરેક ના દિલમાં વસી જાય તો ભવતર ઉજળું થઈ જાય.

અનન્યા ના હોથ મોફાટ ચાલતાં હતાં. તે હાલ રૂદન ના કંપન થી શબ્દો ને ઓપ આપી શકતાં નહોતાં. તેના તૂટક શબ્દો ને કનિકાબેન જોડતા હતાં. કનિકાબેન જાણે ફાટેલા કપડા માથી ઇજ્જત સાચવવાની હોય તેમ અનન્યા ની વાત મા થી થીંગડા કેમ મરાય તેનો ક્યાસ કાઢતાં હતાં. કયારેક કપડું ધસાઈ ને ફાટી જાય છે ને ત્યારે હાશકારો હોય છે. કપડું કેટલા વર્ષ ચાલ્યું તેને એકેય વખત રિપૅર કરાવુ નથી પડ્યું. તે ને મારાં અંગ ને નિખાર આપ્યો શાંતિ આપી આને એક પ્રકાર નો જીવન માં બહાર લાવ્યું. તે કપડું એટલે લગ્ન અને તેને રોજ ધોઈ સુકવી ઇસ્ત્રી કરી ફરી તળોતાજુ બનાવી દઈએ તે નુ નામ સંસારી લગ્નગ્રંથિથી જોડાયેલ જોડું.
વાત કર શું થયું પછી? કનિકા બેન ની હવે ધીરજ ખુટી ગઈ હતી. પાગલ દીકરી લોક બહેકાવામા ના કરવાનું કરી બેઠી હતી.
અનન્યા એ થોડા હળવા થવા આગળ વાત નો દોર ચાલું કરવાનું મન થી નક્કી કર્યું આજ મમ્મી વડીલ નહી પણ રાહબર દોસ્ત જેવી લાગતી હતી. અમે સાથે રહેતા એક પતિ-પત્ની ની જેમ મે તેને છ સાત મહીના પછી પ્રપોઝ મુકી કે આપણે હવે ઘરે વાત કરી લેવી જોઈએ આપણે સાથે અંડરસ્ટેન્ડીગ થી જીવનભર સાથ નિભાવી શકીએ છે. તેને પણ કહ્યું કે ઠીક છે આવતાં મહીને વાત કરી લઈ એ. આમા બીજા બે મહીના વિતી ગયા મને ત્યારે થોડી શંકા ગઈ મે કેવિન ને ફરી વાત કરી તેને પ્રેમ થી હા પાડી આવતા મહીને હું હૈદરાબાદ જવાનો છું તું પણ સાથે ચલ આપણે વાત પણ કરી લઈશું અને તું ઘર પણ જોઈ લે.

હું ખુશ થઈ ગઈ. પણ થયું એવુકે પુરા અમારા લિવ ઈન રીલેશનશીપ ને દસ મહિના વિતી ચૂકયા ‌હતા.

મે તેને વાત કરી મને લાગે છે કે હું પ્રેગનેટ છું. કેવિન આગળ ની લાઈફ વિશે ચર્ચા કરી લઈએ. કેવિન ગભરાઈ ગયો. તેને મન અત્યાર થી આ ઝંઝટમાં પડીએ તો ડોકટર નું ભણવાનું બગડી જાય હું તને પ્રેમ કરું છુ. તારા વિના મને ચેન ના પડે તું આ ઝંઝટ દુર કરાવ પછી આપણે આગળ નો વિચાર કરીશું
મને કેવિન મારો ઉપયોગ કર્યો હોય તેમ થતું મારાં દેહ ના સૌંદર્ય નો ઉપભોગ કરી તૃપ્ત થયેલ હોય તેમ મને લાગતું મને કયારેક ડર રહેતો તકેદારી રાખતી પણ આવેશ ના વેગ માં જીવન ની મર્યાદા નું ભાન ના રહ્યું. તે મને કહ્યું ને કે સ્ત્રી નેજ ભોગવવા નો વારો આવે તેમ મારાં ઉર મા રમતાં બાળક ની તેને પરવા ના થઈ હું પણ માનતી હતી કે હાલ આ લફરા થવા જોઈતા નહોતાં. પણ તેને જે રીતે ના પાડી અને પછી ઘર છોડીને જતો રહ્યો તે વેદના મારા માટે ભયંકર હતી. છેલ્લા અઠવાડિયા હું ખુબ રડી અંતે બાળક પડાવી અહીં આવી છું. મારાં માતૃત્વ ના ઊભા થયેલ સંજોગ ઠગારા નીવડ્યા. હું બે બસ લાચાર હતી. મારા પીંડ નો નાશ થતાં જોતી રહી, તેનું મને ઘણું દુઃખ છે. અહીં ફ્રેશ થવા આવી હતી. મારાં કરતા પહેલાં વાયુ ની આંધી એ મારા જીવન કલંક ને વિસ્તૃત કરી દીધો હતો. સુસવાટા મા જોર ઘણુયે હોય છે. ચેન્નાઇ ના સાગર થી ઉદભવેલ વંટોળ અમદાવાદ ડંકો વગાડી ગયા હતાં. તેનો મને ખ્યાલ નહોતો નહીંતર હું અહીં આવત નહી. તને મારાં પર ગુસ્સો આવતો હોય તો બે ઢોલ તુય મારી લે, મમ્મી કારણ કેવિને દગો કર્યો, તેમાં એક નાનું બાળક જીવતાં પહેલા પોઢી ગયું.
કનિકાબેન પલંગ ને એક હાથે ટેકો કરી ઊભા થયાં. જાણે સર્વસ્વ લૂંટાઈ ગઈ હોય તેમ તે ફસડાઈ પડ્યાં. દીકરી કારસો કરીને આવી તેની વેદના જમાના થી છુપાવાની હતી. પણ કવિ દિલ તો કટારી વાગી હોય તેમ વેદનાથી ચિત્કાર કરતું હતું. અહી કોઈ રસ્તો નહોતો કારણ અનન્યા એ જે આધુનિક તા પકડી હતી તે અંત દુઃખ દુઃખ સિવાય બીજું કઈ આપી શકે તેમ નહોતું.
અનન્યા લિવ ઈન રિલેશનશીપ ના ઓથાર માં પીસાઈ કુટાઈ અને હતું તે ગુમાવી ચુકી હતી.
સંપૂર્ણ