સંવાદ ભારતીય સંસ્કૃતિ અને વિદેશી પ્રથા ની વચ્ચે એક ભારતીય યુવતી રહે છે. સ્ટાઇલ તેની બધી વિદેશ પ્રમાણે છે. પણ પોતે તો રહે છે ભારતમાં તો ભારત ની સંસ્કૃતિ પ્રમાણે ના વિચારતાં લોકો ની સામે સવાલ બની ને ઊભી છે, જવાબ આપવા અઘરા છે. અનન્યા જવાબ આપી રહી છે કનિકાબેન હળવે હળવે માહિતી એકઠી કરી રહ્યાં છે. હવે આગળ…..
મમ્મી આટલી મારી ચિંતા તું ના કર આઈ કેન હૅન્ડલ માય લાઈફ, પ્લીઝ આટલી બધી મારી લાઇફમાં એન્ટર ના થઈશ.
કનિકાબેન એકદમ ગળગળા થઈ ગયાં. તેમની નૈનો નાં ખૂણામાં આંસુ ના બિન્દુ નિરખાઈ રહ્યાં હતાં. થોડો સમય ગાર્ડનમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. અનન્યા કેમ આવી થઈ ગઈ તેનો કનિકાબેન ક્યાસ કાઢી શકતાં નહોતાં.
એટલે મારે તારા જીવન ની કોઈ વાત માં બોલવાનું નહી?
અનન્યાએ જવાબ આપવાનું મુનાસિબ ના લાગ્યું.
અનન્યા રૂઢલી વર્તાવ કરવાનું કારણ તેને હાલ આ પ્રકરણ ચર્ચા નો વિષય ના બને તે હતું. ચેન્નાઇ થી અહીં શાંતિ મળે અને થયેલ ઘટના ને ભૂલવા આવી હતી. ત્યાતો ઘટના તેના કરતાં પહેલાં અમદાવાદ પહોંચી ગઈ હતી.
કનિકાબેન ને થતું લિવ ઈન માં રહેવા માટે ની અનન્યા ને શું જરૂર પડી? પૈસા નો પ્રોબ્લેમ નહોતો. જીવન ના દરેક સુખ તેની પાસે હતાં. માતા-પિતા નો પ્રેમ પુરેપુરો તેની ઉપર ન્યોછાવર હતો.
તેમને થતું એક સ્ત્રી પોતાના શરીર નો ઉપયોગ કોઈ ને કેમ કરવા દે?
પ્રેમ હોય તો અનન્યા ને હાલ સામેથી મારે કેવિન સાથે મૅરેજ કરવા છે, તેમ વાત કરે. પણ અહીં તો એ વાત પણ જણાતી નથી. કનિકાબેન ની ઉલજન નો જવાબ અનન્યા આપવા માગતી નહોતી.
કનિકાબેન ને મન એક સ્ત્રી એ પોતાનાં જીવનમાં પુરૂષ ને સમજીને પ્રવેશ આપવો જોઈએ. કારણ પુરૂષ તો બહેલાવી ફોસલાવી ને તેનું ધાર્યું બધુ કરાવી જતો હોય છે. પુરૂષ નું ટાર્ગેટ એકજ હોય મનગમતી સ્ત્રી નું સાનિધ્ય મળે, અને તે સંપૂર્ણ તેને મળે!! એટલે પુરષને આત્મસંતોષ થાય કે મારી ગમતી સ્ત્રી નો આધિપત્ય મેળવી લીધું. તેમાં જવાબદારી પુરૂષ નકકી કરે છે, કે કેટલી લેવી જ્યારે સ્ત્રી ને જવાબદારી કુદરતે આપી છે. સ્ત્રી જવાબદારીમાં થી છટકી શકે તેમ નથી. તેને કરેલી મજા કહો કે જે પુરૂષ ગમે છે તેને ના ગુમાવી દેવા સર્વસ્વ સોંપ્યું તેની જવાબદારી ફકત સ્ત્રી ની રહે છે. કાયદો સાથ તેને આપે છે, પણ ગયેલી ઈજ્જત અને સન્માન પાછું મેળવવું મુશ્કેલ થઈ પડે છે.
કનિકાબેન ની મા થઈ વ્યાસને સમજવા એક દીકરી ની મા બનવું પણ જરૂરી હતું!! જે અનન્યા નહોતી. તેને મન હું પણું હતું તે પોતાના થી રંગાયેલ હતી. જ્યારે મા ના આચલમા તો હું માં પુરા ઘર ના દરેક વ્યક્તિ ની ચિંતા સમાઇ જતી હોય છે. તે ને માતા કહેવાય, ઘર નું ચણતર ભલે પુરુષ કરે પણ ઘડતર તો સ્ત્રી જ કરી શકે છે.
કનિકાબેને ફરી અનન્યા ને સવાલ કર્યો હવે કેવિન ને મને અને તારા પપ્પા ને મળવા બોલાવ તો આપણે વાત ને વહેવાર સુધી પહોંચાડી દઈએ. હૈદરાબાદ પછી જઈશું પહેલા તેને અમદાવાદ બોલાવી લે.
કનિકાબેન ની વાત પુરી થાય તે પહેલાં અનન્યા એ વિસ્ફારિત ચહેરે સામો સવાલ કર્યો. કોને બોલાવું?
અરે કેવિન ને બીજા કોણે? તેના મમ્મી પપ્પા ને પછી મળશું. પહેલાં કેવિન સાથે મિટીંગ તો અમે કરી લઈએ.
મમ્મી એ નહીં આવે. અમારો બ્રેકઅપ થઈ ગયો છે. હવે અમારી વચ્ચે કોઈ સંબંધ નથી. હું કાયરની તારાં થી દુર ભાગતી હતી, કારણ આજ કે તું મારા લીવ ઈન રીલેશનશીપ ને સહન ના કરી શકી તો હું અને કેવિન છુટા પડી ગયા છે. તે જાણ તને આઘાત લાગશે.
ખરે..જ કનિકાબેન ના હાથમાં થી કોફી મગ છુટી ગયો. મગ વચ્ચે પડેલા ટેબલ જોડે અથડાયો અને ચોમેર ડાર્ક કોફી નાં કાળા ધબ્બા પડી ગયાં. કનિકાબેન ની સંપૂર્ણ સાડી કોફી ના ડાઘ થી રંગાઇ ગઈ. તેમને પોતાની સાડી તરફ નજર કરી તેમનો ખોળો કોફી ના કાળા પડેલા ડાઘ થી ખરડાઈ ગયો હતો. તેમના મુખમાંથી સ્વર ના નીકળી શકયો. તેમને અનન્યા ને ઊભા થતા બાવડે થી પકડી લીધી. મન થતું કે બે તમાચા મારી દવુ, પણ તેમને અનન્યા ની રકતથી ખરડાયેલી નૈનો માં આછાં સપનાં ના ધ્વંસ ની વેદના હતી. તેના કોમળ મુખ પર વેદનાના આંસુ લપસી ને કનિકાબેન નાં હાથ પર પડ્યાં. ગુસ્સાથી ઊભાં થયેલા કનિકાબેને અનન્યા ને પોતાની સોડમાં સંતાડી દીધી. અનન્યા નુ મસ્તક મમ્મીનાં ખભે અશાંત હતું, તેના રૂદન નો કંકસ અવાજ કનિકાબેન ની બંધ નૈનો પારખી ગયાં હતાં. વાત નો સાર એક સમજુ રૂદન થી સમજી જાય તેમ કનિકાબેન સમજી ચુકયા હતાં.
દીકરી ની પાછળ પડયા શેના માટે હતાં કે દીકરી કયાંક કુંડાળા માં પગ તો નથી મુકી ને આવી ને? તેમનો ડર સાચો નિવડયો. અનન્યા કસુ બોલી ના શકી કનિકા બેન કોઈ જોઈ ના શકે તેમ તેને બેડરૂમ માં લઈ ગયાં. તે મા હતી અને સાથે ડોકટર હતાં તેમને મન ચિંતા હતી કે કયાંક અનન્યા મા તો નથી બની ગઈ ને?
થોડું પાણી પીધા પછી અનન્યા એ પોતાના આંસુ ને લુછતા મમ્મી હું કઈ ડિપ્રેશન માં નથી. પણ મારૂ અહીં આવવાનું કારણ તેની સાથે નો રીલેશનશીપ નો અંત હતો.
ક્રમશ.
જીજ્ઞેશ શાહ
અનન્યા જેવી યુવતી આધુનિક તા ના સંબંધો સ્વીકાર કરી લે છે અને ભારત ની સંસ્કૃતિ માં તેના ઉકેલ મુશ્કેલ થઈ પડે છે હવે અનન્યા ના સંવાદ ને કનિકાબેન કેટલા અંશે સ્વીકાર કરી શકશે?