અનન્યા ને લીવ ઈન રિલેશનશીપ માં કોઈ ખામી જણાતી નથી. અને મમ્મી કનિકાબેન નું રહ્દય અભડાઈ ગયાં ના ભાવ રજુ કરે છે. વાત અધૂરી છે અનન્યા બહાર ગાર્ડન તરફ ઊભી થઈ જતી રહી છે હવે આગળ.
બુમ ની કઈ અસર ના થઈ. કનિકાબેન મનોમંથન કરતાં અનન્યા ના વર્તાવ પર ગ્લાનિ ઊપસી હતી. પણ તે અહીં અસ્થાને હતી. અનન્યા સાંભળી શકતી નહોતી અને વાત નો ખરો તાગ મળતો નહોતો, કે આજ ની તારીખે પ્રેમ છે કે નહી? દીકરી પુરૂષમિત્ર સાથે એક છત તલે રહે અને પ્રેમ પરિણયમાં પરિવર્તીત થશે કે શું તે મુદ્દે ચર્ચા બાકી હતી. કનિકાબેન ને લાગ્યું આકરા વેણ ની હવે જરૂર નથી તેને પ્રેમ થી પૂછવું પડશે નહિતર પાછી કાલે જ જવાની હઠ લઈ બેસે તો ચેન્નાઇ નો આટો થશે, અને કાયમ ની ચિંતા. તેમને ઘરના નોકર દિનુકાકા ને બે કપ કોફી અને નાસ્તો બહાર ગાર્ડન માં આપવાનું ફરમાન કર્યું અને ઊભા થઈ બહાર ગયાં.
અનન્યા ગાર્ડન માં ફુલોની માવજત ને સવાળતી હતી. તેનાં સ્પર્શ થી ફુલો ને નવી તાજગી જણાઈ હશે તેના કોમળ હાથ થી છોડ ની ડાળીએ ડાળીએ એ રોમાંચ ઊભો થયો હશે. અનન્યા નાં મુશ્કાન પર જીવ તો આપવા વાળા ઘણા હતાં. જેટલી સારી ડોકટર બની રહી હતી તેટલી જ કોમળ તન ની હક્કદાર હતી. તેના અંગો ના નિખાર હંમેશા ચેન્નાઇ ની મેડિકલ કોલેજમાં ચર્ચા રહેતી. પાંચ ફુટ સાત ઈચ ની હાઈટ તેના શરીર ની સુડોળતા માં અલગ થી જાન બક્ષી હતી. મુખ સદા ગુલાબની કળી ની જેમ ગુલાબી રહેતું. નૈનો ના પાંપણ થી બદામ ની કટારી જેવી તેની નૈનો ને તેમાં યૌવન નો ભાર બદને કામદેવ ની સદા કૃપા હતી. તેનું હાસ્ય રવિના કિરણો ની જેમ તીક્ષ્ણ હતાં કે જે મન ને ભેદીને ઘાયલ કરી દેતા હતાં. કેવિન તે ઘાયલ થયેલ એક નવજવાન!! બંને સાથે જ ડોક્ટર નું ભણતાં હતાં.
કનિકાબેન ગાર્ડન માં મુકેલા સાગ નાં સજાવેલા એન્ટીક સોફા પર જઈ બેઠા. થોડી વારમાં કોફી નાસ્તો આવી ગયો. કનિકાબેને ફરી અનન્યા ને બુમ પાડતાં આવુ છું ની હળવા અવાજે અનન્યા એ જવાબ આપ્યો.
કનિકાબેને કોફી મગ માં કાઢતા અનન્યા ને પહેલે થી સળગતો સવાલ ફરી કર્યો, તું ને કેવિન ભેગા કેવી રીતે થયાં?
અનન્યા ને ખબર હતી મમ્મી ની જીદ આગળ કોઈ નું ચાલતું નથી પપ્પા પણ થાકી જાય છે જવાબ દેવા જરૂરી નહી હવે ફરજીઆત બની ગયાં હતાં. અનન્યા સમજી ચુકી હતી. તેને મન લિવ ઈન રિલેશનશીપ માં સંવેદના નહોતી જણાઈ, પણ મમ્મી તો રાઈ નો પહાડ બનાવી ચુકી હતી.
હું આખી સ્ટોરી કહું કે ટુકાણ માં પતાવી દવુ. અનન્યા એ કનિકાબેન ને સવાલ કર્યો કનિકાબેને પુરી વાત સાંભળવા ની તૈયારી બતાવી.
મમ્મી આ ખોટુ છે એક પ્રેમી ને પ્રેમિકા ની ભૂમિકા સરખીજ હોય. એમે એક કોલેજમાં સાથે હતાં. ત્યાં ટીમ વર્ક થી કામ કરવાનું હતું. હું અને કેવિન એક ટીમ માં હતાં. એકસ્પીરીમેન્ટ કર્યો પછી થીસિસ લખવાની શું શીખ્યા શરીર ની દવા પછી નું ડેવલપમેન્ટ આ બધું ટીમ ના સભ્યો થી થતું. કેવિન હૈદરાબાદ થી છે. મારવાડી રાજેસ્થાનનો છે. પણ વર્ષે થી તેના ફાધર ની ત્યાં ગારમેન્ટ ની દુકાન છે. હૈદરાબાદ માં ટોપર હતો. તે મને થીસિસ અને બીજી હેલ્પ કરતો. એક દિવસ હું તેનાં ફલેટ પર ગઈ તેને તે ફલેટ તાત્કાલિક ખાલી કરવા નો આવ્યો. તેને કોઈ બીજો ફ્લેટ જલ્દી મળી શકે નહી મે તેને આપણાં ફ્લેટમાં રહેવા અને અહી નવો ફલેટ ના મળે ત્યાં સુધી રહેવા માટે કહ્યું. કેવિન ની જરૂરિયાત હતી એટલે તેને વાત સ્વીકારી લીધી અમે સાથે કોલેજમાં જતાં અને જમવાનું રહેવાનું બધું સાથે થયું. હવે મને ફાયદો એ હતો કે મદદ ખુદ ઘરે આવી ગઈ હતી. મારે ક્યાંય ધક્કો ખાવાનો નહોતો. તેને પણ ગમી ગયું અમે એકબીજા ની નજીક આવતાં ગયાં, અને ધીમે-ધીમે એક બીજા ને લાઈક કરતાં થયાં. થોડી મસ્તી વધી થોડી વાતો વધી અને અમે એક વરસાદ ની રાત્રે જમીને આવ્યા ને બંને ભિન્જાઈ ગયાં હતાં કેવિન નું દિલ મને બાહુપાશમાં લેવા ધડકી રહ્યું હતું. અમે આજ સુધી એકબીજા એ શરીર સામે જોયું નહોતું, આજ શરીર થી ચોટી ગયેલા કપડે મન ને કાબુ બહાર કર્યા. તે વરસાદ ની સુહાની રાતે અમે ભાન ભુલ્યા અને એકબીજા માં સમાઇ ગયાં. પછી તો રૂટીન થતું ગયું. અમે લિવ ઈન રિલેશન ની જાણકારી લીધી અને અમે રહેવા લાગ્યાં. બસ અહીં કહાની પુરી થાય છે, માય ડિયર મોમ હવે વાતમાં કઈ નથી તો હવે કઈ પુછતી નહી.
કનિકાબેન સાંભળતા હતાં તેમને અનન્યા કેટલું બીન્દાસ બોલી શકે છે, તેનો ગમ હતો. અનન્યા હવે શું? હવે આગળ ની લાઈફ નો શો વિચાર છે? તે કહ્યું બેટા મે તે સવાલ નથી પૂછ્યો પણ ભવિષ્ય નો વિચાર તો કરવો પડે ને?
ક્રમશ
જીજ્ઞેશ શાહ
કનિકાબેન ના સવાલ નો અનન્યા શું જવાબ આપે છે વધું આવતા અંકમાં.