આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-15 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-15

"આસ્તિક"
અધ્યાય-15
આસ્તિક માતાપિતાની રજા લઇને બે દૈવી નાગ સાથે જંગલમાં ફરવા નીકળી ગયો. માત્ર આઠ વર્ષની વયે એની બહાદુરી જોઇને માઁ જરાત્કારુ અને પિતા જરાત્કારુને ખૂબ આનંદ થયેલો. માઁને થોડીક ચિંતા હતી પરંતુ પાછું મનમાં વિચાર્યુ કે હું આમ ચિંતા કરીને એને રોકીશ તો એનો વિકાસ કુંઠીત થઇ જશે. ભલે વિચરતો જંગલમાં આમ પણ એનાં જીવનમાં એણે ઘણાં પડકારોનો સામનો કરવાનો છે અને ભગવાન વિષ્ણુમાં આશીર્વાદ છે મહાદેવની શક્તિ છે બ્રહ્માજીએ બુદ્ધિ આપી છે પછી શા માટે મારે ફીકર કરવી. 
આસ્તિક જંગલમાં આગળને આગળ વધી રહેલો ત્યાં થોડેક આગળ જતાં ખૂલ્લુ વિશાળ મેદાન આવ્યું અને સામે ઉચો વિશાળ પર્વત. એ પર્વત ઉપર પણ અસંખ્ય વૃક્ષો હતાં. આસ્તિકની નજર પર્વતની ટોચ પર બેઠેળાં વિશાળકાય વાનર પર પડી એણે આશ્ચર્યથી જોયુ કે આટલાં વિશાળકાય, વાનર કોણ હશે ?
આસ્તિકે મનોમન ધ્યાન ધર્યુ અને સ્તુતિ કરવા માંડી અને હાથ જોડીને પ્રાર્થના કરી અને વાનરને ઉદ્દેશીને પૂછ્યું આપ કોણ છો આટલુ વિશાળકાય શરીર મેં કદી જોયુ નથી આપનાં દર્શન કરીને હું કૃત કૃત થયો છું. 
વિશાળકાય વાનરે એને આંખોમાં અમી લાવીને હાથથી ઇશારો કરીને ઉપર આવવા આમંત્રીત કર્યો. આસ્તિક બેઉ દૈવીનાગ પર સવાર થઇને પર્વતની ટોચ પર પહોચી ગયો અને ત્યાંજ એ વાનર વેષમાં રહેલાં ભગવાન હનુમાનજીએ કહ્યું વત્સ હું રામભક્ત હનુમાન છું અને હું કાળનાં પૂર્ણર્ધ અને ઉતરાર્ધ બંન્નેમાં છું અને હું તારીજ રાહ જોઇને અહીં બેઠો હતો. 
આસ્તિકે આશ્ચર્યથી કહ્યું ભગવન તમારાં ચરણોમાં કોટી કોટી પ્રણામ પણ મને આર્શ્ચય એ વાતનું છે કે આપ મારી રાહ જોઇ રહ્યાં હતાં ? શા માટે ? પણ એકવાત નક્કી છે કે હું આપનાં દર્શન કરીને કૃત કૃત થયો છું સંતૃપ્ત થયો છું મારાં ખૂબ સારાં ભાગ્ય છે કે મને આપનાં દર્શન અને મેલાપ થયો. 
હનુમાનજીએ કહ્યું "પુત્ર તારો જન્મજ ચોક્કસ કર્મ અને લક્ષ્ય માટે થયો છે. તારે આખાં નાગકુળને બચાવવાનુ છે વળી તારાં જીવન દરમ્યાન અનેક સાકૃતિક અને શુરવીરતા ભર્યા કર્મ કરવાનો છે તું એક નાગપુત્ર છે. આજે તને મળવા માટે હું ખાસ રાહ જોઇ રહ્યો હતો એનું ચોક્કસ કારણ છે. વળી તને જંગલમાં આવવાની ઇચ્છા જગાડનાર પણ હૂં જ છું તું નાગયોનીમાં જન્મયો છે પણ બ્રાહ્મણ જીવ છે તારામાં મહર્ષિ જરાત્કારુનાં અંશ છે તું નાગ બ્રાહ્મણ છે. તું એક ઇચ્છાધારી દૈવી નાગ છે. મનુષ્ય જેવુ શરીર તને પ્રાપ્ત છે. મહર્ષિ જરાત્કારુની વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત છે. તારી માતાનાં ગર્ભમાંજ હતો અને તને બધાંજ શાસ્ત્ર વેદ ભણાવેલાં છે તું એક દૈવી અલૌકીક ઇચ્છાધારી બાળક છે. 
આજે નારાયણ પ્રભુના આદેશથી હું તને શક્તિ-જ્ઞાન અને અગમ્ય શાસ્ત્રથી પુષ્ટ કરીશ. આજ પછી તું મનોમન ધ્યાન ધરીને જે ઇચ્છા કરીશ એ રૂપ લઇ શકીશ. અને એ રૂપ અને પાત્ર પ્રમાણે તારામાં દેખાવ-ગુણો અને શક્તિ પણ પ્રાપ્ત થઇ જશે. તું ધારે ત્યારે અંર્તધ્યાન અદ્રશ્ય થઇ શકીશ. તું નભમાં, જળમાં, ધરા પર જ્યાં વિચરણ કરવું હશે તું કરી શકીશ તું હવામાં આકાશમાં ઊંચે ઉડી શકીશ પાતાળમાં તરી શકીશ તને આ અગમ્ય અને અદભૂત શક્તિ આજે તને આપીશ. વત્સ મારાં તને આશીર્વાદ છે. 
આસ્તિક ભગવન હનુમાનજીમાં ચરણોમાં દંડવત પ્રણામ કરતો સૂઇ ગયો. એમનાં પગ પકડી લીધાં અને બોલ્યો ભગવન આપ મારાં ગુરુ છો આપે મને આજે દ્રષ્ટિ આપી છે મારી આંખમાં તેજ આપ્યું છે મારાં બળ પરોવ્યું છે મારી શક્તિ અનેક ગણી વધારી છે ભગવન હું આપને સમર્પીત છું 
આસ્તિક પછી ભગવન હનુમાનજીની સમક્ષ પદમાશન લગાવીને બેસી ગયો. આંખ બંધ કરીને એમનું ધ્યાન ધરવા માંડ્યુ જેમ જેમ ધ્યાનમાં એકાગ્રતા આવી એને એની આંખ સામક્ષ ભગવાન નારાયણનાં દર્શન થયાં. એ આંખ બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. 
ભગવાન નારાયણ શાક્ષાત હાજર હતાં. સમાધિમાં પદમાસન કરીને બેઠેલાં આસ્તિકમાં માથાં પર હાથ ફેરવ્યો અને ભગવન હનુમાનનાં સ્વરૂપમાં ખુદ નારાયણ આસ્તિકને આશીર્વાદ આપી રહ્યાં હતાં. આસ્તિકનાં મસ્તિષ્ટ અને સમગ્ર આત્મામાં ભગવનનાં આશિષ થકી શક્તિ, જ્ઞાન અને અગમ્ય બુધ્ધિ એને પ્રાપ્ત થઇ રહી હતી. આસ્તિક ભગવનમાં શરણમાં સમર્પિત થઇ બોલ્યો ભગવન આપના ચરણોમાં હું સમર્પિત અને આપનાથીજ સુરક્ષિત છું. 
ભગવાન હનુમતનાં આશિર્વાદ અને શક્તિ પ્રાપ્ત કરીને આસ્તિક પુષ્ટ થઇ ગયો. હવેથી એ જે ઇચ્છા કરશે એ રૂપ ધારણ કરી શકશે આજથી ઇચ્છાધારી નાગ પુરુષ બની ગયો હતો એનામાં ઘણી બધી ગમ્ય -અગમ્ય શ્કતિઓનું નિરુપણ થઇ ગયુ હતું. 
આસ્તિકે કહ્યું "ભગવન આપનાં ચરણોમાં સમર્પિત છું તમારાંથીજ સુરક્ષિત છું બસ આપનાં ચરણામાં રાખજો. 
ભગવન હનુમતે આશીર્વાદ આપ્યાં ગળે વળગાવીને વ્હાલ કર્યુ અને કહ્યું વત્સ જા તું આ જંગલમાં નિશ્ચિંત થઇને વિચરણ કર તું જ્યારે મને યાદ કરીશ હું હાજર થઇ જઇશ પ્રભુ તને ખૂબ શક્તિ આયુષમાન- જ્ઞાન આપે એમ કહીને ભગવન અંર્તધ્યાન થઇ ગયાં. 
આસ્તિકતો પોતાને મળેલી શ્કતિ અને જ્ઞાનથી ખૂબ આનંદીત હતો. એને થયુ ઇચ્છાધારી નાગવંશમાં બોલાય છે અને હોય છે તો હું એનો એક પ્રયોગ કરી જોઊં એમ કહીને એ ધ્યાનમાં બેઠો અને મનમાં વિચાર્યુ. કે હું સિહરૂપ ધારણ કરુ અને બીજી જ ક્ષણે એ સિહરૂપમાં પરીવર્તીત થઇ ગયો. એનામાં સિહની શક્તિ, સ્વરૂપ અને એ પ્રમાણેની ક્રિયાઓ આવી ગઇ એવાં લક્ષણોથી અભિભૂત થઇ ગયો. 
સાથે આવેલાં, દેવી નાગ પણ આવું અચાનક બદલાયેલું સ્વરૂપ જોઇને ગભરાઇ ગયાં એણે આસ્તિકને કહ્યું ઓહો હો આતો કેવું વિકરાળ સ્વરૂપ સિંહોમાં પણ સિહરાજા જેવું વિકરાળ હોવાં ક્યાં કેવું રોબ વાળું સ્વરૂપ.. અમે તો એક ક્ષણ માટે ડરી ગયાં હતાં. 
આસ્તિકે કહ્યું "તમે ડરો નહીં તમે મારી પીઠ પર બેસી જાવ અને હું એજ સ્વરૂપમાં જંગલમાં ફરવામાં પુરુ આજે કેવી મજા મળે છે જોઇએ બંન્ને નાગ ખુશ થતાં એની પીઠ પર બેસી ગયાં. 
સિંહનું સ્વરૂપ ધારણ કરેલો આસ્તિક ઊંચા પહાડ પરથી છલાંગ મારતાં છેક નીચે તળેટીમાં આવી ગયો અને એનું વિરાટ વિકરાળ પણ શોર્ય ભરેલું સ્વરૂપ જોઇને જંગલનાં નાનાં મોટાં જીવ પ્રાણીઓ ગભરાઇ ગયાં અને હાથ જોડીને બોલ્યાં જંગલનાં રાજા સિહને અમારાં પ્રણામ છે વાહ રાજા હોય તો આવા..... 
આસ્તિકને ખૂબ મજા આવી રહી હતી એ બંન્ને દૈવી નાગને પીઠ પર બેસાડીને જંગલમા વિચરણ કરી રહ્યો હતો. ત્યાં જંગલમાં બીજા પ્રાણીઓ જેવાં કે હરણ, સસલા, સર્પ, નાગ, નાનાં મોટાં પક્ષીઓ બધાં આસ્તિક પાસે આવ્યાં અને કહ્યું હે જંગલનાં રાજા અને પક્ષી-પ્રાણીઓ સંયુક્ત રીતે એમને પ્રાર્થના કરીએ છીએ કે જંગલમાં એક જંગલી સુવ્વર છે જે અમને ખૂબ રંજાડે છે અમારાં નાનાં નાના બચ્ચાઓને મારે છે ખાઇ જાય છે અમને એનાં ભયથી અને રંજાડથી મુક્ત કરાવો. 
સિંહ રૂપમાં રહેલાં આસ્તિકે કહ્યું ચાલો મને બતાવો ક્યાં છે એ સુવવર ? બધાં પ્રાણીઓ હરણ-સસલા અને પક્ષીઓએ કહ્યું ચાલો અમારી સાથે એ મોટાં સરોવરનાં કિનારે બેઠો છે ત્યાં કોઇ પાણી પીવા જાયતો પાણી પણ પીવા નથી દેતો. અમને ખૂબ તરસ લાગી હોવા છતાં એ સરોવરનું જળ પી શકતાં નથી. 
આસ્તિક બધાં પ્રાણી અને પક્ષીઓ સાથે એ સરોવર કિનારે પહોંચ્યો ત્યાં એ વિશાળકાય સુવર બેઠો હતો. આસ્તિકે એને પડકાર્યો કે તું આ જંગલનાં નિદોર્ષ પ્રાણી પક્ષીઓને શા માટે રંજાડે છે ? શા માટે જળ પીવા નથી દેતો. હટ અહીથી નહીંતર તને સખ્ત સજા કરીશ. 
સુવ્વરતો આસ્તિકને સિહરૂપમાં જોઇને ખૂબજ ગુસ્સે થયો અને બોલ્યો આ જંગલમાં મારુ રાજ છે અને તારાં જેવાં અનેક સિંહ જોયા જા ચાલ્યો જા નહીંતર હું તને મારી નાંખીશ. 
આસ્તિકે એને પડકાર્યો અને કહ્યું આમ કાયર બનીને નાનાં પ્રાણીઓને હેરાન કરવાનું બંધ કર અને આવી જા મારી સામે લડાઇ કરવા કોણ કેટલામાં છે ખબર પડી જશે. 
સુવ્વર ક્રોધ કરીને ઉભો થઇ ગયો અને સિંહ રૂપમાં રહેલા આસ્તિક પર હુમલો કર્યો બંન્ને વચ્ચે ખૂબજ લડાઇ થઇ હવે ખરેખર તો સુવ્વરનાં રૂપમાં માયાવી રાક્ષસ હતો. એણે સુવ્વરમાંથી રૂપ બદલી સિંહ બની ગયો બંન્ને સિહ રૂપમાં રહેલાં આસ્તિક અને માયાવી રાક્ષસ લડાઇ, કરવા માંડ્યાં. બધાં પ્રાણીઓતો બંન્નેની લાડઇ જોઇને આર્શ્ચયમાં ગરકાવ થઇ ગયાં. 
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----16

રેટ કરો અને રિવ્યુ આપો

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 8 માસ પહેલા

ATULCHADANIYA

ATULCHADANIYA 9 માસ પહેલા

ashit mehta

ashit mehta 9 માસ પહેલા

Sunil Kantilal Shah

Sunil Kantilal Shah 9 માસ પહેલા