આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-14 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-14

"આસ્તિક"
અધ્યાય-14
મામા વાસુકી ભાણાં આસ્તિક માટે તીરધનુષ્ય લાવ્યાં હતાં. પાતાળ લોકોનાં ઘુરંધર શસ્ત્ર બનાવનાર નાગે બનાવી આપ્યુ હતું. વાસુકી નાગને ખબર હતી કે આસ્તિક ઘણો નાનો છે આ ધનુષ્યની પણછ ચઢાવવા માટે પણ.. જરાત્કારુ બેલડીનો એકનો એક પુત્ર નાનપણથીજ બહાદુર લક્ષણ ધરાવતો. કોઇક અગમ્ય અને પ્રભુનાં અવતારનો અંશ હતો એને ખૂબ પ્રેમથી બનાવરાવ્યુ હતું.
આસ્તિકે જોઇનેજ કહ્યું હું આ ધનુષ્યની પણછ ચઢાવીશ. અને જરાત્કારુ માં બાબા અને વાસુકી મામા હસી પડ્યાં હતાં. આસ્તિક રીસાયો અને બોલ્યો તમારાં માટે હું નાનો છું પણ મને ખરેખર નિશાન વિધતાં આવડે છે. પિતાશ્રીએ મને હું ગર્ભમાં હતો ત્યારથી બધુ શીખવ્યુ છે.
જરાત્કારુમાંથી સાંભળીને રહેવાયુ નહી અને ખૂબ લાડથી બોલ્યાં દીકરા તમે હજી સાચેજ ખૂબ નાનાં છો મને ખબર છે તમે મારાં પેટમાં હતાં ત્યારથીજ બધાં શાસ્ત્ર ભણી ચૂક્યા છો પણ તમને કોઇ ઇજા થાય હું નહીં જોઇ શકું તમે હજી ત્રણ વર્ષ હણાં પુરા કર્યા છે.
આસ્તિકે એં પિતાશ્રી તરફ નજર કરી પછી એમનાં ચરણ સ્પર્શ કરીને કહ્યું પિતાશ્રી હું નાનો છુ ઊંમરમાં પણ મને બધીજ ખબર છે આપની આજ્ઞા અને આશીર્વાદની આ નાનકડું ધનુષ્ય ચલાવી શકીશ.
જરાત્કારુ દેવે માં જરાત્કારુ સામે જોયું. પછી આશીર્વાદ આપતાં કહ્યું "આસ્તિક તમારાંમાં બધીજ કળાઓ પરોવાયેલી છે બધાં શાસ્ત્ર ભણી ચૂક્યાં છો હું તમને આદેશ આપુ છું કે આટલી કાચી ઊંમર હોવા છતાં તમે આ ધનુષ્ય ચલાવી શકશો. ચઢાવો પણછ અને તાંકો નિશાન લક્ષ્ય સાંધી લો.
બાળક આસ્તિકે ખુશ થતાં ધનુષ્ય હાથમાં પળમાં લીધું પણછ ચઢાવીને લક્ષ્ય તાંક્યુ તીરથી લીધેલું દૂરનું નિશાન સાધ્યુ અને તીર છુટીને ધારેલું નિશાન પાર કરી ગયું અને વાસુકીનાગ તથા માઁ જરાત્કારુ જોતાં રહી ગયાં. નિશાન બરાબર તકાયું હતું. માં એ આસ્તિકને ઊંચકી લીધો અને ખૂબ વ્હાલથી ચૂમી લીધો.
વાસુકીનાગે કહ્યું આ ત્રણ વર્ષની ઊંમરે આવું નિશાન ? એકદમ ચોક્કસ... વાહ વાહ… આસિતકને વધુ આર્શ્યચ બતાવવા કહ્યું મામા સાંભળો એમ કહીને શ્લોક પઠન કરીને આંખો મીંચીને હસતા અગ્નિ પ્રગટાવી બતાવ્યો.
જરાત્કારુ ભગવાન મરક મરક હસી રહ્યાં હતાં. પુત્રની સફળતા અને એકાગ્રતા જોઇને ખૂબ આનંદીત થયાં.
વાસુકી નાગને ખૂબ આનંદ થયો એમણે કહ્યું આસ્તિક ખરેખર બહાદુર જ્ઞાની અને હોંશિયાર છે જે લક્ષ્ય સાથે જન્મ લીધો છે એ પુરુ થવાનુ નાગકુળનો નાશ થતો જરૂર અટકાવાનો આજે મને સ્પૂર્ણ વિશ્વાસ થઇ ગયો છે. આટલી નાની કાચી કુમળી ઊંમરમાં આવુ પરાક્રમ ? વાહ એણે આસ્તિકને ઊંચકીને ખૂબ વ્હાલ કરી દીધું. વાસુકીનાગે કહ્યું આમતો દિવસ વીતશે એમ વધુને વધુ પ્રભાવી અને પરાક્રમી થશે હવે હું આઠમ પછી આવીશ મને એની પ્રગતિ જોવી છે ત્રણ આઠમનું વ્રત લઊં છું અને એનું ફળ હું આસ્તિકને સમર્પીત કરીશ. એમ કહીને વિદાય લીધી.
માઁ જરાત્કારુ ખૂબ આજે ખુશ હતા. એમણે ભગવાન જરાત્કારુને કહ્યું આ તમારી આપેલી વિદ્યા અને આશીર્વાદનું ફળ છે ભગવન એની ઊંમરનો કોઇ બાધ નથી આપણાં પુભને વધુને વધુ જ્ઞાનનાં આશીર્વાદ આપો. આતો જાણે સાક્ષાત વિષ્ણુનો અવતાર હોય એમ ચમત્કાર બતાવી રહ્યો છે.
ભગવાન વિષ્ણુએ કૃષ્ણ જન્મમાં આવીજ લીલાઓ કરી હતી મારો આસ્તિક મારાં બધાં સ્વપ્ન પુરા કરશે પુરો વિધવાન છે. જેમ એની ઊંમર વધતી જશે એમ એનામાં શાસ્ત્રો-શસ્ત્રનું જ્ઞાન વધતું જશે એનામાં અગાધ તેજ વધતુ જશે. એનાં પર ભગવાન વિષ્ણુ દેવાધીદેવ મહાદેવ અને બ્રહ્માજીનાં આશીર્વાદ છે.
માઁ જરાત્કારુ મહર્ષિના મુખેથી બોલેલાં આર્શીવચન5 સાંભળીને આનંદીત થઇ ગયાં.
આમને આમ સમય વિતતો ગયો. માઁ જરાત્કારુનાં લાડ વ્હાલથી અને ભગવન જરાત્કારુની તાલિમ, તપ, શાસ્ત્રોનાં જ્ઞાન આપવા સાથે આસ્તિક મોટો થતો હયો. એની ઉમર પાંચ વર્ષથી થઇ મામા વાસુકીની અવારનવાર આસ્તિક સાથેની મુલાકાત બંન્ને વચ્ચે પ્રેમ અને વિશ્વાસની દોર બંધાતી ગઇ.
આસ્તિક પાંચ વર્ષનો થયો અને ભગવન જરાત્કારુએ ઉત્તમ જાતીનાં ઘોડા મંગાવેલા અને એની ઘોડે સવારીની તાલિમ શરૃ થઇ. જેમ જેમ આસ્તિક શીખતો ગયો એમ એમ ઘોડેસવારે નિપુણ થઇ ગયો. મોટાં ઘોડેસવારની નિપુણતાને આંટી મારે એવી ઘોડેસવારી કરવા લાગ્યો. અને જેમ જેમ ઉંમર વધતી ચાલી એમ એમ એનાં પરાક્રમ વધતાં ગયાં.
એક દિવસ સવારે આસ્તિકે માં જરાત્કારુને કહ્યું માં મારે જંગલમાં ફરવા જવું છે. હું મારાં ઘોડાને લઇને જઊં અને સાંજ સુધીમાં પાછો આવી જઇશ. માઁનું કોમળ હૃદય તરતજ ના પાડી બેઠું આસ્તિકે કહ્યું માં મારી ચિંતા ના કરો હું હવે આઠ વર્ષનો થઇ ગયો. મારી સાથે તારો પ્રેમ અને આશીર્વાદ છે પછી મને શું ફીકર ?
માઁનું મન માનતુ નહોતું કે આમ આટલા નાનાં બાળકને જંગલમાં એકલો કેવી રીતે મોકલી શકું ? આસ્તિકે એનાં પિતાની પરવાનગી માંગી કે પિતાશ્રી મને જંગલમાં ફરવા જવા દો. માં તો ના પાડે છે મારી ચિંતા કર્યા કરે છે. મારે જવું છે.
પિતાએ કહ્યું તને એક શરતે જવા દઊં તારી સાથે બે નાગ આવશે જે તારી રક્ષા કરશે અને તને સંગાથ આપશે તું જા એ લોકો સાથે અને સાંજ સુધીમાં આવી જજે.
જરાત્કારુ માઁ એ વિરોધ કરતાં કહ્યું તમે જવા માટે કેમ કહો ? એ હજી નાનો છે એકલું બાળક જંગલમાં કેવી રીતે પણ હોય આટલું બાળક એનો સામનો કેમ કરશે ? તમારુ દીલ એ માટે કેવી રીતે તૈયાર થયું ?
ભગવન જરાત્કરુએ મૃદુ હસતાં કહ્યું દેવી તમે ચિંતા ના કરો. આસ્તિક નાનો જરૂર છે પણ ખૂબ બહાદુર છે મારાં આશિર્વાદ શક્તિ એની સાથે છે વળી સાથે હું મોટાં નાગ પણ મોકલુ છું જેનામાં દૈવી શક્તિ છે. કાંઇ વાંધો નહી આવે. તમે એને લાગણી બતાવી ડર ઊભો ના કરો એને ખુશીથી જવાની રજા આપો.
કચવાતા મને માઁ જરાત્કારુએ કહ્યું ઠીક છે જાવ તમે અને બંન્ને નાગને બોલાવીને સૂચના આપી કે આસ્તિકનું પુરુ ધ્યાન આપજો એનું રક્ષણ કરજો.
બંન્ને નાગોએ કહ્યું "માં તમે ચિંતાના કરો અમે સતત આસ્તિકની સાથેજ રહીશું સંપૂર્ણ રક્ષા કરીશુ અમારી પાસે દૈવી શક્તિ છે અમે એનો એક વાળ વાંકો નહીં થવા દઇએ.
પૂરી સલામતિની વાતો સાંભળી વિશ્વાસ કેળવીને આસ્તિકને જવા રજા આપી. આસ્તિકે ખુશ થઇ ગયો અને પોતાનાં માનીતા ઘોડા પર સવાર થઇ ગયો. બંન્ને નાગ પણ આસ્તિકની સાથે જવા તૈયાર હતાં. માં નું મન માનતું નહોતું પણ ભગવન જરાત્કારુનાં સાંત્વન પછી માની ગયો.
આસ્તિક ઘોડા પર આસુઢ થયો એ જોઇને માઁ જરાત્કારુની આંખમાં આંસુ ઉભરાયા. કેવો મારો આસ્તિક રાજા જેવો શોભે છે. હાથમાં ધનુષ્ય તીર કામઠાં અને બીજા હાથમાં ઘોડાની રાશ હતી અને આસ્તીકે આશીર્વાદ લઇને ઘોડો દોડાવી મૂક્યો.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી તમે માં છો એટલે તમને ચિંતા થાય સ્વાભાવીક છે પણ એનાંથી દીકરાને નિર્બળ ના બનાવાય. આઠ વર્ષે એનામાં 25 વર્ષનાં યુવાન જેવો જોશ અને તાકાત છે વળી સાથે બે દૈવી નાગ છે ચિતા ના કરો હું મારાં જ્ઞાન દ્વારા મારાં મનચક્ષુથી એને જોયા કરીશ મંત્ર વિદ્યા દ્વારા એનું ધ્યાન રાખીશ આમ એ નીકળશે તો એનામાં આત્મવિશ્વાસ વધશે અને થોડાક વર્ષમાં તો એને જે લક્ષ્યથી જન્મ લીધો એનાં માટે વિદાય આપવી પડશે. ભલે તૈયાર થજો.
ભગવન જરાત્કારુએ કહ્યું હમણાં થોડા દિવસ પર એ ગંગા નદીમાં સ્નાન કરવા ગયેલો એ કેટલાય સમય સુધી દૂર દૂર સુધી તરતો પહોચી ગયેલો એણે કહેલુ કે એ બીજા રાજ્યની સીમા સુધી પહોચી ગયેલો જળસીમાનું પણ એને જ્ઞાન હતું એ ઉચ્ચ કોટીનો તૈરવૈયો પણ બની ચૂક્યો છે.
ઝડપથી પાતાળ સુઘી ઊંડે સુધી એ તરી શકે છે એની આવી બધી યોગ્યતા એને ખૂબ મોટો લડવૈયો બનાવશે. છતાં માઁ જરાત્કારુ આસ્તિક હમણાંજ ગયો અને એનાં પાછા આવવાની રાહ જોવા લાગ્યાં.
આસ્તિક ઘોડો લઇને નીકળ્યો અને ઘોડાને ખૂબ ઝડપથી દોડાવતો બે નાગ સાથે જંગલમાં પ્રવેશી ગયો. અભેધ એવું ઘટાટોય વૃક્ષોથી ઘેરાયેલું જંગલ હતું ઘોળા દિવસે અંધારુ લાગતું જંગલ એમાં અનેક હિંસક અને ખૂંખાર પ્રાણીઓ હતાં.
આસ્તિક બધુ જોતો વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરતો આગળ વધી રહેલો. રસ્તામાં વાધ સિંહ જોવા હિંસક પ્રાણીઓ આવતા પણ આવાં દૈવી બાળકને જોઇને આઘા ખસી જતાં આસ્તિક આગળને આગળ વધી રહ્યો હતો ત્યાં એણે સામે ઊંચો અને વૃક્ષોથી આચ્છાદન થયેલો મોટો પહાડ જોયો અને કૌતુક થયું આ પહાડ પર કોણ રહેલું હશે અને એની નજર પહાડની ટોચ પર બેઠેલો...
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----15