Baani-Ek Shooter - 62 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 62

બાની- એક શૂટર

ભાગ : ૬૨



વિચાર કરીને જાસ્મિને ચિંતાતુર સ્વરમાં કહ્યું,"હું ઈવાનની રાહ જોઈશ. આપ એક વાર પૂછીને કન્ફર્મ કરશો કે એક્ઝેટલી કેટલો સમય લાગશે..??"

મેનેજરને કોલ લગાવીને મેં પૂછ્યું તો મિટિંગ એક કલાકમાં પૂરી થશે એની જાણ મેં જાસ્મિનને કરી.

અચાનક એને પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો.

"લકીભાઈ...!! હું મારા ઘરે જાઉં છું. ઈવાન એક કલાકમાં ફ્રી થશે જ એટલે એ મને કોલ કરશે જ...!! હું એની સાથે જ જઈશ." જાસ્મિને કહ્યું.

"ઠીક છે. પ્લીઝ...!! ના નહીં પાડતા....!! હું તમને ઘરે સુધી છોડીને આવું છું." મેં વજન આપતાં કહ્યું.

જાસ્મિને હા કહ્યું. બંગલામાં રાખેલી પાર્કિંગનાં સ્થળેથી કાર કાઢવા જતાં જ જાસ્મિનથી અળગો થઈને પહેલા મેં અમનને કોલ લગાવ્યો. અમને ટૂંકમાં કહીને વાત પતાવી કે,' જાસ્મિનને પોલીસ સ્ટેશન જતા રોકવી પડશે. નહીં તો આપણાને બધાને ડુબાડી દેશે...!!'

હું જાસ્મિનને છોડવા કારમાં લઈ ગયો. એને મારી સાથે આગલા સીટ પર જ બેસાડી. મને એનો વિશ્વાસ જીતવો હતો. અને હું એમાં સફળ થયો. પોતાના ઘર સુધી આવતાં જ એને ઘણી બધી અગત્યની સસ્પેન્સ ખબર મને જણાવી દીધી હતી જેને મારું દિમાગ માનવા જ તૈયાર ન હતું કે આ છોકરી આટલું બધું રહસ્ય જાણે છે...!!

જાસ્મિને મને જણાવ્યું કે, " કે.કે રાઠોડ, મિસીસ આરાધના, અમન અને લક નામના માણસો એકમેકને જોડાયેલા છે અને તેઓ મળીને ગુનાખોરીનાં કામો કરી રહ્યાં છે.

જાસ્મિને વાત વાતમાં એ પણ જણાવ્યું હતું કે એના જીવનમાં મહત્વનાં વ્યક્તિ બે જ છે એક બાની...!! જે પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને બીજો ઈવાન...!! એ બંનેનો સાથ હશે તો એ આ ગુનાખોરી કરનારા તરફ હિંમતથી એક્શન લઈ શકશે...!!

એ પોતાનાં ઘરે ગઈ...!! પરંતુ મને હવે જાસ્મિનથી ડર લાગવા લાગ્યો. હું તો ત્યાંથી નીકળી ગયો પરંતુ મેં મારા એક આદમીને જાસ્મિનની બિલ્ડીંગની આસપાસ તૈનાત કરી રાખ્યો જેથી જાસ્મિનની દરેક હરકતની અમને જાણ રહે...!!

"ઓહહ....!!" બાનીએ વચ્ચે જ કહ્યું, " તે જ સમયે ઘરે પહોંચીને જાસ્મિને મને વીડિયો કોલ કર્યો પરંતુ એને વધારે વાત નહીં કરી ફક્ત એટલું જ કહ્યું કે ઈંડિયા ક્યારે આવે છે...!! હું વધારે પૂછું એના પહેલા જ એને લેપટોપ બંધ કર્યું હતું. ત્યાર બાદ એને મને સંબોધીને ડાયરી લખવાની શુરુઆત કરી પરંતુ એ પણ ઓછા સમયમાં અડધી જ લખાઈ...!! આ માહિતી મને ચુનીલાલ તરફથી મળી મિસ્ટર લકી...!!" બાનીએ કહ્યું.

"ચુનીલાલ...!! યાદ છે ને મિસ્ટર લકી...!! જાસ્મિનનો વફાદાર નોકર જેમણે તમારા આદમીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ડરાવી રાખેલો હતો...!! મારું એટલે કે બાનીનું મૌત થતાં જ કેસનો તો નિકાલ આવી જ ગયો હતો. એવામાં જ ચુનીલાલ પરથી પણ તમારું ધ્યાન હટી જતાં એ પોતાના ગામમાં જ છૂપી રીતે રહેતો થયો. મારા આદમીઓએ એને શોધી નાંખ્યો." કહીને બાનીએ ઝડપથી પોતાના ડાબે કમરમાં ખોસેલો મોબાઈલ કાઢ્યો. અને પોતાના આદમીઓ દ્વારા ચુનીલાલનું ઓડિયો રેકોર્ડિંગ સંભળાવ્યું.

ચુનીલાલનું ઓડિયો રેકોર્ડિંગ:

"જાસ્મિન મેડમ, તે દિવસે ઘણા ઉતાવળે આવ્યા. એને લેપટોપ ખોલી પહેલા બાની સાથે હસતાં મોઢે વાત કરી. પછી અચાનક એ નાની ડાયરીમાં લખવા લાગ્યાં. આ બધું જ લિવિંગ રૂમમાં મારી સમક્ષ જ થઈ રહ્યું હતું. ડાયરી લખતાં જ અચાનક એને વચ્ચે જ કહ્યું, 'ચુનીલાલ...!! આ ડાયરી બાનીના જ હાથમાં સોંપવાની છે....!! તમે ઓળખતા જ હશો બાનીને...!! ફક્ત બાનીના હાથમાં...!! મને વિશ્વાસ છે મારી બાની પર...!! એ જરૂર ઈન્ડિયા આવશે...!!'

પરંતુ થોડો જ સમય થયો હશે ત્યાં જ દરવાજાની રિંગ વાગવા લાગી...!! જાસ્મિન મેડમે મને જ દરવાજો ખોલવા કહ્યું તેમ જ એ ડાયરી લઈને તરત જ બેડરૂમમાં જતાં રહ્યાં. મેં દરવાજાની નાની બારીમાંથી ડોકિયું કર્યું, કોઈ અણજાણ શખ્સ દેખાવા લાગ્યો. પરંતુ હું એને ઓળખતો હોઉં તેવો ભાસ થઈ રહ્યો હતો. એને મને જણાવ્યું કે મને જાસ્મિન મેડમનું અગત્યનું કામ છે. હું એ જ મેસેજ લઈને જાસ્મિન મેડમ પાસે પહોંચ્યો. એને ડરતા જ પૂછ્યું કોણ છે?? જાસ્મિન મેડમને જાણે પહેલાથી જ ભણક લાગી ગઈ હોય તેમ એને ડરતા જ કહ્યું, 'ચુનીલાલ....!! આ ડાયરી બાનીના હાથમાં જ સોંપવાની છે. અને આ જો આ પેજ ખૂબ જ અગત્યનું છે....!! આખી ડાયરી લખવાનો સમય નથી મળ્યો એટલે આ પેજમાં મેં જે લખ્યું છે એ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું છે...!! આ ડાયરીના સાથે આ પેજ પણ આ ડાયરીમાં જ રાખી દેજો. મારી જાન જોખમમાં છે ચુનીલાલ...!! હું જોઉં છું દરવાજા પર કોણ છે એ...!!' જાસ્મિન મેડમે એટલું કહીને એ પેજ મને ડાયરીમાં જ રાખવા કહ્યું હતું પરંતુ જાસ્મિન મેડમને એટલા ગભરાયેલા જોતાં જ હું એ પેજને જાસ્મિન મેડમનાં બેડરૂમમાં રહેલા સ્ટડીટેબલનાં ખાનામાં ઉતાવળમાં નીચે પહેલાં એ પેજ રાખ્યું થતાં એના પર ડાયરી રાખી એ વિચારથી કે પહેલા લિવિંગરૂમમાં કંઈ મગજમારી ચાલી રહેલી છે એ ઝડપથી જોઈને આવું પછી આ પેજને ડાયરીમાં રાખું...!! પરંતુ લિવિંગરૂમમાં પહોંચતા જ જાસ્મિન મેડમે મને કહ્યું કે, 'ઈવાનનો ડ્રાઈવર મને લેવા આવ્યો છે. એટલે એની સાથે અત્યારે જઈ રહી છું.' મેં દરવાજો બંધ કર્યો પરંતુ ત્યાં જ થોડી જ મિનીટમાં દરવાજાની રિંગ વાગી. દરવાજા પર એ જ ઈવાનનો ડ્રાઈવર ખડો હતો. 'જાસ્મિન મેડમ લેપટોપ ભૂલી ગયા છે. એ આપજો.' મેં વગર વિચારે જાસ્મિન મેડમનું લેપટોપ આપતાં જ દરવાજો ખોલ્યો ત્યાં જ ઈવાનનો ડ્રાઈવર તો ત્યાંથી લેપટોપ લઈને ખસી ગયો પરંતુ બીજા ચાર શખ્સ દરવાજો ખોલીને અંદર ધસી આવ્યા...!! મને ચાકુ દેખાડી ધમકાવા લાગ્યાં," આ જે ઈવાનના ડ્રાઈવર સાથે તમારી જાસ્મિન મેડમ ગયા છે એના વિશે કોઈને પણ ખબર પહોંચાડી છે તો તારી જાન લેતાં જરા પણ વાર લાગશે નહીં...!! કોઈને પણ ફોન કરવાની ચાલાકી દેખાડતાં નહીં. અમારા આદમીઓ નીચે જ છે. તું નજરકેદમાં રહેશે. એમ સમજી લે તારી જબાન જેટલી બંધ રહેશે ત્યાં સુધી તું જીવતો રહેશે...!!' એટલું કહીને એ બધા જ ગુંડાઓ ત્યાંથી જતાં રહ્યાં. હું એકલો હતો...!! ડરેલો હતો. ડરના મારેલો બે રાત મેં ઘરમાં જ કાઢી. બીજા દિવસે બાની મેડમ આવ્યાં...!! એને પણ મેં કશું કહ્યું નહીં...!! ડરના મારે જૂઠું બોલી દીધું કે જાસ્મિન મેડમ ક્યાંક ઉતાવળા અત્યારે જ ગયા છે. લાંબો વિચાર કરવા બાદ હિંમત એકઠી કરીને મેં બાની મેડમને એ ડાયરી સોંપી. પરંતુ જે છૂટું પેજ હતું એ નીચે જ રહી ગયું. બાની મેડમ તો ત્યાંથી જતા રહ્યાં. એના બાદ જાસ્મિન મેડમનું ખૂન થતા જ પોલીસ દ્વારા મારી પણ પૂછપરછ કરવામાં આવી. ડરથી મેં પોલીસને પણ એ જ જૂઠી જાણકારી આપી કે બે દિવસથી જાસ્મિન મેડમ ઘરે નથી આવ્યાં...!! કેમ કે એ દિવસોમાં પણ કોઈ દૂધ આપનારના વેશમાં કે પછી ન્યૂઝપેપર આપનારનાં વેશમાં એ જ ગુંડાઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપી જતાં..!! પોલીસ દ્વારા મારી બધી પૂછપરછ તો થતી ગઈ પરંતુ જાસ્મિન કેસમાં કોઈ મજબૂત આદમીનો હાથ રહેવાથી બાની મેડમનાં માથે બધા આરોપો લાગ્યાં...!! જાસ્મિનની હત્યા બાદ મેં એ ઘર તો છોડી દીધું હતું પરંતુ મને જાણ હતી જ કે ગુંડાઓની નજર મારા પર તો હશે જ..!! મને મારી જાન બચાવીને કેવી પણ રીતે આ ગુંડાઓથી નહીં પરંતુ આ શહેરથી જ દૂર જતું રહેવું હતું..!! પોલીસ દ્વારા મને તો કહેવામાં આવ્યું જ હતું કે જ્યારે પણ તારી જરૂર પડશે ત્યારે તને હાજર રહેવું પડશે...!! એવામાં જ અચાનક બાનીની આત્મહત્યાનાં સમાચારો વહેતા થયાં...!! જાસ્મિન કેસનો નિકાલ પણ થઈ ગયો. તો પણ મને એ ગુંડાઓનો ડર હરહંમેશ સતાવતો રહ્યો. હું મારા ગામડે છૂપી રીતના રહેવા લાગ્યો. પરંતુ જાસ્મિન મેડમનું એ પેપરને મેં હજું સુધી પણ સાચવી રાખેલું. એમાં શું લખ્યું હતું એ વાંચવાનો પ્રયત્ન ક્યાંથી કરતો કેમ કે હું રહ્યો અભણ માણસ...!!"

ચુનીલાલનાં સ્વરમાં મોબાઈલમાં રેકોર્ડિંગ થયેલો ઓડિયો બંધ થયો.

બધા જ શાંતિથી સાંભળી રહ્યાં હતાં. ઓડિયો બંધ થતાં જ લકી, અમન અને મિસીસ આરાધનાનાં દિમાગમાં અનેકો સવાલો ઘુમરાવા લાગ્યાં.

"પ્રશ્ન એ જ ઉઠતો હશે ને મિસ્ટર લકી...!! કે જાસ્મિને એ પેજમાં શું એવું અગત્યનું લખ્યું હશે...!!" બાનીએ સ્મિત આપતાં કહ્યું અને લકીની આંખમાં જોયું.

લકીની આંખોમાં પ્રશ્ન ઘણા હતાં પરંતુ એ ચૂપ હતો.

"તમારું ચારેયનું મૌત લખ્યું હતું એ પેજમાં મારી જાસ્મિને...!!" કહીને બાની પાગલની જેમ હસી.

"ટૂંકમાં પણ સ્પષ્ટ લખ્યું છે એ પેજમાં...!! કે.કે રાઠોડ, લક, મિસીસ આરાધના અને અમનની ગુનાખોરીનું રહસ્ય છતું કર્યું છે એ પેજમાં...!!" બાની ફરી પાગલની જેમ હસી.

"એ પેજમાં કેટલું પણ રહસ્ય છુપાવેલું હોય...!! એનાથી કશું નથી વળવાનું બાની...!! પરંતુ જીવંત જાસ્મિન મારું કશું બગાડી શકે એના પહેલા જ એને મૌત મળ્યું...!!" લકીએ ઠંડે કલજે કહ્યું.

"એ પેજમાં લખાયેલું રહસ્ય વાંચીને જ મેં તારી એક એક ગુનાખોરીને આગમાં ફૂંકી માર્યું છે લકી....!! પુરાવા માટે લાઈવ વિડીયો કાફી છે....!!" બાનીએ નાક ફુલાવીને કહ્યું તે સાથે જ જોરથી હુકમ આપતાં બૂમ મારી, " કેદાર...!!"

કેદાર બંગલામાં પ્રવેશ્યો. એના એક હાથમાં નાનું લેપટોપ હતું. અને બીજા હાથમાં પિસ્તોલ...!! કેદાર પણ ગજબની ચાલમાં અંદર પ્રવેશ્યો...!!

લકી...!! કેદારને જોઈને ચોંક્યો...!! લકી બરાબર રીતે ઓળખતો હતો કેદારને...!! કેદાર સરસ્વતી બંગલાનો વોચમેન હતો...!!

"લકી હજું તો તને ઘણા મોટા ઝટકા મળવાના છે....!! કેદાર.....!! લાઈવ વિડીયો દેખાડો આ ગુનાખોરોને...!!" બાનીએ પોતાના જડબા સખ્ત કરતાં કહ્યું.



(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED