The science of female menstruation or superstition books and stories free download online pdf in Gujarati

સ્ત્રી માસિક ધર્મ વિજ્ઞાન કે અંધશ્રદ્ધા

*💠 માસિક ધર્મની પ્રથાઓ વિજ્ઞાન કે અંધશ્રદ્ધા...?💠*

●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●

*■પ્રસ્તાવના*

આપણે તામામ મનુષ્ય ખૂબ ભાગ્ય શાળી છીએ કે આપણને આવો દુર્લભ અને અમૂલ્ય દેહ પ્રાપ્ત થયો છે, પરંતુ આ દેહ સમાજમાં બે સંજ્ઞાથી વહેંચાયેલો છે, જેને સામાન્ય ભાષામાં સ્ત્રી અને પુરૂષ કહી શકાઈ, *માટે જ નારીને પુરુષની અર્ધાંગીની કહેવાય છે.* પરંતુ આજનો આ સમાજ પોતાના જ અડધા અંગનું વારે-વારે અનેક રીતે શોષણ કરતો રહે છે, ન માત્ર આધુનિક યુગ પરંતુ પ્રાચીન કાળથી આ પરંપરા ચાલતી આવે છે, અને પરિણામ સ્ત્રીઓએ સહન કરવું પડે છે. *તેમાં વાંક કોઈ ધર્મ કે ધર્મસિદ્ધાંનો નહિ પરંતુ તે ધર્મને અનુશરતી અંધ પ્રજાની માનસિકતાનો છે જે ધર્મસિદ્ધાંતોના અર્થના અનર્થ કરી વર્તન કરે છે અને તેને ધર્મનું નામ આપે છે.*
*અરે....શરમ છે આવી અંધ ધર્મપ્રેમી પ્રજા ઉપર કે જે સિદ્ધાંતને સમજવા કરતા બીજાને સમજાવવા દુરાગ્રહ કરી અને સમાજના બીજા અંગને કચળતો જ રહે છે.*
ખોટી માન્યતાઓથી અંધ થયેલી આ પ્રજાના કારણે આજે આ સમાજમાં અમુક બાબતે ખુલ્લે મુખે વાત થઈ શક્તિ નથી, *અને પરિણામે અમુક વિષયો વધુને વધુ ગુંચવાતા જાય છે એને તેનો આરોપ આવે છે પવિત્ર ધર્મ ગ્રંથો અને સંસ્કૃતિ ઉપર.*

આવો જ એક વિષય કે જેને આજ ના *આ આધુનિક યુગમાં ભગવાન બનીને બેસેલા દુષ્ટજનોએ* એટલો બધો ખરાબ કરી દીધો છે કે તેના વિષે કોઈ બોલી શકતું નથી... *એ વિષય એટલે સ્ત્રી માસિક ધર્મ* વર્ષ પહેલાં આ વિષય બહુ અંગત હતો. તેની ચર્ચા જાહેરમાં થતી નહીં. આજે પણ આ અંગે ખુલ્લેઆમ વાતચીત કરવામાં સ્ત્રીઓ લજ્જા અનુભવે છે. મા-દીકરી અને બહુ બહુ તો દાદી, યુવાનીમાં પ્રવેશતી દીકરીને ઘરનો ખૂણો બતાવતી, અને કોઇને પણ અડયા વગર ત્યાં રહેવાની તાકીદ કરતી. નાની ઉંમરની દીકરી પણ લોહીના ડાઘથી ગભરાઇને માની આજ્ઞા માનતી. *પિરિયડ્સનો દર્દ... દાગ પડવાની ઝંઝટ અને દુનિયાભરના નિયમ, આ બધું દરેક નારી માટે દર મહિનાનો જંગ હોય છે.*
*વાહ ભાઈ....કોઈના કોઈ કારણોસર સ્ત્રીને તેમની શારીરિક સંરચના માટે દંડ આપવો. હકીકત જોઈએ તો આ કોઈ દંડ નથી પરંતુ અંધ પ્રજાએ તેને દંડનું સ્વરૂપ આપી દીધેલ છે,* અને ન માત્ર ભારત પરંતુ સંપૂર્ણ વિશ્વમાં આ નિયમો ને કારણે સ્ત્રી એ ખૂબ ભોગવવું પડે છે, પરંતુ એક વિચાર કરીએ કે સંપૂર્ણ વિશ્વના અનેક દેશો અને હિન્દૂ ધર્મ સહિત અનેક ધર્મ જે વિચાર પ્રગટ કરે છે તે *સાવ નિરર્થક તો હોયજ નહીં...* એવું બની શકે કે તેમાં જરૂર કરતા વધુ કડકાય દાખવવામાં આવતી હોઈ, પરંતુ તે નિયમ ધર્મ ને સમજીયા વગર આજની પ્રજા, તેને નિરર્થક ગણાવે છે અને જાત જાત ના પ્રશ્ન ઉભા કરે છે.. *અને હિન્દૂ ધર્મ અને ધર્મ ગ્રંથો, અને પરંપરાને અદાલતમાં ઉભા કરે દે છે...*
અરે હદ તો ત્યારે થઇ કે જ્યારે... *51 શક્તિપીઢમાનુ એક કામાક્ષી શક્તિપીઠમાં* તથા ચમત્કાર અને દિવ્ય અનુભવ કરિયા વગર... ત્યાં થતા માતાજીના પૂજન ઉપર પ્રશ્ન ઉભા કરી...અને શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે... *શનિશીંગળાપુરમાં* સ્ત્રી દર્શન ઉપર લગાયેલા પ્રતિબંધનું કારણ જાણીયા વગર પ્રતિબંધ હટાવડાવે છે. અને અત્યારે સર્વોચ્ચ અદાલતમાં તેવોજ એક કેસ કેરળના સબરીમાલા મંદિરની પરંપરા ઉપર પ્રશ્ન ઉભા કરી રહ્યો છે....
*આજની આ સમાજ માં બે મનોબળ ધરાવતી પ્રજાની વચ્ચે નારીઓએ પીસાતું રહેવુ પડે છે. સમાજનો એક વર્ગ અત્યાચાર કરે છે અને બીજો વર્ગ સ્ત્રી સન્માનની આડમાં ધર્મ ને હાનિ પહોંચાડે છે...* તેની સામે આ એક લેખ દ્વારા એક નેનો પ્રયાસ કે જેથી પ્રકૃતિની એક અદભુત ઘટના *સ્ત્રી માસિક ધર્મ* તેની પાછળ રહેઈ શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને પ્રાચીન પરંપરા અને સિદ્ધાંતોના વિજ્ઞાનિક કારણ લોકો ને સમજાય, તો આવો જોઈએ


█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*■ પ્રારંભ અને વિજ્ઞાનીક કારણ*

*🕉️ સનાતન ધર્મ પ્રમાણે પ્રારંભ 🕉️*

*શ્રી મદ્ ભાગવત મહાપુરણના છઠ્ઠા સ્કંધના આઠમાં-નવમાં અધ્યાયમાં વર્ણિત કથા મુજબ....*

*દેવગુરુ બૃહસ્પતિના* આશીર્વાદથી દેવોની શક્તિ-સમૃદ્ધિ વધતી જતી હતી...અને તેના પ્રતાપે દેવોના રાજા ઇંદ્ર એક દિવસ પોતાના દરબારમાં મદિરાના નશામાં દેવગુરુ બૃહસ્પતિને વંદન કરતા ભૂલી ગયા... ત્યારે દેવગુરુ બૃહસ્પતિ રુષ્ટ થઈ ને અંતર્ધ્યાન થઈ ગયા... ગુરુની ગેરહજાથી દેવોની સમૃદ્ધિ અને શક્તિ નાશ પામવા લાગી અને સ્થિતિનો લાભ લઈ *અસુરગુરુ શુક્રાચાર્યની* અજ્ઞાથી અસુરોએ સ્વર્ગનું સિંહાસન ઝડપી લીધું...દેવોને પોતાની ભૂલ સમજાતા તેઓ સૃષ્ટિકર્તા બ્રહ્મદેવ પાસે ગયા અને આ સંકટમાંથી બચવાનો ઉપાય પૂછ્યો, *બ્રહ્મદેવ એ કહીયું કે "તમે કોઈ મહાતેજસ્વી બ્રાહ્મણની સેવા પૂજા કરી તેમને ગુરૂ તરીકે વરણ કરો જેથી તેમને આશીર્વાદથી સ્વર્ગ ફરિથી જીતી શકાય..."* બ્રહ્મદેવની આજ્ઞાથી દેવોએ પ્રજાપતિ ત્વષ્ટા અને અસુર પુત્રી રચનાના પુત્ર *વિશ્વદેવને* રાજી કરી તેમને ગુરુ બનાવીયા, વિશ્વદેવે નારાયણકવચ નામની વૈષ્ણવી વિદ્યાના પ્રતાપે દેવોને સ્વર્ગ પાછું અપાવ્યુ... પરંતુ આ *વિશ્વદેવ* અસુરમાતા પ્રત્યને પ્રેમને વશીભૂત થઈને દેવોને આપવામાં આવતા હવિષનો એક ભાગ અસુરોને અર્પણ કરતા, આ ઘટનાની જાણ થતા દેવરાજ ઈંદ્રએ ફરસીથી વિશ્વદેવના ત્રણ મસ્તક કાપી તેમનો વધ કરિયો...ત્યાર બાદ એક વર્ષે પછી ગુરુહત્યા અને બ્રહ્મહત્યાથી છૂટવા...તેને આ પાપ ચાર ભાગમાં વહેચી *પૃથ્વી, વૃક્ષ, સ્ત્રી અને જળ ને આપી દીધી...* તેને બદલામાં પૃથ્વીને પોતાના ધાવ (ખાડા) જાતે બુરાઈ જવાનું, વૃક્ષને કપાયા પછી ફરીથી ઉગવાનું, સ્ત્રીને ગર્ભને હાની ન થાય તે રીતે અંત સુધી શરીર સુખ માણવાનું, અને જળને વૃદ્ધિ અને વસ્તુઓને પવિત્ર કરવાનું વરદાન આપીયુ. પરિણામ સ્વરૂપે આજે પણ *આ બ્રહ્મહત્યા અને ગુરુહત્યાનું પાપ પૃથ્વીમાં શુષ્કતા સ્વરૂપે, વૃક્ષમાં ગુંદ સ્વરૂપે, સ્ત્રીમાં માસિક સ્રાવ સ્વરૂપે અને જળમાં પરપોટા અને ફીણ સ્વરૂપે નજરે ચડે છે...*

*આ કથા ઉપરથી જાણી શકાય કે સ્ત્રીને આવતું માસિક ધર્મનું કરણ બ્રહ્મહત્યાનું પાપ છે...*

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆વિજ્ઞાનિક કારણ*

આપણે આ ક્રિયાનું શાસ્ત્રીય કારણ જોયુ હવે વિજ્ઞાનિક રીતે તેની પાછળ રહેલી પ્રક્રિયા જોઈએ...
સામાન્ય 15 થઈ 45 વર્ષ સુધીની બહેનોને દર મહીને માસિક સ્રાવ અને તેને લાગતી તકલીફોનો સામનો કરવો પડતો હોઈ છે, *આ કુદરતી ઘટનાની શરૂવાત સામાન્યરીતે 10 થી 15 વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે,* જેની પાછળ સ્ત્રી શરીરમાં પ્રવાહિત રહેતા અને વિકાસમાં કારણ ભૂત એવાં *ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટર* નામના રસાયણો જવાબદાર છે...આ કુદરતી ઘટનામાં દર મહિને સ્ત્રીના ગુપ્તાંગમાંથી લોહી, તરલ, બેક્ટેરિયા, રસાયણનું મિશ્રણ નીકળે છે, *આ પ્રક્રિયા લગભગ 3 થી 7 દિવસ સુધી ચાલે છે, જેને માસિક ધર્મ કહે છે,* આ માસિક આવવાનો સમય ગાળો મહિલાના આંતરિક અને બાહ્ય શરીરના બાંધા ઉપર નક્કી થાઈ છે, મુખ્યત્વે આ ગાળો *20, 28, 45 દિવસનો* રહે છે. *ચોથા, પાંચમા કે સાતમા* દિવસે માસિક આવવાનું બંધ થાય ત્યારથી ગર્ભાશયની અંદર લોહી-માંસની પોચી ગાદી બનવાનું શરૂ થઈ જાય છે, તેની સાથે *સ્ત્રીના ગર્ભાશયની બહાર ઉપર બંને બાજુએ રહેલા બન્ને બીજશયઓ* ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટર નામનું રસાયણ છોડે છે, જે ગર્ભાશયની નિર્માણ પામેલી ગાદી અને ફલિનીકરણ પામેલા સ્ત્રી અને પુરુષ બીજ દ્વારા બાળક બનાવમાં મદદ કરે છે, આ ગાદી લગભગ *14 દિવસે* તૈયાર થાય એટલે સ્ત્રીના આંતરિક પ્રજનન અંગ એવાં બંને બીજશયમાં સુષુપ્તિ અવસ્થામાં રહેલા *70.000 અંડકોષમાંથી 1 અંડકોષ જાગૃત* થઈ બીજનળીમાંથી પસાર થઈ ને ગર્ભાશય તરફ ધીમી ગતિએ આગળ વધે છે આ બીજનું આયુષ્ય લગભગ *24 કલાકનું* હોઈ છે, જો આ સમય દરમિયાન પુરૂષ સાથેના સહવાસથી પુરૂષ શુક્રાણુ અને અંડકોષ ભેગા થઇ જાય અને ફળીનીકરણ થાય તો તે ગર્ભાશયની ગાદીમાં જઈ ને બાળક બને છે, *જ્યારે આ ફલીનીકરણ થતું નથી ત્યારે અંતસ્રાવ બંધ થાય છે અને ગર્ભ માટે તૈયાર થયેલ ગાદી તૂટી જાય છે એને યોની માર્ગમાંથી રક્ત પ્રવાહ સ્વરૂપે બહાર આવે છે.* અને જો માસિક સ્રાવ બંધ થયાના 6 દિવસ થી 16 દિવસ દરમિયાન પુરૂષ શુક્ર સાથે ફલીનીકરણ થઈને ગર્ભસ્થપાય જાય છે તો આ રજોદર્શન (માસિક સ્રાવ) બાળક જન્મ થયા પછી 6 થી 8 અઠવાડીયા લગભગ *2 મહિના* પછી શરૂ થઈ જાય છે, *આ પ્રક્રિયા નિયમિત રૂપે 45 થી 49 વર્ષ સુધી ચાલે છે.* અને ત્યાર બાદ બંધ થઈ જાય છે, જેને રાજોનિવૃત્તિ કહે છે.

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*■⚛️ધાર્મિક દ્રષ્ટિકોણ⚛️*

એક રીતે જોઈએ તો દેખાતી રીતે આ એક દિવ્ય ઘટના છે જે સ્ત્રીને માતૃત્વ પ્રદાન કરવાની તૈયારીમાં મુખ્ય ભાગ ભજવે છે... *આ ઘટનામાં સ્ત્રીનો કોઈ દોષ હોતો નથી,* તેમ છતાં આ દિવસો દરમિયાન તે સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે અને જાત-જાતના બંધનો મુકવામાં આવે છે, જેનો સમાજના તમામ ધર્મ અને સંપ્રદાયોમાં ઉલ્લેખ જોવા મળે છે...
હિંદુ જ નહીં અન્ય ધર્મોમાં પણ પીરિયડ્સને લઈને આવી જ કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ છે જે મહિલાઓ સાથે અન્યાય કરે છે. જેમ કે *જ્યાં હિંદુ ધર્મ માને છે કે પવિત્ર જગ્યાઓએ આ સમય દરમિયાન સ્ત્રીએ પ્રવેશ ન કરવો જોઈએ ત્યાં ક્રિશ્ચન, ઇસ્લામ, યહુદી અને બૌદ્ધ ધર્મમાં પણ આવી જ કેટલીક માન્યતાઓ છે.* આ ધર્મમાં પણ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને હીન દ્રષ્ટીથી જોવામાં આવે છે. તેમના વિચાર અનુસાર આ સમયગાળામાં સ્ત્રીઓ અશુદ્ધ હોય છે.

*તો આવો માસિક ધર્મ ઉપર વિવિધ ધર્મમાં બતાવેલા નિયમ ઉપર એક દ્રષ્ટિ કરીએ...*

*◆🕉️ સનાતન હિન્દૂ ધર્મ 🕉️*

● માસિક ધર્મ વાળી બહેનોએ મંદિરમાં દર્શન કરવા ન જવું...
● રજસ્વલા સ્ત્રીએ ધાર્મિક કર્યો કરવા બેસવું નહિ...
● અન્ન રાંધવું નહિ તેનો સ્પર્શ પણ ન કરવો, પાણી ભરવા ન જવું...
● પોતાના પતિ સાથે એક આસને સૂવું નહિ...
● અથાણું અડવું નહીં...
● બહાર નીકળવું નહીં...
● કોઈ ને અડવું નહીં...
● વાળ કાપવા નહીં...
● માથે સ્નાન ન કરવું...
● પુરુષ સાથે સહવાસ ન કરવો...
તે સાથે....
*● पतितं कुष्ठसंयुक्तं चण्डलं च गवाशिनम् ।*
*श्वानं रजस्वलां भिल्लं स्पृष्ट्वा स्नानं समाचरेत् ।।*
*मारकण्डेयपुराणे १४/५९-६०*
*અર્થાત ~* પતિત, કોઢી, ચાંડાલ, ગોભક્ષી, કૂતરું, રજસ્વલા સ્ત્રી, અને ભીલનું સ્પર્શ કરીને સ્નાન કરવું...

*● नालीढया परिहतं भक्षयीत कदाचन ।*
*महाभारत अनुशा• १०४/९०*
*અર્થાત ~* રજસ્વલા સ્ત્રીનું અડેલું ભોજન ન કરવુ...

આવા અનેક નિયમો હિન્દૂ ધર્મમાં દર્શાવામાં આવે છે જે ક્યારેક ને ક્યારેક આપણે ખુદએ સાંભળ્યા કે અનુભવ્યા હશે...

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆☪️ઈસ્લામ ધર્મ (મુસ્લિમ ધર્મ)☪️*

● ઈસ્લામમાં મહિલાઓ માટે માસિક દરમિયાન કુરાનને અડવું, મસ્જિદમાં જવું અને પુરુષ સાથે સહવાસ કરવાની છૂટ નથી.
● ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રન્થ કુરાનમાં માસિક ધર્મ વિશે બહુ ઉંડાણ પૂર્વક નથી લખવામાં આવ્યું પરંતુ એટલું ચોક્કસ લખાયું છે કે આ દરમિયાન પુરુષોએ આવી સ્ત્રીઓથી દૂર અંતર રાખવું જોઈએ. તેમજ રમઝાન જેવા પવિત્ર મહિના દરમિયાન જો સ્ત્રી રજસ્વલા હોય તો તેમને મસ્જીદો અને દરગાહમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવામાં આવી છે.
● *કુરાનમાં ૨.૨૨૨* પ્રમાણે જો કોઈ માસિક ધર્મ અંગે પુછે તો કહેવું કે તે અપવિત્ર છે.
● આ દરમિયાન મહિલાઓથી દૂર રહેવું જોઈએ અને તેમની નજીક ત્યારે જ જવું જોઈ જ્યારે તે સંપુર્ણ રીતે પવિત્ર થઈ ગઈ હોય.
✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆✡️યહૂદી ધર્મ✡️*

● યહૂદી ધર્મમાં મહિલોને બે અઠવાડિયા સુધી બધુ ઝેલવું પડતું હોય છે.
● રજસ્વલા સ્ત્રી દ્વારા પહેરવામાં આવેલા કપડાં, વાપરવામાં આવેલી ચાદર વગેરે ધોવામાં આવે છે.
● આખા ઘરની પણ સફાઈ થાય છે
● તે સમય દરમિયાન કોઈને પણ તેઓ અડી શકતા નથી.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆✝️ખ્રિસ્તી ધર્મ✝️*

● આ ધર્મમાં પણ પુર્વી કટ્ટર ચર્ચ જ્યાં મહિલો માટે કોઈ પણ પ્રકારનો
સમાગરમ કરવાનું ખોટું માનવામાં આવે છે.
● રોમન ચર્ચ મહિલાઓ માટે પિરિયડ્સની બાબતે થોડા કટ્ટર હતા.
● ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે મહિલાઓ અપિવત્ર નથી હોતી...
● બાઈબલમાં ઘણી જગ્યાઓએ તેને અપિવત્ર કહેવામાં આવ્યું છે. પરંતુ મહિલાઓને પિરિયડ્સ દરમિયાન ક્યારેય પણ દૂર કરવાની વાત કહેવામાં આવી નથી.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆☸️બૌદ્ધ ધર્મ☸️*

● માસિક દરમિયાન લોહી પીવાવાળા ભૂત તેમની પાછળ પડી શકે છે અને તે આત્માના ખતરામાં રહે છે. માટે બહાર નીકળવા ઉપર રોક હોઈ છે...
● દેવાલયમાં જવું નહીં
● આ ધર્મમાં મહિલાઓને અપવિત્ર હોવાની વાત કરવામાં આવી નથી...
● સાથે કેટલી બૌદ્ધ માન્યતાઓ કહે છે કે માસિક સ્રાવમાં મહિલાઓ પોતાની લાઈફમાં ઘણી શક્તિ ખોવી દે છે.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆☯️શિંતો (જાપાનીઝ)☯️*

● જાપાનના શિંતો ધર્મમાં માત્ર માસિક દરમિયાન સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે....
● આ દરમિયાન મંદિરમાં જવા દેવામાં આવતા નથી...
● પવિત્ર પહાડ ચઢવાનું પણ ખોટું માનવામાં આવે છે...

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆⚔️શીખ ધર્મ⚔️*

*●બધા ધર્મોમાંથી માત્ર શીખ ધર્મ એવો છે જેમાં મહિલાઓને પિરિયડ્સ દરમિયાન પવિત્ર માનવામાં આવે છે....*
● મહિલાઓ આ સમયે વધારે પૂજનીય હોય છે.
● શીખધર્મના સ્થાપક *ગુરુ નાનકના* કહેવા પ્રમાણે એક માતાનું લોહી જીવન આપવા માટે ઘણું જરૂરી છે અને એટલા માટે જ તે પવિત્ર છે.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆⚜️નેપાળી⚜️*

● નેપાળમાં પિરિયડ્સ દરમિયાન તેમની પર અત્યાચાર કરવામાં આવે છે.
● માસિક દરમિયાન તેમને ઠંડીમાં ઘરની બહાર બનાવવામાં આવેલી ઝૂંપડીમાં ઊંઘવું પડે છે.
● કંઈ પણ અડવાની છૂટ હોતી નથી...
*● આ દરમિયાન સ્ત્રી ઉપર બળાત્કાર પણ થાય છે અને તેમાંથી ઘણી સ્ત્રીઓએ જાન પણ ગુમાવવી પડી છે...*
● માસિક દરમિયાન મહિલાઓને માત્ર ચોખા ખાવામાં મળે છે...
● આ લોકોમાં માનવામાં આવે છે કે જો તે ભૂલથી કોઈ પુરુષને અડી જાય તો તે બીમાર થઈ જશે અને જો કોઈ ગાય અથવા ભેસને એડી લેશે તો તે દૂધ આપવાનું બંધ કરી દેશે.

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*■ માન્યતાઓ*

*★ માત્ર ભારતમાં નહીં પરંતુ આધુનિક સમય એ વરેલા વિકસિત દેશથી લઈને વિકાસશીલ દેશ સુધી માસિક ધર્મ વિશે અલગ-અલગ માન્યતાઓ રહેલી છે જેની ઉપર એક નજર નાખીએ...*

*◆ યુરોપ*

● યુરોપીયન પ્રદેશોમા માસીક ધર્મ દરમિયાન મહિલાઓને એક અલગ ઝુપડી બનાવી રહેવું પડતું હતું. તેમજ 4-5 દિવસ સુધી આ ઝુપડીમાંથી બહાર આવવાની તેમને પરવાનગી આપવામાં આવતી નહોતી...
● આ દેશોમાં જ્યારે સ્ત્રીઓને માસિક દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોય ત્યારે તેમને સુઅરના માંસ સાથે સરખાવવામાં આવી હતી...
● ચર્ચમાં અને ઘરમાં પ્રવેશ આપવામાં આવતો નથી...

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ અમેરિકા તથા બ્રિટન*

● અહીંના લોકના મત પ્રમાણે માસિક દરમિયાન લ મહિલાઓ કેમ્પમાં ન જઇ શકે, કારણ કે રીંછને દૂરથી જ તેની વાસ આવી જાય તો એ ભડકી શકે...
● કુંવારા દીકરી એ ચોક્ખા રહેવા માટે ટેમ્પોનનો ઉપયોગ ન કરવો...
● માસિક શરૂ ન થાય ત્યાં સુધી તમે તમારા વાળને વાંકડિયા ન કરી શકો.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ રોમ*

● લોકો માસિકમાં આવેલી મહિલાઓને ફૂલોને અડવા નથી આપતાં.
તેમની માન્યતા પ્રમાણે આવા વખતે જો કોઈપણ મહિલા કુસુમોને સ્પર્શ કરે તો તે ઝડપથી મૂરઝાઈ જાય.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ ફિલિપાઈન્સ*

● આ લોકોની પ્રથમ માસિક વિશેની માન્યતા અજીબ છે છે. તેઓ માને છે કે સૌપ્રથમ વખત આવેલા માસિકના રક્તથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા સુંદર-સ્વચ્છ બને છે.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ કોલંબિયા*

● આ દેશની પ્રજાની માન્યતા મુજબ પિરિયડ્સ દરમિયાન ઠંડા પીણાં પીવાથી પેટમાં વળપડે છે.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ ઈઝરાયલ*

● આ લોકો મહિલાને માસિક આવે ત્યારે તેના આખા ચહેરા પર તમાચા મારે છે. તેઓ માને છે કે આમ કરવાથી જે તે યુવતીના ગાલ કાયમ માટે મઝાના લાલ લાલ થઈ જાય છે...

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ મલેશિયા*

● અહીંની પ્રજા માને છે કે જે તે સ્ત્રીએ તેનું ઉપયોગમાં લેવાયેલું સેનિટરી પેડ ફેંકવાથી પહેલા ધોઈ નાખવું જોઈએ...
● સ્ત્રી જો પોતાનું પેડ ધોયા વિના ફેંકી દે તો તેને ભૂત વળગે છે...

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ પોલેન્ડ*

● લોકોના મતે પિરિયડ્સ દરમિયાન જો સ્ત્રી તેના પતિ સાથે સમાગમ કરે તો તેના પતિનું મૃત્યુ થાય.

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿.

*◆ દક્ષિણ ભારત*

● દક્ષિણની કેટલીક જાતીઓમાં કન્યાને જ્યારે માસિક આવતું થઇ જાય, ત્યારે સગાવહાલાને બોલાવી, ખાસ ઉજવણી કરવામાં આવે છે. જાણે કન્યા લગ્નને યોગ્ય બની છે તેની જાહેરાત કરાય છે.

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*■ પ્રાચીન સિદ્ધાંતોના વિજ્ઞાનિક કારણો*

*कारणं वीना मंदोङपि न प्रवर्तते ।*
અર્થાત ~ કારણ વિના બુદ્ધિ હીન મનુષ્ય પણ કોઈ કાર્ય ન કરે...

આ સિદ્ધાંતને અનુસાર જોઈએ તો સ્ત્રી માસિક ધર્મની ઉપર એટલા બધા નિયમ અને અલગ-અલગ માન્યતાઓ કારણ વગર સર્જવી તે અશક્ય પ્રતિત થાય છે...કોઈ એક દેશ કે ધર્મની વાત હોઈ તો સમજી શકીએ, પરંતુ દુનિયાના તમામ ધર્મ અને દેશો કોઈ એક વિષય ઉપર સમાન રીતે સમજૂતી આપે તે નિરર્થક તો હોય જ નહિ...
*◆ તો શુ છે આ તમામ માન્યતાઓનું કારણ...શા માટે એટલા બધા લોકો એક વિષય ઉપર એકજ પ્રકારે મત આપે છે...શુ આ ખાલી અંધશ્રદ્ધા છે...શુ છે એની પાછળ નું કારણ...આ માન્યતાઓ પાછળ શું છે વૈજ્ઞાનિક આધાર...? આવો જાણવાનો સમજવાનો પ્રયાસ કરીએ...*
● સમાજ જે કહે તે, ભલે તે આજે આ તમામ માન્યતાઓ એ અંધશ્રદ્ધા સાથે જોડીને જુવે છે પરંતુ થોડી ઊંડાયથી જોઈએ તો ખબર પડે કે આ પરંપરામાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છુપાયેલું છે... જેમ કે...માસિક ચક્ર દરમિયાનના દિવસોમાં સ્ત્રીઓ ખૂબ જ થાકી જાય છે, તેમન શરીરની આ પ્રક્રિયામાં હોર્મોન્સના અસંતુલનથી અનેક પ્રકારના ઇન્ફેક્શન થવાની સંભાવનાઓ વધી જાય છે, જેના કારણે તેમને આરામની ખૂબ જરૂર પડે છે, આ માટે તમને બધાજ કાર્યોથી દૂર રાખવામાં આવતા હતા.

● પહેલાના સમયમાં ટેક્નોલોજીનો પૂરતો વિકાસ નહોતો જેના કારણે રસોઈ કરતા પહેલા અનેક બીજા કામો પણ કરવા પડતા હતા. જેમાં શારીરિક શ્રમની જરુર પડતી હતી જેમ કે ઘઉં દળવા, પાણી ભરવું, વાસણ ધોવું અને ઘરની સાફ સફાઈ અને છાણ લિંપવું. પરંતુ માસિક દરમિયાન નારીની શારીરિક સ્થિતિ એવી નથી હોતી જે આટલું બધું કામ કરી શકે. *આ માટે તેમને ઘર કામથી દૂર રાખવાની પ્રથા શરુ કરવામાં આવી હતી જે કાળક્રમે શુદ્ધ અને અશુદ્ધ તરીકે બદલાઈ ગઈ હોઈ તેવું લગે છે...*

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો....*

*● एंव शुद्धशुक्रार्तवा ऋतौ प्रथमदिवसात् प्रभृति ब्रह्मचारिणी दिवस्वप्ननान्जनाश्रुपातास्नानानुलेपनाभ्यंगखच्छेदनप्रधावनहसंकथनातिशब्दश्रवणावलेखनात्यायासान् परिहरेत् ।*

*અર્થાત ~* આવી રીતે રજસ્વલા સ્ત્રીએ રેહવું કે, ઋતુકાળના પ્રથમ દિવસે બ્રહ્મચારિણી થઈ ને રેહવું, દિવસે સૂવું નહીં, આંખમાં અંજાણ લગાડવું નહીં, રડવું નહીં. સ્નાન કરવું, ચંદન લગાવવું, તેલ માલિશ કરવી, નખ કાપવા, દોડાવું, ખૂબ હસવું, ખૂબ બોલવું, વાળ ઓળવા, તામસી ભોજન સેવન કરવું, *અને પરિશ્રમ કરવું જેવા કાર્યોથી યથાશક્તિ દૂર રહેવું...*

ઉપરની શાસ્ત્રીય વાત પ્રમાણે આજ સુધી ભારતના લોકો આ પ્રથાનેજ અનુસરતા આવે છે, આ દિવસે તમને અસ્પૃશ્ય માનવામાં આવે છે, તેમને ઘરેલુ કામથી અવકાશ આપવામાં આવે છે, તેમનું અડેલું જળ પણ પાન કરવામાં આવતું નથી,પરંતુ... સમયની સાથે આજે વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે, *પ્રત્યક્ષવાદી લોકો આ નિયમ પાછળના મહત્વનો ત્યાગ કરીને પોતાની રીતે સ્વચ્છંદ આચરણ કરી રહ્યા છે,* મુખ્ય રૂપથી શહેરોની અંદર આજકાલ 9 વાગે જેમને ઓફીસ હાજરી પુરાવી પડતી હોઈ તેવી સ્ત્રીઓ આ વ્યવસ્થાને ગૌણ ગણીને તેને પરિત્યાગ કરે છે...

*આવા લોકોની સમજાવવા માટે આપના શાસ્ત્રોમાં રજોદર્શન શુ છે તે બતાવતા ભગવાન ધન્વંતરિ કહે છે કે...*

*● मासेनोपचितं काले धमनिभ्यां तदार्तवम् ।*
*ईषत्कृष्णं विगन्धं च वायुर्योनिमुखं नयेत् ।।*
*सुश्रुत शारीरस्थान अध्याय-३, वाक्य-८*

*અર્થાત~* સ્ત્રીના શરીરનું આર્તવ (એક પ્રકારનું લોહી) એક મહિના સુધી એકત્રિત થાય છે, એનો રંગ કાળો પડી જાય છે, ત્યારે તે ધમનીઓ દ્વારા સ્ત્રીના યોનિમુખે આવીને બહાર નીકળી જાય છે જેને *રજોદર્શન* કહે છે...
● હવે ભગવાન ધન્વંતારીનીઆ વ્યાખ્યાથી આપણને ખબર પડે છે કે, શરીરમાંથી નીકળતું એ લોહી કાળું હોય અને દુર્ગંધથી યુક્ત હોય છે, અને આજના વિજ્ઞાનિક સાધન શુક્ષ્મદર્શક યંત્ર દ્વારા તેની ઉપર નજર કરીયે તો ખબર પડે કે તેમાં અનેક પ્રકારના બેક્ટેરિયા, જંતુ, મૃત સ્વેત અને રક્ત કણોનો સમાવેશ છે, તો આનાથી *પ્રત્યક્ષવાદીઓને આંખથી પ્રત્યક્ષ સિદ્ધ* થાય છે કે રક્ત દેખાતી રીતેજ અશુદ્ધ છે...હવે આ દિવસો દરમિયાન સ્ત્રીની ધમનીઓમાંથી અશુદ્ધ રુધિર બહાર જતું હોય છે, અને તેની સાથે શરીરના રોમની ગરમી, પ્રસેદ, અને અનેક પ્રકારના જંતુ બહાર આવતા હોઈ છે, *તો ત્યારે સ્ત્રી દ્વારા અડેલી વસ્તુ ઉપર શુ તે જંતુની અસર નહીં થાય....?તે વસ્તુમાં મલિનતા/વિકાર ન આવે....?*
● અરે...આપણે હોસ્પિટલમાં ડ્રેશીંગ કરાવીએ તે પહેલા અને પછી ડોક્ટરને અપણે હાથ ગરમ પાણી અને સાબુમાં ધોતા જોઈએ છેએ, હાથ માં મોજ અને મુખ ઉપર માસ્ક જોઈએ છીએ તો પ્રશ્ન નથી થાતો એવું કેમ...
*તેવું એટલા માટે કે તેમને ખબર છે કે જો એક વ્યક્તિનું લોહી હાથમાં અડી ગયું અને તેના થોડા પણ અંશ રહી ગયા તો બીજા વ્યક્તિ ને તેનાથી ગંભીર બીમારી થઈ શકે છે...* એ તો ધાવ નું શુદ્ધ રુધિર હોવા છતાં આટલી પરેજી રખાય છે તો... *માસિકના અશુદ્ધ રક્તના દુષ્પ્રભાવ થઈ બચવા પરેજી ન રાખવી જોઈએ...?*

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ આતો થઈ શાસ્ત્રીય વાત... હવે થોડાં પાશ્ચાત્ય સંકૃતિના મોભા કે જેનું તમામ લોકો અનુસરણ કરે છે તેવા વિજ્ઞાનિકોની વાતો ઉપર નજર કરી જોઈએ...*

*● ભારતીય મેડિકલ એસોસિએશન નવેમ્બર ૧૯૪૯ નો અંક જેમાં ડો.રેડ્ડી અને ડો.ગુપ્તાના* લેખમાં લખાયું હતું કે વર્ષો પછી હમણાં જ્યારે સ્ત્રીના માસિક સ્રાવનું પરીક્ષણ થયું ત્યારે તમને હાનીકરણ પ્રભાવોથી સાબિત થઇ ગયું કે ભારતીય પ્રાચીન નીતિ-સિદ્ધાંતો એ ખૂબ દીર્ઘદ્રષ્ટિ વાળી હતી...
*● ૧૯૨૦માં ડો.સેરિકે* અનુભવ કરિયો કે કોઈક ફૂલ રજસ્વલા સ્ત્રીના સ્પર્શ માત્રથી સુકાય જાય છે...
*● ૧૯૨૩માં ડો.મિકવર્ગને* એક ખોજ કરીને કહીયું કે, રજસ્વલા સ્ત્રીનો પ્રભાવ પશુઓ ઉપર પણ જોવા મળે છે...અને પ્રયોગ પ્રમાણે તે સ્ત્રીના હાથમાં દેડકાને મુકવાથી દેડકની હૃદયના ધબકારા સામાન્ય કરતા અનેક ગણા વધી જાય છે, *૧૯૩૦માં ડો.લેજને* પણ કહીયું કે, રજસ્વલા સ્ત્રીના હાથમાં ડેટાકાને વધુ સમય રાખવામાં આવે તે તેની પચાન શક્તિ મંદ પડી જાય છે,

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ આ બધા સૂક્ષ્મ વિવેચનક છે આપણે એવા બે ઉદાહરણો જોઈએ કે સામાન્ય વક્તિ પણ ગમે ત્યારે જોઈ શકે...*

● માસિક ધર્મવાળી સ્ત્રીના અડવાથી અથાણાં બગડી જાય છે...
● તુલસીનો મસ્ત મજાના છોડવો બે-ચાર વાર રજસ્વલા નારીના સ્પર્શથી જ સુકાવાનું પ્રારંભ કરી દે છે...
✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆આ સાથે જોઈએ તો સ્ત્રીની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પણ અમુક નિયમો તેમને પાળવા જેવા છે...*

● જ્યારે પંચકર્મ ચિકિત્સા કરવામાં આવે છે ત્યારે તેમાં વિરેચન (ઝાડા) કરવામાં આવે છે...કે જેનાથી વક્તિને શરીરનો તમામ કચરો બહાર આવી જાય...આ વિરેચન વખતે તે વૈદ્ય નહાવાની, તેલ નાખવાની, તામસી ભોજન કરવાની, જેવી મનાય કરે છે... તેનું કારણ કે આ બધા કર્યો કરવાથી શરીરની અંદર શંતુલન ખોરવાય જાય છે, અને ચિકિત્સા પૂર્ણ થતી નથી...

● અને શાસ્ત્રો કહે છે કે....
*रजसा शुध्यते नारी नदी वेगेन शुध्यति ।।*
*वासिष्ठस्मृति ३/५४, अङ्गिरास्मृति ४२, अत्रीस्मृति ५/३८*

*અર્થાત~* સ્ત્રી રજોધર્મથી (માસિક ધર્મથી) અને નદી પ્રવાહથી શુદ્ધ બને છે...

*આજ રીતે જ્યારે માસિક દરમીયા સ્ત્રીનું શરીર શુદ્ધતાની ક્રિયા કરતું હોઈ છે ત્યારે તેમને તેલ નાખવાનું, માથે નવાની, વાળ કાપવાની, તામસી ભોજનની, મનાય કરવામાં આવે છે અને એકાંતમાં આરામ કરવાનું કહેવાય છે...* કે જેથી સ્ત્રીનું મન શાંત રહે..અને શરીર વિના અડચણ પોતાનું કાર્ય અવિરત કરી શકે....

*અને જ્યારે આ કાર્યમાં કોઈ કારણથી ખલેલ પહોંચે છે ત્યારે શરીરના વિવિધ ભાગોમાં દુખાવો, મન ચંચળ, સ્વભાવ ચિડીયો, વગેરે સમસ્યા સર્જાય છે...*

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*◆ આ સાથે એક અત્યંત મહત્વનો મુદ્દો કે આ દરમિયાન રાખતી કારજી ન રાખવામાં આવે અને તે માસિક દરમિયાનના અંતે ઋતુકલમાં ગર્ભ સ્થાપિત થાય અને તેનાથજ જે સંતાન ઉત્પન્ન થાય તેમાં વિકૃતિ આવે છે...*

તે માટે ભગવાન ધન્વંતરિ કહે છે કે....

*दिवा स्वपंत्याः स्वापशीलो अप्रञ्जनाद्धो रोदनद्विकृतदृष्टी स्नानानुमेपनाद् दुःखशीलस्तैलाभ्यंगात्कुष्ठी, नख कर्तनात् कुनखी, प्रधावनाच्चंचलो हसनाच्छ्यावदन्तौष्ठतालुजिह्वः प्रलापी चातिकथनादतिशब्दश्रवनाद् वधिरो अप्रलेखनात्खुलतिः मरुतायासासेवनान्मत्तो गर्भो भवतीत्येवमेतान् परिहरेत् ।*
*सृश्रूप्त शरीरस्थान अध्याय - २/५*

*અર્થાત ~* જો રજસ્વલા સ્ત્રી દિવસે સુવે, અને કદાચ તેના પછીના ઋતુકાળમાં ગર્ભ રહી જાય તો ઉત્પન્ન થનાર શિશુ ખૂબ સુવાવાળો થાય છે, આંખમાં અંજાણ લાગવાથી આંધળો, રોવાથી વિકૃત, સ્નાન અને તેલમર્દનથી શારીરિક તકલીફ વાળો, દોડવાથી ચંચળ, વધુ હસવાથી વિકૃત દાંત વાળો, કાળા હોઠ, વિકૃત જીભ-તાળવા વાળો, ખૂબ બોલવાથી કરણ વગર બોલનારો, ભયંકર શબ્દ સાંભળવાથી બહેરો, દાંતીયથી વાળના શૃંગારથી ટાલ વાળો, ખૂબ હવા ખાવાથી વધુ પરિશ્રમ કરનાર બાળક ઉત્પન્ન થાય છે...

● આ વાક્યથી એ નક્કી થાય છે કે ઉપરીયુક્ત નિયમ ન પાળવાથી બાળકમાં વિકૃતિ આવે છે... *તેમ છતાં આશ્ચર્યની વાત છે કે માતા-પિતા પહેલા પરેજી પાળતા નથી અને પાછળથી વિકૃત બાળક માટે કુદરતને દોષી સમજે છે...*

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒

*■ તર્કની દ્રષ્ટિએ સમજણ*

● બ્રહ્મહત્યા અને ગુરુહત્યાના પાપના પ્રતાપે હિન્દૂ ધર્મમાં સ્ત્રીઓને મંદિરમાં જવાની મનાય હતી, તેનું તાર્કિક કરણ જોઈએ તો રજસ્વલા નારીને સંપૂર્ણ આરામ આપવા તેમને મંદિરથી દૂર રાખતા કેમ કે પ્રાચીન કાળમાં લોકોને નિત્ય મંદિર જવાનો નિયમ હતો, અને આ મંદિર ગામની બહાર હતા ત્યાં સુધી જવામાં સ્ત્રીઓને તકલીફ થાય, *બીજું જોઇએ તો આ સમયે સ્ત્રી મન ખૂબ ચંચળ હોય છે તે ભગવાન ની સમ્યક રીતે આરાધના કરવા સમર્થ ન હોઈ માટે તમને ધાર્મિક કાર્યોમાં બેસવાની પણ મનાય હતી...*

● મુખ્યત્વે આ દિવસ દરમિયાન નારી કોઈ કામ કરે તો તે કાર્ય સફળતા પૂર્ણ પાર થવાની શક્યતાઓ ઓછા પ્રમાણે હોઈ છે, *અને માસિક ના દર્દ વચ્ચે તેમને બીજા કર્યામાં જોડવા એ પણ ન્યાય સંગત નથી.*

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒







*■ આધુનિક યુગમાં વ્યવહારનો વિવેક*

આ બધા કારણથી આટલુ તો સાબિત થાય છે કે પ્રાચીન નિયમ-ધર્મ સાવ નિરર્થક નથી પરંતુ સમય સાથે પરિવર્તન અનિવાર્ય છે. *પ્રાચીન અમુક નિયમો અત્યારના આધુનિક યુગમાં પરિવર્તીત થઈ શકે અને આ યુગ, યુગ ધર્મ, અને યુગની પ્રજાની માનસિકતા/આધુનિકતા પ્રમાણે તે જરૂરી પણ છે...*

● પહેલાના સમયમાં ટેક્નોલોજીનો પૂરતો વિકાસ નહોતો જેના કારણે રસોઈ કરતા પહેલા અનેક બીજા કામો પણ કરવા પડતા હતા. જેમાં શારીરિક શ્રમની જરુર પડતી હતી જેમ કે ઘઉં દળવા, પાણી ભરવું, વાસણ ધોવું અને ઘરની સાફ સફાઈ અને ગોબર લિંપવું. *પરંતુ માસિક દરમિયાન મહિલાઓની શારીરિક સ્થિતિ એવી નથી હોતી જે આટલું બધું કામ કરી શકે. આ માટે તેમને ઘર કામથી દૂર રાખવાની પ્રથા શરુ કરવામાં આવી હતી જે કાળક્રમે શુદ્ધ અને અશુદ્ધ તરીકે બદલાઈ ગઈ હતી.*
● આજના ફેમિલી પ્લાનિંગના જમાનામાં યુવતીના લગ્ન મોટી ઉંમરે થાય તે જ યોગ્ય છે. થોડા સંયમ અને સહનશીલતાનો માસિક ધર્મ એ પાઠ છે. તેથી તો સમાજમાં જાગરૂકતા લાવવા ‘પેડમેન’ જેવી ફિલ્મો બની રહી છે.
● ખરેખર માસિક ધર્મ એ કોઇ શર્મનાક વાત નથી. બરાબર કાળજી લેવાય તો થોડા આરામ સાથે સ્ત્રી બધા જ કામો કરી શકે છે. નોકરી કરતી સ્ત્રીને દર મહિને ચાર દિવસની રજા કોણ આપવાનું છે..? ભણેલી ગણેલી યુવતીને સ્વચ્છતાના પાઠ પઢાવવાની પણ જરૂર નથી. તે બધું સમજે છે અને યોગ્ય રીતે વર્તે છે. *માસિક ધર્મના ૪ દિવસોમાં સ્ત્રીને સહાનુભૂતિ અને થોડા આરામની જરૂર છે એટલે સમાજ સમજી લે તો પણ ઘણું છે.*
● સ્ત્રી પોતે વિજ્ઞાનિક કારણ સમજીને કે તેની શ્રદ્ધારૂપે મંદિરમાં કે રસોડામાં ના પ્રવેશે એ તેની મરજીની વાત છે. *પણ તેના પર પ્રતિબંધ મૂકવો એ અન્યાય છે.*
● માસિકમાં આવેલી સ્ત્રીએ સમાગમ તેમ જ ગૃહકાર્યોથી દૂર રહેવું જોઈએ.તેણે ઘરના અન્ય સભ્યોથી અલગ રહેવું જોઈએ. પરંતુ તેનો અર્થ એવો નથી કે આ સમય દરમિયાન જે તે સ્ત્રી અપવિત્ર થઈ જતી હોવાથી તેણે અલગ રહેવું જોઈએ *વાસ્તવમાં પિરિયડ્સ દરમિયાનના સ્ત્રીના સ્વાસ્થ્ય અને કાર્યશક્તિને ધ્યાનમાં લઈને આ પ્રકારની સલાહ આપવામાં આવી છે.*
● આપણે આપણી માનસિકતા પ્રમાણે આ પ્રથાઓનુ ખોટું અર્થઘટન કરીને તે સ્ત્રીને અપવિત્ર ગણીએ છીએ. આ સમય દરમિયાન સ્ત્રી કોઈપણ જાતની *ખલેલ વિના આરામ* કરી શકે એટલા માટે તેને બધાથી અલગ રહેવાની ભલામણ કરવામાં આવી છે.
● આધુનિક વૈદ્યો પણ ઘણા અંશે આ વાત સાથે સહમત થાય છે. જો કે તેઓ ચોક્કસ પ્રતિબંધો દૂર કરવાની તરફેણ કરતાં કહે છે કે અગાઉના સમયમાં *સેનિટરી પેડ્સ* નહોતા તેથી જે સ્ત્રીને માસિક આવે તેને અલગ ઓરડામાં રાખવામાં આવતી. તત્કાલીન સમય મુજબ તર્કસંગત હતી. પરંતુ જો આજ પણ આ પ્રથા જારી રાખવામાં આવે તો માસિકમાં આવેલી સ્ત્રી અપવિત્ર હોય છે એ માન્યતાને બળ મળશે. વળી આજે બજારમાં કંઈકેટલીય બ્રાન્ડના સેનિટરી પેડ્સ ઉપલબ્ધ છે. *તેનો ઉપયોગ કરતી સ્ત્રીઓ આસાનીથી સર્વત્ર હરીફરી શકે છે, કામ કરી શકે છે, નૃત્ય કે અન્ય સ્ટંટ પણ કરી શકે છે.*
● સ્ત્રીને ઘરના એક ખૂણામાં બેસી રહેવાની જરૂર નથી. પરંતુ તેને ચોક્કસ પ્રકારનો આહાર ન આપવા પાછળનું કારણ એ છે કે અમુક આહાર હોર્મોન્સનું સંતુલન ખોરવી નાખે છે. *માટે ઉચિત છે કે આ સમય દરમિયાન સંતુલિત આહાર લેવામાં આવે.*



█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒















*■ વિશેષ આજના આધુનિક યુગમાં અને પ્રાચીન યુગમાં સામાજિક વિચાર, રહેણીકેણી, વ્યવસ્થામાં ખૂબ અંતર થય ગયું છે...તો અમુક પ્રાચીન નિયમોનું આંખ બંધ કરીને અંધળાની જેમ પાલન કરવું અને સ્ત્રી સાથે અન્યાય કરવા કરતા વિવેક બુદ્ધિથી, સમજણથી, શ્રદ્ધાથી અને આજનાકાળને અનુરુઓ થઇ ને રહીએ તો ખૂબ ઉચિત રહશે...*

*તેની સામે આ યુગમાં પ્રાચીન નિયમોનો હાર્દ સમજીયા વગર, વિવેક બુદ્ધિ વાપરીયા વગર, સમય ને અનુકૂળ થયા વગર અનુસરણ કરશું તો તે સ્ત્રી સાથે અન્યન સિવાય કશુંજ નથી....*

*● તો શુ ઉચિત છે....વિવેક બુદ્ધિથી, ધર્મ, નિયમ, વિજ્ઞાન સમજીને અનુસરણ કરવું કે પ્રાચીન પ્રથાઓનું આંધળું અનુસરણ કરી સમાજના અડધા અંગસાથે અન્યાય કરવો...*

*ચયન કરવું આપણા હાથમાં છે....*

█▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒



✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*┈┉┅━❀꧁जय श्री कृष्ण꧂❀━┅┉┈*
*๑;ु*
*,(-_-),*
*'\'''''.\'='-.*
*\/..\\,'*
*//"")* *રાધે શ્યામ*
*(\ /* 🌹❤🌹
*\ |*
*༺꧁જય સ્વામિનારાયણ꧂༻*

✿ ❀ ❁ ✾ ✽ ❃ ➳♥➳ ❃ ✽ ✾ ❁ ❀ ✿

*દવે તેજસકુમાર ભરતભાઈ*
*દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય*
*SGVP,* *અમદાવાદ*
* 91 8200347817*
* 91 9687819115*
*dss.tejas317@sgvp.in*
*davetejas17101@gmail.com*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED