મહાભારત યુદ્ધ વિશેષ Dave Tejas B. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહાભારત યુદ્ધ વિશેષ

*મહાભારત વિશે થોડું વધુ*

*"न पुत्रः पितरं जज्ञे पिता वा पुत्रमौरसम्।*
*भ्राता भ्रातरं तत्र स्वस्रीयं न च मातुलः॥"*

અર્થાત:આ યુદ્ધમાં ન પુત્ર પિતાને, ન પિતા પુત્રને, ન ભાઈ ભાઈને, ન મિત્ર મિત્રને કે ન મામા ભાણેજને ઓળખતા હતા.

*આ યુદ્ધ વિશે થોડી માહિતી મેળવીએ તે પહેલા થોડાક જાણવા જેવા પ્રશ્નો*

*૧)* *મહાભારત સમયે શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન, વગેરેની આયું કેટલી હતી ?*
*૨)* *યુદ્ધ મેદાન કેવડું હતું ?*
*૩)* *યુદ્ધ ક્યારે થયુંં હતું ?*
*૪)* *મહાભારતના યુદ્ધમાં કેટલા સૈનિકો હતા ?*
*૫)* *કોના પક્ષે કેટલું સૈન્યબળ હતું ?*
*૬)* *સેનાનાયક કોણ હતું ?* *તે નાયકની પાસે કેવડી સેના હતી ?* *કોણ મહારથી હતું ?*
*૭)* *સેનાનું વિભાગી કરણ કેવી રીતે થયું હતું ?*
*૮)* *મહારથી કોણ-કોણ હતું ?*
*૯)* *કોના પક્ષમાંથી કોણ લડિયું હતું ?*
*૧o)* *મનુષ્યો સીવાય કોણે-કોણે ભાગ લીધો હતો ?*
*૧૧)* *યુદ્ધનું પરિણામ શું આવ્યું ?*
*૧૨)* *શું આ યુદ્ધ રોકી શકાયુ હોત ?*

*આ બધા પ્રશ્નનો સમાધાન માત્ર એક લેખ વાંચવાથી મળી જશે.*
*તો જરૂર વચાજો*
🙏🙏🙏🙏🙏🙏

*©* *મહાભરત સમયે શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન, વગેરેની આયું કેટલી હતી ?*

ભગવાન શ્રીકૃષ્ણની જન્મ તિથિ અને યુદ્ધની તિથિ સરખાવીએ તો ખ્યાલ આવે છે કે યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ ભગવાનનીભૌતિક આયુ લગભગ *૮૯ વર્ષ* હતી અને *અર્જુન* તેમના પ્રિય સખા હતા ને શાસ્ત્રો પ્રમાણે તેમની ઉંમર પણ એટલીજ હતી. મહારાજ યુધિષ્ઠિરની આયુ *૯૧ વર્ષ* મહારાણી દ્રોપદીની આયુ *૭o વર્ષ* હતી. દુર્યોધનની આયુ *૯o વર્ષ*, મહારથી અભિમન્યુની આયુ *૧૬ વર્ષ*, શિખંડી *સો વર્ષ* ની આજુબાજુ, દ્યુષ્ટધ્યુમ્નની *૭o વર્ષ*,
મહામહિમ ભીષ્મની *૬oo વર્ષ*, ગુરુ દ્રોણની
આયુ *૪oo વર્ષ*, મહારથી કર્ણની આયુ લગભગ *૧૪o વર્ષ*.

*©* *યુદ્ધ મેદાન કેવડું હતું ?*

મહાભારત નું યુદ્ધ લગભગ *૬૫ વર્ગ કિ.મી*
ખેલાયું હતું.

*©* *યુદ્ધ ક્યારે થયુંં હતું ?*

વિશ્વ વિખ્યાત ભારતીય ગણિતજ્ઞ અને અને ખગોળજ્ઞ *વરાહમિહિરના* મત અનુસાર મહાભારતનું યુદ્ધ *૨૪૪૯ ઇસ્વીસન*પૂર્વે થયું હતું.

ભારતીય *ગણિતજ્ઞ આર્યભટ્ટના* કથન અનુસાર કુરુક્ષેત્રમાં યુદ્ધ *ઇ.પૂર્વ ૧૮-૨-૩૯૦૨ માં* થયું હતું.

મોટા ભાગના પશ્વિમી વિદ્વાનો જેમ કે, *માયકલ વિટજલના* મત મુજબ મહાભારતનું યુદ્ધ *ઇસ્વીસનના ૧૨૦૦ વર્ષ પૂર્વે* થયું હતું. એ વિદ્વાનો આ સમયને લોહયુગનું નામ આપે છે. અન્ય કેટલાક પશ્વિમી વિદ્વાનો જેમ *કે, પી.વી. હોલે* મહાભારતમાં વર્ણવવામાં આવેલી આકાશિય સ્થિતિનો અભ્યાસ કરીને *ઇ.પૂર્વ ૧૩-૧૧-૩૯૪૩ માં યુદ્ધ થયું* હોવાનું માને છે. ભારતીય વિદ્વાન *પી વી વારટક* મહાભારતમાં વર્ણવવામાં આવેલી ગ્રહ નક્ષત્રોની આકાશી સ્થિતિની ગણનાના આધારે *ઇ.પૂર્વ ૧૬-૧o-૫૫૩૧ના* દિવસે આ યુદ્ધ શરુ થયું હોવાનું માને છે.

*©* *મહાભારતના યુદ્ધમાં કેટલા સૈનિકો હતા ?*

મહાભારત યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકોની સંખ્યા *૧૮ અક્ષોહિની* હતી. એક અક્ષૌહિણી સૈન્ય માં *૨૧,૮૭o* હાથી, *૨૧,૮૭o* ચાર ઘોડા વાળા રથ, *૬૫,૬૧o* ઘોડા અને *૧,o૯,૩૫o* પાયદળ સૈનિકો હોય છે એવુ મહાભારતમાં (આદિ પર્વ ૨.૧૫-૨૩) માં દર્શાવવામાં આવ્યુ છે. એક હાથી સાથે ત્રણ સૈનિકો રહે છે, જ્યારે રથ સાથે બે સૈનિકો રહે છે. દરેક ઘોડા પર એક એક સૈનિક એટલે કુલ ત્રણ સૈનિક અને ત્રણ ઘોડા સાથે પાંચ પાયદળ સૈનિક આ પ્રમાણે કુલ સૈનિકો અને પ્રાણીઓની ગણતરી કરીએ તો એક અક્ષૌહિણી સેનામાં *૨૧,૮૭o હાથી,* *૧,૫૩,૮૯o ઘોડા* અને *૨,૮૪,૩૧o સૈનિકો* હોય છે. આવી કુલ *૧૮ અક્ષૌહિણી* સેના હતી. એટલે કે મહાભારત ના યુદ્ધમાં લડેલી *૧૮ અક્ષૌહિણી* સેનામાં કુલ *૩,૯૩,૬૬o હાથી,* *૩,૯૩,૬૬o રથ,* *૧૧,૮o,૯૮o ઘોડા* અને *૧૯,૬૮,૩oo* પાયદળ સૈનિકો નો મહાસંહાર થયો. આવું પ્રચંડ અને ભિષણ યુદ્ધ આપણને જરૂર કંપાવી મુકે.

*©* *કોના પક્ષે કેટલું સૈન્યબળ હતું ?*

યુદ્ધના પ્રારંભ પેહલા કૌરવો અને પંડવોના પક્ષમાં *૯ - ૯ અક્ષોહિની* સેનાનું સૈન્યબળ હોવાની આશંકા હતી, પરંતુ છલથી નારાયણી સેના અને પાંડુરાજાના બીજા પત્ની *માંદ્રીના* ભાઈ અને નકુલ-સહદેવના મામા *મદ્ર નરેશની* સેના કૌરવો પક્ષે ભળી જતા તફાવત સર્જાયો...

*પાંડવો ની સેના:*

૭ અક્ષૌહિણી
૧,૫૩,o૯o હાથી એક હાથી ઉપર ૩ સૈનિક
૧,૫૩,o૯o રથ એક રથ ઉપર ૨ સૈનિક
૪,૫૯,૨૭o ઘોડા ૩ ઘોડા સાથે ૫ પાયદળ
૭,૬૫,૪૫o પાયદળ સૈનિકો

*કૌરવો ની સેના:*

૧૧ અક્ષૌહિણી
૨,૪o,૫૭o હાથી એક હાથી ઉપર ૩ સૈનિક
૨,૪o,૫૭o રથ એક રથ ઉપર ૪ સૈનિક
૭,૨૧,૭૧o ઘોડા ૩ ઘોડા સાથે ૫ પાયદળ
૧૨,o૨,૮૫o પાયદળ સૈનિકો

*©* *સેનાનાયક કોણ હતું ?* *તે નાયકની પાસે કેવડી સેના હતી ?* *કોણ મહારથી હતું ?*

*સેનાનાયકો અને તેની સેના પાંડવોના પક્ષે*

સાત્યકિ- ૧ અક્ષૌહિણી
કુંતિભોજ- ૧ અક્ષૌહિણી
ધૃષ્ટ્કેતુ- ૧ અક્ષૌહિણી
જરાસંધ પુત્ર સહદેવ-મગધ- ૧ અક્ષૌહિણી
દ્રુપદ અને ધૃષ્ટ્ધુમ્ન- ૧ અક્ષૌહિણી
વિરાટ- મત્સ્યનરેશ- ૧ અક્ષૌહિણી
પાંડ્ય,ચોલ વગેરે- ૧ અક્ષૌહિણી

*સેનાપતિ:*સેનાપતિ:*
ધૃષ્ટ્ધુમ્ન- ૧૮ દિવસ

*સેનાનાયકો અને તેની સેના કૌરવોના પક્ષે*

ભગદત્ત- ૧ અક્ષૌહિણી
શલ્ય- ૧ અક્ષૌહિણી
નીલ – માહિષ્મતી સામ્રાજ્ય- ૧ અક્ષૌહિણી
કૃતવર્મા- નારાયણી સેના- ૧ અક્ષૌહિણી
જયદ્રથ- ૧ અક્ષૌહિણી
સુદક્ષિણ- કુંભોજનરેશ- ૧ અક્ષૌહિણી
વિંદા,અનુવિંદા,અવંતી સામ્રાજ્ય ૧ અક્ષૌહિણી
કલિંગ સેના- ૧ અક્ષૌહિણી
શકુનિ-ગાંધાર(હાલ કંધાર-અફઘાનિસ્તાન)-
૧ અક્ષૌહિણી
સુશર્મા- ૧ અક્ષૌહિણી
કુરૂ અને બીજા અન્ય- ૧ અક્ષૌહિણી

*સેનાપતિ:*
ભિષ્મ- ૧o દિવસ
દ્રોણ- ૫ દિવસ
કર્ણ- ૨ દિવસ
શલ્ય- ૧ દિવસ

*©* *સેનાનું વિભાગી કરણ કેવી રીતે થયું હતું ?*

એક અક્ષૌહિણી સેનામાં અર્ધરથી, રથી, અતિરથી અને મહારથી એમ ચાર વિભાગ માં સૈનિકોનું વર્ગીકરણ કરવામાં આવતુ હતુ.

*અર્ધરથી :*
*૫oo સૈનિકો* સાથે એકલા લડી શકે તેવા યોદ્ધા ને અર્ધરથી કહેવામાં આવે છે. સૈન્યમાં પત્તિ, સેનામુખ, ગુલ્મ, ગણ ના સેનાનાયક અર્ધરથી હોય છે.

*રથી:*
*૧ooo સૈનિકો* સાથે એકલા લડી શકે તે યોદ્ધા ને રથી કહેવામાં આવે છે. તે રથ પર સવાર હોય છે. વાહિની, પૃથણા, ચમૂ અને અનીકિની સેના ના સેનાનાયક રથી હોય છે.

*અતિરથી:*
*૧o,ooo સૈનિકો તથા ૬ રથી* સાથે એકલા લડી શકે તેવા યોદ્ધાને અતિરથી કહે છે. એક અક્ષૌહિણી સેના ના નયક અતિરથી હોય છે.

*મહારથી:*
*૧ર રથી તથા ૬o,ooo સૈનિકો* સાથે લડી શકે તે યોદ્ધાને મહારથી કહેવામાં આવે છે. એક કરતા વધારે અક્ષૌહિણી સેનાના નાયક મહારથી યોદ્ધા હોય છે.

*©* *મહારથી કોણ કોણ હતું ?*

*મહારથી કૌરવ પક્ષે*

ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા,મદ્રનરેશ શલ્ય,ભૂરિશ્ર્વા, અલમ્બુષ, કૃતવર્મા કલિંગરાજ શ્રુતાયુધ, શકુનિ, ભગદત્ત,જયદ્રથ, વિન્દ-અનુવિન્દ, કામ્બોજરાજ સુદક્ષિણ,
બૃહદ્વલ, દુર્યોધન અને તેના ૯૯ ભાઈઓ.

*મહારથી પાંડવ પક્ષે*

ભીમ, નકુલ, સહદેવ, અર્જુન, યુધિષ્ટર,દ્રૌપદીના પાંચોં પુત્ર, સાત્યકિ, ઉત્તમૌજા, વિરાટ,
દ્રુપદધૃષ્ટદ્યુમ્, અભિમન્યુ,પાણ્ડ્યરાજ, ઘટોત્કચ,
શિખણ્ડી, યુયુત્સુ, કુન્તિભોજ, ઉત્તમૌજા શૈબ્ય,
અનૂપરાજ નીલ

*અપક્ષ*

વિદર્ભ, શાલ્વ, ચીન, લૌહિત્ય, શોણિત ,નેપા, કોંકણ, કર્નાટક, કેરલ, આન્ધ્ર, દ્રવિડ઼ વગેરેએ આ યુદ્ધમાં ભાગ ન લીધો.

*©* *મનુષ્યો સીવાય કોણે-કોણે ભાગ લીધો હતો ?*

આ એક મહાયુદ્ધ હતુ અને બન્ને પક્ષો થી મનુષ્યો સિવાય રાક્ષસોએ ભાગ લીધો હતો.
*પાંડવોના પક્ષથી* યુવરાજ ભીમ નો પુત્ર *રાક્ષશરાજ ઘટોત્કચના* નેતૃત્વમાં લંકાપુરી, આસામની મયાગપુરીંની રક્ષશ સેનાએ ભાગ લીધો હતો. ઘટોત્કચનો મૃત દેહ પડવાથી કૌરવોની 1 અક્ષોહીની સેના મુત્યુ પામી હતી, સાથે-સાથે ભોગવતીપુરીથી *અર્જુનનો પુત્ર ઇરાવાન* નેતૃત્વમાં નાગ સેના પણ યુદ્ધ કરી રહી હતી. ઇરાવાનને છાલથી *અલંબુષએ* મારિયો હતો.
*કૌરવોના પક્ષેથી* પાતાળલોકથી *અલયુદ્ગના* નેતૃત્વમા અનેં મત્ર્યાલોકથી *અલંબુષના* નેતૃત્વમાં રાક્ષસ સેના યુદ્ધ કરી રહી હતી

*©* *યુદ્ધનું પરિણામ શું આવ્યું ?*

આ મહા યુદ્ધના અંતે માત્ર *૧૮ વ્યક્તિ* જીવિત બચીયા હતા.

*પાંડવ પક્ષે*
૫ પાંડવ, યાદવ સરકાર શ્રી કૃષ્ણભગવાન, સાત્યકિ, યુયુત્સુ

*કૌરવ પક્ષે*
કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વસ્થામા,
અને...
પાંડવ પક્ષની ૭ અક્ષોહીની સેના *૧૫,૩o,૯oo*
સૈનિકો કૌરવોના પક્ષે ૧૧ અક્ષોહીની સેના *૨૪,o૫,૭oo* સૈનિકો મુત્યુ પામિયા અને પરિણામે પાંડવોને રાજ્ય અને એશ્વરિયા પ્રાપ્ત થયું. એક સર્વે મુજબ છેલ્લી 10 સદીઓમાં જેટલા યુદ્ધો થયા તેમાં ધર્મ ને કારણે સૌથી વધારે યુદ્ધો થયા છે. પરંતું મહાભારત એક ભિન્ન પ્રકાર નુ *‘ધર્મ-યુદ્ધ’* હતું.

*©* *શું આ યુદ્ધ રોકી શકાયુ હોત?*

જો, સમજાવવાથી જો બધા સમજી જતા હોત તો એ વાંસળી વગાડનારો કદાચ આ યુદ્ધ ના થવા દેત. પરંતું ધર્મ ના ઉત્થાન માટે અને અધર્મ ના સર્વનાશ માટે આ ‘મહાભારત’ આવશ્યક હતું. જ્યારે જ્યારે ભારત માં ધર્મને હાની થઈ છે અને અધર્મ બળવાન બન્યો છે ત્યારે યાદવેન્દ્ર સરકાર ભગવાન શ્રી કૃષ્ણએ આગાઝ કર્યો છે કે,

*યદા યદા હી ધર્મસ્ય,
*ગ્લાનીજાર્વતીભારત |*
*અભ્યુંથાનમધર્મસ્ય,*
*તદાત્માન સૃજામ્ય્હ્મ* ||
*પરિત્રાણાય સાધુનાં*
*વિનાશાય ચ દુષ્કૃતામ્ |*
*ધર્મસંસ્થાપનાર્થાય*
*સંભવામિ યુગે યુગે ||*

*๑;ु*
*,(-_-),*
*'\'''''.\'='-.*
*\/..\\,'*
*//"")* *રાધે શ્યામ*
*(\ /* 🌹❤🌹
*\ |*
દવે તેજસકુમાર ભરતભાઈ
દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય
SGVP, અહમદાબાદ
૯૧ ૮૨oo૩૪૭૮૧૭